નિશાચર - 25 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

નિશાચર - 25

પછી તેણે સીડી પર પગલાંનો અવાજ સાંભળ્યો, પરંતુ એ શકય નહોતું. તેના માનવામાં આવતું નહોતું. પછી એક અનંત  શૂન્યાવકાશ તેના મગજ ઉપર છવાઈ ગયો અને તે ઢળી પડ્યો.

રોબીશ ગ્લેન ગ્રીફીન ઉપર થઈને સીડી પરથી નીચે ઉતર્યાં. તે કંઇ બબડી રહયો હતો. હોલમાં આવી તે થોભ્યો. તેની પીળી–લીલી આંખો ઉગ્ર બની ગઈ હતી. ડેન હવે સમજી ગયો કે રોબીશ તેને મારી નાખશે.

ગ્લેન ગ્રીફીન જયારે રોબીશને ઘોંધાટ કરતો રોકવા સીડી ચઢયો હતો ત્યારે ડેન હોલાર્ડના મગજમાં ઝમકારો થયો હતો. તે હાથમાં આવેલી તક ઝડપી લેવા માંગતો હતો. તેણે આગલું બારણું ખોલ્યું હતું અને એલીનેારને તેમાં ધકકો માર્યાં હતો. તે જેવી બહાર ધકેલાઈ ગઈ હતી કે ઉપર ત્રણ ગોળીબારના ધડાકા સંભળાયા હતા. તેણે એલીનોરને દોડી જવાની સૂચના આપી બારણું બંધ કર્યુ હતું. અને સીડી ચડવા આગળ વધ્યો હતો. પણ ત્યાં તો ગ્લેન ગ્રીફીનને સીડી પરથી નીચે ગબડતો જોઈ તે થોભી  ગયેા હતેા. પછી રોબીશ કણસતો અને ઘુરકતો રીંછની જેમ ફલાંગો ભરતો નીચે આવ્યો હતો.

રોબીશ બબડતો હતો...

‘કુતરીનો બચ્ચો... પોલીસ લઈ આવ્યો... બહુ ચાલાકી... છેતરપીંડી... હરામખોર.’

પણ ડેનને સમજાયું નહિ કે ઉપર જે કંઈ બન્યુ તેને પોલીસ સાથે શી નિસ્બત હતી. તેની આંખો રોબીશની બંદૂક ઉપર જ જડાયેલી હતી.

પછી તેણે ઉપરથી અવાજ સાંભળ્યો  ‘ડેડી? ડેડી?’        

‘ત્યાં જ રહેજે રાલ્ફી.’  ડેને કહ્યું બધુ ઠીક છે.’  ‘એલરાઇટ.’ રોબીશે પોલા અવાજે કહ્યુ. ‘તે અંદર પોલીસ ઘુસાડયો–' તે જાણે સ્વયંસ્ફૂર્ત બોલતો હોય એમ લાગતું હતું. રોબીશ આગલા બારણે ગયો અને બેદરકારીથી બારણું ખોલ્યું.

‘બીજા કેટલા સંતાયેલા છો?' રોબીશે ખુલ્લામાં બુમ પાડી.  ‘એકને તો મેં ઉપર સુવાડી દીધો. બીજા કોને મરવું છે?’

ડેન હીલાર્ડ બારણામાં ઉભો રહ્યો. તે તેની નજીક સરતો ગયો.

‘છે કોઈ ?’ રોબીશ બરાડયો પણ કોઈ જવાબ ન મળ્યો. ‘હજી હીલાર્ડ અને છેાકરો મારા કબજામાં છે. તેઓ જીવતા છે?' દરમ્યાન ડેન હીલાર્ડ રોબીશની પીઠ નજીક પહોંચી ગયેા હતેા.

હીલાર્ડે દોડીને ખભો રોબીશની પીઠને અફળાવ્યો અને પછી એક ડગલું પાછળ ખસી તેની કરોડ પરથી જોશભેર લાત ઝીંકી દીધી.

રોબીશ ગુલાંટ ખાઇને પરસાળના પગથીયા પરથી ઘાસમાં જઇને પડયો. જમીન ઉપર પછડાતાં જ રોબીશે બંદૂક ઉંચી કરી. ધડાકાથી શેરી ધ્રુજી ઉઠી. પરંતુ ગોળી બંધ બારણામાં ખૂંધી ગઇ. ડેન હીલાર્ડ તે બારણું બંધ કરી દીધું હતું અને અંદરથી લોક કરી નાખ્યું હતું. ડેન દોડ્યો અને સીડી ચડવા લાગ્યો. અડધી સીડી ચડયો હશે. ત્યાં તે આશ્રર્યથી રોકાઈ ગયો. ગ્લેન ગ્રીફીન સીડીના તળીયે પડયો નહેાતો.

વોલીંગ્ઝના છાપરાના આગળના ભાગ પર ટેકવેલી સીડી ઉપરથી જેસી વેબે જ્યારે એક સ્ત્રીને હીલાર્ડ ના ઘરના આગલા બારણામાંથી બહાર નીકળતી જોઈ ત્યારે તે અકકડ બની ગયો અને આપમેળે જ નીચે ઉભેલાઓને હાથ ઉંચો કરી સાંકેત આપ્યો પણ સ્ત્રી એકલી હતી. તેણે હાથ નીચે પાડ્યો નહિ. ત્યાં જ તેને ત્રણ ગોળી બારના ધડાકા સંભળાયા. જેસીને પોતાના શબ્દો યાદ આવ્યા જો ગોળીબાર થશે તેા અમે અંદર આવીશું. પછી તેણે સ્ત્રીને ઝાડી તરફ દોડતી જોઈ.

પછી તેણે હીલાર્ડ ના ધરના આગલા બારણેથી બુમો પાડતા શબ્દો સાંભળ્યા. શબ્દો તેને સમજાયા નહિ પણ તેણે બોલનારને ઓળખી પાડયો. શબ્દો પોલીસને સંબોધાયા હતા કે ઝાડીમાં દોડી ગયેલી સ્ત્રીને, એ તે નકકી કરી શકયો નહિ.

પછી તેણે એક કદાવર શરીરને બારણા માંથી બહાર ધાસ ઉપર ગબડતું જોયું. એ ક્ષણે જેસી વેબે રાયફલ ઉપાડી. તેણે એ કદાવર માણસના હાથમાં કાળી ચમકતી પીસ્તોલ જોઇ. તેણે રાયફલ એની ઉપર તાકી. એ રોબીશ હતેા. રોબીશ હવે તેનો શિકાર હતો.

પરંતુ હતાં જેસી વેબ રાયફલ ચલાવી શકયેા નહિ. તેણે જડબાં ભસ્યાં. દાંત પીસ્યા. તેનું મોં દુખવા લાગ્યું. ધરમાં ભલે ગોળીબાર થયો હોય, તેને હજી પણ શંકા હતી કે ગ્લેન ગ્રીફીન કદાચ જીવતો હતો. જો ગ્રીફીન ચેાંકી જાય તેા હીલાર્ડ અને તેના છેકરાનું શું થાય ? તેને જો ખબર પડી જાય કે પોલીસ બહાર હતી તેા ? અને જો તેની પાસે પીસ્તોલ હોય તો–

પણ બીજી ઓટોમેટીક ખાલી હતી. રોબીશે ફાયર કર્યો હતો. તેથી ધરમાં જે બંદૂક હતી તે જેસી વેખની પેાતાની .૩૮ ઓટોમેટીક હતી. જે હીલાર્ડ જતાં જતાં તેની પાસેથી લીધી હતી.  ‘ટોમ,’ જેસી વેબે બૂમ પાડી.  ‘ગોળીબાર કરતો નહિ. રોબીશ હીલાર્ડની કારમાં જઇ રહ્યો છે. તેની પાસે બંદુક છે. તેને હીલાર્ડના મકાનથી ત્રણ ચાર શેરી દૂર ઝડપી લે. નજીક નહિ. પણ તેને ઝડપી લેજે જરૂર.’

‘ટોમ વીન્સ્ટન દોડયો.’

રોબિશ માટે હવે કોઈ રસ્તો ખુલ્લો રહ્યો નહોતો. તેમણે એને ઝડપી લીધો હતો.

જેસી વેબે રાયફલ નીચી પાડી. પછી તેણે નીચે જોયું તેા કારસન મીસીસ હીલાર્ડ ને ઝાડીમાંથી વેાલીંગ્ઝના ઘરમાં લાવતો દેખાયો. કારસને મીસીસ હીલાર્ડના ખભા ફરતે હાથ વીંટાળ્યો હતો. પણ તે રડતી નહોતી.

જેસી વેબને શંકા ગઈ કે ડેન હીલાર્ડ જ તેની પત્નિને બહાર ધકેલી હતી. શા માટે તે એને સમજાયું નહિ. તેણે કારસન દ્વારા મીસીસ હીલાર્ડ ની જુબાની લેવાઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું નકકી કર્યું.

ડેન હીલાર્ડ સીડી ચડયો. પેાલીસોની બંદૂકોની રમઝટને બદલે તેણે બહાર કાર ચાલુ થવાનો અવાજ સાંભળ્યો. તે સીડીની ટોચે પહોંચ્યો ત્યારે તેણે ગાલીચા ઉપર લોહીનેા ડાધેા જોયો. અને બહાર શેરીમાં કાર જતી સાંભળી. તે થોભ્યું.

પછી તેણે તુટેલા બારણા પાછળ ગ્રીફીનને અવાજ સાંભળ્યો,  ‘અહીં, હીલાર્ડ અને ત્યાં તો તેની નજર સીન્ડીના બેડરૂમમાં પડી. તેણે જોયું તો ચક રાઈટ ઢગલો થઇને પડયો હતો. ફરશ પર લેાહીનું કુંડાળુ પડયું હતું અને બાજુમાં વિચિત્ર આકારની ઓટોમેટીક પડી હતી. ડેન હીલાર્ડ નીચે નમ્યો, ઓટોમેટીક ઉપાડી, તે સમજી ગયો કે રોબીશે ચક રાઈટને પોલીસ વાળો ધારી લીધો હતો. ડેન હીલાર્ડ મનોમન ચક રાઈટનો આભાર માની રહયો.

હવે શું કરવું તે એ સારી રીતે જાણતો હતો. પોલીસ આવતાં પહેલાં તેણે એ કરવું જોઇએ. તેણે ઓટોમેટીક કોટના ખીસામાં મૂકી. તેને રાલ્ફી યાદ આવ્યો તેણે હાથ ઓટોમેટીક ઉપર જ વીંટાળી રાખ્યો. તે ગ્લેન ગ્રીફીનની ઉપર કોટના ખીસામાંથી જ ગોળીઓ ચલાવવા માગતો હતો જેથી બધું પતી જાય.

તેણે રૂમમાં પગલુ ભર્યું. રાલ્ફી પલંગના ખૂણે ટુંટીયું વાળુ પડયો હતેા. તેની પાછળ ગ્લેન ગ્રીફીન ઉભો હતો, તેની કાળી આંખો બારી પરથી ખસીને ડેન ઉપર ચોંટી, ડેન તેના ભયથી થરથર કાંપતા પુત્રને જોઇ રહ્યો.

‘તારે મને અહીંથી બહાર કઢાવવો પડશે, હીલાર્ડ, ગ્રીફીને કહ્યું. પણ હવે તેના અવાજમાં અગાઉનેા અહં નહેાતો,   ‘પેલા પેાલીસે મને ઝડપી લીધો, બહાર હજી બીજા કેટલા છે?’

ગ્લેન ગ્રીફીનની ખોપરીની બાજુમાંથી લોહી વહેતું હતું. એ ડેન હીલાર્ડે જોયું પણ તે પારખી ગયો કે ખૂની ગંભીર જખ્મી થયો નહોતો. વાંધો નહિ, હવે તે પોતે એને પૂરો કરી નાંખશે.

પણ પહેલાં બીજું કામ પતાવી લેવું પડશે.  ‘રાલ્ફી,’ તે બોલ્યો.  ‘રાલ્ફી, મારી સામે જો. સાંભળ.’  ‘હવે સમય નથી રહ્યો, જરાય વાર લગાડવાની નથી!’ ગ્લેન ગ્રીફીને બૂમ પડી. તેણે હોઠ પર જીભ ફેરવી અને ઓટોમેટીક છેાકરાના માથાની નજીક લીધી.

‘બેટા,' ડેન હીલાર્ડે કહ્યું.   ‘સાંભળ. તને કંઈ નહિ થાય, એ માણસ તને શુટ કરી શકવાનો નથી.  સાંભળ્યું?'  રાલ્ફીએ હકારમાં ડોકું હલાવ્યું.  ‘તે તને શુટ કરવાનો નથી, રાલ્ફી કારણ કે–’

‘ચૂપ રહે, હીલાર્ડ! તું મને અહીંથી બહાર કાઢે છે કે નહિ!' ગ્લેન ગ્રોફીનના અવાજમાં હવે પાગલ પણં છતું થતું હતું.

ડેનની આંગળી કોટમાં ઓટોમેટીકના ટ્રીગર ફરતે વીંટળાઇ ‘બેટા, હું કદી તારી સામે જુઠું બોલ્યો છુ? રાલ્ફી?'

રાલ્ફીએ નકારમાં ડોકુ હલાવ્યું. ‘ક્રાઈસ્ટ!' ગ્રીફીન બરાડયો. 'હવે આ બંધ કરીશ! બહાર વધુ પોલોસા છે હીલાર્ડ? તેમણે રોબીશ ને કેમ ઉડાવી દીધો નહિ? બહાર પોલીસેા નથી!’

‘રાલ્ફી, આ માણસની ઓટોમેટીકમાં ગોળીઓ નથી. સાંભળે છે?’

ગ્લેન ગ્રીફીન ચેાંકી ઉઠયેા. ‘મારી વાત માન, બેટા.'

છોકરાએ હિમત કરીને ડોકું હલાવ્યું.