Nishachar - 14 books and stories free download online pdf in Gujarati

નિશાચર- 14

અને  એલીનોરનો ફિકકો દયામણો ચહેરો તેની નજર સમક્ષ તરવરી રહયો. ડેન, મને વચન આપ,પ્લીઝ, મને વચન આપ.

તે મનોમન બોલી રહયો, ‘હું શું કરૂં એલી? મેં તને વચન આપેલું, પણ તું જાણતી નથી કે હું જે  જોઉ છું એ તને દેખાતુ નથી.'

તે એક રસ્તાબત્તી નીચે આવ્યો, તે પેાતાના ઢલી પડેલા ખભાવાળા પડછાયાને જોઇ રહયો. તેણે માથું  ઉંચુ કર્યુ. આખા પુલ ઉપર તે એકલેા જ હતો.

તે ટટાર થયો અને આગળ ચાલ્યો. એ ઘડીએ પાછળથી હેડલાઈટોનો પ્રકાશ તેની ઉપર પડયો. તેની પાસેથી કાર પસાર થઈ ગઈ. પાછલી.બારીમાથી ડોકું કાઢી છેાકરી બોલતી સંભળાઈઃ ‘બીજો એક જામ  અડાવ, બુધ્ધું.'

ડેન પગલું ચૂકી ગયો. તેમણે એને દારૂડિયો માની લીધો હતો્ તેમાં એમનેા દોષ પણ નહોતો. તે સ્મિત કરવા માગતો હતો. અને તેને જુવાનીયાઓ પર ઈર્ષા ઉપજી. મુકત, સ્વૈરવિહારી, સહીસલામત લોકો.

ફરી પાછા તેણે કદમ ઉઠાવવા માંડયા. અને પછી એક કાર ચિચૂડાટ મારતી થોભી. તેણે એની હેડલાઈટો પણ જોઈ નહેાતી. ડેને એ કાર જોઈ પરિચિત લાગી. પેાલીસ ?  ના બારણું ઉઘડયું. એક માણસ તેની પાસે આવ્યો. તેને દોડી જવાનું મન થયું પણ તેનામાં દોડવાની કે શ્વાસ લેવાની તાકાત નહોતી.તે હાલીચાલી શકયો નહિ.

‘મિ. હીલાર્ડ આવો તમને ધેર મૂકી જઉં.'  ડેને તે અવાજ ઓળખ્યો. તે ચક રાઈટ હતો. ચક રાઈટ!

‘આવો, સર, હું તમને લીફટ આપું!’   ડેને જવાબ આપ્યો નહિ. તેણે કારનું બારણું ખોલ્યું. અને સીટમાં સરકયેા. સીટનું ચામડું ઠંડુ હતુ ઠંડી છેક હાડકામાં પહેાંચી જતી હતી. પણ સીટ મુલાયમ હતી. પેાચી હતી.

તેણે આંખો મીંચી. લાંબા સમય સુધી તે કારતી. હુંફમાં આંખો મીંચી પડયો રહયો. યુવાનનો અવાજ આવ્યો.  ‘હવે તેા મતે કહો, સર,’  ચક રાઇટે કહ્યું.

ડેને નાખુશીપૂર્વક માંખો ખોલી. ચક રાઈની કાર મીની સ્પોર્ટસ કાર હતી. આ કાર મોટી હતી.  ‘હું તમને ઘેર લઈ જઉં છુ. પછી અંદર જઈને તમે કે સીન્ડી બેમાંથી એક મતે ખુલાસાબંધ વાત કરજો.’

ડેન યુવાનના શબ્દો પાછળ રહેલી મકકમતા બરાબર પારખી ગયો.

‘હું તમને મદદ કરવા મારાથી થઇ શકે તે બધું કરીશ. સર, તમે કોઇક પ્રકારની મુશ્કેલીમાં છો, સર નહિ? આ પ્રશ્નને ડેનના મગજમાં એક બીજો પ્રશ્ન ઉભો કર્યો. આ કાર ચક શા માટે હુંકારતો હતો અને અગાઉ તેણે આ કાર ક્યાં જોઈ હતી?

‘કોઈ મુશ્કેલી નથી.' ડેને અવાજ સામાન્ય રાખતા કહ્યું  ‘આ તારી કાર છે ?’

‘મારા પિતાની છે. મેં થોડીવાર માટે તે વાપરવા લીધી.’

‘શા માટે?’

‘મારી કારનું કારબ્યુનેટર બગડી ગયુ છે.’

ડેન સમજી ગયો કે ચક જૂઠું બોલતો હતો. તે સમજી ગયો. આ મોટી કાર કનવરટીબલ કાર એ જ હતી જેણે અગાઉ તેનેા પીછો કર્યો હતો. તેા ચક રાઈટ  તેનો પીછો કરતો હતો. શા માટે?

‘તમે જો અત્યારે વાત કરવા ન માગતો હો તો ઘેર જઈને કરજો, સર.’

યુવાનના મોં પરનો ઇશારો ડેનને પહેલી જ વાર ચોંટદાર લાગ્યો. તો એ શું જાણતો હતો? તેણે કેટલી ધારણા કરી હતી ? તેનો અર્થ શો થતો હતો?  એક વાતની ડેનને ખાત્રી થઈ ગઈ. ચક રાઈટને  પોતાને ઘેર લઇ જતો રોકવો જોઈએ.

પણ છોકરો ખુલાસો માંગતો હતો. તેને ખુલાસો આપવો જ પડશે. તે જીદ્દી હતો અને ઘરમાં આવ્યા વિના રહેશે નહિ. પછી તે પૂછપરછ કરશે. સારું, તે  ચકને ખુલાસો કરશે.

એને એક વિચાર સુઝી આવ્યો. ‘તારી પાસે ડ્રીંક છે?' ડેને પૂછ્યું. 

ચકે માથું ફેરવ્યું, તેના હોઠ ખુલ્યા બંધ થયા, ફરી ખુલ્યા.

‘એક ટીપું પણ નથી.’

‘ડેમ યું મેં માનેલુ કે તું પીતો હોઈશ, ચક તું નથી જાણતો પીધા વગર હું તાત્કાલિક નિર્ણય લઈ ‘શકતો નથી.’

‘પીધા વિના નિર્ણય જલ્દી લેવાતેા નથી.' ખરૂં ચક સંમત થયો,

‘સાંભળ ચક' ડેને કહ્યું  ‘તને હું ધરનો માણસ ગણું છું. તું આ મારી પોલ જાણી ગયો છે. વાંધો નહિ તું મને ઘેર ના લઈ જઈશ. બ્રેાડ રીપલમાં કોઈ શરાબના બાર આગળ ઉતારી દેજે. ત્યાંથી હું ચાલતેા ઘેર જતા રહીશ.’ 

‘એકે, મિ. હીલાર્ડ’

‘તને માઠું તો નથી લાગ્યું ને ચક? સીન્ડી સામે કોઈ જાતનો દ્રૈષ રાખતો નહિ હો? મારા જેવો મેાભો ધરાવતા માણસોને ઠરેલપણું બતાવવું પડે છે. મારા પડોશીઓ જોયા છે? હું હમણાં રાતે જે પડીશી વિસ્તારમાં ગયો હતો તે ? ધણા સારા લેાકો છે. મને ઓળખતા નથી શું કરૂં ? ત્યાં જવું પડે છે ખતરો તો નહિ.’

ડેનને કંઈક કહેવું હતું પણ યાદ આવતું નહોતુ. તે થાડીવાર ચૂપ રહયો પછી તેને યાદ આવ્યું અને તે ફરી બોલ્યો  ‘રાતે મારી કાર ખોવાઈ ગઈ. એક બારની સામે પાર્ક કરેલી. ગ્રે કાર હતી.' તેણે અવાજ ધીમો કર્યો  ‘ પોતાની ખાનગી કાર અંગત મેાજમજા માટે રાખેલી કાર. તું ડ્રીંક નહિ લે સાચે જ?’

‘ના’  શું ચકને તેની વાતમાં વિશ્વાસ બેસી ગયો હશે ? ડેન વિચારી રહયો. કારમાં અકુદરતી શાંતિ ફેલાયેલી રહી કાર શરાબના બાર આગળ આવીને થોભી. આ બારમાંથી ગઈ રાતે જ ડેને રોબીશ માટે વીસ્કી ખરીદી હતી.

‘અહીંથી તમારૂ ધર ધણું દુર છે.'  ડેન બારણું ખોલ્યું ત્યારે ચકે કહયું.

દુર છે? હવે જેટલું ચાલવાનું હતું તે યાદ કરીને ડેનના હાંજા ગગડી ગયા.

શું તે ભૂલ કરી રહયો હતો ? શું આ મક્કમ લાગતો યુવાન તેનો સાચો સાથી બનશે? તે સાચે જ સીન્ડીને ચાહતો હતો અને તેથી-

‘નકામી સીન્ડી ચિંતામાં પડશે, ખરૂ ને ચક ?'  ડેન ફૂટપાથ પર ઉભા રહી કહ્યું.

‘બિચારી સીન્ડી તેના વર્તન માટે માંઠું ન લગાડતો ચક.’

‘ના’

‘તેને કંઈ કહેતા નહિ. '

‘સારૂ’

અને ચકે તેને ‘ ગુડનાઈટ ' કહ્યું ત્યારે ફરી એક વાર નબળાઇ તેને ઘેરી વળી. તેના પણ જાણે ઢીંચણેથી વળી ન જતા હોય એમ તેને લાગ્યું. કારની પાછલી લાલ બત્તીઓ આખરે જયારે ધુંધળી થઈ ગઈ ત્યારે ઠંડા ફુંકાતા પવનમાં શેરી ઓળંગી.

તેના મગજમાં પ્રશ્નોની ઝડી વરસી : આવો શઠ તે કયારથી થઈ ગયો ? આવી બનાવટ કરવાનો તેને વિચાર શી રીતે સૂઝયો ? શું ચકને તેની વાત પર  વિશ્ર્વાસ   બેઠો હશે?

તે મંદપ્રકાશિત શેરીમાં પૂર્વ તરફ ચાલતો હતો.  થોડું ચાલ્યા પછી તેને એક પેાલીસકાર મળી. તે ખૂણા આગળ વળી ગયો અને ચાલ ઝડપી કરી. ત્રણ બ્લોક વટાવ્યા પછી તેને એક બીજી પેાલીસકાર દેખાઈ. તે આઈસક્રીમ પાલૅર આગળ ઉભી હતી. તેના પર મેાટા અક્ષરે લખ્યું હતું.  ‘સ્ટેટ પેાલીસ.’ આ વેળા તે હજી વધુ ઝડપથી ચાલ્યો. બુલવર્ડ અત્યારે નિર્જન હતો.

હવે તે બધી શારીરિક પીડા ભૂલી ગયો. ગ્રે સીડન ભુલી ગયો, ચક રાઈટને ભૂલી ગયો. તે વિચિત્ર અજંપો અનુભવી રહ્યો. તેણે હેટ નીચે નમાવી ચહેરો છુપાવવાનો પ્રયત્ન કર્યો. કમરેથી નીચે વળેલા અને હોઠ ખેંચેલા રાખતા ડેને પોતાની જાતને આત્મવિશ્વાસ આપતાં કહ્યું. દોડતો નહિ. જો તેઓ તને પૂછપરછ માટે રોકે તો કહેજે કે બસમાંથી ઉતરીને આવું છું, પણ દોડતો નહિ.’   થોડી વાર પછી તેણે એની જાતને પોતાના જ ડ્રાઈવવેમાં ચાલતી સંભાળી. લીવીંગ રૂમમાં બત્તી ચાલુ હતી. સીન્ડીની કાર અને ફેમીલી સીડન ડ્રાઈવવેમાં જ પડી હતી. ગેરેજનું બારણું બંધ હતું.ધરની અંદર કે ઘરની બહાર કાઈ જ હિલચાલ નજરે પડી નહિ. એક ઘેરી ચૂપકીદી છવાયેલી હતી.

લીવીંગરૂમ વેરાન ભાસતો હતો. એમ કેમ? તેણે બારણાનું હેન્ડલ ખખડાવ્યું.

શાંતિ.

દુર દુરથી  ફુંકાતા પવન સાથે ટ્રેઈનની વ્હીસલનો અવાજ ખેચાઈ આવ્યો.

હોલનો અમુક જ ભાગ દેખાતો હતો. તેણે ધીમો અવાજ કર્યો. સીન્ડી દોડી આવી. તેણે સીન્ડીનો અવાજ સાંભળ્યો. ‘ડેડી આવી ગયા.’

બારણું ઉધડયુ સીન્ડીઆવી. ડેને જોયું કે કમરામાં જે વીજળીક તંગદીલી અને ભૂતાવળ શાંતિ ઉભી થઈ હતી તે એના આગમનને આભારી નહોતી.

સીન્ડીનો ચહેરો સફેદ પડી ગયો હતો. ફિકકો નહિ. સફેદ.

‘રાલ્ફી,’  તે બોલી ત્યારે તેના હોઠ ધ્રુજતા હતા.

ડેન તેની આગળથી પસાર થઈ દોડી ગયો.

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED