LEO ફિલ્મ મારી નજરે( REVIEW) vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

LEO ફિલ્મ મારી નજરે( REVIEW)

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએકવાર આપની સમક્ષ છું એક નવી ફિલ્મ અને તેના સિનેમેટિક યુનિવર્સ સાથેની વાતો સાથે



આજે મેં લિઓ ફિલ્મ જોઈ જેનું ડિરેકશન લોકેશ કનકરાજે કર્યું છે જેમણે kaithi, vikram જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપણની સમક્ષ ઇન્ડિયન સિનેમેટિક યુનિવર્સ સાથે જોડે એવા યુનિક કોન્સેપટ ટચ ફીલ કરાવે એવી આપી છે,



આ ફિલ્મ પણ LCU નો જ ભાગ છે હા ભાઈ લોકેશ કનકરાજ઼ સિનેમેટિક યુનિવર્સ,


ફિલ્મના મુખ્ય પાત્રમાં થલાપતિ વિજય સાથે ત્રિશા ક્રિષણ જોવા મળે છે,


ફિલ્મમાં પાર્થિવન જે ફિલ્મનો મુખ્ય કલાકાર છે જે હિમાચલ પ્રદેશમાં પોતાની ફેમિલી સાથે નોર્મલ લાઈફ જીવી રહ્યો છે, અને તેની કોફી શોપ છે,



પાર્થિવન પોતાની ફેમેલીને વધુ સમય આપે છે અને હંમેશા શાંત રહેવાવાળો તથા પોતાના બાળકો અને પત્નીને સમય આપવાવાળો માણસ છે,


આપણો હીરો ફોરેસ્ટ માટે પણ ઘણા કામો કરે છે જંગલી વિસ્તારમાંથી જયારે કોઈ પ્રાણી રહીશોના ઈલાકામા આવે ત્યારે તે પ્રાણીનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત જંગલમાં મૂકે છે,


એકવાર હાઈના જયારે જંગળમાંથી બહાર આવે છે ત્યારે તે તેની સાથે લડીને માણસોની જાન બચાવી તે હાઈનાને સુરક્ષિત ફોરેસ્ટ ઓફિસરના હાથે પાછુ મોકલે છે,



ફિલ્મનો કોન્સેપટ જ બહુ રસપ્રદ છે, કહાનીમાં એક સિરિયલ કિલરની એન્ટ્રી થાય છે જેનો ઈરાદો માત્ર લોકોને મારવાનો જ હોય છે, અને આ કિલર જયારે પાર્થિવનની કોફી શોપમાં આવે છે અને ત્યાં કામ કરનાર એક સ્ત્રીને મારવા પોતાની ગન તેના માથે મૂકે છે ત્યારે પણ પાર્થિવન બહુ શાંતિથી એને ગન મુકવાનું કહે છે પરંતુ વાત હદથી વધારે વધી જાય છે ત્યારે એક - એક કરીને ગુંડાઓને તે મારે છે અને આગળ જતા કહાની બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે આપણને આ જોવાની પણ બહુ જ મજા આવે છે,



જયારે કિલર તેની નાની બાળકીને મારવા જાય છે ત્યારે તે અચાનક ખુબ જ પેનિક સિચ્યુવેશનમાં આવીને ગનથી તેને મારી નાંખે છે,



અહીંથી કહાનીમા એક અલગ મોડ આવે છે અને કહાની ફરીથી એક નવો ટ્વીસ્ટ બતાવે છે લિઓ નામે બધા પાર્થિવનને બોલાવે છે અને લિઓને શોધનારા ગુંડાઓ પાર્થિવનને મારવા આવે છે આ વચ્ચે સેલ્ફ ડિફેન્સનો કેશ પાર્થિવન જીતી જાય છે અને પછી ગુંડાઓ રાત દિવસ લિઓ -લિઓ કરીને પાર્થિવનની ફેમિલી અને તેને ટોર્ચર કરે છે,



ફિલ્મ ખુબ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે અને ઇન્ટરવલ આવતા -આવતા એક નવું પાત્ર આપણી સમક્ષ આવે છે જે પાત્ર kaithi ફિલ્મનું જોવા મળે છે તીર્ચીમાં જે ડ્રગ કેશમાં ઘણા ગુંડાઓને માર્યા હતા તેમાં આ પોલીસ ઓફિસરે મહત્વની ભૂમિકા ભજવી હતી હા તે ફિલ્મના હીરોએ માર્યા હતા પણ બહાદુરી આ ઓફિસરે પણ બતાવી હતી એટલે એમને માન મળ્યું અને વાત પણ બહાર એમની જ બહાદુરીની આવી હતી...



લિયો પાછળ તેના જ પિતા જે પાર્થિરનને લિયો સમજે છે એ અંધશ્રદ્ધામાં ઘણા જ જાનવરોની બળી ચડાવે છે અને તે પાત્ર સંજય દત્તનું બતાવવામાં આવ્યું છે એનથોની દાસ અને તે પોતાના ધંધાને જ માન આપતો હોય છે, ડ્રગ્સ અને તમ્બાકુની ફેક્ટરી ચાલતી હોય છે તેની, અને તે પોતાની કામયાબી મેળવવાં પોતાના પુત્ર લિયો અને તેની પુત્રી માંથી એકની બળી ચડાવવા માંગે છે કારણકે એવી એની અંધશ્રદ્દા છે કે તેનાથી તેનો કારોબાર વધુ ચાલશે, એનથોની ને ક્રિશ્ચન બતાવવામાં આવ્યો છે આ ફિલ્મમાં,

અંતે પાર્થિવન એનથોની દાસને મારું નાંખે છે અને પછી તેના ભાઈ હીરોલ્ડ દાસને પણ મારે છે અને સમજમાથિ દુષણ હટાવે છે,


ફિલ્મના અંતે વિક્રમનો લિયો ( પાર્થિવન ) ઉપર કોલ આવે છે અને તે કહે છે કે લિયો હજી તો સમાજમાંથી વ્યસન નામના ઘણા બધા દુશણોને હતાવવાના છે એક ફેક્ટરીમાં આગ લગાવવાથી કાંઈ નહિ થાય સામ્રાજ્ય -ના સમ્રાજ્યોને ફૂંકવા પડશે અને ડિરેકડેડ and રાઈટર by lokesh kanakraj ના નામ સાથે અનિરુદ્દનું bgm ફિલ્મનો અંત ગુજવે છે,


આ ફિલ્મ LCU નો ભાગ છે હવે આગળ LCU માં આવનારી ફિલ્મો માટે તમે કેટલા ઉત્સુખ છો એ જરૂર જણાવજો 😇

રીવ્યુ કેવો લાગ્યો એ જરૂરથી પ્રતિભાવમાં જણાવજો 😇

✍️vihesh