પ્રોજેક્ટ પ્રલય - 4 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રોજેક્ટ પ્રલય - 4

પ્રકરણ ૪

મહાસભાનો હોલ

હેરોલ્ડ સેપરસ્ટીન એરીના ઉપર પહેલા માળે આવેલા મહાસભાના ઓડીટોરીયમની જમણી બાજુએ આવેલા કાચના નાના બુથમાં ઉભો હતો.

સુપરસ્ટીન નસીબદાર હતો. પોલીસે દરેક નેટવર્ક અને પ્રચાર માધ્યમને જણાવ્યું હતું કે સલામતીનાં કારણેાસર ફક્ત એકજ કેમેરામેનને મહાસભાના મકાનમાં પ્રવેશ અપાશે અને બીજા કોઈ પ્રેસને અંદર આવવાની અનુમતિ અપાશે નહિ, સુપરસ્ટીનની કેમેરામેન તરીકે પસંદગી થઇ હતી,

સુપેરસ્ટીન તેના દિવસના કાર્ય ક્રમ વિશે તેની પત્નિને પણ કંઈ કહેતો નહિ. તેની પત્નિ ડાયેન એક પ્રાઇવેટ બ્રોડકાસ્ટીંગ નેટવર્ક ચલાવતી હતી.

ડાયેને નીચે ડેલીગેટો તરફ જોયું. હિલચાલ થઇ. દરેકના મનમોં બારણા તરફ ફર્યાં.

'તેઓ. આવતા લાગે છે.' બોલી. સુપેરસ્ટીનનો કૅમેરા પોઝીશનમાં હતો.

દસ વાગે અલ-વાસી મહાસભાના ડેલીગેટોના પ્રવેશ દ્વાર આગળ લીમોસીનમાંથી નીચે ઉતર્યા અને ફર્સ્ટ એવન્યુમાં પોલીસના કોડ ન પાછળ ઉભેલી જનમેદની તરફ ફરી હાથ હલાવ્યો. પછી અલ-વાસીએ કેમેરાઓ તરફ સ્મિત ફરકાવ્યું અને ફરી મેદની તરફ જોયું. લોકો તેને જોવા માટે ઊંચાનીચા થતા હતા. તેણે મકાનો પર ટેલીસ્કોપ ફીટ કરેલી રાયફલોથી સજ્જ ગણવેશધારી પોલીસ શાપૅ શૂટરોને ઉભેલા જોયા. તે એના સાથીઓ સાથે અંદર ગયો.

કેપ્ટન દ પેટ્રોએ ડેલીગેટોનું બારણું બંધ કરી તાળું માર્યું.

અલ-વાસી અને તેની ટુકડી બીજા માળે ગઈ અને કાચનું બારણું ખોલ્યું. હોલમાં ગણગણાટ વ્યાપ્યો.

હોલ વિશાળ છેઃ ૧૬૫ ફુટ લાંબે, ૧૧૫ ફુટ પહેાળો, ૨૦૦૦ સીટો ધરાવતો. નીચેથી ઉપર તરફ ઢળતો પાછલો ભાગ પબ્લીક માટે છે. આજે એ સીટો ખાસી હતી હાલમાં નિયમિત બેસતા અનુવાદકોને પણ સેકેટરી યેટમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રવચનો બાજુના મકાનમાં સારિત કરીને તેમના અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનીશ, રશીયન અને અરેબીયન અનુવાદો ડેલીગેટોના કાનમાં વળતા લાવવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો.

રૂમનો આગલો અડધો ભાગ-હોલની એરીના -દરેક દેશના ડેલીગેશનના સભ્યો માટે રિઝર્વ કરેલી સીટેાથી ભરલો હતો. બંને બાજુની દિવાલો અને એરીના સામે આવેલા દુભાષિયાઓ અને પત્રકારોના કાચના બુથો ખાલી હતા. ફક્ત એકમાં સેપરસ્ટીન અને ડાયેન ઉભા હતા.

એરીનાના આગલા ભાગમાં મંચ છે. જેની પાછળ ત્રણ સીટો મહાસભાના પ્રમુખ, સેકેટરી-જનરલ અને ઉપસેકેટરી જનરલ માટે રિઝર્વ છે. પાછળની દિવાલ ઉપર યુનોનો સિકકો સજાવેલો છે.

અલ-વાસી અને તેના પાંચ સાથીઓ નિયત સમયથી ૧૦ મીનીટ મેાડા હોલમાં પ્રવેશ્યા. ડેલીગેટો ઉભા થયા અને અલ-વાસીનું અભિવાદન કર્યું, અલ-વાસી હસ્યો અને હાથ હલાવી તેની ટુકડીને પેલેસ્ટાઈન મુકિત સંસ્થાના પાટીયાવાળી સીટો તફર દોરી ગયો.

મહાસભાના પ્રમુખે અલ-વાસીને મંચ ઉપર બોલાવી માઇક્રોફોન આપ્યું ત્યારે ફરી ડેલીગેટોએ તેને તાળીઓથી વધાવી લીધો. શાંતિ ફેલાતાં તેણે પ્રવચન શરૂ કર્યું.

'યુનો મહાસભાના સેશનમાં ભાગ લેવા અને એજેન્ડા ઉપર પેલેસ્ટાઈનના પ્રશ્નને અલગ આઈટમ તરીકે સમાવવા બદલ બદલ હું તમારો આભાર માનું છું એક ભીષણ સમસ્યનો આખરી ઉકેલનો પ્રસ્તાવ મુકવા હું આજે અહીં આવ્યો' પેલેસ્ટાઈનની સમશ્યાના મુળ છેક ૧૯મી સદીના અંતના વર્ષોમાં નખાયેલા છે. ઝાપનવાદ એ વેળા જન્મેલો. 'ઝાપનવાદનો આદર્શ શાહીવાદી, સંસ્થાનવાદી અને કોમવાદી છે. ૧૮૮૧માં યહુદીઓએ પેલેસ્ટાઈન પર આક્રમણ શરૂ કર્યુ. યહૂદીએના આગમન પહેલાં પેલેસ્ટાઇનમાં આરબો રહેતા હતા. ત્યાં આરબ સંસ્કૃતિ હતી. એ પછીના ૩૦ થી ૪૦ વર્ષ સુધી ઝાપનવાદી ચળવળ દ્વારા હજારો યુરોપીયન યહુદીઓને અમારા વતનમાં વસાવવામાં આવ્યા-યુક્તિ અને છેતરપીંડીથી પછીનાં ૩૦ વર્ષામાં શાહીવાદી સાથીઓના સહકારથી ઝાપનવાદી ચળવળે હજી વધુ યુરેપીયન યહુદીઓને હજારોની સંખ્યામાં પેલેસ્ટાનીયત આરબોની માલિકીની ભુમિમાં વસાવ્યા.

'૧૯૪૭માં, મહાસભાએ, ઝાપનવાદી ચળવળ અને તેના શાહીવાદી મિત્રોની સંતલસથી મારા અવિભાજ્ય એવા વતન પેલેસ્ટાઇનના ભાગલા પાડવાની ભલામણ મંજૂર કરી, જેનો કોઇ હક તેને નહોતો.

'વધુમાં આ ભાગલાનો ‘ ઠરાવ મંજૂર થવા છતાંપણ પેલેસ્ટાઈનની ભુમિના મોટા ભાગનાં ઝાપનવાદી વસાહતીઓ સંતુષ્ટ થયા નહિ. તેમણે આરબ નાગરિકો સામે ભયનું યુદ્ધ શરૂ કર્યું. તેમણે આરબ ગામો અને શહેરોને ખેદાનમેદાન કરી અમારા ખેતરો અને વાડીઓના ખંડેરો પર તેમની વસાહતો બાંધી.

'શાહીવાદી અને સંસ્થાનવાદી સભ્યો ના ટેકાથી ઝાપનબાદીઓએ યુનોમાં પગપેસારો કર્યો તેમણે અમારા હેતુને દાનનીજરૂરિયાતવાળા શરણાર્થી ઓના પ્રશ્નઉપે રજુ કરી વિશ્વમતને છેતરવામાં સફળતા મેળવી.

'હજી સંતોષ ન થતાં હુમલાખોરોએ ૧૯૫૬ અને ૧૯૬૭માં બે મોટા યુદ્ધ કરી વિશ્વશાંતિ અને સુરક્ષાને ભયમાં મૂકી. ઝાપનવાદીઓ પાછા જતા રહે તે માટેના વિશ્વ જનમત દ્વારા થયેલા બધા જ સલામતી સમિતિન ઠરાવો અને અપીલોની અવગણના કરવામાં આવી.'

અલ-વાસીના સાથીઓ તેમના નેતાને નહોતો જોતા તેઓ સિફતરથી વિશાળ હોલમાં નજર ફેરવી રહયા હતા

'આ બધાનો કોઈ ઉપાય તેા કાઢવો જ રહયો, અલ-વાસીએ કહયુ઼ં. ‘ભૂતકાળમાં મેં ઘણાં પ્રસગોએ ઝાપનવાદી સરકારને ચેતવી છે કે મારો એક હાથ ભલે ઓલીવની ડાળ પકડતો હોય મારો બીજો હાથ બંદૂક પણ પકડે છે. ક્યો હાથ વાપરવો તેનો વિકલ્પ મેં વિશ્વને આપ્યો છે. મેં ધીરજથી વિશ્વના વિકલ્પની રાહ જોઈ જેમ ૩૦-૩૦ વર્ષથી મારા બાંધવો વતનની બહાર રાહ જોઈ રહયા છે. તેમ અમારાથી વધુ રાહ જોવાય તેમ નથી. હવે જો વિશ્વ નિર્ણય ન લે તો તેનો વિકલ્પની પ્રસંદગીનો હક જતો રહે છે. તેથી હવે કમને મારે વિકલ્પ પ્રસંદ કરવો પડે છે. આજે હું તમને કહું છુ કે હું ઓલીવની ડાળીને તોડું છું,

આ શબ્દો સાંભળતા જ ઈઝરાયલના અમેરિકી રાજદુત અને ઇઝરાયલી ડેલીગેશનના બીજા સભ્યો ઊભા થઈને એઈલમાં ચાલતા વોકઆઉટ કરવા મેઈન ડોર તરફ ચાલ્યા.

અલ વાસીએ સાથીઓ તરફ ડોકું હલાવ્યું. તરત જ તેના પાંચે મદદનીશો કૂદયા. એક હોલના પાછલા ભાગ તરફ દોડયો, એક ડાબી બાજુએ, એક જમણી બાજુએ અને બાકીના બે ઇઝરાયલી ડેલીંગેશન જતું હતું તે મેઇન ડોર તરફ દોડયા. હાલમાં ધાંધલ મચી.

'આ બધું શું ચાલી રહયું છે?' એક બ્રીટીશ ડેલીગેટ બબડ્યો. 'દોસ્તો, અલ-વાસીએ માઈક્રોફોનમા કહયું, ‘શાંતિ રાખો. અમે કોઈને હાનિ કરવા માગતા નથી., અલ-વાસીએ તેનો ઝભ્ભો ખોલ્યો ડેલીંગેટોએ તેની છાતી ઉપર કોઈ બૂઠી વસ્તુ ચોટાડેલી જોઈ અલ- વાસીએ તે બંને હાથે ખેંચી ચામડી પરથી સરજીકલ ટેપ ખેંચાતા માઈક્રોફોનમાં સુસવાટો સંભળાયો, અલવાસી એ છાતી પરથી પડેલી વસ્તુ જમણા હાથમાં ઝીલી લીધી. તે ચીલી અને યુગોસ્લાવીયાના લાયસંસવાળી, અમેરિકન ડીઝાઈનની ફક્ત સાડા દસ લાંબી, ૪૫ કેલીબરની ઈન્ગ્રામ મોડેલ ૧૭ની ચપટી સબમશીગન હતી. તેની આંગળી ટ્રીગર પર હતી.

‘દાસ્તો,’ માઇક્રોફોન મોંની નજીક લાવતાં ઘેરા, પ્રખ્તાઇભર્યા અવાજે તેણે કહ્યું.' મારે નાખુશીપુવૅક કહેવું પડે છે કે હવે કોઈ આ હોલ છેાડીને બહાર જઈ ડેલીગેટોઉભા થઈ ગયા. આખા રૂમમાં બૂમરાણ મચી ગઈ. બારણા તરફ જતા ઈઝરાયલીઓની પાછળ બીજા રાજદૂતો પણ જોડાયા ધક્કામુક્કીથી બે જણ ભોંય ઉપર પણ પડી ગયા મોટાભાગના ડેલીગેટો શાંતિથી ચુપચાપ બેસી રહયા તેઓ બીક અને અંધાધુંધીથી સ્તબ્ધ બની ગયા હતા.

અલ-વાસીએ ગન છત તરફ તાકી ઘેાડો દબાવી ઘુમ્મટમાં કેટલાક રાઉન્ડ ફાયર કર્યાં. હાલમાં પડધા પડ્યા કાચની કરચો ઉડીને ભોંય પર પડી શાંતિ છવાઈ. સૌ સ્થિર થઈ ગયા અલ-વાસીએ માઇક્રોફાન પકડયુ.

'દોસ્તો. શાંતિથી ચુપચાપ બેસી રહો,' તેણે ટી-આકારની સબમશીનગન મુકતા કહયુ઼ં.

'હવે હું માત્ર તમને જ નહિ. અહીં મુકેલા ટેલિવીઝન કેમેરાઓ દ્વારા બહારની દુનિયાને પણ સંબોધીશ.’

ઇઝરાયલીઓ હલ્યા નહિ. મોટા ભાગના ડેલીગેટો ફરી પાછા પોતપોતાની સીટોમાં બેસી ગયા થોડાક ઊભા ઉભા ઘડીકમાં બારણા તરફ તેા ઘડીકમાં મંચ ઉપર અલ-વાસીને જોઈ રહયા.

'પેલેસ્ટાનીયન આંદોલને હવે એક એવી કામગીરી શરૂ કરી છે જેને કોઈ પણ રોકી શકે તેમ નથી હું અહીં પ્રવચન કરી રહયો છું ત્યારે મારા ભાઇઓ હોલમાં શક્તિશાળી સુરંગો ગોઠવી રહયા છે. જો કોઈ પણ બારણુ ખુલ્યું તો આ હોલમાં બેઠેલો એકે એક માણસ તત્કાળ ખત્મ થઈ જશે. અમે બધા સંપુર્ણ સશસ્ત્ર છીએ અમારી દરેકની પાસે આ છે-' તેણે જમણા હાથે સબ- મશીનગન અધ્ધર કરી- 'અને આ રૂમમાં હાજર દરેકને દસ વાર મારી શકાય તેટલું પુરતું એમ્યુનીશન છે. બહારથી અમારા ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરશો નહિ. તમે ય મરી જશો અને હોલની અંદર છે તેઓ પણ મરી જશે - અમારી ગોળીઓથી નહિ તો હાલ ગોઠવાઈ રહેલી સુરંગોથી.’

રૂમમાં બે આરબો એક મોટી કાળી એટેચી કેસમાંથી એક લાંબો તાર કાઢી રહયા હતા. તેમના પડખે બીજી એ ઈન્ગ્રામ ૧૦ સબમર્શીનગનો પડી હતી તેઓ ફરશ ઉપર પોતાની સાથે સબમશીનગન પણ ખસેડતા જતા હતા. બીજા બે જણા સામેની દિવાલથી આ જ ક્રિયાનુ પુનરાવર્તન કરી રહયા હતા. પાંચમે આરબ તે હાથે સબમશીનગન પકડી ચોકી કરતા હતા.

હું આશા રાખું છું, અને જાણુ છુ કે હું અને મારા ભાઈ અમારા હેતુ પાર પાડવા મેતથી ગભરાતા નથી એ વાત તમે બહારની દુનિયાવાળા સારી રીતે સમો છે. આશા રાખું કે મારે જે કહેવાનું છે તે સાંભળીને તમે યાગ્ય નિર્ગુ ય લેશે. જો તમે યેાગ્ય નિણ ય હિ લે તે આ ડેલમાં હાજર કે ઈ જીવતુ નહિ રહે’

આ તબકકે એક આરબ વાયરીગ છેાડી હાથમાં સબમશીનગન સાથે હાલમાંથી બહાર ગયા. ત્રણ ત્રણ ને ચાર ચાર પગથીયાં સામટાં ચડતો તે ઉપર પહોંચ્યો અને એકે એક બારણું તપાસવા લાગ્યો કે કોઈ ખુલ્લું તો નથી ને!

અંદર અલ-વાસી બોલતો હતો: ‘અમે ઝાપનવાદી રાષ્ટ્રને પેલેસ્ટાઈનની વસાહત છોડવા એલાન આપીએ છીએ. એ વસાહત ખાલી કરવાની બાબત આપણે લોકશાહી ઢબે ચર્ચિ શું પણ આ રૂમ છોડતાં પહેલાં ઈઝરાયલ અંતની હકીકત તો સિદ્ધ થશે જ. આ રૂમમાં તમે બેઠેલા છો તે વિશ્વના પ્રતિનિધિઓ છો, એટલે કે વિશ્વ જ છો. તમારી સામે અંગત રીતે અમે કોઈ તિરસ્કાર ધરાવતા નથી પણ વિશ્વને બાનમાં લેવાથી જ અમારો ધ્યેય સિદ્ધ થઇ શકે તેમ છે.'

ઇઝરાયલીઓની પાસે ઉભેલેા ઈટાલીયન ડેલીગેટાનનો સભ્ય બાજુના બારણા તરફ ચાલ્યો. ફલોર પર વાયરીંગ કરતા આરબો કામમાં મશગૂલ હતા. અલ-વાસી પ્રવચનમાં તલ્લીન હતો. ડેલીગેટે બારણા તરફ જોયું. એકાએક તેના માથા પરથી બારણામાં ગોળીબારની વર્ષાથી કાણાં પડી ગયાં. તે માથાને હાથમાં પકડી નીચે બેસી ગયો.

ધેાંઘાટથી અલ-વાસીએ પ્રવચન બંધ કર્યું. તેણે પાછલા ભાગમાં ઉભેલા આરબને ફાયરીંગ બંધ કરવા ઈશારો કર્યો.

પછી તે પ્રેક્ષકો તરફ ફર્યા અને કહ્યું. ’ તમે અમારા હોસ્ટેજો છો. હું તમને તમારી સીટમાં શાંતિથી બેસી રહેવા અપીલ કરૂં છું.' તે ઈટાલીયન ડેલીગેટ તરફ ફર્યાં. ઈજા ના થઈ હોય તો ઉભો થા અને તારી સીટમાં બેસી જા.'

‘ધ્રુજતાં ધ્રુજતાં ઇટાલીયન ઉમેા થયો અને અઢાર હરોળો પસાર કરી તેની ખાલી ખુરશીમાં જઈને બેઠો.

'આ હોલની બહાર રહેલા તમને લોકોને પણ હું જણાવું છું કે વિશ્વ આખું હવે અમારા બાનમાં છે. જ્યાં સુધી ઈઝરાયલ સરકાર દ્વારા રોકેલા પ્રદેશમાં પેલેસ્ટાનીયન સરકારની માલિકી આ મહાસભા પ્રસ્થાપિત નહિ કરે ત્યાં સુધી સમગ્ર વિશ્વ અગાઉ કદી નહિ અનુભવ્યા હોય તેવા આંચકા અનુભવશે. '

મોરોકકન રાજદૂત ખુરશીમાં આધેાપાછો થવા લાગ્યો. તેના ડેપ્યુટીએ કહ્યુ, ગભરાઈશ નહિ.'

'પેલેસ્ટાઈન મુકિત સંસ્થાએ વિશ્વવ્યાપી એવા શ્રેણીબધ્ધ હુમલાઓનું સંગઠિત આયેાજન કર્યું છે. આ હુમલાઓ એક પછી એક, અમુક સમયના અંતરે થશે. તેઓ ઉત્તરોત્તર સખત બનતા જશે. તેમને તમે રોકી શકશો એવું માનશો નહિ. કર્યા કયા પ્રકારનો હુમલો થશે તેની તમે કોઈ અટકળ બાંધી શકશો નહિ. છ માંથી કયા ખંડમાં ક્યારે હુમલો થશે તે પણ તમે નકકી નહી કરી શકો. હુમલા થયા પછી જ તમને તેની જાણ થશે. અમારા બિરાદરો સર્વત્ર ફેલાઈ ગયા છે. તેમનાં મીશન પાર પાડવા માટે તેઓ સંપૂર્ણ સુસજજ છે.

આ હુમલાઓ ત્યારે જ બંધ થશે જ્યારે આ હોલમાં બેઠેલા તમે ઝાપનવાદી શાહીવાદી સરકારને અમારી ભુમિમાંથી ખસેડી પેલેસ્ટાનીયન રાષ્ટ્રીય ચળવળના પ્રતિનિધિઓને તેમના સ્થાને શાસકો તરીકે બેસાડવાનો મત આપશો.

'ઈઝરાયલ માટે હું મહાસભાને એક વિધિસરનો ખરડો આપું છું. પસાર કરો, તેના અમલ કરો અને તમે બધા અહીં જવા માટે છુટા. પૃથ્વીના સર્વ દેશોના પ્રતિનિધિઓ એટલે કે તમે અને બહાર રહેલી દુનિય તમારી સ્વતંત્રતાની ચાવી તમારી પાસે જ છે.' શાંતિ ફેલાઈ.

પહેલા માળે આરબ બારણું ખોલી અંદર ગયો. સેપરસ્ટીન ડાયેન નીચે હોલ ઉપર ધ્યાનસ્થ હતા. સેપરસ્ટીને પોર્ટબલ કેમેરા પ્રેક્ષકો પર ધર્યો હતો સબમશીનગનની નળી લમણે અડતાં તેના હાથમાંથી કેમેરા પડી ગયો ડાયેન ફરી તે સ્ટેન્ડીંગ કેમેરા સાથે અથડાતાં તે પણ પડી ગયો.

આરબે સેપરસ્ટીનને કેમેરા ઉઠાવવા કહયું સેપરસ્ટીને કહયું કે જો આ એક કલાકથી વધુ ચાલશે તો પોટૅબલ કેમેરા ભારે પડશે. આરબે તેના એક સાથીને બુમ પાડી તેણે એને અરબીમાં કહયું કે મોટો કેમેરા લાવવા તે સેપરસ્ટીન સાથે ઉપલા માળે જાય છે.

'આ સ્ત્રી પર ધ્યાન રાખજે.’ તેણે એના સાતીને કહયું. ' જો કંઈ કરે તો તો તરત જ શુટ કરી નાખશે. '

***