Nishachar - 12 books and stories free download online pdf in Gujarati

નિશાચર - 12

સીટી ડાયરેકટરી અને નકશાઓની મદદથી પાંચ વાગતા સુધીમાં જેસીએ મિ.પેટરસનને જે જે જગ્યાઓની મુલાકાત લીધી હતી તે બધાં જ ધર શેાધી કાઢયાં હતા. ઓછામાં ઓછું જેમણે મિ.પેટરસનને ચેક આપ્યા હતા એ મકાનો તો તેણે શેાધી કાઢયાં હતાં જ. તે અત્યારે નકશા પર એ મકાનો પર કુંડાળા દોરતો હતો.

‘એ જગ્યા ફરતે ચોકિયાતિ કાર હટાવી લેા, ટોમ,'  તેણે કહ્યુ. ‘હું એમ કહેવા માંગતો નથી કે તે લોકો ત્યાં જ સંતાયા છે. ગ્રીફીન મુખૅ નથી. પણ ત્રણ શખ્સો કંઈ હવામાં ગાયબ થઈ જાય નહિ.’  તેણે નકશો ખોલ્યો.‘

આપણી પાસે ચાર કાર છે. એક અહીં રાખ, બીજી અહીં, ત્રીજી અહીં, અને ચોથી અહીં.’   તેણે ટોમને નકશા પર જગ્યાઓ બતાવી. તેનાથી બધા મેઈન રોડ કવર થઈ જાય છે. પછી એ લોકો કયાં જશે ? '  તે ટટાર થયો. અને શ્વાસ લીધો.  

‘કેથલીન ક્યાં છે?’

‘તે ફિલ્મ જોવા ગઈ છે. તે કહેતી કે આપણી ઓફિસોમાં દિવસે ગરમી પડે છે અને રાતે ઠંડી.’  જેસી હસ્યો.

‘હલેા, જેન્ટલમેન,’ એક અવાજ સંભળાયો અને કારસન અંદર આવ્યો. તેણે જેસી વેબને એક પત્ર આપ્યો. ‘તે બપોરે આવેલો. કોઈ હોટલનો વેઈટર આપી ગયેલો. તેણે એ સંદેશો આપનાર  માણસનું વર્ણન પણ આપ્યું છે, પણ તેનું ઠેકાણું નથી. ચાર પાંચ વર્ણન આપે છે.’

જેસીએ સંદેશો વાંચ્યો અને તેના મોં પરથી હાસ્યની રેખાઓ અદશ્ય થઈ ગઈ. તેણે સંદેશેા ટોમ વીન્સ્ટનની જાડી આંગળીઓમાં મૂકયો.વીન્સ્ટને પણ તે વાંચ્યો. તે પછી ત્રણે જણા ચૂપચાપ એકબજા સામે જોતા ઉભા રહયા.

‘હવે ખબર પડી.’ આખરે ટોમ વીન્સ્ટને શાંતિમ ભંગ પાડતા કહ્યું.  ‘ મુખૅ!'  જેસી વેમ બબડયો.

‘એ માણસ ફસયેા છે.' કારસને કહ્યું.

‘પણ એ મુખૅ ને ખબર નથી કે તે આવા જંગલીઓ સાથે રમત રમી શકે નહિ,’ જેસી વેએ કહ્યું  ‘ઠંડો પડ!’

‘તુ કહે એટલે ઠંડો પડી જઉં ટોમ! પેાતાના જ ઘરમાં પેલા હરામખોરો સાથે ફસાયેલા એ માણસના હૃદય પર શી વીતતી --’   

‘આપણે શેાધી કાઢો કે એ માણસ ક્યાં છે, જેસી.’

‘મને મારી રીતે કામ કરવા દો. આખું એફબી આઈ આ કેસ પર પડયું છે, સીટી પોલીસ પુરાવાઓ પર પડી છે, અને અહીં આપણે પરસેવો-’

‘પુરાવાઓ?' યુવાન કારસને ઉતાવળે કહ્યું ‘તો આ શું છે?' તેણે નકશો ઉપાડયો.

‘એ પૂરાવેા નથી,’ જેસી વેબે કહ્યું  ‘એ ધારણા છે. ડેપ્યુટી શેરીફ વેબની સીધી સાદી ધારણા કારસન, આ માણસને ગમે તે રીતે આપણો સંદેશો પહેાંચાડો કે તેમની સાથે રમત ન રમે.'

‘ડેન હીલાર્ડ ના માનસ પર હતાશાના ધોર વાદળો છવાઈ ગયા હતા. તેને બધું ધુંધળુ ભાસતું હતું. કાયાંય અજવાળું નજરે પડતું નહોતુ. તે જાણતો હતેા કે પોલીસને જેની તલાશ હતી એ જ કાર તે હંકારી રહ્યો હતો. જો કે કાર ઉપર લાયસંસ પ્લેટ સીન્ડીની કારની હતી. તેણે ગ્રે સીડનની લાયસંસ પ્લેટોનો નિકાલ કરી દીધો હતો. તેમના નિકાલની જવાબદારી ગ્લેન ગ્રીફીને તેના પર નાખી હતી.

તેણે એ પ્લેટો એક નાની શેરીની બાજુમાં આવેલી અવાવરૂ જગ્યાએ ઉગેલી ઝાડીમાં ફેંકી દીધી હતી અને કારની હેડલાઈટનો પ્રકાશ ઝાડી પર ફેંકી ખાત્રી કરી લીધી હતી કે પ્લેટો દેખાતી નહોતી.

હવે તે નાની, સાંકડી, રહેણાંક શેરીઓમાંથી કાર હુંકારી રહ્યો હતેા. અંધારૂં પડતા પવન પણ ઠંડો ફુંકાવા લાગ્યો હતો. ઠંડી વધતાં શેરીઓમાં લેાકોની અવરજવર પણ ઘણી ઓછી થઈ ગઈ હતી. તે હજી સીટી લીમીટની અંદર હતો અને નદી તરફ હંકાર્યે જતો હતો.

તે નદીના પુલથી ત્રણ શેરીઓ દુર હશે ત્યાં તેને પીછો કરતી બે જોડ હેડલાઈટોની જાણ થઈ. અત્યાર સુધી કાપેલા પાંચથી છ માઈલના અંતરમાં તેને પહેલી જ વાર શક ગયો. તેના સ્નાયુઓ તંગ થઈ ગયા. તેણે એક સાંકડી શેરીમાં આકરો વળાંક લઈ કાર પહેલા ડાબી બાજુએ અને પછી જમણી તરફ વાળી. પછી  તેણે કાર ધીમી પડી.

બેવડી લાઈટો અરીસામાં દેખાઈ.

ડેન ગભરાયો નહિ . તેનું આ કામ બત્તીઓથી પીછો છેાડાવવાનું હતું છતાં તેણે ઝડપ વધારી નહી. માત્ર લાઇટના બે જ બીમ હતાં. જો કે તે હજી ઘણા પાછળ હતાં. તેણે આસપાસ નજર ફેરવી. જુનાં મકાનો હતા. ધુંધળી બારીઓ પાછળ થોડી બત્તીઓ ટમટમતી હતી.

તેના મેમાંથી નીકળતા વરાળના ધુમાડાથી જ તેને ખ્યાલ આવ્યો કે તેનો શ્વાસોચ્છવાસ ઝડપી થઈ ગયો હતો. તેણે કાર એક બીજી સાંકડી ગલીમાં વાળી જ્યાં રસ્તાબત્તી નહોતી. વૃક્ષોના પડછાયા પણ રસ્તા ઉપર કાળા પડતા હતા.

પછી તેને વિચાર સૂઝયો : તેણે શું કરવું અને કેવી રીતે કરવું. તેણે અંધારીયા ધરની બાજુમાંથી જતો ડ્રાઇવ–વે પસંદ કર્યો. તેણે હેડલાઈટો બુઝાવી વળાંકનું જજમેંટ લીધું અને વ્હીલ ઘુમાવ્યું, એન્જીન બંધ કર્યું અને ગ્રે સીડનને થેાભવા દીધી. ગ્રે સીડન મકાનની  બાજુ અને ગેરેજના પડછાયા નીચે આવીને થોભી.

તે સીકમાં ફર્યો. તેનું માથું ભારે થઈ ગયું હતું. તેણે રાહ જોવા માંડી.

પછી શેરીને પ્રકાશ અજવાળી રહ્યો. તેનો પીછો કરતી કાર ઝડપથી આવતી હતી. શાંતિમાં મોટરની ગર્જ ના પડધો પાડી રહી. કાર પસાર થઈ ગયા પછી ડેન તેને ખચકાતી થોભતી સાંભળી રહ્યો. તે એના આકાર સિવાય બીજુ કંઈ જોઈ શકતો નહોતો. તે એક મોટી કનવરટીબલ કાર હતી.

ડેને રાહત અનુભવી. તે પેાલીસ કાર નહેાતી, એ જાણી તે ધીરો પડયો. ડેને ગ્રે સીડનનું એન્જીન ચાલું કર્યું પણ લાઇટો ચાલુ કરી નહિ. તેણે ગ્રે સીડનને પાછી ચલાવી એ જ વેળા કનવરટીબલે ટનૅ લીધેા. ડેન તેના એન્જીનનો અવાજ સાંભળી તંગદીલી અનુભવી રહ્યો. તેણે ગ્રે સીડનને શેરીમાં પાછી વાળી અને આવ્યો હતો એ જ દિશામાં મારી મૂકી.

નદીનો પુલ વટાવ્યા પછી તેને ખાત્રી થઈ કે કોઇ કાર તેનો પીછો કરતી નહોતી ત્યારે જ તે શાંત ચિત્ત વિશાળ કનવરટીબલ અને તેના ડ્રાઈવર વિશે વિચારવા લાગ્યો. એક નવી અણધારી પરિસ્થિતિ ઉભી થઈ હતી, તેણે ધાર્યું કે ફરજ પર ચાલુ હોય એવો કોઈ પેાલીસ આ રીતે કાર હંકારે નહિં પણ ધારો કે તે પેાલીસવાળો હોય અને ગ્રે સીડનને ઓળખી ગયેા હોય તો તે કોણ હશે?

તે સીટી લીમીટમાં આવ્યો. એકલદોકલ કાર રસ્તા માં મળી. દરમ્યાન એક જ વાર તેને રીપર વ્યુ મીરરમાં બે હેડલાઇટો જોવા મળી. ડેન વિચારી રહ્યો. એ કારને પસાર થઈ જવા દેવી કે પછી તેને પાછી પાડી દેવી ?  પરંતુ પછી તેણે શાંત અને ઠરેલ રહેવાનું જ ઉચિત માન્યું.

પરંતુ ડેન જ્યારે તેની ધારી જગ્યાએ આવ્યો. જે સડકની ડાબી બાજુએ ફંટાતો સેા વારને અંતરે આવેલી ઉંચી ટેકરી તરફ જતો કાચો રસ્તો હતો- ત્યરે તે ફરી પાછો કનવરટીબલ વિશે વિચારવા લાગ્યો. શું પોલીસના રેડીયેા સમાચાર પરથી કોઈ નાગરિકે ગ્રેસીડનને ઓળખી પાડી હશે?

તેના ઓળખીતામાંથી તેા કોઇને આવી તેતીંગ કનવરટીબલ હતી નહિં. તેથી કોઈ મિત્રે તેને ઓળખી પાડયો નહોતો એ નક્કી હતું. જો કે એ શકયતા જ  ઉભી થતી નહોતી. તે જે પરિસ્થિતિમા હતો તેનો કોઇને અણસાર સુધ્ધાં પણ નહોતો.

તે કાચા રસ્તા પર વળવાનો લાગ શોધતો હતો. તેને આ વિસ્તારનો આછી-પાતળો ખ્યાલ હતો. કિશોરવસ્થામાં તે નદીમાં તરવા આવતો ત્યારે ત્યાં એક કાચો રસ્તો હતો જે ભાગ્યે જ વપરાતો. પરંતુ હવે તો આ વિસ્તારનો સિકકો જ બદલાઈ ગયો હતો. શહેર દક્ષિણે થોડા માઈલ દૂર હતું. તેનું ધર અહીંથી ચાર કે પાંચ માઈલથી વધુ દુર નહોતું. તેણે ગ્રીફીનને પ્લાન પણ સમજાવ્યો હતો તેણે ગ્રીફીનને કહેલું કે કારનો નિકાલ કરતા વાર લાગશે ચોકકસ કેટલી વાર લાગશે, એ તેણે એને કહ્યું નહોતુ.

તેણે કારને વાળી. તેણે રસ્તા અને નદીના ટેકરા વચ્ચે ઝાડીમાં કાર લીધી. તેણે નદીના ટેકરા તરફ જતી ઝાડીમાં કારના ટાયરના ચાસ પણ જોયા. ડાળીઓ કારના છાપરા અને બાજુઓ સાથે ધસાતાં ચિચુડાટ અને ખડખડાટ મચી ગયો. તેણે ટેકરાની ટોચે આવી કાર થોભાવી. તે બહાર નીકળ્યો અને ચૂપકીદીમાં કાન સરવા કરી સાંભળી રહયો. કારની હેડલાઈટોના  પ્રકાશના લીસોટા નદીના પાણીમાં પડતા હતા. નીચે નદી નીરવ હતી. અચાનક તેની નજર ટેકરાની ધારે આવેલા પાતળા નાના ઝાડ પર પડી. તેણે આગળ જોઈને એ ઝાડને તાણી જોયું. શું આ ઝાડ કારને નીચે પડતી રોકશે તો નહિ ને!

ઝાડ જમીનમાં મુક્કમ જામી ગયેલું હતું. કોઈ સાધન વિના ઉખડે તેવું નહતું.

અને કારને છેક નીચે નદીમાં નાખવાની હતી. ધબાકો માટેા થશે. કદાચ કોઈનું ધ્યાન પણ ખેંચાશે. પણ હાલ ડેન હીલાર્ડ જોખમ ખેડી લેવાના મિજાજમાં હતો. તે જાણતો હતો સંભાળપૂર્વકની વિચારણાવાળી થોડી દિલેરીની જરૂર હતી.

કેદીઓ કયારે આવેલા? ગઈ રાતે? અશકય! વચગાળાનેા સમય તેા જાણે અનંત હતો. ડેન કારમાં બેઠો. ભૂતકાળ અને ભવિષ્ય હવે તેના માટે અસ્તિત્વહીન હતો.

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED