ખોયા ખોયા ચાંદ Dr Hiral Brahmkshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોયા ખોયા ચાંદ

મમ્મી આવી હતી જ નહિ..એમણે એમનું જીવન બહુ ખુશ રહીને વિતાવ્યુ છે એને જીવનથી ફરિયાદો હતી જ નહી કે ક્યારેય કોઈ ફરિયાદ અમારા માટે પણ ન હતી. એને કલાસિક્લ ડાન્સ ખુબ ગમતો ઈન્ફેકટ એમણે કથ્થકમાં વિશારદ કર્યુ છે કદાચ તેમને આગળ અલંકાર પણ કરવું હતું પણ લગ્ન થયા અને પછી પપ્પના જોબ નેચરના કારણે એક પછી એક અલગ અલગ શહેરો ફરવાનું થયુ અને એમની ઈચ્છા, ઈચ્છા જ રહી ગઈ..પહેલા મમ્મી પપ્પાનું લંચ, ડિનર, પસંદ, નાપસંદ બધુ ગોઠવવામાં ગોઠવાય ગઈ અને પછી મારા અને મિતુલના આવ્યા બાદ અમારામાં સમાઈ ગઈ.. કદાચ આ મનોસ્થિતિ માટે અમે જ જવાબદાર છીએ..અને જો એવું જ હોય તો એ છેલ્લા  આઠ દસ મહિનાથી જ કેમ બદલાઈ ગઈ છે, ડોકટર ? આ અગાઉ મેં જોઈ છે એને કિચનમાં રસોઈ બનાવતા થિરક્તા..ઘરના અમારા નાના ગાર્ડનમાં મનીવેલ અને મોગરાના છોડ સાથે વાતો કરતા રસોઈ શોનો લાઈવ ટેલીકાસ્ટ અમારી સામે કરતાં.. પણ અત્યારે એવું નથી..એ બધુ જ કામ કરે છે પણ એ ખુશ નથી લાગતી...સવારે એના રુટિન મુજબ પપ્પા માટે ચા નાસ્તો પોતાના માટે જ્યુશ બનાવશે..પછી પપ્પાનું લંચબોક્સ તૈયાર કરશે પપ્પા ઘરેથી ઓફિસ તરફ જશે અને મમ્મી મને અને મિતુલને વારાફરતી ફોન કરશે..મિતુલ બેંગ્લોર રહે છે અને હું મુંબઈમાં ગયા વર્ષે જ પર્મોશન મળતા મુવ થઈ..મમ્મી બદલાઈ ગઈ છે..એ જીવે છે પણ ખાલી કહેવા પુરતુ જ..પપ્પા સાથે પણ એમનું એવુ વર્તન છે..હું મિતુલ અને પપ્પા આ બાબતે બહુ ચિંતિત છીએ..ડોકટર પ્લીઝ અમને હેલ્પ કરો આમા કંઈ થઈ શકે ખરું ?

પોતાની માતા પ્રત્યેની તેની ચિંતા વ્યક્ત કરતાં રડતા રડતા આકાંક્ષા આટલુ બોલી.

               નેન્સીબહેન સાથે કાઉંસેલીગ પ્રોસેસ શરુ થઈ તેમની સાઈકોલોજિકલ હિસ્ટરીથી એ સ્પષ્ટ થયુ કે તેઓ ‘ઈમ્પટી નેસ્ટ સિન્ડ્રોમ’ થી પિડાઈ રહ્યા છે આ સિન્ડ્રોમ ઉંમરના ઉતરાર્ધમાં આવે છે જ્યારે ૪૫ થી ૫૦ વર્ષે વ્યક્તિ પોતાની સામાજિક જવાબદારીઓથી લગભગ મુકત થવા પર હોય પોતાના બાળકો એના સંસારમાં મસ્ત હોય ત્યારે મોટાભાગે અમુક ચોક્ક્સ સમયગાળામાં આવો અનુભવ કરે છે જેમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ વધુ જોવા મળે છે. આ સિન્ડ્રોમમાં વ્યક્તિને પોતાનો માળો (ઘર) ખાલી થવાનું દુ:ખ ડંખયા કરે છે. આજના યુગમાં કે જ્યાં મોટાભાગે સંતાનો પોતાના કરિયર બનાવવાની હોડમાં મેગાસિટી કાં તો વિદેશ જઈને વસી જાય છે એવા સમયે માતાપિતામાં આ પ્રકારનો ફેઝ શરુ થાય છે આવા સમયે વ્યક્તિને પ્રાથમિક સંભાળ લેવી અત્યંત આવશ્યક બની જાય છે.

               નેન્સીબહેનના કેસમાં સર્પોટ અને સંભાળની જ જરુર હતી ફેમિલી સિટીગ ગોઠવાયું પરિવારના સભ્યોને સમજાવવામાં આવ્યું કે નેન્સીબહેનમાં આ પરિવર્તન શું કામ આવ્યું છે.. જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવ્યા અને નેન્સીબહેનને એ વાત સમજાય કે તેમનો માળો ખાલી નથી થયો પણ માળો વધુ ઉન્ન્ત અને સમૃધ્ધ થઈ રહ્યો છે. મિતુલ અને આકાંક્ષા એ દુર રહીને નજીક રહેવાનો પ્રયાસ શરુ કર્યો.. લગભગ રોજ વિડીયો કોલથી ઘરસભા ભરાવા લાગી..નેન્સીબહેનના પતિ અતુલભાઈને પણ સમજાયુ કે મેં સતત આર્થિક ઉપાર્જનમાં નેન્સી સાથેના આવેગોની અવગણના કરી છે.. અતુલભાઈ, મિતુલ અને આકાંક્ષાના સહિયારા પ્રયત્નથી નેન્સીબહેન એ કથ્થક કલાસ ફરી શરુ કર્યા.. તેમના ખાલી માળાની મુંઝવણમાં ખાલી પડેલા પોતાના મનને ભરવા અને નિખારવાનો આરંભ કર્યો.તેમના ગાર્ડમાં મનીવેલ ફરી ખીલવા લાગી મોગરા સાથેની નેન્સીબહેનની ગોષ્ટી ફરી જામવા લાગી..થોડા સમય માટે છવાયેલ ઉદાસીના વાદળો ટળી ગયા અને નેન્સીબહેન પહેલા હતા એવા ફરી થઈ ગયા.

ચેરિસ કેમ્પની એક ખુબ સુંદર કવિતા છે...

The Empty Nest 

I see you sitting with your head in your hands

Whatever happened to those best laid plans?

Take a look back behind closed doors

Find those broken dreams of yours

After the storm, after the rain

After God’s tears have washed away your pain

Follow the rainbows in your mind

Carry no regret along the path you find

A lifetime spent, a lifetime made

Imparting wisdom on to the gifts God gave

Know in your heart you have done your best

That’s where my appreciation of you rests

      માનસિક સ્વાસ્થય ખુબ અગત્યનું છે આ વાત આપણે સૌએ સમજવાની જરુર છે છ મહિનાના બાળક ને જેમ ખુબ કાળજી અને સંભાળની આવશ્યકતા હોય તેવી જ રીતે જીવનના કોઈ હિસ્સા અને કિસ્સામાં દરેક વ્યક્તિને આવી સંભાળની જરુર હોય છે જરુર છે માત્ર તેના તરફ એકનજર કરવાની.