આજીબાઈ ચી શાલા Dr Hiral Brahmkshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજીબાઈ ચી શાલા

ગર્જના સાથે, ઉદય કરો, અને તમારા શિક્ષણના અધિકાર માટે લડશો.

પરંપરાની સાંકળો તોડીને, શિક્ષણ મેળવો. ”

                                                              - સાવિત્રીબાઈ ફુલે

તમારુ નામ તમે લખતા શીખ્યા હતા ત્યારે કેટલી ખુશી થઈ હતી ? તમે જ્યારે પહેલીવાર તમારી સહી કોઈ કાગળ પર કરી હતી ત્યારે કેવુ લાગ્યુ હતુ ? પહેલા સ્લેટ અને પછી કાગળ પર પડતા એ અક્ષરો જોઈને નક્કી એના પ્રેમમાં પડયા હશોને ! શિક્ષણ અને સાક્ષરતાના માર્ગ પર ચાલવાનું પ્રથમ પગલું છે અક્ષરઅને મુળાક્ષર.એની સાથેની દોસ્તી તમને શિક્ષણવિદ્દ બનાવે તમને અને તમારા સમાજને સાક્ષર કરે છે.

કેટલું મહત્વનું હોય છે તમારુ નામ તમારે હાથે લખવું..કેટલી અગત્યની અને આહલાદાયક  હોય છે એ ક્ષણ કે જ્યારે તમે તમારી સહી પ્રથમ વાર કરો..આમ ઓટોગ્રાફ આપતા હો એવી જ ફીલિંગ આવતી હશેને..! આપણને જે સહજ અને સરળ લાગે છે તે કેટલાંકના જીવન અધુરુ સપનું છે તેઓ તેમની ઉંમરે જરુરી સવલતના અભાવ અને એક રુઢિગત સ્વભાવના કારણે શાળા જઈ શક્યા ન હતા. તેઓ માટે લખવું વાંચવું આ અક્લ્પનીય જ રહ્યુ. શિક્ષણ અને સાક્ષરતાના દરમાં સ્ત્રીઓ ઘણી પછાત હતી..ઘર અને બાળકોને સંભાળવા જ એમની નૈતિક જવાબદારી હતી એટલે શિક્ષણ હંમેશા ગૌણ જ રહ્યુ વર્ષ ૧૯૫૧ પર નજર કરીએ તો ભારતનો કુલ સાક્ષરતા દર ૨૧.૮૨% હતો જેમાં ૩૦.૩૨% પુરુષો અને ૧૨.૮૭% સ્ત્રીઓ સાક્ષર હતી. આધુનિકતા અને જાગૃકતાના પરિણામ સ્વરુપે ૨૦૧૧માં સાક્ષરતા દર વધીને ૭૯.૩૧%  થયો જેમાં ૮૭.૨૩% પુરુષો અને ૭૦.૭૩% સ્ત્રીઓ સાક્ષર હતી.

આવા સમયે એક નવો આયામ અને એક નવો વિચાર લઈને આવે છે મહારાષ્ટ્રના ફંગાણે ગામના પ્રાથમિક શાળાના શિક્ષક યોગેન્દ્ર બાંગાર. કે જેઓ બેટર ઈન્ડિયાના વિચારથી પોતાના ગામમાં એક શાળા શરુ કરે છે જેનું નામ છે આજીબાઈ ચી શાલા (દાદીની શાળા). ભારતની આ પ્રથમ શાળા કે જ્યાં પ્રવેશ મેળવવા માટે ૬૦ વર્ષની ઉંમર હોવી આવશ્યક છે.. જ્યારે યોગેન્દ્ર બાંગાર એ પોતાનો વિચાર ગામના લોકો સમક્ષ મુક્યો ત્યારે દરેક આજીઓ એ શિક્ષિત થવાની તક માટે સમર્થન આપ્યુ હતુ.આ શાળાનું ઉદઘાટન આંતરરાષ્ટ્રીય મહિલા દિન  ૮ માર્ચ, ૨૦૧૬ના રોજ, સ્થાનિક પ્રાથમિક શાળાના શિક્ષક યોગેન્દ્ર બાંગાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને મોતીરામ દલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. 

આ શાળામાં હાલમાં ૨૮ વિધ્યાર્થીઓ ગણિત અને મરાઠી વિષય તેમની એકમાત્ર શિક્ષિકા શ્રીમતી શિતલ મોરે પાસે શીખી રહ્યા છે. શાળાનો સમય ૨ થી ૪નો હોય છે ગુરુવાર સિવાયના તમામ દિવસોમાં અહીં ઘડપણને શિક્ષિત કરવાનો પ્રયાસ શરૂ હોય છે.. દાદીઓ શાળાએ ચોક્કસ ગણવેશ ધારણ કરીને આવે જેમાં ગોલ્ડન બોર્ડર વાળી ગુલાબી રંગની નવવારી સાડી અને માથા પર કુમકુમનો ગોળ લાલ ચાંદલો અને જવાબદારી અને ઉંમરથી ઘસાયેલા અને કસાયેલા ખંભા પર દફતર. અહીં દાદીઓને ભણાવી ગણાવીને નોકરીએ મોકલવાનો કે આર્થિક ઉપાર્જનનો કોઈ ઉદેશ્ય નથી ઉદેશ્ય માત્ર એટલો જ છે કે તેઓ સાક્ષર બને. તે સામાન્ય વાંચી-લખી શકે કે જેનાથી તે ઉંમરના ઉતરાર્ધે કોઇ પુસ્તકનો સહારો લઈ શકે.

આ ગામની આ પ્રવૃતિ પછી ગામનો સાક્ષરતા દર વધ્યો છે. આ શાળાના શિક્ષિકા કહે છે કે દાદીઓ સાથે કામ લેવું ઘણુ અઘરુ છે કેમ કે ઉંમર અને અન્ય પરિબળોને લીધે તેમની દ્રષ્ટિ ક્ષીણ થવી, બધિરતા આવવી, યાદ ન રહેવું વગેરે જેવા પડકારોની સાથે તેમને અક્ષરજ્ઞાન આપવાનું હોય છે. તેમને દુઃખ ન લાગે  એ રીતે એમને જરૂર જણાય ત્યાં ઠપકો આપવાનો હોય છે દાદીઓને ભણાવતા આ શિક્ષિકા ૧૦ નાપાસ હતા પરંતુ દાદીઓના ઉત્સાહ સાથે તેમણે પણ ૧૦માં ધોરણની પરીક્ષા આપી. પોતે અને પોતાની આસપાસની આ આજીઓને સાક્ષર કરવાનો અવિરત પ્રયાસ તેઓ કરતા રહે છે.

રમાબાઈ ગણપત ચાંડેલે કહે છે કે, ‘હું એક પાકેલા ફળ માફક છું કે જે શાખામાંથી ગમે ત્યારે પડી શકે. હું એક બાળક તરીકે શાળાએ જઈ શકી નહીં અને આખી જીંદગી નિરક્ષર જ રહી હતી. પણ હું અભણ મૃત્યુ પામવા નથી માંગતી. હવે, હું ખુશ છું કે હું થોડા શબ્દો મારી સાથે બીજી દુનિયામાં લઈ જઈશ.’

સીતાબાઈ દેશમુખ, જે આ બધામાં સૌથી વૃદ્ધ છે તે કહે છે કે, ‘મારા લાંબા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે મને કોઈ શાળામાં જવાની તક મળશે. જ્યારે હું નાની હતી, ત્યારે મારો પરિવાર ગરીબ હતો અને છોકરીઓને શાળાએ જવાની તક નહોતી. છેલ્લા વર્ષથી મારી નવી જિંદગી હું જીવી રહી છું. ’

જ્યારે અન્ય લોકો આ ઉંમર સરળ અને આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે ત્યારે આ મહિલાઓએ ઘરની બહાર પગ મુકીને અને પરિપક્વતા ઉંમરે વાંચવા અને લખવાનું શીખીને સમાજમાં દ્રઢ નિશ્ચય અને હિંમતનું સ્તર વધાર્યુ  છે. હકીકતમાં, તેઓ ગામમાં અને દેશમાં શિક્ષણની ક્રાંતિ તરફ દોરી રહ્યા છે.

હીં આવી કેટલીક લિંક રાખી છે જો આપ આ વિશે કંઈક વિશેષ જાણવા માંગતા હો તો ચોક્કસ વિઝિટ કરો.

https://www.scoonews.com/news/aajibaichi-shala-a-teacher-s-effort-to-educate-village-s-elderly-women-10414