Facebook friendship books and stories free download online pdf in Gujarati

ફેસબુકવાળી ફ્રેન્ડશીપ

હજુ તો માંડ એક મહિનો થયો છે એની સાથે વાત કર્યા ને ,શું કરું જાવ મળવા કે ન જાવ રીઝા આવા જ વિચારો માં ખોવાયેલી હતી ને ત્યાં જ ફોને માં બીપ અવાજ આવ્યો રિઝા એ ફોન હાથમાં લીધો ,ને મેસેજ ખોલી ને જોયું , પલ્લવ નો મેસેજ હતો : તું નીકળ આવવા હું નીકળું છું. થોડીવાર વિચાર્યા પછી રીઝા એ રિપ્લાય આપ્યો હા ઓકે નીકળું છું.

 

રીઝા એ ઘરથી નીકળી રીક્ષા પકડી રીક્ષા માં બેસ્યા પછી રીઝા પાછી વિચારો માં ખોવાઈ. પલ્લવ પટેલ બસ હમણાં થોડા સમય પહેલા જ આની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.આમ તો મે ક્યારેય અજાણ્યા છોકરા ની રીકવેસ્ટ એક્સેપટ નથી કરી પણ એની રિકવેસ્ટ મે ક્યારે ઍક્સેપટ કરી એ મને પણ યાદ નહતું. આ તો એ દિવસે નિલય ની ચિંતા માં ઉદાસ બેઠી હતી એવા માં જ એનો સામેથી મેસેજ આવ્યો Hii એટલે મનના વિચારો માંથી બહાર નીકળાય એમ વિચારી મે પણ મસેજ નો રિપ્લાય આપ્યો હતો.ત્યારે તો મને સહજ મન માં પણ નહતું કે એક રિપ્લાય રોજ નો ક્રમ બની જશે. પણ તે દિવસ પછી તો મારી અને પલ્લવ ની દિવસ માં એક વાર તો વાત થવા જ લાગી હતી. હું પલ્લવ કરતા આમ તો બે વર્ષ મોટી પણ તોય મને એની સાથે વાત કરવી ગમતી ને કદાચ એટલે જ કે ભલે હું કોઈ બીજા ને મારું નામ બગાડવા ના દેતી હા મારા ફ્રેન્ડ મને રિઝુ કહી ને જ બોલાવતાં ,પણ જો આનાથી વધારે કોઈ મારા નામ સાથે ચળા કરે તો હું જરા પણ ન ચલાવી લઉં જ્યારે પલ્લવ સાથે તો એવું મે ક્યારે કર્યું જ નહિ એણે તો મારા કઈ કેટલાય નામ પડ્યા હસે ’વિઝા’ ’નિંજા ’પણ પલ્લવ પર મને ક્યારેય ગુસ્સો ન આવતો હા ખોટું લાગતું હું એણે કહેતી પણ ખરા જો તું આમ મારું નામ ન બગાડીશ મને જરાય નથી ગમતું.એ ઓકે નહિ બગાડું તમારું નામ મેડમ એમ પણ કહેતો , પણ એ તો પાછો એવો ને એવો મને ચીડવવા નું તો ચાલુ જ રાખે.ને હવે તો ક્યાંક ને ક્યાંક મનેય એની આ માણસો ને ચીડવવા ની ને એમના નામ બગાડવા ની આદત લાગી જ ગઈ હતી હુય હવે એને માત્ર પલ્લવ કહી ને નહિ પણ ’સાડી નો પાલવ’ એમ જ કહી ને બોલાવતી . રીઝા વીતેલી વાતો ની યાદમાં અટવાયેલી હતી તેવા માં રીક્ષાની બ્રેક લાગી અને રીઝા યાદો માંથી બહાર આવી થોડી આગળ જઈ રીક્ષા ઊભી રહી . રીઝા એ રીક્ષા નું ભાડું આપ્યું ને પછી પલ્લવ ની રાહ જોતી ઊભી રહી.આજે એ એના ફેસબુક ફ્રેન્ડ ને પહેલી વાર મળવા ની હતી.

પલ્લવ આમ તો રીઝા વિશે બધુ જાણતો હતો બસ એક નિલય વિશે જ એ અજાણ હતો. રીઝા એ પલ્લવ સાથે ની ચેટ માં ક્યારેય નિલય નું નામ પણ નહતું લીધું ને એમે રીઝા કહેતી પણ શું ? હા એ વાત સાચી કે નિલય રીઝા ના જીવન નો એક મહત્વ નો હિસ્સો છે , એ નિલય ની સગી માં છે ,પણ છે તો એક ’સીગલ મધર ’ જ ને. જો પલ્લવ પણ બીજા લોકો ની જેમ એની હકીકત જાણી એના વિશે ખરાબ વિચારે તો? આ બીકે રીઝા એ નિલય વિશે ક્યારેય કઈ વાત જ ન કરી હતી.

બસ આ વિચાર કરતા કરતા ને આસ પાસ ની વસ્તુઓ જોતી એ પોતાના ફ્રેન્ડ ની રાહ જોતી હતી. બે જ મિનિટ પછી કોઈ એ પાછળ થી રીઝા ના ખભા પર હાથ મૂક્યો ને રીઝા તરત જ પાછળ ફરી .એ પલ્લવ પટેલ હતો. પલ્લવે પૂછ્યું .તમે રીઝા શાહ? હા રીઝા એ જવાબ આપ્યો. હાય હું પલ્લવ ઓળખ્યો નહિ મને પલ્લવે ફરી પૂછ્યું . અરે ના ના ઓળખ્યો ને આ તો બસ તમે પૂછ્યું એટલે મારે જવાબ તો આપવો ને .ઓકે ઓકે પલ્લવ બોલ્યો. ચાલો તો હવે બેસિયે પલ્લવ એ કહ્યું ને રીઝા એની સાથે ગઈ.બન્ને રસ્તા ની બાજુ ની રેસોરન્ટ માં જઈ એક ટેબલ પર બેઠા. એક કોફી ઓડર કરી ને બંને વાતે વળગ્યા. રીઝા ને તો નવાઈ લાગી કે જે છોકરા સાથે એ ચેટ કરે છે તે અને જે પલ્લવ એની સામે હતો બન્ને ના વર્તન માં બહુ તફાવત હતો. ચેટિંગ કરતો પલ્લવ તો બિન્દાસ હતો જ્યારે સામે બેસેલો પલ્લવ થોડો સિન્સિયર હતો. એમ પણ વાતો કરવા જ તો મળ્યા હતા એટલે રીઝા એ પૂછી જ નાખ્યું :સાંભળ પલ્લવ હા બોલ ને. તું ચેટીંગ માં તો કેટલા મસ્તીખોર બને છે ને અત્યારે કેટલો સિમ્પલ છે ક્યાંક એવું તો નથી ને કે હું કોઈ બીજા સાથે વાત કરતી હતી?ઓહ માય ગોડ ..કેટલો શક કરો તમે છોકરીઓ યાર પલ્લવે સ્માઇલ સાથે જવાબ આપ્યો . બકા આજ તો મારો પ્રોબ્લેમ છે ચેટિગ પર ભલે બિન્દાસ મસ્તી કરતો હોઉં પણ જ્યારે છોકરી સામે આવે તો મસ્તી ના બધા શબ્દો અંદર બંધાઈ જાય છે અને સંસ્કાર એની જાતે જ બહાર આવી જાય છે ઓહ એવું ..સારું બોલ બીજું શું ચાલે ? રીઝા એ વાત બદલતા પૂછ્યું. જો બતાવું તને શું ચાલે એમ કહી પલ્લવે એક છોકરી નો ફોટો વૉલેટ માંથી નીકળ્યો અને રીઝા ની સામે મૂક્યો ને રીઝાને પૂછ્યું બોલ કેવી છે આ છોકરી ? રીઝા ફોટો સરખો જોવે એ પહેલા પલ્લવે અધીરાઈ થી ફરી સવાલ પૂછ્યો જલ્દી બોલ કેવી છે? અરે અરે આટલી જલ્દી શેની છે તને સારી છે છોકરી તો ,પણ આ છે કોણ ? રીઝા એ જવાબ આપ્યા ની સાથે વળતો સવાલ પણ પૂછ્યો. મારી મગેતર આવતા મહિને સગાઈ છે અમારી પલ્લવ બોલ્યો. ઓહ ધેટ્સ ગ્રેટ .કોગ્રચ્યુંલેસનસ . રીઝા એ કહ્યું . થેંકસ પલ્લવે જવાબ આપ્યો.અને સાંભળ સોરી યાર મે તને પહેલા ના કહ્યું એ માટે, પણ હું તને મળી ને આ ન્યૂઝ આપવા માગતો હતો એટલે. પલ્લવે પોતાની વાત કહી. હા કઈ નહિ રીઝા એ પણ જવાબ આપ્યો. તું આવજે મારી સગાઈ માં મિસ રીઝા વિઝા હવે પલ્લવ થોડો મસ્તી ના મૂડ માં બોલ્યો. હા હું આવીશ અને એ પણ મારા દીકરા સાથે.

દીકરા સાથે ? પલ્લવ ને જાણે ઝટકો લાગ્યો હોય એમ એ બોલ્યો. તારો દીકરો છે ? તું મેરીડ છે? તો તે મને કીધું કેમ નહિ ? પલ્લવે એક શ્વાસ મા બધા પ્રશ્નો પૂછી લીધા. રીઝા એ પોતાની વાતની શરૂઆત કરી: ના હું મેરીડ નથી. એટલે? પલ્લવે ફરી પૂછ્યું. એટલે એમ કે નિલય મારો જ દિકરો છે મારો અને મારા બોયફ્રેન્ડ નો. વાત એમ છે કે સિધ્ધાર્થ અને હું લગ્ન કરવાના જ હતા પરંતુ અનફોરટ્યુંર્નેટલી સિડ નો અકસ્માત માં મોત થયું આટલું બોલી ને રિઝા અટકી, ભીના થયેલા એની આંખો ના ખૂણા લૂછ્યા ને આગળ વાત કરી. સિડ ના મૃત્યુ ના બે મહિના પછી મને ખબર પડી કે હું પ્રેગનન્ટ છું. બસ મારું અને સિડ નું બાળક એ જ મારો દીકરો નિલય. રીઝા એ વાત પૂરી કરી.ઓહ ગોડ તારા જીવન ની આટલી મોટી વાત તે તો ક્યાંરે મને કરી જ નહિ . હા ..કરે પણ શું કામ, તને એમ કે આતો મસ્તી મજાક કર્યા કરે છે આ છોકરા ને જીવન ની હકીકત શું સમજાય ? પલ્લવ થોડો ગુસ્સા માં બોલ્યો. અરે એવું નહતું .મારા અમુક ફ્રેન્ડ્સ પણ મારા સિંગલ મધર હોવાની વાત પર મોં બગાડે છે મને લાગ્યું કે ક્યાંક તું મારા વિશે કઈ ખરાબ ના વિચારવા લાગે એટલે મે ક્યારે તને કીધું જ નહિ રિઝા એ સફાઈ આપતા કહ્યું.

સારું કઈ નહિ પણ હું તારા ઘરે આવી શકું,? પલ્લવે પૂછ્યું.હા કેમ નહિ રિઝા એ કહ્યું. પણ આપણે આજે તો મળ્યા હવે ઘરે કેમ ,? રિઝા એ તરત જ વળતો સવાલ કર્યો. અરે ભાઈ મારા ફ્રેન્ડ ના દીકરા સાથે રમવા અને એને રમાડવા, હવે બોલ ક્યારે આવું એને મળવા ?પલ્લવ બોલ્યો. ઓકે એમ .તો તો તું ગમે ત્યારે આવ રિઝા એ કહ્યું . અચાનક જ પલ્લવ ને એક રમકડાં ની દુકાન નજરે પડી એ રિઝા ને ત્યાં જ બેસી રહેવા કહી દુકાન માં ગયો ને એક મસ્ત નાનકડી કાર લાવી ને રિઝા ના હાથ માં મૂકી . આ શું,? રિઝા એ પૂછ્યું. નિલય માટે ની મારી પહેલી ગિફ્ટ પલ્લવ બોલ્યો. બસ પછી બન્ને જણ છૂટા પડ્યા. રિઝા ને મન માં ખુશી હતી કે પલ્લવ બીજા ની જેમ કોઈ છોકરી માટે ખરાબ નથી વિચારતો .હવે તો પલ્લવ અને રિઝા ની દોસ્તી વધારે મજબૂત બની ગઈ હતી . હવે પલ્લવ જ ચેટ માં નિલય વિશે પૂછી લેતો હતો. રિઝા એ વાત થી સંતોષ અનુભવી રહી હતી ફેસબૂક જેણે લોકો ફેક બુક પણ કહે છે ત્યાં એણે એક રિયલ ફ્રેન્ડ મળી ગયો હતો.

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED