સંબંધની પરંપરા - 9 Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધની પરંપરા - 9

મોહન અને મીરાં સીતા દાદીને પોતાની સાથે લઈ જવાની મથામણ કરતા હતા. હજી આ દ્રશ્ય આમ ચાલતું હતું અને સંવાદો રચાઈ રહ્યા હતા. એટલામાં મગનકાકા ત્યાં આવી પહોંચ્યા... આવી અને સીતાદાદીને કહે તમે કેટલા દિવસથી મીરુંના નામનું રટણ કરતાં હતાં ને....... તો જુઓ, તમારી મીરું તમને લેવા આવી પહોંચી.

સીતા દાદી કહે ..."તમારી વાત સાચી મગનભાઈ, અમારું લાગણીઓનું સીધો જોડાણ છે. એટલે ,મારા યાદ કરવા માત્રથી એ અહીં આવી પહોંચી. પણ, ખરી વાત તો એ કે માત્ર મીરું નહીં... પણ, મીરુંના કહેવાથી મને મારો મોહન લેવા આવ્યો છે.....!"

ભગવાને અમારા જેવા શિક્ષકોને કંઈ અમસ્તો જ માતાનો દરજ્જો થોડો આપ્યો હશે...! અમારા માટે અમારા દરેક વિદ્યાર્થી અમારા જ સંતાનો છે, એ વાતમાં કોઈ બેમત નથી. ભાગ્યશાળી હોય છે એને જ શિક્ષક તરીકે જીવન જીવવાનો મોકો મળે... અને પોતાના દરેક વિદ્યાર્થીને માતૃવત સ્નેહ આપવાનો પણ....

મોહન અને મીરાં ખુશ થઈ ગયા. એમને થયું કે હવે સીતા દાદી એમની સાથે આવશે. એટલે મોહને મીરાંને કહ્યું ચાલ... હવે તું સીતા મેડમનો સામાન પેક કરી દે.

મોહને મગનકાકા તરફ જોઈ કહ્યું.."અમે લઈ જઈ શકીએ ને , અમારા પ્રિય ગુરુજીને....?"

મગન કાકાને તો શું થઈ રહ્યું હતું તેની જાણ ન હતી...! એ તો પ્રશ્નાર્થ દ્રષ્ટિએ ઉભા હતા. મીરાં તરફથી તેની દ્રષ્ટિ મંડાયેલી હતી.

મીરાંએ કહ્યું..." કાકા ખૂબ લાંબી વાત છે અમે તમને પછી કહેશું... અત્યારે તો અમને દાદીને લઈ જવાની સંમતિ આપો".

મગનકાકા દાદી સામું જુએ તો ઘડીક મીરાં સામે જૂએ અને મંદ મંદ હસ્યા કરે... આ જોઈ મીરાનો ચહેરો નાના બાળક જેવો રડમસ થઈ ગયો...

તે મગન કાકાને કહે .."હસો છો શું... કાકા...!પ્લીઝ ...સંમતિ આપોને..?"

મગન કાકા કહે .."જો તેવું આવવા તૈયાર હોય તો હું ક્યાં કોઈ ને રોકવાનો હતો. પણ, હું જેટલા એમને ઓળખું છું એ જોતાં તો મને પણ એ પ્રશ્ન છે કે એ આવશે...?

મોહન અને મીરાંએ એક સાથે કહ્યું..."હા, આવશે જ.. કેમ ના આવે...?

મીરાંએ રડમસ ચહેરે પૂછ્યું .."આવશોને ..દાદી..?"

સીતા દાદી કહે "અહીં રહેવામાં મને કોઈ તકલીફ નથી. હું અહીં ખુશ જ છું ...એ તું ક્યાં નથી જાણતી..! તો આજે આ જીદ શા માટે..?

મોહને કહ્યું... "પણ, તમારે ક્યાં એની સાથે જવાનું છે? હું તો તમને મારા ઘરે લઇ જવા આવ્યો છું."

મીરાં પ્રેમભરી દ્રષ્ટિએ મોહન તરફ જોઈ રહી...

મોહને કહ્યું.. "તમારે તમારી મીરું અને મોહનની સાથે જ જીવવાનું છે.હવે હું તમારી કોઈ વાત સાંભળીશ નહીં. તમે અમારી સાથે આવો છો. બસ...આવો છો.

મોહને મીરાં પાસેથી સામાનની બેગ લઈ લીધી અને બહાર નીકળી જાય છે. જતા જતા કહે છે.. "હું બહાર ઉભો તમારી રાહ જોઉં છું. કોઈ સામાન બાકી હોય તો સમેટીને તમે આવો. ત્યાં સુધીમાં હું ઓફિસની ફોર્માલીટી પૂરી કરી દઉં.

સીતા દાદી પાસે સાથે જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તે મીરાં સાથે બાકીનો સામાન પેક કરી ચાલતા થયા. ચાલતા-ચાલતા રૂમના દરવાજે પહોંચ્યા ત્યારે, તેમનાથી એકવાર પાછળ જોવાઈ ગયું. અને અંતર મનમાં રહેલ વેદના અને લાગણીઓનો સાગર આંખોના રસ્તે એક સાથે પ્રવાહિત થવા લાગ્યો. સીતા દાદીથી ફરી રડાઈ ગયું.જાણે કોઈ નવોઢાને પિયર છુંટ્યુને મનગમતા મનેખની વાટ મળી હો.કંઈકેટલાય વખતની સારી નરસી સ્મૃતિને ત્યજી આજે ઓચિંતુ જવાનો તો એને સ્વપ્નેય વિચાર નહીં કર્યો હોય.

દાદીની આગળની સફર કેટલીક રોચક હશે એ જાણવાની ઈચ્છા માટેની મંઝિલને પામો..

વધુ આવતા અંકે...

-ડૉ.સરિતા (જલધિ)