સંબંધની પરંપરા - 14 Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધની પરંપરા - 14

મીરાંને ગીતા સાથે વાત કરવાની ઉતાવળ તો હતી જ. એટલે જલ્દી જલ્દી કામ કરવા લાગી.એટલામાં મીરાંના બાપુ ધરમભાઈ આવી ગયા.

મીરાં ફળિયું વાળીને કચરો નાખવા બહાર જઈ રહી હતી.એના બાપુને આવતા જોઈ એણે ફળિયામાંથી જ એની માં ને બૂમ પાડી..

મીરાં : "ઓ માં...બાપુ આવી ગયા.પાણી ભરી દેજો ને..હું કચરો નાખવા જાઉં છું ...આવી હમણાં."(એટલું કહી એતો આતુર નયને ડેલા તરફ ચાલી)

ધરની અંદરથી જાનબાઈનો અવાજ આવ્યો..

જાનબાઈ : અરે એ મીરું ..તારે એવી તે હું ઉતાવળ સે..તું જ પાણી દેતી જા.આ માખણ કરુસું તે મારા હાથેય હારા નથ.

પણ. મીરાં તો એની જ ધૂનમાં ઉતાવળી થતી કંઈ સાંભળ્યા વગર જ ચાલી ગઈ. ઘરમભાઈએ એને આમ ઉતાવળે જાતા જોઈ પણ કંઈક જરૂરી કામ હશે એમ વિચારી એને ન રોકી.


ધરમભાઈ : (અંદર આવી જાતે પાણી લેતા)"તારી લાડકીનો પગ કયાં થંભે તે તારી વાત હાંભળવા રોકાય."

જાનબાઈ :" આ છોકરીનુંય મારે હું કરવું કોય કામમાં એનુ મન લાગતુ નથ."

જાનબાઈથી ઉતાવળે આટલું બોલતા તો બોલાઈ ગયું.પછી કાલની વાત યાદ આવતા થયું કે રખેને બીજી વાત પણ બોલાઈ જાત તો એટલે મનોમન પસ્તાવો કરી ચૂપ રહી ગયા.


બીજી તરફ કચરો નાખવાના બહાને મીરાં ગીતાના ઘરની પરિસ્થિતિનો અનુસાર મેળવવા ગઈ હતી. બહારથી જોયું તો ઘર ચોખ્ખું ચણાક. બધા જ કામ થઈ ગયા હોય તેવું લાગ્યું.ત્યાં જ અંદરથી કોઈ અપરિચિત અવાજ સાંભળતા એણે એવું અનુમાન લગાવ્યું કે કોઈ મહેમાન આવ્યા હશે. થોડીક વાર ડેલા સામે ઊભા રહી ગીતાને જોવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. એટલે એ પણ એમ જ નિરાશ થઈ ઘરે પાછી ફરી ગઈ.

બીજી તરફ મોહનના ઘરે આજે ખૂબ જ આનંદમય વાતાવરણ હતું.પોતાના પ્રિય મેડમ માટે નવા ખંડની વ્યવસ્થા કરવામાં આવી. તાત્કાલિક તો રૂમ કયાંથી બને એટલે મોહનના માટે બનાવેલા રૂમમાં જ આ વ્યવસ્થા થઈ. તેમાં જ સરસ મજાનું મંદિર ગોઠવાયું. નાનકડા કબાટમાં પુસ્તક લાયબ્રેરી પણ એક ખૂણામાં ગોઠવાઈ. આરામ ખુરશી અને નવા વાણના ખાટલામાં દેશી રૂના ગાદલાની પથારી પથરાઈ.કોઈ જ અગવડ ન રહે એ રીતે બધુ ગોઠવી દેવાયું.જાણે ધરના જ કોઈ નવા સભ્ય માટે હોંશથી ઓરડાને ચકચકિત કરાયો.પછી બધા પોતપોતાના કામે લાગ્યા ને રોજનું વ્યવસ્થાતંત્ર રોજના કામમાં પરિવર્તિત થવા લાગ્યું. જાણે રોજીંદા ક્રમમાં કોઈ પરિવર્તન નથી થયું એમ જ ધરનું તંત્ર ચાલવા લાગ્યું.મોહન પણ ખુશી પામી હળવે હૈયે કામે વળગ્યો.એને કયાં ખબર કે ત્યાં મીરુંની મનોદશા કેવી થઈ હશે.એને અત્યારે એ વિશેનો કોઈ વિચાર સુદ્ધા નહોતો.

મીરાંની મનોદશાનો તો મોહનને અણસાર સુદ્ધા નહોતો એટલે એ તો પોતાના રોજના કામમાં મશગૂલ થઈ ગયો,પણ અહીં મીરાંને કયાંય ચેન નથી.

એટલામાં ગીતા પોતે જ મીરાંને શોધતી મીરાંના ધરે આવી પહોંચી અને સાદ દીધો.

ગીતા : "મીરું....ઓ મીરું.."

મીરાં : (અવાજ સાંભળીને ઉતાવળી થતી ) આવી...

મીરાં ઝડપથી ગીતા પાસે આવીને એ વાત જાણવા ઉતાવળી થવા લાગી...એટલે ગીતાએ કહ્યું અહીં નહીં મંદિરે જ જઈએ.તું તારા બાને કહીને આવ. હું તારી વાટે ચોકમાં ઉભી છું.પાછી જલ્દી આવજે..મારે પણ બધું કામ બાકી છે.મીરાં મંજુરી લેવા ઘર ભણી ગઈ અને ગીતા એની રાહ જોતી આકુળ વ્યાકુળ થતી ચોકમાં ઉભી છે.પણ,એની નજર મીરાંની આવવાની દિશામાં મંડાયેલી છે.એટલામાં એને એટલી જ આતુર અને જાણે દોટ મૂકી હોય એટલી ઝડપથી મીરાં આવતી દેખાઈ.

શું મીરાં વાત જાણી શકશે ? ગીતા હકીકતથી વાકેફ હશે? એ સાચી હકીકત જણાવી દેશે ...?

વાંચો આવતા અંકે....