નિશાચર - 2 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિશાચર - 2

બુધવારની એ સવારે ૭:૪૦ વાગે સીડી ઉતરી ડેન નીચે આવ્યો ત્યારે એક બાજુ એફિસના પ્રશ્નની મુંઝવણ અનુભવતો હતો તો બીજી બાજુ સીન્ડી ચિંતા સતાવતી હતી. સીન્ડીના પ્રેમી ચાલ્સૅ રાઈટ તરફ તેને કોઇ દ્વૈષભાવ નહોતો ચાર્લ્સ -સીન્ડીની તેને ચક કહેતીવકીલની ઓફિસમાં જુતીયર પાર્ટનર હતો. સીન્ડી તે એફિસમાં સેક્રેટરી હતી. આ ચક હતો નસીબદાર પણ ડેનને જાણવા મળ્યું તે પ્રમાણે ઉડાઉ, ઉછાંછળો, છેલબટાઉ અને બેજવાબદાર યુવાન હતો. તેથી તે એને ગમતો નહાતો અને સીન્ડી તેને ‘જુનવાણી બુઢ્ઢામાં' ખપાવતી હતી.

કીચનમાં દૈનિક કાર્યક્રમ કલાક પહેલા શરૂ થઈ ગયો હતો. ગુન્હો કર્યાની સજા પેટે નાસ્તો કરવો પડતો હોય તેમ રાલ્ફી દુધના ગ્લાસને જોતો બેઠો હતો  ડેને તેના ગાલ પર હળવી મુકકી અથડાતાં તેણે પિતા તરફ ઉંચે જોયુ. એલીનાર હેમ બનાવતી હતી.

‘લ્યુસીલ માંદી છે,’ એલીનો રે નોકરડીની ગેરહાજરીનો ખુલાસો કરતાં કહ્યું. રાલ્ફીએ દુધ પીતાં પીતાં ઉંચે જોઇ કહ્યું, ‘ઠપ થઈ ગઈ હશે’

‘આવી ભાષા કયાંથી શીખ્યો?' ડેને પૂછ્યું.

‘બાળસાહિત્યની ચોપડીઓ વાંચીને,' એલીનોરે ટૉસ્ટ પર માખણ લગાવતાં કહ્યું, ‘ જાણે છે, રાલ્ફી, ઠપ એટલે શું?'

‘મારૂ નામ, ' રાલ્ફી બોલ્યો, ' રને કાને રા, અડધો લ, ફને કંઈ નહિ ફ- રાલ્ફ છે. રાલ્ફને છેડે કોઈ  ઈ  લાગતી નથી.'

‘સોરી, દોસ્ત,' ડેને કહ્યુ.

‘અને ઠપ એટલે સપાટ. સપાટ એટલે પીધેલી. મેં તો પુરૂં દુધ પી લીધું ને?'

એલીનોરે હસતાં હસતાં હકારમાં ડોકું હલાવ્યું રાલ્ફી ઉભો થયો અને ફયર્યો.

‘હું હવે બાઈક ઉપર જાઉં છું. હજી અડધો કલાક છે.’  તે પાછલી પોચૅમાં ગયો, ત્રણ પગથીયા ઉતર્યા અને ડેને ગેરેજનું બારણું ખુલવાનો ચિચૂડાટ સાંભળતા બારણાની મરામત કરવાનું ફરી યાદ કર્યું. ‘ઉસ્તાદ થઈ ગયો છે આપણો છોકરો રાલ્ફ,' એલીનારે કહ્યું.

‘મને તો સીન્ડીની ચિંતા છે.' ડેને કહ્યું.

‘અરે હા સીન્ડી તેના મિત્ર ચક ને ભોજન પર બોલાવવા માગે છે.' એલીનોરે કહ્યું.

ડેને કોફી ગટગટાવી.

‘સીન્ડીને બોલાવવા દઈશું?' ડેને ખભા ઉલાળ્યા, ‘આ બાબતમાં ઉતાવળ કરવા જેવી નથી. જો કે હું સીન્ડીની પસંદગીનો વિરોધ કરતો નથી.'

એલીનોર કીચનની બારી પાસે ઉભી રહી અને ડેન પાછલા બારણે ગયો. બારીમાંથી તે ડેનને ગેરેજમાંથી વાદળી કાર કાઢતો જોઇ રહી. સીન્ડીની કાળી કાર ડ્રાઇવવેમાં પડી હતી. 

‘સંભાળજે,' તે બોલી.

‘બારી બંધ કરી દે.' ડેને સૂચના આપી અને કાર હંકારી મૂકી.

ઓલીનોર જાણતી હતી કે તેને શરદી જલ્દી થઈ જતી હતી તેથી તેણે તરત જ બારી બંધ કરી દીધી.

મેરીયન કાઉન્ટી જેલનાં મકાન સાથે સંલગ્ન શેરીફની એફિસમાં દિનચર્યા ઘણી વહેલી શરૂ થઈ ગઈ હતી. આખી સવાર જેસી વેબે સ્ટેટ પોલીસ, સીટી પોલીસ, ટેલીટાઇપ, અખબારી હેવાલો અને એફ બી આઈ ની સ્થાનિક એફિસ સાથે સંપર્ક જારી રાખ્યો હતેા. તેમની પાસે હવે ગ્રે સીડનનું ચેાકકસ વર્ણન, લાયસંસ નંબર અને ટેરે હોટની દક્ષિણે આવેલા ફાર્મમાંથી તે ચોરામના ચોકકસ સમયની માહિતી હતી.

જેસીને રાહ જોવી ગમતી નહોતી. હાઈવે પર ઠેકઠેકાણે રોડબ્લોક ગોઠવી દેવાયા હતા પણ વધુ ચોરીઓના કોઈ હેવાલ મળ્યા નહોતા, દુકાનોમાંથી કોઈ બંદુકો ચોરાઈ નહોતી, કપડાના સ્ટોરમાંથી કોઈ કપડાં ચેરાયાં નહોતા, ટુંકમાં કરવું જોઈએ તે બધુ કરવામાં આવ્યું હતુ છતાં જેસીને સંતોષ નહોતો.

દસ વાગ્યાના રેડીયેા સમાચાર પછી તેના કાકા ફ્રેંક પ્રીચાર્ડે તેને ફોન કર્યા હતો અને તેમની વાત ધ્યાનથી સાંભળી કહ્યું હતું. ' હું કંઈ ભૂલી ગયો નથી. કાકા ફ્રેંક, તમે ત્યારે ઉંધી જાએ.'

પછી સગારેટ ફૂંકતો ડેસ્ક પાછળ બેઠો હતો. ‘ કોણ, ફ્રેંક પી હતા ? ' ડેપ્યુટી ટોમ વિન્સ્ટને પુછ્યું.

‘હા,' જેસીએ કહ્યુ', ‘ બે મજબુત હાથ અને બંદૂકવાળા'

'તે' એમને ઉંધી જવાનું કેમ કહ્યું ? ' ટોમ   વિન્સ્ટને પૂછ્યું.

‘કારણ કે તે મીટ-પેકીંગ પ્લાન્ટમાં નાઈટ વોચમેનની નોકરી કરે છે. ગ્લેન ગ્રીફીન ખાતર તેઓ આ નોકરી ગુમાવી બેસે તેવું હુ ઈચ્છતો નથી.' ફ્રેંક પીનુ શુ થયેલુ એ હું જાણતો નથી,' તેણે કહ્મું .

જેસી તેના મિત્રને તાકી રહ્યો. ટોમ નવો હતો તેથી તે જાણતો નહોતો પણ જેસીને બધું યાદ હતું. તે જરાય ભૂલ્યો નહોતો. ગ્લેન ગ્રીફીન હોટલની બહાર આવ્યો ત્યારે કાકા ફ્રેંક પાર્ક થયેલી કાર પાછળ હતા. વાદળી યુનિફોમૅ માં પણ હાથમાં પકડેલી ૦–૩૮ ના પ્રમાણમાં તે ઘણા નાના, નંખાયેલા અને નબળા લાગતા હતા. પછી તેમણે બૂમ મારી. ગ્લેન ગ્રીફીને ધુમરી ખાઇ એ ગોળીઓ છોડી જે કાકા ફ્રેંકના જમણા હાથમાં વાગી. ત્યારથી તેમનો જમણેા હાથ નકામો થઈ ગયો.

ત્યાં જઈને તેને ફુંકી નહિ મારવા બદલ જેસીને અફસોસ થયો હતો પણ ક્ષણિક તો તે કાકા ફ્રેંકને નાના બાળકની જેમ અસહાય બની ચીસે પાડતા સાંભળી સ્તબ્ધ બની ગયો હતો. પરંતુ પછી ગ્લેન ગ્રોફીન બારણામાં પાછો જતો રહયો હતો અને બંદુક શેરીમાં ફેંકી દઈ શરણાગતિએ આવવાની બૂમ પાડી હતી.

જેસી ફુટપાથ પર પડેલી એ બંદુક પર પગ મૂકી નિ:શસ્ત્ર યુવાન ગુંડા પાસે જઈ તેને એટલો તો સખત ઝૂડી નાખ્યો હતો કે ગુંડાનો દેખાવડો ચહેરો વિકૃત થઈ ગયેા હતેા અને ત્યારે જ તેણે રોષમાંથી મુકિતની રાહત અનુભવી હતી.

બે વર્ષ બાદ આજે એ બનાવ યાદ કરીને પણ તે ધ્રજી ઉઠતો હતો. તેની ગરદન પરથી પીઠ ઉપર પરસેવો નીતરવા લાગ્યો હતો. એ પછીના બનાવો તેણે શાંતિથી યાદ કર્યાં. અપંગતાને લીધે કાકા ફ્રેંકને પોલીસ દળમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. કોર્ટમાં વકીલે ગ્રીફ્રીનના જખ્મી ચહેરા તરફ આંગળી ચીંધી. ‘ પોલીસ અત્યાચારના જીવતા જાગતા નમુના’ની બાંગ પાકારી હતી પણ ગ્લેન ગ્રીફીનને જજે સજા ફટકારી હતી. તેની સાથે  ધરપકડ થઈ હતી ને એના ભાઈને પણ સજા થઈ હતી. તે ધ્રુજી ઉઠયો હતો પણ ગ્લેન નહિ.

ગ્લેન ગ્રીફીને લાગણી બતાવી હતી. ફક્ત એક જ પ્રસંગે. જયારે ફેડરલ માર્શલ એ દિવસે તેને સીટી જેલના કોરીડોરમાંથી લઇ જતો હતો ત્યારે એ વખતે જેસી સીટી પોલીસમાં નહેાતો. શેરીફની ઓફિસમાં હતો છતાં તે સફેદ પડી ગયો હતો.

‘હું પાછો આવીરા ત્યારે તને જોઈ લઈશ.' તેણે સાફ સાફ કહયું હતું.

જેસી વેબ અતીતની યાદમાંથી વર્તમાનમાં આવ્યો. ડેસ્ક પરથી તે ઉભો થયો. તેણે હથેળીથી ગરદન મસ્ળી. પછી તે બહાર નીકળી શહેરની મધ્યે સ્ટેટ હાઉસ તરફ ચાલ્યો .

લેફટેનન્ટ વાન ડોનૅ ઓફ સીટી પોલીસ તેના કાઉન્ટર પાછળ બેઠો હતો. જેસી વેબને જોઇ તેણે સ્મિત કર્યું. જેસી સીટી પોલીસ હજી હેલન લામનું પગેરૂ પકડી શકી નથી તેમણે મકાનોના ખૂણેખૂણા ફેંદી નાખ્યા. રસ્તાઓ પરથી પણ કંઈ ન મળ્યું. સાત વાગ્યાથી કાર ૩૨ વાર જોવા મળી છે. મને લાગે છે કે હેલન લામર શહેર બહાર છે. કદાચ કેલીફોનિયામાં હોય અને આપણે અહી એડીઓ રગડી રહયા છીએ. તેઓ એની પાછળ ગયા હશે અને કદાચ અત્યાર સુધીમાં તો ઈલીનોઇત પણ પહેાંચી ગયા હોય, પછી તેણે એક તરફ માથુ નમાવ્યું અને તીરછી નજરે જેસી તરફ જોયું ‘તારી તબીયત તો ઠીક છે ને રાત બરાબર ગઈ હતી કે નહિ?'

‘ના, જેસી ધીમેથી બોલ્યા. ‘ના,' તે કેથેલીનનો વિચાર કરતાં બોલ્યો.

પછી અચાનક તેને એક વિચાર સૂઝયો. તે હતી તો એક શકયતા જ, પણ જતી કરાય એવી નિહ. તેણે કાઉન્ટર પરથી ટેલીફોન ઉપાડયો અને તેની એફિસનો નંબર ડાયલ કર્યો.

‘ટોમ,’ વીન્સ્ટને જવાબ આપ્યો ત્યારે તેણે કહ્યું. ‘મારી પત્નિને લેવા કાર મોકલ. તેને એફિસે લઈ આવ એને કહેજે હુ ડીક છું. ફકત હુ તેને મળવા માગું છુ. અને ટોમ એને ગભરાવી મૂકતો નહિ સમજયો?'

કંઈ પણુ શકય હતુ. ગ્રીફીનના ભેજાનું કઈ કહેવાય નહિ. પણ જો એ કૂતરીનો બચ્ચો કેથેલીનને હાથ પણ લગાડશે તો હું ...

ગ્લેન ગ્રીફીન ગ્રે સીડનમાં શહેર ફરતે ચકકર મારી ચુકયો હતો. બપોર થયું ત્યારે તે એક નાના રસ્તા પરથી ‘ઈન્ડીયાના પેાલીસ સીટી લીમીટ ' ના બોર્ડ પાસે આવ્યો.

૧૨:૧૦ થઈ હતી. રોબીશ નસકોરાં બોલાવતો હતો. હેન્ક પાછલી સીટમાં ધરના પડખા ઉપર હથેળીઓ ધસી રહ્યો હતો. કાર હંકારતા હંકારતા ગ્લેન ગ્રીફીન સીટી મારી રહયો હતો.

શરૂ કયૂઁ ત્યાંથી મંઝિલે પહોંચતા આ ગોળ રસ્તા મારફતે તેમણે ૭૨ માઇલનું અંતર કાપ્યું હતું. તે દરમ્યાન કોઈ આછોપાતળો પણ અણબનાવ બન્યો નહોતો.

ત્રણે જણાને ભૂખ લાગી હતી પણ ગ્લેને રોકાવાનો ઇન્કાર કર્યો.

ગાર્ડનીંગ શુટ બદલવા માટે ઈલીનોર હીલાર્ડ આગલી સીડી ચડવા જતી જ હતી ત્યાં પરસાળમાં તેણે પગલા સાંભળ્યાં. ડોરબેલ રણકયો. તેણે કપાળ પરથી વાળની લટ ખસેડી અને શ્વાસ છેડયો. લંચ પછી રાલ્ફી સ્કુલેથી આવી જાય પછી ૩:૩૦ વાગ્યા સુધી તે સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવતી. કોઈ આગલા બારણે બેલ મારે તો એલીનોરને ચીડ ચડતી. કુટુંબના માણસો અને બીજા ફેરિયાઓ તેમજ કામ કરનારાઓ સામાન્ય રીતે બાજુનું પ્રવેશદ્વાર વાપરતા. કારણ કે તે ડ્રાઇવવેને સીધું પરસાળ સાથે જોડતું હતું અને સુવિધા જનક હતું.

પરસીળ પર ઉભેલો માણસ ટુંકા વાળ કાપેલો, નમ્ર યુવાન હતો. તેણે ખેડૂતો પહેરે છે તેવો વાદળી પોશાક પહેર્યાં હતો. એલીનોરે તેને વળતુ સ્મિત આપ્યું.

‘તકલીફ આપવા બદલ દિલગીર છું, મેડમ, ' તેણે ધીમા અવાજે કહ્યુ. ‘ પણ મારે બીલાર્ડ ડેરી જેવું છે. તે નજીક જ છે, પણ−'

પછી તે થોભી ગયો અને એલીનોરના ખભા પરથી અંદર આગલા હોલમાં જોઈ રહ્યો. એના મોં પરનું સ્મિત થીજી ગયું. ચહેરો કરડો થયો. એલીનોરે આ જોયું અને પાછાળ ફરી.