Free Guy movie Review મારી નજરે ? (Must watch movie ?) books and stories free download online pdf in Gujarati

Free Guy movie Review મારી નજરે ? (Must watch movie ?)

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએકવાર તમારી સમક્ષ છું મારી એક ઓલ ટાઈમ ફેવરેટ હોલીવુડની મુવી વિશેની વાત સાથે,



મેં free guy ફિલ્મને 2021માં જ જોઈ હતી જયારે આ ફિલ્મ રિલીઝ થઇ હતી, પણ તે સમયે મેં આ ફિલ્મને આપણી પ્રિય હિન્દી ભાષામાં જોઈ હતી, ખરેખર ફિલ્મ એ સમયે પણ મને બહુ જ ગમી હતી...


આજે ફરીથી આ ફિલ્મને મેં ott પ્લેટફોર્મ ઉપર તેની મૂળ ભાષામાં English માં જોઈ, આ પહેલી ફિલ્મ છે જેને મેં સબટાઇટલ વિના English ભાષામાં જોઈ, સબ ટાઇટલની જરૂર એટલે પડે કારણકે અમુક વર્ડમાં અને ડાઈલોગમાં વધુ સમજણ પડે, પરંતુ ફિલ્મની કહાની એટલી રિલટેબલ હતી હું જાણતો હતો તેની મને ફિલ્મ જોવાની બહુ મજા આવી 😇



ફિલ્મ એક ગેમ ઉપર આધારિત છે જેનું નામ છે free city આ ગેમમાં free guy છે જે આપણો મેઈન હીરો છે, જે mpc કેરેક્ટર છે ગેમમાં જોવા મળતું પાત્ર જેને ગેમ રમનાર રસિયાઓ પોતાના ગુલામ તરીકે સમજતા હોય છે તેને મારતા હોય છે પણ આ free guy ખુબ જ સરળ સ્વભાવનો હોય છે તે દરેક પ્લેયરના દિલમાં પોતાની આગવી ઓળખ ઉભી કરે છે,



હવે ફિલ્મમાં ગેમ રમનાર girl એટલેકે ફિલ્મની હિરોઈનની એન્ટ્રી થાય છે, આ સીન એટલો રિલેટેબલ હતો મારી માટે ગજબનો પહેલી વાર જોતા જ free guy ના મનમાં તે girl વસી જાય છે, તે તેને મળવાની કોશિશ કરે છે અને લેવલ પણ આગળ વધારે છે,



Free guy એક mpc કેરેક્ટર છે એવુ જયારે તે girl ને ખબર પડે છે ત્યારે તેને પણ વિશ્વાસ નથી થતો કારણકે guy તેની ફેવરેટ આઈસ્ક્રીમ, તેનું મનપસંદ સોન્ગ બધું જ જાણતો હોય છે અને તેની પણ પસંદ હોય છે, પણ આ એક જ AI કેરેક્ટર હોય છે જે પોતાની મરજીથી જીવતું હોય છે,



Guy ની જયારે ગેમના મેક્રશને ખબર પડે છે ત્યારે તે ગેમ રિબૂટ કરી નાંખે છે, પરંતુ તે girl ફરીથી guy ને મળે છે અને guy ફરીથી બધું જાણી લે છે,



ગેમની બહારની દુનિયામાં ગેમના સીકવલ અને પ્રિકવલ ઉપર ગેમના મેકર્ષ કામ કરતા હોય છે પરંતુ ગેમમાં guy બધા Mpc કેરેક્ટરમાં આત્મવિશ્વાસ ઉભો કરે છે તેથી બધા mpc કેરેક્ટર આત્મસભર બની જાય છે,


ગેમમાં free guy નું કેરેક્ટર ડિઝાઇન કરનાર માણસ girl નો બેસ્ટ friend હોય છે,જે તે girl ne ખુબ જ પસંદ કરતો હોય છે પરંતુ તેને કહી શકતો હોતો નથી અને girl પણ આ વાતથી અજાણ હોય છે,



ગેમની દુનિયામાં guy ખુબ જ મશહૂર હોય છે કારણકે તે કોઈના કંટ્રોલમાં નથી બેકગ્રાઉન્ડ કેરેક્ટર હોવા છતાં તેને પોતાની AI છે કુત્રિમ બુદ્ધિ છે તેથી તે પોતાના નિર્ણયો લઈને ગેમમાં ઘણા નિયમો બદલે છે, બેન્કમાં રોબરી થતા અટકાવે છે દરેકને હેલ્પ કરતો હોય છે આ બધું ગેમની દુનિયામાં હોય છે પણ guy એ માત્ર ગેમનું કેરેક્ટર છે અને તેની દુનિયા એ ગેમ જ છે એટલે તે બહુ જ ફેમસ હોય છે પોતાના સ્વભાવને કારણે,



ફિલ્મ બહુ સારી છે લાસ્ટમાં જયારે free guy તે girl ને કહે છે હજી ન સમજાણું તને?હું તો માત્ર તને લખેલો લેટર છું મારો લેખક કોણ છે તું જાણે છે 💗, girl સમજી જાય છે કે તેનો બેસ્ટ ફ્રેન્ડ જ છે જેના વિચારો અને ફીલિંગ આ guy માં લખાણ સ્વરૂપે દેખાય છે પછી રિયલ લાઈફમાં કેયસ અને આ girl બંને એક થઇ જાય છે અને free city ગેમમાં એક નવા વિશ્વમાં guy બધા Mpc કેરેક્ટર સાથે પોતાની નવી દુનિયા ઉભી કરે છે,


આ ફિલ્મમાં Ai માં પણ કઈ રીતે ઇમોશન આવે છે તે અને એક લેખક કેરેક્ટરમાં કઈ રીતે જીવ મૂકે છે સાથે- સાથે સાચા પ્રણયની જીત પણ બતાવવામાં આવી છે



હું આ ફિલ્મ માટે જેટલાં શબ્દો કહું એટલા ઓછા છે કેમકે બહુ રિલેટેબલ સ્ટોરી મને ગમી 😇



તમને કેવી લાગી આ ફિલ્મ જરૂર જણાવજો, ફરી મળીશું એક નવી ફિલ્મની વાતો સાથે...



Stay with vishesh ✍️😇


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED