Cafe cum library books and stories free download online pdf in Gujarati

કેફે કમ લાઇબ્રેરી

ઓફીસથી કંટાળીને ઘરે જઈ રહી હતી અને રસ્તામાં જ મેં એક કેફે જોયું આમતો રોજ મોડું થતું હોય ઘરે જવાનું એટલે ક્યારેય બીજે ઉભા રહેવાનું થાય જ નહીં પણ આજે થોડું વહેલું હતું તો મને થયું લાવને થોડીવાર કેફમાં જ બેસી આવું આમેય ઘરે વહેલા જઈને શુ કરીશ .આમ વિચારી હું કેફની અંદર ગઈ.પહેલા હું રાહ જોતી રહી કે કોઈ ઓડર લેવા આવશે પણ કોઈ ન આવ્યું એટલે મારે જાતે જ ઓડર આપવા કાઉન્ટર પર જવું પડ્યું .મેં ત્યાં જઈ કાઉન્ટર પર ઉભેલી એક મહિલા ને કહ્યું મેડમ એક કોલ્ડ કોફી પ્લીઝ . મહિલા એ કોફી આપી ને મેં બિલ ચૂકવવા પૈસા પૂછ્યા ત્યારે એ મહિલા એ આપેલા જવાબ થી હું ચોંકી ગઈ. એ મહિલા એ મને પૂછ્યું તમ અહીંની લાઈબ્રેરી માંથી જે બુક વાંચી હોય તેનું નામ અને એ બુક કેટલી વાંચી એ લખાવો અને એ પ્રમાણે કોફી ની અડધી કિંમત ચૂકવી દો. એકસ્ક્યુઝ મી ? હા પેલી મહિલા એ કહ્યું . પણ બુક ને કોફી સાથે શુ લેવા દેવા મેં પૂછ્યું . અરે મેમ તમે પહેલીવાર આવ્યા છો અહીં ? હા કેમ ? મેં કહ્યું
“મેમ આ માત્ર કેફે નહિ કેફે કમ લાઈબ્રેરી છે “તમે બહાર બોર્ડ ના વાંચ્યું મહિલા એ જવાબ આપ્યો . નહિ મેં તો કઈ જ નથી વાંચ્યું અને આ કેફે કમ લાઈબ્રેરી એટલે? એટલે એમ મેડમ કે અહીં જે કોઈ કસ્ટમર આવે તેણે કેફે ની લાઇબ્રેરી માંથી કોઈ પણ બુક નાની મોટી કોઈપણ એક બુક વાંચવી જ પડે છે.અરે આ તે કેવી વાત આ તો જબરજસ્તી કહેવાય મારે કોઈ બુક ના વાંચવી હોય તો?મને આ રાજાશાહી ચલાવવા જેવી વાત લાગી એટલે મેં ગુસ્સા માં જ વાત કરવા નું ચાલુ કર્યું.હું અહી બુક વાંચવા નહિ કોફી પીવા જ આવી છું , એક તો કોફીના પુરા પૈસા પણ આપવાના ને તમારી આવી બુક્સ વાંચી ને એના પણ પૈસા આપવા ના, મારે કોઈ કોફી નથી પીવી તમે જ રાખો આ અને હા આમ ખોટી વાતો થી લોકોને લૂંટવાનું છોડી દો. આટલું બોલી હું ત્યાંથી નીકળી ગઈ.પેલી મહિલા મને રોકવા બુમ પાડી રહી હતી :અરે મેડમ , સાંભળો..મેડમ પણ હું નીકળી ગઈ.
બીજા દિવસે હું ઓફીસ ગઈ. લન્ચ ટાઈમ થયો .બધાની ઓફિસમાં આ ટાઈમ ગોસિપ માટે જ ફેમસ હોય બસ અમે બધા પણ એ જ કરી રહ્યા હતા ,એવામાં મને કાલની વાત યાદ આવી મેં બધા ને આ કેફે વિશે વાત કરી.ત્યાં અમારા જ ગ્રૂપમાંથી એક જણ બોલ્યું .અરે હા આ કેફે તો થોડા સમય પહેલા જ શરૂ થયું છે , મેં હમણાં જ એક ફ્રેન્ડ પાસે થી નામ સાંભળ્યું હતું.કેફે કમ લાઈબ્રેરી આવું જ નામ છે એનું. નામ સાંભળતા બધા ને નવાઈ લાગી અને બધા ને આ વિશે વધુ જાણવાની ઉત્સુકતા થઈ . એટલે પેલા કલીગ આ વિશે આગળ માહિતી આપતા બોલ્યા આ કેફે ની ખાસિયત એ છે કે જો તમે કેફે ના કાઉન્ટર પર ઓડર આપ્યા પછી તમારો ઓડર આવે ત્યાં સુધી ત્યાંની લાઈબ્રેરી માં પડેલી કોઈપણ મનગમતી બૂકના બે -,ચાર પેજ પણ વાંચી લો તો તમારી કોફી નું તમારે માત્ર અડધું બિલ જ ચૂકવવાનું. શુ ગપ્પાં મારે યાર આમ તો એ કેફે ના ઓનરને ખોટ જાય ,એમણે શુ ખબર કોણે ખરેખર બુક વાંચી કે પછી એમ જ નામ કહી દે તો? મારી બીજી ક્લીગે સવાલ કર્યો. આ વિચાર મને પણ આવ્યો હતો પણ હું ચૂપ જ રહી. આ સવાલનો જવાબ આપતા પેલા ક્લીગે કહ્યું મારી ફ્રેન્ડ ત્યાં જઈ આવી છે તેણે મને કહ્યું કે ત્યાં કાઉન્ટર પર એક ચોપડો રાખેલો હોય છે જેમા એ સમયે કેફે ની લાઈબ્રેરી મા મુકેલી બધી જ બુક્સ ના નામ લખ્યા હોય છે અને નામ ની સામે અમુક વિગતો જેવી કે બુક ના પાત્રો, બુકમાં આવતી કોઈ જ્ગ્યા નું નામ વગેરે .આ વિગતો આપણે ભરી દઈએ એટલે એ આપણા ઓડરનું અડધું બિલ બનાવી ને આપી દે.વાહ મને આ સાંભળી આનંદ થયો.મેં વિચારી લીધું કે હું રવિવારે આ કેફે માં જઈશ જ. લન્ચ ટાઈમ પૂરો થયો બધા કામે વળગ્યા .ને સાંજ થતા બધા ઘરે ગયા.
રવિવાર આવ્યો મારે પેલા કેફે માં જવાનું હતું.હું ફ્રેશ થઈ ને પછી ત્યાં પહોંચી . કેફે માં આજે કઈ વધુ જ ભીડ હતી.મને એમ થયું કે લોકો એક કોફી ના પુરા પૈસા આપવામાં આટલી કંજૂસાઈ કરતા હશે કે માત્ર થોડા પૈસા બચાવવા અહીં આવી ને બુક વાંચી લેવા તૈયાર થાઇ જાય.હું ઓડર આપવા કરતા આ કેફે વિશે જાણવા ઉત્સુક હતી એટલે મેં ત્યાં જ એક ટેબલ પર બેસેલા ગ્રુપ પાસે જઈ વાત કરવા વિચાર્યું. હું તે લોકો પાસે ગઈ ને મેં આ કેફે વિશે અને આજે આ કેફે માં ભીડ કેમ વધુ છે એ વિશે એ બધા ને પૂછ્યું. એક છોકરી એ મને જણાવ્યું કે મેમ આ કેફે નો નિયમ છે કે તમે જે બુક લાઇબ્રેરી માંથી વાંચવા લો એ બુકના જો બે-,ચાર પેજ વાંચીએ તો અડધુ બિલ ચૂકવવા નું પણ જો એ જ બુક તમે બે ત્રણ દિવસ અહીં આવીને આખી વાંચીને પુરી કરો તો .બુક પુરી કર્યા પછીના બીજા દિવસે અહીં કોફી ફ્રી મા આપવામાં આવે છે પછી એ કોઈપણ કોફી હોય. એણે આગળ જણાવતા કહ્યું ,એટલું જ નહીં મેમ દર રવિવારે અહીં જેને જે બુક વાંચી હોય એ બુક વિશે ચર્ચા પણ કરે છે અને રવિવારે આવનાર દરેક કસ્ટમર ને અહીં પોતાનું ટેલેન્ટ બતાવવું હોય તે માટે પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે, અને મેમ એક ખાસ વાત અહીં બેસીને જેણે પણ બુક્સ વાંચવી હોય એ વાંચી શકે છે એમની પાસે કોઈ પૈસા કે ફી લેવા માં આવતી નથી.હા પણ બુક વાંચ્યા પછી કાઉન્ટર પર મૂકેલ ચોપડા માં બુક ના નામ ની સામે આપેલી વિગતો ભરી ને જ જવાનું.
આ બધું સાંભળ્યા પછી મને મારા તે દિવસના વર્તન પર અફસોસ થયો. હું કાઉન્ટર પર ગઈ પેલી મહિલા મને તરત જ ઓળખી ગઈ ને કહેવા લાગી જોવો મેડમ અમે અહીં કોઈ ….તમારે સફાઈ આપવાની કોઈ જરૂર નથી મેં એમને વચ્ચે જ અટકાવતા કહ્યું , મને તમારા કેફે ના નિયમો વિશે જાણ થઈ ગઈ છે. મારા વર્તન માટે સોરી .અને હા તમે મને તમારો નંબર આપી દો , હું એક પત્રકાર છું અને હું તમારા અને તમારા કેફે વિશે અમારા ન્યુઝ પેપર માં લેખ છાપવા માંગુ છું ને તે માટે તમારું ઇન્ટરવ્યૂ લેવા આવીશ મારી ટિમ સાથે. ઓહ મેમ ..મારુ નામ રેવતી છે .આ લો નંબર.
ઓફીસ માં બોસ ની પરવાનગી લઈ થોડા દિવસ પછી હું મારી ટિમ સાથે રેવતી નું ઇન્ટરવ્યુ લેવા આવી . તમને આવો વિચાર કેવી રીતે આવ્યો આ કેફે કમ લાઈબ્રેરી બનાવવાનો ? મેં પેલા આ જ સવાલ પૂછ્યો કારણ કે મને જ તો સૌથી વધારે ઉત્સુકતા હતી જાણવાની . રેવતી એ જવાબ આપ્યો આ વિચાર મારો કે મારા પતિ નો નહીં મારી દીકરી નો હતો .રેવાનો . એ અત્યારે એ હોસ્ટેલ મા છે.એ 10 મા મા હતી .ત્યારે એક દિવસ અમે બધા એક હોટેલમાં જમવા ગયા હતા.એ હોટેલમાં નિયમ હતો કે કસ્ટમર જમી રહે પછી એને કઈ પણ નાની ગિફ્ટ આપવી .. રેવાને તે દિવસે ગિફ્ટમાં એક બુક મળી અને એ જોઈ એ બોલી મમ્મી આ કેટલું સારું ને ફ્રીમાં એક બુક વાંચવા મળી ગઈ. બસ એ જ વિચાર પરથી અમને આ કેફે નો વિચાર આવ્યો અને અમે અહીં વડોદરા માં હમણાં જ આ કેફે કમ લાઈબ્રેરી ની શરૂઆત કરી છે.
હવે ન્યુઝ પેપરમાં એડ જોઈને આ કેફે બીજા શહેરમાં પણ જાણીતું થઈ ગયું છે.
સમાપ્ત
By diya modh

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED