સંબંધની પરંપરા - 3 Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધની પરંપરા - 3

બે પાત્રો મોહન અને મીરાંની સગાઈ નકકી થાય છે અને સાથે બેસીને વાતચીત કરતા તેની શહેરમાં આકસ્મિક થયેલી પ્રથમ મુલાકાતને યાદ કરે છે.એની સાથે મીરાંની એ મુલાકાતમાં તેની સાથે રહેલા વૃદ્ધા કોણ છે? આશ્રમમાં રહી એની સાથેની મીરાંની લાગણી જોઈ મોહન મીરાંને કેટલાક પશ્નો કરે છે કે તે કોણ છે??...


ખરેખર, તે આશ્રમમાં આવ્યા કઈ રીતે ? એમની સાથે શું બન્યું? એ પણ હું કંઈ જાણતી નથી. પણ હા ,જ્યારે જ્યારે હું તેમને ક્યાંક લઈ જાઉં છું ને અમે રસ્તા ઉપર જઈએ છીએ ત્યારે તેમની નજર તેની જાતને છૂપાવવા મથતી હોય એવો ભાસ મને ઘણી વાર થયો છે. પણ, હું એ વિશે કોઇ પ્રશ્ન પૂછવાની હિંમત કરી શકી નથી.

તમે આવ્યા ત્યારે શહેરમાંથી આવ્યાને મારે બે દિવસ થયા હતા અને હું એમના મનોમંથનમાં જ હતી કે તેઓ શું કરતા હશે ?

આ વાત સાંભળી મોહનને પણ આમા કંઈક વિચિત્રતા લાગી..મોહને મીરાંને કહ્યુ શું તું મારી સાથે આવીશ..!?

પહેલા તો મીરાંને પણ આમા કંઈ સમજ ના પડી કે મોહન સીધુ તેને ક્યાં જવાનું કહે છે.પણ, આટલા ટૂંકા પરિચયમાં એ મોહનને એટલો તો ઓળખી જ શકી હતી કે, એ નૈતિકતા અને સમાજથી પર થઈ કંઈજ નહી કરે.એટલે વિના વિચાર કર્યે હા કહી દીધી.

બીજા દિવસે વહેલી સવારે જ જવાનું નક્કી કર્યું.પણ,મીરાં ઘરેથી શું કહીને જાય..? સીધું કહીને પરવાનગી માંગે તો મળવાની જ નથી એ જાણતી હતી એટલે કોઈ બ્હાનું કરીને જ જવું પડે..એણે પરીક્ષાલક્ષી કોઈ કામ માટે શહેરમાં જવું પડે એમ છે એવું કહી પરવાનગી મેળવી લીધી.મોહન અને મીરાં બંને બસમાં શહેર તરફ રવાના થયા..

મોહન બસની બારીમાંથી બહાર જોતા જોતા કંઈક વિચારમાં હોય એમ સ્થિર છે અને મીરાં પ્રશ્નાથૅ દ્રષ્ટિથી એને જોવામાં સ્થિર છે.ઓચિંતાનો બ્રેકનો ધકકો લાગવાથી બંન્નેનું ધ્યાન તુટે છે.અનેક વાર પુછવા જતા અધખુલા હોંઠ આખરે ખુલી જ ગયા ...મીરાં એ પૂછી જ નાખ્યું કે "તેઓ ક્યાં જઈ રહ્યા છે?".

મોહનના ચહેરા પર મીરાંના આ પ્રશ્નથી હળવું હાસ્ય વ્યાપી ગયું..પણ,મીરાંને તો હજી ઊંડે ઊંડે કંઈકેટલાય સવાલો હતા.

છતાં એણે મોહનને કહ્યું "શું તમે પણ કોઈની મૂંઝવણની મિજબાની કરો છો...!એક તો ઘરે ખોટું બોલીને નીકળવું અને એ પણ એવા કામ માટે કે એ શું છે એની મને સ્વયં જ ખબર નથી.એનો ચહેરો આ વાકયો ઉચ્ચારતા હળવા ગુસ્સા સાથે વધુ સુંદર લાગતો હતો.

મોહન આધુનિક યુગનો સિધ્ધાંતવાદી છોકરો હતો.છતાં એનાથી ના રહેવાયું એણે હળવેથી મીરાંનો હાથ પોતાના હાથમાં લીધો ને એટલું જ કહ્યું.. ઘરેથી આમ વગર પૂછ્યે ચાલી નીકળી હતી તો હવે આ પ્રશ્ન કેમ? તને વિશ્વાસ તો છે ને મારા પર..!?

મીરાં એટલું જ બોલી "તમારા પ્રશ્નમાં જ મારો ઉત્તર છે.આગળ હવે મારે કહેવું જરૂરી નથી .."પછી તો એ આખા રસ્તે કંઈ જ ના બોલી બસ કયારેક કયારેક ત્રાંસી નજરે મોહન તરફ પ્રેમથી જોઈ લેતી..

આ મૌનમા જ રસ્તો કપાઈ ગયો અને સ્ટેશન આવી ગયું મોહને નીચે ઊતરી હાથ લંબાવ્યો.એને આધાર લઈ મીરાં પણ નીચે ઊતરી સાથે સાથે ચાલવા લાગી.

ત્યાંથી નીકળી બંન્ને રસ્તાની એક બાજુ ચાલવા લાગ્યા અચાનક મીરાંને એ રસ્તા,પરિચિત દેખાવા લાગ્યા..થોડું ચાલ્યા ત્યાં તો આશ્રમ રોડ આવી ગયો. આ બધું જોઈ મીરાંના રોમેરોમમા કંઈક અનેરી ખુશી હતી.પરંતુ,હજી એક પ્રશ્ન તો એમનોએમ જ હતો કે મોહન હવે શું કરશે? આ વિચારમાં તે ફરી ખોવાઈ ગઈ.


વધુ આવતા અંકે..


-ડૉ.સરિતા (જલધિ)