પ્રોજેક્ટ પ્રલય - 15 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રોજેક્ટ પ્રલય - 15

પ્રકરણ ૧૫

યુનો મહાસભા હોલ

અલ-વાસીએ ફરી મતદાન શરૂ કર્યું.

હોલના આગલા ભાગમાં પેનલો પર ૭૦ બટનો લીલાં ઝબકતા હતા અને ૭૯ લાલ. હોલમાં એલચીઓને બે અઠવાડિયા થઈ ગયા હતા. ખુદ અલ-વાસીનું શર્ટ ગંદુ અને કરચલીવાળું થઈ ગયું હતું. દાઢી પણ વધી ગઇ હતીં એલસી બેન ઈશાઈએ અલ-વાસીને આંગળી ચીંધી અને બોલવાનું શરૂ કર્યું.

પણ અડધા વાકયે જ તે ભોંય પર બેભાન થઈ ઢળી પડ્યો. આરબ મુસબ ઉમર પાછળથી આવ્યો અને રાયફલની નળી બેન-ઈસાઈની ખોપરી ઉપર ફટકારી. પછી તે તેની જગ્યાએ પાછો ફર્યો.

અલ-વાસીએ પ્રવચન શરૂ કર્યું. ' હવે અમારી ધીરજનો અંત આવ્યો છે. આજથી ખોરાક બંધ. ટોયલેટ પાણી બંધ. પેલેસ્ટાનીયનોના હાથ લાંબા છે. આ વેળા અમે જબરદસ્ત હુમલો કરીશું...'

પાછલી સીટમાં એક એલચી રડી પડયો.

*

ન્યુયેાર્ક સીટી

ન્યુયોર્કના સોહો વિસ્તારમાં સ્પ્રીંગ સ્ટ્રીટ એક શાંત બ્લોકમાં બે એલેફ કમાંડોએ બાજુ બાજુમાં બે રૂમ ભાડે રાખ્યા હતા. તેમણે પોતાની ઓળખાણ ન્યુયેાર્ક યુનીવરસીટીના ગ્રેજ્યુટ વિદ્યાર્થીઓ તરીકે આપી હતી. તેમણે મકાન-માલિકને બે મહિનાનું ભાડું પણ એડવાન્સ આપી દીધું હતું. એક જ કલાકમાં તેમના દસ સાથીઓ મુલાકાતે આવ્યા.

'અવરામે આદેશ આપી દીધા છે, ' મરડેકાર્ડ ઓફીરે કહયું. ‘ કટોકટીની ઘડી આવી પહેાંચી છે. કદાચ આપણને હવે હોલને મુકત કરવાની સુચના પણ મળે.

તેણે એક કવર ખાલ્યું અને અંદરથી ફોટા કાઢી એક જણને આપ્યા.

 

'ડેની,' તેણે કહયું. 'આ ફોટાઓનું ધ્યાનથી અવલેાકન કર. ચાર જણાને લઇને ડેલીગેટોના એન્ટ્રન્સ સામેનો ભાગ આખો સમજી લે. અને તૈયાર કર.'

ડેની ગયો.

ઓફીરે બાકીનાને પ્લાન સમજાવ્યો. ‘ આનો બરાબર અભ્યાસ કરો. આપણે આ માગૅ લઈશું. ડેલીગેટોના બારણાથી મકાનમાં થઈને સીડીથી બારણાથી હોલમાં.’

‘સુરંગનું શું?’

'અવરામ માને છે આ ખાસ બારણામાંથી આપણે અંદર જવાના છીએ તે બારણે સુરંગ નહિ હોય.'

'તેણે શી રીતે જાણ્યું?'

'જાણ્યું.'

'ખોટો હોય તો?’

'હશે,’ ઓફીરે કહયું. ‘ફોટો જુઓ. યાદ કરી લે.'

'અવરામ આપણી સાથે હશે?'

'તે મકાનમાં આપણી સાથે પ્રવેસશે. પણ આપણા પહેલાં હોલમાં પ્રવેશશે. તે આપણાથી અલગ હાલમાં રહેશે.'

'કેટલી વાર?’

'કંઈ નક્કી નહિ. મીનીટ,' ઓફીરે કહયું. 'અવરામ પાસે નાનું ટ્રાન્સમીટર હશે. બારણા બહાર આપણી પાસે રીસીવર હશે. હવે આપણે આપણો જીવ બચાવવાનો હોય એ રીતે કામ કરીશું.'

*

૧૮મી ઓકટોબર

બે દિવસ પછી. સી. આઇ. એ.ના ડાયરેકટર અને યુ. એસ. આર્મીના વ્યુહાત્મક યોજનાઓના વડા વચ્ચે થયેલી ટેલીફોન પરની વાતચીતની ટ્રાન્સ્ક્રીપ્ટ -

વીલીસ્ટન : હલેા, જનરલ. ખરાબ સમાચાર છે.

સાઈકસ : ફરી તેમણે આપણને મહાન કર્યાં.

વી : હા.

સા : આફ્રિકામાં ?

વી : હા.

સા : ક્યાં ?

વી : ઘાના.

સા : ધાના ? ઘાનામાં તો ફક્ત કાબીયા

અને કોકા જ પાકે છે.

વી : ( સંભળાય એવું નથી. )

સા : નુકશાન ?

વી : ઘણું. તેમની પાસે છ વિમાન હતા.

સા : ઓસ્ટ્રેલીયાની જેમ ?

વી : હા. કેકોડીલીક એસીડના બે તૃતીયાંશ ઉત્પાદનનો હતું ન હતું કરી નાખ્યું. બદમાશોએ.

સા : ઘણું ખરાબ.

વી : હા.

સા : બચાશે ?

વી : ભાગ્યે જ. કુલ પાકના ૪૦ ટકા ખલાસ કરી નાખ્યો.

સા : મતલબ ?

વી : દેશની ખાના ખરાબી. નાદાર થઈ જશે.

સા : લેાન ?

વી : ચોક્કસ. પણ ઘાનાને લેાન પહોંચે એ પહેલાં એ પહેલાં તો ત્યાં ઉથપાથલ મચી જશે. સાઃ વિમાનો ત્યાં કઇ રીતે પહોંચ્યા ?

વી : પાયલોટોને ઠાર મરાયા. બધા કાળીયા હતા. તેમણે સ્થાનિક બરતી કરેલા ક્રાંતિકારીઓ હતા આફ્રિકન ઝનૂનીઓ.

સા : પ્રત્યાઘાતો ?

વી : ચડાઈની વાતો ચાલે છે.

સા : બેકાર.

વી :તેઓ માથા ભારે છે. ચડાઈ કરે પણ ખરા.

સા : ઈઝરાયલીઓ તેમના છોતરાં ઉખેડી નાખશે.

વી : હાલ એવું થવા દેવું જોઈએ નહિ.

સા : ના.

વી : બરાબર છે.

સા : આવા હાલ આપણા ન થાય તે જોવાનું રહ્યું. વી : અત્યારે એની ચર્ચા ન કરીએ.

સા : તો બીજું શું કરવું ? યહુદીની સામે તો એ કરી શકીએ તેમ નથી.

વી : ના.

સા : તો ?

વી : આફ્રિકાને પુન : સંગઠિત કરવામાં આવી રહયું છે.

સા : મોડા પડયા. વી: આ ચાલુ રહયું તો આફ્રિકાને બીજો ફટકો પડશે.

સા : ચાલુ રહયું તો આપણે જ મરી જઈશું.

વી :હા. ૮ વાગે મળીશ, જનરલ.

સા : (સંભળાતું નથી.)

*

ન્યુયોર્ક સીટી

કેપ્ટન દ પેટ્રો બ્રુકલીનમાં બેન્સન હસ્ટૅ માં તેનાં એપાટૅમેંટ તરફ જતો હતેા. બે અઠવાડિયા ઘણાં ભયંકર વીત્યા હતા. આરબો તેા કાબીયાઓ કે પ્યુએટૉ રીકનો કરમાં ય ઘણા ખરાબ નીકળ્યા હતા.

કૅપ્ટન પેટ્રો જેહા તેના રૂમમાં પ્રવેશ્યો અને બારણું બંધ કર્યું કે બે ધાનુની નળીઓ તેના લમણામાં ધોંચાઈ ગઈ હતી.

'ખબરદાર?'

એ અવાજ ફેંચ ઢબનો હતો.

એ પછી હોલવેમાંથી બીજા બે શખ્સ આવ્યા. બંનેના હાથમાં સાયલંસર ચડાવેલી પીસ્તોલો હતી.

'કેપ્ટન દ પેટ્રો, મારું નામ બાર છે. અમે ઇઝરાયલી સીક્રેટ સીવૅસના ઓફિસરો છીએ. અમે તેને ઈજા પહોંચાડવા માગતા નથી પણ જરૂર પડે તો તારૂં ભેજું પણ ઉડાવી દઈ શકીએ તેમ છીએ. સમજયો?'

' હા.'

બારે કહયું, ‘કીચનમાં ચાલ.'

તેઓ કીચનમાં ગયા.

કીચનમાં તેની પત્ની અને પંદર વર્ષની દીકરી ખુરશીમાં બંધાયેલા બેઠા હતા. તેમના મોંમાં ડુચા હતા.

બારે કહયું, 'અમે તારા શહેરમાં લોકોના જીવ બચાવવા આવ્યા છીએ. તે માટે અમને તારા સહકારની જરૂર છે, કેપ્ટન દ પેટ્રો. તારે શું કરવાનું છે તે અમે પછીથી કહીશું. અમે તારા પોલીસ ઓપરેશનથી પુરેપુરા અજાણ છીએ. તેથી ગેરમાર્ગે દોરતો નહિ.'

'હા.'

'મારા માણસેા તારી પત્નિ અને દીકરીને એક સલામત સ્થળે લઇ જશે. તેમને સુખ સગવડમાં રાખવામાં આવશે.’

પેટ્રોએ ડોકું હલાવ્યું.

‘જો તુ અમારી સૂચનાઓનો અમલ કરીશ તો તારી પત્નિ અને દીકરીને છોડી મુકવામાં આવશે. પણ જો તે અનાદર કર્યો છે તેા એમને મારી નાખવાની અમને ફરજ પડશે. સમજ્યો?'

'હા.'

મીસીસ દ પેટ્રો અને તેની દીકરીને ચાર ઈઝરાયલીઓ બહાર લઈ ગયા. બાર અને બાકીના ઇઝરાયલીઓએ પીસ્તોલો તેમના હોલ્સ્ટરોમાં મુકી.

'સાંભળ, તારે આ કરવાનું છે...' બારે શરૂ કર્યું.

*

બીજી સવારે છ વાગે કેપ્ટન ૬ પેટ્રો ઘેરથી નીકળી ટ્રેનમાં ગ્રાન્ડ સેન્ટ્રલ ટરમીનલ ગયો અને ત્યાંથી યુનોની મહાસભાના બીલ્ડીંગ આગળ ગયો. તે એના મોબાઈલ કમાંડરૂમમાં ગયો. તેણે વેાકી-ટોકી ઉપાડીને સ્વીચ ઓન કરી.

'બધા મને મળવા અંદર આવો, 'તેણે કહયું. વાહનોનાં બારણાં ઉઘડ્યાં. બધા માણસો કમાંડ રૂમમાં આવ્યા.

'વોશીંગ્ટનથી હુકમ આવ્યેા છે. ટોપ–સીક્રેટ. યુ. એસ. પ્રેસીડેન્ટે આ મામલાનો અંત લાવવાનું નક્કી કર્યું છે. તેણે આપણને હોલનેા કબ્જો લેવાની સૂચના આપી છે. તે માટે વેશીંગ્ટને ગુપ્ત રીતે ઇઝરાયલી કમાંડો અહીં આવ્યા છે. કોઈ જાણતું નથી. આ પ્રકારના ઓપરેશન માટે તેઓ ખાસ તાલીમબદ્ધ છે. તેમણે કેટલાય આરબોના ભુક્કા કાઢી નાખ્યા છે. બીલ્ડીંગના કબ્જા માટે તેઓ તમને ઉપલકિયું રિહર્સલ કરાવશે. '

ત્યાં શાંતિ ફેલાયેલી હતી.

'હવે સાંભળેા. તમારે અહીંથી બબ્બે જણાએ, ચાલતાં ચાલતાં, હોટલ ટયુડરના પાંચમા માળે જવાનું છે ત્યાં શહેરી કપડાં પડયા હશે. તે પહેરીને બહાર આવજો. એક બસ પડી હશે. તે તમને તાલીમના સ્થળે લઈ જશે.’

પેટ્રોએ પહેલાં બે નામ બોલ્યા.

અને એક કલાકમાં તો સીટી બસ ૪૬ સાદા વેશધારી પેાલીસોને લઇ જ્યેાજૅ વાશીંગની બીજ તરફ ઉપડી.

૪ કલાક પછી બસ પેન્સીલ્વાનીયા ટનૅ પાઇક આગળ થોભી. ત્યાં ભોજન લઇ બસ ફરી પશ્ચિમમાં ઉપડી.

દરમ્યાન બીજા માણસો ટયુડર હોટલના પાંચમા માળેથી પોલીસ ગણવેશોમાં સજ્જ થઈને યુનો મહાસભાના મકાન આગળ પહેાંચ્યા.

બાર કમાંડ રૂમમાં ગયો.

કૅપ્ટન દ પેટ્રો મેજ પર હાથમાં માથું ટેકવી બેઠો હતો.

બારે કહ્યું, ‘સરસ કર્યું, કેપ્ટન.' તે ખુરશી ખેંચી તેની સામે બેઠો. ‘હવે મને મકાનની અંદરના ભાગ વિશે કહે.'

***