પ્રોજેક્ટ પ્રલય - 3 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રોજેક્ટ પ્રલય - 3

પ્રકરણ 3

૩ જી ઓકટોબર

નેટ-ટીવી-સ્ટુડીયો ન્યુયોર્ક સીટી

કેનેડી એરપોર્ટ ઉપર પાંચ મીનીટમાં શરૂ થનારા બ્રોડકાસ્ટ માટે અર્ધ -અંધારીયા રૂમમાં ટેકનીશયનોએ તેમની સાધનસામગ્રી તૈયાર કરી. હવાઇ ઉતરાણપટ્ટી ઉપર કેમેરાના કાફલાઓએ પોતાની જગ્યા સંભાળી લીધ હતી. મેનહટનના સ્ટુડીયોમાં ટાયલર જોહન્સને માઈક્રોફોન હાથમાં લીધું -બ્રીફિંગ બુક બહાર કાઢી. અલ-વાસીના આગમન અને પ્રવચન અંગે ધારણા માટે તેના મહેમાનો આવવાની તૈયારી હતી. તેઓ હતા—

સંયુક્ત આરબ અમીરાતના ભૂતપૂર્વ રાજદૂત.

‘વિદેશ નીતિ પુનરાવલેાકન ' માટેના રાજનૈતિક સંવાદદાતા.

નજીકના પૂર્વીય બનાવો માટેના ગૃહખાતાનો નાયબ મદદનીશ. પ્રવચન માટે તેઓ બીજે દિવસે પાછા જશે અને પછી ચર્ચા કરશે. ' ત્રણ મીનીટ રહી, મિ. જોહનસન,' આસીસ્ટન્ટ પ્રોડયુસરે મોટેથી ક્હ્યું.

જોહનસને ઉંચે જોયું તે દિવાલમાં ઉંચે એ પડદાઓમાં તેની છબી દેખાઈ તેણે ટાઈ ઢીલી કરી અને ઓલ્યો, ' ન્યૂયોર્કથી ટઈલર જોહનસન બોલે છે.' તે તૈયાર હતો.

*

કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ

ટયુનીસથી આવેલું બોઈગ ૭૦૭ નીચે ઉતર્યું. તે લેન્ડીંગ એરીયાની વચ્ચોવચ્ચ થોભ્યું જ્યાં પંદર પેાલીસ કારો અને બે કાળી લીમોસીનો રાહ જોતી ઉભી હતી. અખબારીઓ, કેમેરામેનેા અને ફોટોગ્રાફરો તેમને ઘેરી વળ્યા હતા.

*

સીડી મકાઈઝન.

આગલું બારણું ખુલ્યું. થોડી સેકંડો પછી સફેદ ઝભ્ભાધારી એક

શખ્સ નીચે ઉતરવા લાગ્યો અને તેની પાછળ બીજા પણ ઉતર્યાં.

નીચે આવી છ એ આરબો તેમના નેતાને ઘેરીને ઉભા રહયા. પેાલીસવાળા તેમને લેવા આવ્યા. નેતાએ કહ્યું, ‘હું અખબારીઓ સાથે વાત કરીશ.

'આવતીકાલે શું બોલવાનો છે તેનો અણસાર આપીશ?'

'જપ્ત કરેલો પ્રદેશ પકડી રાખવા બદલ ઈઝરાયલને આરોપી ઠરાવતો તારો નિણૅય મહાસભાને મનાવી શકીશ?’

'તું ખુનામરકીને શા માટે પ્રોત્સાહન આપે છે?'

'પ્રવચન પછી તારા શા પ્લાન છે?'

‘સજજનો,'અલ-વાસીએ કહ્યું. 'હું ટુંફુ ટચ નિવેદન આપવા માગું છું. વિશ્વની એક ગંભીર કટોકટીના‌ ભરી બાબત અંગે યુનોની મહાસભાને સંબોધવાની પેલેસાઈન મુકિત સંસ્થાએ મને તક આપી છે તેથી હું ખુશ છું. હું વ્યાજબી વાત કરવા આવ્યો છું. હું જે કહીશ તે. ચોખ્ખું કહીશ કોઇ પ્રશ્ન એવો નથી જે ઉકેલી ન શકે. એ હું આવતીકાલે રજૂ કરીશ. હવે હું જઈશ. થેંક્યું.' બંને કારો ઝડપથી ઝડપથી ભરાઈ ગઈ અને ઉપડી.

ગ્રેસી મેન્શન ‘ સરસ બોલ્યો, નહિ ? ' મેયરે રૂમમાં નજર ફેરવતાં કહ્યું.

'હા.'

'મેની, રસ્તાઓ પર શા હાલ છે?

'સાફ છે, મિ. મેયર. ઓલ કલીયર. પોલીસે ડાબી લેનમાં ટ્રાફીક કલીયર કરી નાખ્યો છે. તેઓ અંદર આવી રહયા છે. ૨૦ ક્રુઝરો અને બે હેલીકોપ્ટરો જલુસના મથાળે છે. કોઈ વાંધો નથી.'

'હા. મેની હવે ટીવી સેટ ચાલુ કર અને અગત્યનું હોય તો જ મને બોલાવજે.’

*

જેફસલેમ

ઇઝરાયલના જાસુસી વિભાગના વડો અને અવરામ તલ જાસુસી ખાતાની એક નાની એફિસમાં બેઠા હતા. ખુણામાં પડેલો ટીવી સેટ કેનેડી એરપોર્ટ નાં દશ્ય પ્રસારિત કરી રહયો હતો.

'તો તે શાંતિ સાધવા આવ્યો છે.' ચીફે કહ્યું. મેજ પરથી ચુંગી લઈ તેણે કોથળીમાં તમાકુ કાઢીને ભરી. પછી ખાનામાંથી ચાંદીનું લાઈટર કાઢયું. ' ચુપ કેમ છે' અવરામ ? શું વિચારે છે?’

‘હું વિચારતો હતો કે સાત જણ વિમાનમાંથી નીચે ઉતર્યાં અને કારમાં બેઠા ગૃહખાતાના આપણા આતમીદારે ખાત્રી પૂર્વક કહેલું કે છ જ વીસા આપવામાં આવ્યા હતા અને આપણે જાણીએ છીએ કે ફકત છ જ જણને મહાસભામાં પ્રવેશ અપાશે.’

ચીફે ચુંગી ફુંકી અને ફોન તરફ હાથ લંબાવ્યો. તલને ખાત્રી હતી કે અલ-વાસી સાતમો આરબ અમેરિકા લાવવા પાછળનો હેતુ આકસ્મિક નહોતો.

*

સીઆઈએનું વડુ મથક

લે‘ગ્લી,

વરજીનીયા

ઇઝરાયલી ડેસ્ક સંભાળતા ડયુટી ઓફિસરે હાઈ-સ્પીડ પ્રીન્ટરમાંથી સંદેશો ફાડ્યો. તેના પર શબ્દો હતા :

'ફકત ડાયરેકટર માટે.'

ગડી વાળી, સીલ કરી તે કવર આપવા સંદેશા વ્યવહાર ખંડમાં ડેપ્યુટી ડાયરેકટર ઓફ ઓપરેશન્સ પાસે ગયો.

‘ઇઝરાયલી ડેસ્ક પરથી આવ્યો છે. ટોપ પ્રાયેારીટી, સર,' તેણે કહયું. ડી. ડી. ઓ. એ કવર લઈ માથું હલાવી તેને જવાનો ઈશારો કર્યો. તેણે મુખ્ય કાર્ય પાલક અધિકારીને બોલાવી જરૂરી સૂચના આપી. તે લીફટમાં ચડી સાતમા માળે ડાયરેકટરની એફિસમાં ગયો.

'પાછો આવી ગયો ?તેણે બહારની ઓફિસમાં બેઠેલી સેક્રેટરીને પુછ્યું જેણે ડોકું હલાવી ના પાડી. 'તો શોધી કાઢ ધણું તાકીદનું કામ છે.'

સેક્રેટરીએ ફોનમાં વાતચીત કરી. એક મીનીટ પછી ઘંટડી વાગી. સેક્રેટરીએ ફોન ઉપાડી કહ્યું. ' એક મીનીટ ' તેણે રીસીવર પર હાથ દાબી તેને બાજુના રૂમ તરફ આંગળી ચીંધી કહ્યું, 'ત્યાં જઈને ફોન ઉપાડ તે અંદર ગયો અને બારણું બંધ કર્યું.'

'મુખ્ય કાર્ય પાલક બોલું છું.' સેક્રેટરીના ફોન મૂકાયાનો ખટાકો સાંભળ્યા પછી તેણે કહ્યું. ‘ ચાલે એવું નથી? ' ડાયરેકટરનો અવાજ આવ્યો.

સોરી, સર, ઈઝરાયલથી ટોપ પ્રાયેારીટીનો સંદેશો છે પાંચ મીનીટ અને ૨૦ સેકંડ પહેલાં જ આવ્યો છે. ' 'ઓકે.બોલ.'

'ફક્ત તમારા માટે જ છે, સર.' હું તને ખોલવાનું કહું છું.'

'યસ, સર.' મુખ્ય કાર્યપાલક' કાગળ ખોલી સંદેશો વાંચ્યો.

'‌સાત છ ‘ નથી, તેથી ન્યુયોક આવેલ ટુકડી વિશે કંઈક વિચિત્ર છે.'

' ઓકે, હું આવતી કાલે પાછો આવું છું.' ડાયરેક્ટરે ગંભીરતાથી કહ્યું.

*

૪થી ઓકટોબર

બીજો દિવસ યુનોની મહાસભાનું મકાન

યુનો મહાસભા, મધ્ય મેનહટનમાં ૪૨ મી અને ૪૩મી શેરીઓની વચ્ચે પથરાયેલા વિસ્તારના ૧૬ એકરમાં આવેલા ૪ મકાનોનો સમુહ છે. ઉત્તર તરફ આવેલું સફેદ આરસ- પાનનું ૪ માળનું મકાન મહાસભાનું છે. તેની ઉત્તરે અને પુર્વે સીમેન્ટ પેશીયો અને બગીચા છે. દક્ષિણે વિશાળ ફુવારો અને ઉંચું કાચ અને આરસનું સેકેટરીપેટ મકાન છે. પશ્ચિમે ફર્સ્ટ એવન્યુ છે જેનું ફરી નામાભિકરણ યુનાઈટેડ નેશન્સ પ્લાઝા તરીકે થયેલું છે.

બાર પ્રવેશદ્વારોથી યુનોની મહાસભાના મકાનમાં જવાય છે. જનતા માટેનું પ્રવેશદ્વાર. કેનેડા સરકારે સખાવતમાં આપેલ સાત મોટા નીકલ-બ્રોઝના બારણાઓનું બનેલું છે.

મકાનની અંદરનો ભાગ મહાસભાના હાલનો છે. ૭૫ ફુટ ઉંચી તોતિંગ એરીના છેક બીજા, ત્રીજા અને ચોથા માળને આવરી લે છે.

મધરાતે, યુનોની મહાસભાના મકાનની સામે આવેલી નિજૅન ટોરી યુએન પ્લાઝામાં ન્યુયોર્ક સીટી પોલીસ ડિપાર્ટમેટના ૫૦૦ ઓફિસરો ભેગા થયા હતા. કેપ્ટન દ પેટ્રોએ તેમને સંબોધ્યા :

‘કામ બરાબર કરજો. મકાનનો એક એક ઇંચ ફરી વળેા. ખૂણાખાચરા, હોલવે, ટેબલો, બાથરૂમોમાં ખોળખંખોળ કરો. આ જગ્યા નકકર સલામત એટલે નકકર સલામત રહેવી જોઈએ. પેલા આરબોને આવતીકાલે કાઈ મારવાનો પ્રયત્ન કરે તો તે મારા માણાસોની ભૂલના લીધે ન થવો જોઈએ.'

માણસો બે ટુકડીઓમાં વહેંચાયા. અડધા મકાનને રીંગ આકારે ઘેરી વળ્યા. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી હવે કોઈને અંદર જવા દેવામાં નહિ આવે.

બાકીના પોલીસવાળાએ તપાસ અર્થે મકાનમાં પ્રવેશ્યા સવારના ૫:૨૫ વાગ્યા.

કૅપ્ટન દ પેટ્રોએ હોલના પહેલા માળે આવેલા પબ્લીક ફોનમાં સિકકો નાખી પોલીસ કમીશ્નરનો નંબર ઘુમાવ્યો.

'જેક,' તેણે કહ્યું, ‘આખું મકાન ફરી વળ્યા છીએ તે તદ્દન સહીસલામત છે. કોઈએ કંઈ સંતાડેલું નથી.’ કમીશનરે આભાર માની ફોન મૂકી દીધો અને મેયરને મકાન સલામત હોવાના સમાચાર આપવા ફોન કર્યો.

કેપ્ટન દ પેટ્રોએ સૌ પેાલીસવાળાઓને બહાર શેરીમાં જવા સૂચના આપી અને માસ્ટર કીથી મકાનના એક એક બારણાનાં તાળાં બંધ કર્યાં - એક સિવાય ફસ્ટૅ એવન્યુ પર પડતા ગોળાકાર ડ્રાઈવવેના મથાળે આવેલા મકાનના પશ્ચિમ તરફના ડેલીગેટોનું બારણું.

*

વોલ્ડોફૅ એસ્ટોરીયા હોટલ

સવારના આઠ વાગે વોલ્ડોફૅ એસ્ટોરીયા હૉટલના રૂમ નં. ૨૦૧૭માં બે વાર ફોન રણકયો. અલ -વાસીએ રીસીવર ઉપાડયું.

'ગુડ મોરનીંગ, મિ. અલ -વાસી, તને જગાડવા ફોન કર્યો છે,' ડેસ્ક ક્લાર્ક બોલી અલ-વાસી બારી પાસે ગયો અને શેડનો ખુણો ઉંચો કરી બહાર જોયું.‘ ઝઈદ, ઉઠે,' તેણે બારણા પાસે ભેાંય પર સુતા શખ્સને કહ્યું.

બે કલાક પછી તેના પાંચ સાથીઓને લઈ તે લીફટમાં ઉતરીને લોબીમાં આવ્યો. શૂટધારી માણસોમાં તેમના લાંબા ઝભ્ભા અને માથા પર બાંધેલા કપડાં અલગ તરી આવતા હતા,

આગલા બારણામાં થઈ તેઓ પાકૅ એવન્યુમાં આવ્યા. આગલા બમ્પરો ઉપર પેલેસ્ટાઈન મુક્તિ સંસ્થાના ઝડાવાળી બે કાળી લીમેાસીન શોફરો સાથે રાહ જોતી ફુટપાથ આગળ ઉભી હતી.

ડઝનબંધ પોલીસવાળાઓના રક્ષણ હેઠળ તેઓ કારમાં બેઠા.

ડ્રાઈવર યુનો તરફ જતા પોલીસ કાફભાને અનુસર્યો.

 

***