શહેરની એક સાંજ શાનદાર Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શહેરની એક સાંજ શાનદાર


હા, બહુ જ ભીડ હતી, પણ મને તો બહુ જ મજા આવતી હતી! ખબર નહિ પણ કેમ આપના શહેર જેવી મજા આપણને બીજે ક્યાંય નહિ આવતી, દુનિયામાં આટલા બધાં શહેર તો છે, તો પણ કેમ એક આ શહેરમાં જ આટલું બધું સૂકુન મળે છે.

મારા હાથમાં મસ્ત માટીનું કુલ્હડ છે, અને એ બહુ જ લાડ આવે એવા કુલ્હડમાં બહુ જ પ્યાર આવે એવી ચા છે.. બસ જ્યારે જ્યારે હું ચા પીવું છું, લાગે છે કે સમય રોકાઈ ગયો છે, ઘણી વાર એવું લાગે કે બધું જ થમી ગયું છે જાણે કે જેમ આપને મોબાઈલમાં દિવસભર ગમે એટલી એપ ઓપન કર્યા કરીએ પણ છેલ્લે તો હોમ સ્ક્રીન પર આવીએ જ એવી જ રીતે લાઇફમાં ગમે ત્યાં જઈએ, ગમે એટલા કામો કરીએ, પણ પોતાના શહેરમાં તો પાછા આવતા જ હોઈએ છીએ ને!

આખરે જોઈને જ ના રહી શકાવાય એવી આ ચા જોઈને હું તો ખુદને રોકી જ ના શક્યો, ખુદના હોઠથી ચા ને પેટમાં પહોંચાડી તો પણ સીધી જ દિલમાં ઉતરી ગઈ હોય એવું લાગે છે! દૂરથી ગાડી, રિક્ષા, સ્કુટર પાછળ વારે ઘડીયે સંતાતો અને ફરી જોવા મળતો ડૂબતો સૂરજ જાણે કે આજે બહુ જ ખૂબસૂરત લાગી રહ્યો હતો.

આ એકદમ નવા જ ખુલેલ કેફે ની બેસ્ટ વસ્તુ તો મને એ જ લાગતી કે અહીં ચા કુલ્હડમાં આપવામાં આવતી હતી.

"મહેશ.." દિવ્યા એ લગભગ મને જગાડવાના આશયથી જ કહેલું, હા, ઘણીવાર માણસ વિચારોમાં પણ ખોવાઈ જાય છે તો વર્તમાનમાં ઊંઘી રહ્યો હોય એવું લાગે છે!

"શું વારંવાર સૂરજ સામે જુએ છે, શું આ પહેલાં સૂરજ જોયો જ નહિ?!" દિવ્યા એ કહ્યું.

હું દિવ્યા નું દુઃખ સમજી રહ્યો હતો, એ બિચારી છેક આટલા દૂર થી મારી માટે આવી હતી અને હું તો મસ્ત સાંજને જોઈ રહ્યો હતો, સાંજ બહુ જ મધહોશ લાગી રહી હતી, હા, જ્યારે મન ખુશ હોય છે તો સામાન્ય વસ્તુઓ પણ બહુ જ ખુશી આપતી હોય છે, આપને બહુ જ નાની વાતો પર પણ દિલ ખોલીને હસવા લાગીએ છીએ! હા, દિવ્યા અણજાણ હતી કે આ સાંજ મને જે આટલી ખૂબસૂરત લાગે છે, એના ઘણા બધા કારણ માં ખુદ દિવ્યા પણ એક કારણ હતી!

હા, આ શહેર જેવું જ દૂર બીજી જગ્યા પર એક બીજું શહેર પણ છે, જ્યાં મારા કાકાના ઘરે બાજુમાં જ આ સાંજ જેટલી જ ખૂબસૂરત છોકરી રહે છે. જેટલા દિવસ હું રહ્યો, એની લાઇફ ના બેસ્ટ દિવસ હતા, અને હા, મારી લાઇફ નાં પણ!

જેમ દરેક ખૂબસૂરત સફરનો અંત આવે છે, મારે ત્યાં રોકવાના સમય નો પણ અંત આવ્યો, પણ દિવ્યા એ તો એ જરાય પસંદ જ નહોતું, મારી બહેન સોનાલી વગર એને નહિ ગમે એવું કહીને એ મારા શહેર આવી ગઈ હતી. મારા માટે, અને હું બેવકૂફ આ સાંજને માણી રહ્યો છું, ખુશ પણ બહુ જ છું, પણ એક વિચાર આવ્યો તો મારી આ બધી જ કારણ વગરની ખુશી જાણે કે અલોપ થઈ ગઈ! અમે સાથે નહીં રહી શક્યાં તો?!

"ઓય, એક વાત કહેવી છે.." મેં કહી જ દીધું.

"ના, જે કહેવું હોય એ ચા પીધા પછી!" એને તુરંત જ તાકીદ કરી તો મેં પણ એની તરફ થી તુરંત જ ચહેરો ફેરવી લીધો, એને જરાય ના ગમ્યું.

"હા, બોલ શું કહે છે!" એ તુરંત જ બોલી.

"આઈ લવ યુ!" મેં બચેલી ચા પૂરી કરી દીધી.

એને જે શબ્દો કહ્યાં, અમે બંને હસવા લાગ્યા -

"હા કહીશ તો પણ તને તો સાંજ ગમે છે ને!" પણ એના શબ્દોમાં હકારાત્મક વલણ વધારે હતો.