પ્રોજેક્ટ પ્રલય - 7 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રોજેક્ટ પ્રલય - 7

પ્રકરણ ૭

ફોટૅ બ્રેગ

ઉત્તર કેરોલીના

કનૅલ આથૅર મેકડુગલે પેન્ટાગોનથી આવેલા સ દેશાનો ડુચો વાળી દુર ફેંક્યો. સંદેશો. એકાક્ષરી હતો.

'તૈયાર.'

તેનો મતલબ થતો હતો તેના ૨-૩ વોડને યુનોને મુક્ત કરાવવા સક્રિય બનાવવાનું હતું.

કનૅલ મેકડુગલ યુ. એસ. આર્મી સ્પેશીયલ ફોર્સીસના ' ડીટેચમેંટનો વડેા હતેા. આ દળોએ પ્રતિ-ત્રાસવાદી કામગીરીની ફોટૅ બ્રેગ ખાતે ખાસ તાલીમ લીધી હતી. તેના ૧૯૩ સૈનિકો ત્રાસવાદીઓને ડામવા માટેનાં ચુન દા ભડવીરો હતા.

તેણે ફોન ઊઠાવ્યો.

સ્ટાફ ઓફિસર લાઇન ઉપર આવતાં મેકડુગલ બબડ્યો, 'સાબદા થાઓ.'

'યસ, સર,' મેજરે કહયું.

*

મધ્ય સીનાઇ

લડાયક વસ્ત્રોમાં સજજ અવરામ તલ મધ્ય-સીનાઈની ટેકરીઓની વચ્ચે આવેલા તેના મંત્રણાખંડમાં તેના કેટલાક ડઝન ઈઝરાયલી એજન્ટોને સંબોધી રહ્યો હતો. બહારથી કોઈ માણસ જુએ તેા એમ જ લાગે કે તેઓ નિઃશસ્ત્ર હતા. પણ આ તેા હતા. એલેક કુમાંડો હવા કાતિલ ઠંડી હતી.

દૂર વિમાનની ઘરેરાટી સંભળાતી હતી.

'ક્યારથી આપણે જે ગુસપુસ સાંભળતા આવ્યા તેનો અર્થ હવે આજે આપણને સમજાય છે આપણા દુશ્મને ખતરનાક રસ્તો અજમાવ્યેા છે. તેમનો પ્લાન ખુલ્લો છે. સમયસરનો છે. હું માનું છું અલ-વાસીના સાથીઓ ત્રણ-ત્રણ ચાર-ચારની ટુકડીમાં કયારના વિખરાઈ ગયા છે. મારે કમનસીબે વોશીંગનમાં જવાનું છે. જ્યાં હાલ જવાનો મને આદેશ મળ્યોછે. છતાં આપણે સાથે જ કામ કરવાના છીએ.'

તલે તેના ચીફ ઓફ સ્ટાફ મરડેકાઈ ઓફીર સામે જોયું. ઉંચો, ખસખસી વાળવાળો અને સાંસરવી ઉતરી જાય એવી તીવ્ર વેધક આંખોવાળો ઓફીર.

'મરડેકાઈ, આ કમાંડો દળને હું તને સોંપું છું. સમય આવ્યે તું મને બીજા માણસોને લઈને અનુસરજે.'

તલે અકકડ ઉભા રહી માથું સહેજ નમાવ્યું.

'સલામ,' તેણે કહ્યું.

પછી હાથ હલાવી બહાર અંધકારમાં રાહ જોતા વિમાન તરફ ચાલ્યો.

*

પાંચમી ઓકટોબર બીજો દિવસ

શીકાગો

લેક મીશીગનના ઉત્તર કિનાર, ૧૦૦૦ પૂર્વ ઓહિયો સ્ટ્રીટ પર જેમ્સ જાર્ડીન નામનો વિશ્વનો સૌથી મોટો જળ શુદ્ધિકરણ પ્લાન્ટ આવેલો છે. તે રોજનું ૧૭ અબજ ગેલન પાણી સાફ કરી સાત પંપીંગ સ્ટેશનો દ્વારા સમગ્ર શીકાગો અને પ૪ પરાઓના ૩૦ લાખથી ય વધુ લોકોને પુરૂં પાડે છે.

રાતના બે વાગે અઢાર પૈડાંની ટ્રેલર ટ્રક શીકાગો એવન્યુ પંપીંગ સ્ટેશનથી એ બ્લોક દૂર એક જુના શસ્ત્રા- ગારના દક્ષિણ બારણાઓ આગળ આવીને થોભી. આ પંપીંગ સ્ટેશન ગોલ્ડ કોસ્ટ તરીકે ઓળખાતા શીકાગોના તવંગર વિસ્તારની ૧૮૦,૦૦૦ લેાકાને પાણી પુરૂ પાડે છે. પેસેન્જર સીટમાં બેઠેલો માણસ નીચે કૂદયો અને બારણા આગળ ગયો. તેણે કોમ્બીનેશન લોકનું ડાયલ ફેરવ્યું અને બારણા ખોલ્યા. ડ્રાઇવર ટ્રક વિશાળ મકાનમાં હંકારી ગયો. બીજા માણસે બારણા બંધ કર્યાં.

ડ્રાઈવર ૪૦ વોટની ફલડલાઈટ લઇને ટ્રકમાંથી નીચે કુદયેા. તેમણે મંદ પ્રકાશમાં જોયું કે શસ્ત્રાગાર ખાલી હતું. બીજા માણસે ટ્રકની પાછળના ભાગનું બારણું ખોલ્યું. ત્રીજો માણસ ટ્રેઇલરમાંથી નીચે કૂદયો. શસ્ત્રાગારની જીત ૩૦ ફૂટ ઉંચી હતી. ટ્રકમાં ચમકતા એરલેાના ખેરલો પડયા હતા જે દોરડાથી બાંધેલા હતા. સેંટરમાં એક મોટો ઇલેકટ્રીક વોટર પંપ હતો. ત્રણે જણાએ મળીને પંપ ટ્રકમાંથી નીચે ઉતાર્યો અને બે જણા તેને શસ્ત્રાગારમાં ભેાંયમાંથી નીકળતા પાઇપો પાસે લઈ ગયા. ત્રીજો માણસ ટ્રકમાંથી બેરલો નીચે ઉતારવા માંડયેા.

૩૦ મીનીટ પછી એક જણ પંપના ડીસ્ચાજૅ છેડાને વોટર મેઈનના મોટા પાઈપ સાથે જોડવામાં સફળ થયો. તેણે વાલ્વ ફેરવ્યો તો પાણી પાઇમાંથી પંપમાં વહેવા લાગ્યું તેણે સંતોષ પામી વાલ્વ બંધ કર્યો, બીજા બે જણ બેરલો ખોલી તેમાંથી લાલ પાવડર મોટી ગળણી દ્વારા કન્વેપર બેલ્ટ ઉપર ખાલી કરતા હતા જે ઉપરથી ખુલ્લા વાડકા આકારના લોખંડના ડ્રમ ઉપર જતો હતો. પ્લંબરે ડ્રમમાંથી પાઈપને દિવાલની બીજી બાજુએ રાખેલા એક બીજા પાઈપ સાથે જોડેલા હતો. તેણે વાલ્વ ખોલ્યો ડ્રમમાં પાણી ભરાવા માંડ્યું. ડ્રમમાં ૫૦૦ ગેલન પાણી માતું હતું તેને ભરતાં ૪૦ મીનીટ લાગે તેમ હતી. બીજા બે જણે ગળણીમાં લાલ પાવડર ખાલી કરવાનું ચાલુ રાખ્યું.

૩:૧૫.

ડ્રમ અડધું ભરાયું.

એક જણે સ્વીચ પાડી. કન્વેપર બેલ્ટ ફર્યો.કાળા રબર બેલ્ટે એક ચક્ર પુરૂં કર્યું ત્યારે બીજાએ ગગણીનું લીવર ખેંચતાં પાવડર બેલ્ટ ઉપર પડવા લાગ્યો છે સ મીનીટ પછી ડ્રેમમાં ઠલવાવા લાગ્યો. બે ત્રણ ડ્રમમાંનું પાણી લાલઘુમ થઈ ગયું. ત્રણ મીનીટ પ

૩:30

ડ્રમની ટોચથી હવે ત્રણ ફુટ જ પાણી બાકી હતું એક જણે સીડી ચડી અંદર ડોકિયું કર્યું અને હસ્યો. તૈયાર ? ' ઠીગણાએ પૂછ્યું.

'તૈયાર.'

ત્રીજો માણસ દોડ્યો અને દિવાલ આગળ પાઈપ પ૨ વાલ્વ ખોલ્યો. પાણી પંપના ડીસ્ચાર્જ છેડે વહેવા લાગ્યું. એ જ વેળા બાકીના બે એ ૭૫ હો. પા. ની મોટર ચાલુ કરી. રૂમમાં ખખડાટ અને ઘોંઘાટ મચી ગયો. પાણીનો ધસારો બંધ થઇ ગયો. પ્રવાહ ઉલ્ટાયો. પંપ લાલ પાણી ડમમાંથી વોટર મેઇનમાં મોકલવા માંડયો.

‘કેટલી વાર?’

'૪૦ મીનીટ. પાણીને વહેતાં વાર કેટલી. આપણને લોકેશન ઘણું સારૂ મળી ગયું.'

'અવાવરૂ.'

'અલબત. અમેરિકનો કંઈ પણ સાચવવાનું ક્યાં શીખ્યા જ છે.'

૩:૫૫.

ઠીગણો ટ્રકમાંથી એક બોક્ષ લાવ્યેા. તેણે દોરી છોડી કાગળ ફાડયો.

‘હવે?' તેણે પુછ્યું.

બીજા બે એ ડોકું હલાવ્યું.

તેણે ખેાખું ખોલ્યું અને અંદરનો સફેદ પાવડર કન્વેપર બેલ્ટ ઉપર ભભરાવ્યો. ત્રણ કિલોગ્રામ પાવડર ભભરાવી તેણે ખેાખું ભોંય પર ફેંકયું. દસ સેકંડમાં સફેદ પાવડર ડમમાં અદશ્ય થઈ ગયો.

૪:૧૦.

‘લાલ પાવડર ખલાસ થયો.' ઠીંગણાએ કહ્યું.

પ્લંબરે લીવર ખેંચી પંપ બંધ કર્યો. પછી તેણે દિવાલના પાઈપોના બંને વાલ્વ બંધ કર્યાં. પાણી વહેતું બંધ થયું.

'જલ્દી,' ઠીંગણાએ કહ્યું. 'પાંચ જ મીનીટ રહી છે.’

ડ્રાઈવરે કેબીનમાંથી નાની શુટકેસ કાઢી અને બારણા પાસે કર્રે આવ્યો. બીજા બે જણા અગ્નિ શામક જેવા લાગતા નળાઓમાંથી ફરશ ઉપર છંટકાવ શરૂ કર્યો. ડાઈવરે શુટકેસ ખોલી અને સાયલંસરવાળી પીસ્તોલ કાઢી. ' માફ કરજે અલ્લા,' તે બબડયો. પછી તે ઉભો થયો. બીજા બે જણાની પીઠ તેની તરફ હતી. તેણે બે વાર પીસ્તોલ ચલાવી. બે લાશ ભેાંય પર ઢળી પડી.

તેણે અગ્નિશામકમાંથી છંટકાવ પૂરો કર્યો.બારણે પહોંચી તેણે કપડાં કાઢયા. શુટકેસમાંથી તેણે નવો શુટ,ટાઈ,શટૅ અને નવાં ચમકદાર જુતાં કાઢીને જલ્દી પહેર્યાં. તે બિલ્કુલ સમયસર હતો. તેણે શુટકેસમાંથી કવર કાઢ્યું. તેણે પેનલાઈટના પ્રકાશમાં ત્રણ પાસપોર્ટ તપાસ્યા તેમાંનો એક તેણે જેકેટ પોકેટમાં સરકાવ્યો. પછી તેણે શુટકેસ, જુનાં કપડાં અને બાકીના પાસપોર્ટ તેને મૃત સાથીઓ પર નાખ્યા. તેણે અગ્નિશામકના પ્રવાહી છાંટીને તેમને ભીંજવી દીધા.

તે ટ્રકમાં ગયો અને પાંચ ગેલનનું ગેસેાલીનનું કેન લઈ આવ્યો.તેણે ઢાંકણું ખોલ્યું. પછી તેણે ટ્રકની બળતણ ટાંકીની ટેપ ખોલી.

તેણે બીજા પાંચ અગ્નિશામકો એકઠાં કર્યાં. તેણે લાશોથી માંડીને બારણા સુધી ધાર રેડી, કેન રૂમમાં દૂર ફેંકયુ અને ખીસામાંથી દીવાસળી કાઢી સળગાવી નીચે ફેંકી. જ્યોત હોલવાઈ ગઈ. તેણે ત્રણ સળીઓ સામટી સળગાવીને ફેંકી. આ વેળા જવાળા ભભૂકી. તેણે કપડાં અને લાશો સુધી આગ પહેાંચે ત્યાં સુધી રાહ જોઈ. ત્રણ મીનીટ બાકી.

તે બહાર દોડયો અને જમણી બાજુએ વળ્યો. ખૂણે ડાબી તરફ વળી તે રીટ્રઝ-કાલ્ટૅન હોટલ તરફ ચાલ્યો જ્યાં ટેક્ષી સ્ટેન્ડ હતું. પહેલી ટેક્ષી મળતાં જ તે અંદર બેઠો.‘ ઓહેર, ' તેણે કહ્યું.

'આકે.'

'એરપોર્ટ કેટલી મીનીટમાં પહેાંચાશે?'

'૨૦. ઉતાવળ છે?'

'ના રે. આરામથી હંકાર.' તેણે આંખો બંધ કરી સીટ પર માથું ટેકવ્યું. તેઓ ખુખો વળી ઉત્તર મીશીગન એવન્યુ પર વળ્યા ત્યારે ભયંકર ધડાકો સંભળાયો.

મુસાફર ઓહેર હીલ્ટન ઉતર્યો. તેણે રૂમ લીધો, પછી લોબીમાં ફોનબુથમાં ગયો. તેણે પેાલીસ-સ્ટેશનનો નંબર ડાયલ કર્યો.

'સાજૅન્ટ એવીન્સ, ' અવાજ સંભળાયો.

તેણે અરબીમાં વાત કરી.

'અંગ્રેજીમાં બોલ નહિતર ફોન મુકી દઉં છું,' એવીન્સે કહ્યું.

'ઓકે, સાંભળ. ધ્યાનથી સાંભળ. હું જે કહું છું તેની ઉપર બે લાખ લેાકોની જીંદગીનો આધાર છે.'

'જે-'

‘ચૂપ મર ને સાંભળ. શીકાગોના પાણીમાં પુરવઠામાં ઝેર ભેળવી દેવામાં આવ્યું છે. પાણી પીતો નહિ અને બીજા કોઈને પીવા દેતો પણ નહિ.'

‘પણ હું કેવી રીતે જાણું? અને તું કોણ છે? આ મને શા માટે કહે છે? તારે શું જોઈએ?'

‘હું તને ચેતવવા ફોન કરૂં છું. જો તું સચેત નહિ અને તો તારા ચીફ અને મેયરને ફોન કરીને કહીશ તું હોનારત રોકવામાં નિષ્ફળ ગયો.'

'એમ? અરે, માઈક, આ માળો કહે છે કે પાણીમાં ઝેર ભેળવાયું છે. પાણી ચાલુ કરી જોજે.' વાતચીત બંધ થઈ.

આરબે ફોન પર સાંભળ્યું, ‘માય ગોડ!'

'શું છે, માઇક?'

'પાણી તો માંકડાના નિતંબ જેવું લાલ છે.'

'પાણી ઝેરી છે, મિ. એવીન્સ.' આરબે કહ્યું. 'પીતો નહિ. અને જલ્દી એલામૅ વગાડ.’

'એક, તું કોણ છે?'

'એક મિત્ર.’

તેણે ફોન મૂકી દીધો.

ઘડિયાળમાં જોયું.

૪.૫૮.

તે લીફટમાં ચડી એના રૂમમાં ગયો અને પલંગમાં પડતાંની સાથે ઊંઘી ગયેા. હવે તેણે લંડનની બપોરે ઉપડતી ફલાઈટ પકડવા જ જાગવાનું હતું.

૫:૦૫ વાગે આરબ જ્યારે ઉઘી ગયો ત્યારે કેટલાક માઈલ દૂર દક્ષિણમાં એક માણસ ભંયકર તરસ લાગતાં પથારીમાંથી ઉઠ્યો. અંધારામાં ચાલતો તે બાથરૂમમાં ગયો. ચકલી ખોલી તેણે ગ્લાસ ભર્યો. અંધારામાં રંગ ન દેખાતાં તે પાણી પી ગયો. તેના પેટમાં જાણે આગ લાગી. તે ભોંય પર ફસડાઈ પડયો. બે કલાક પછી તેની પત્નિ જાગે ત્યારે તેને મરેલો જોવાની હતી.

આવા ૮૯ કમનસીબોમાંનો તે એક હતો આરબના કોલની દસ મીનીટમાં જ એલામૅ ટૂકો શિકાગોની શેરીઓમાં ચેતવણીઓ ઉચ્ચારી રહી.

રેડિયો સ્ટેશનો પર ચેતવણી પ્રસારિત થઈ.

મોટા ભાગના શીકાગેાએ જાગતાની સાથે એક જ સંદેશ સાંભળ્યેા.

'પાણી પીશેા નહિ.'

દરમ્યાન લાયબંબાવાળાએ આમરીની આગ હોલવી બે શડપીંજર, થોડી ધાતુ અને ૧૮ વ્હીલની ટ્રકના અવશેશો સિવાય બીજું કંઈ મળ્યું નહિ.

 

***