પ્રોજેક્ટ પ્રલય - 5 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રોજેક્ટ પ્રલય - 5

પ્રકરણ ૫

સીટી હોલ

'મેની, મેં એ હરામખોરોની જડતી લેવાનો હુકમ કેમ ન કર્યો ?' મેયરે પુછ્યું.

'એમાં તારો દોષ નથી.મિ. મેયર-’

'મીરા,' મેયરે સેકેટરીને કહયું. ' પોલિસ હેડ ક્વાર્ટસૅને તે ફોન જોડ મેની, તું ટીવી પર નજર રાખ. નેન્સી, બરો પ્રેસીડેન્ટ અને ડેપ્યુટી મેયરને અહીં બોલાવ કટોકટી ઉભી થઈ છે.'

પોલીસ કમીશ્નર સૌ પહેલા આવ્યો. શેરીઓમાં હજી ધાંધલ શરૂ થઈ નહેાતી સમાચાર હજી ફેલાયા નહોતા. મેનહટન ફરતે પેાલીસ ગોઠવાઈ હતી હા, લોકોને યુનોના મકાન તરફ જતા ખોળવા પેાલીસ જોઇશે.

'બધા આરબો અંદર છે?' મેયરે પુછ્યું.

‘યસ, સર,' કમીશનરે કહયું.

'આપણે તેમના ઉપર આક્રમણ કરી શકીએ ? ' 'બિલકુલ નહિ સર, કેમેરા પર જોઈએ છીએ એ સિવાય તેમની પાસે ક્યાં હથિયાર છે તે આપણે જાણતા નથી.'

‘બહારની પોલિસ સમશ્યા સમજે છે?'

'યસ, સર. જ્યાં સુધી પરિસ્થિતિનો ખુલાસો ન થાય ત્યાં સુધી તેઓ આગળ વધશે નહિ. કોઈ અંદર નહિ જાય.'

'આપણે અંદર બેઠેલા કોઈ અમેરિકન ડેલીગેટ સાથે વાત કરી શકીએ તેમ છીએ?'

'ના.ફલેાર માઈક્રોફેાન બંધ છે. ફકત સ્ટુડીયો એનાઉન્સર, ટાયલર જોહનસન બોલે છે. યુનોમાંથી બ્રોડકાસ્ટીંગ બંધ છે. કેબલ કાપી નાખ્યો લાગે છે.'

રકવોડ કાર રેડિયોમાં ફોન આપ્યો ત્યારે કેપ્ટન દ પેટ્રો મુખ્ય પ્રવેશદ્વાર બહાર ઉભેા હતેા. માઈક્રોફોન ઉઠાવી તેણે કહયું. ‘ દ પેટ્રો.’

'દ પેટ્રો,' કમીશનરે કહયું. 'કલાસ A નંબર ૧ પ્રકારની ઈમરજન્સી ઉભી થઈ છે. સાંભળ. આરબોએ જગ્યા બાનમાં લીધી છે.'

'કઇ જગ્યા, સર ?'

'તું જેનો પહેરે! ભરે છે તે મહાસભાના મકાનને તેમણે હાઈજેક કર્યું છે તેમણે અંદર બેઠેલા બધાને બાનમાં લીધા છે. મકાન સીલ થઈ ગયું છે હાલ પુરતું આપણે તેને બહારથી પણ સીલ જ રાખવા માંગીએ છીએ. સમાચાર હજી હવે ફેલાશે. લેાકોને ત્યા ધસતા રોકવાના છે. સમજ્યો?'

દ પેટ્રોના ચહેરાનું નૂર ઉડી ગયું.

'સમજ્યો, સર. કોઈને લાઈન તોડીને આગળ આવવા નહિ દેવાય. મારા પર વિશ્વાસ રાખજે, સર.' ગુડ.

દ પેટ્રોએ બહાર બધુ કાબુમાં લેવાની ખાત્રી આપી છે.' કમીશનરે મેયરને કહયું.

'પરંતુ હવે છ ટીવી કાફલા અને પંદર રેડિયો સ્ટેશનોને કાબુમાં લેવા પડશે. મેં પેાલીસોને હાલ પુરતા તો રોકી રાખવા કહયા છે પણ તેઓ અંદર જવા ધાંધલ કરી રહયા છે.'

' તેમને અંદર ના જવા દેતો.’

' ઓકે, સર.' એટલામાં ટીવીના પડદા ઉપર ફકત અલ-વાસીની તસ્વીર જ દેખાઈ.

'મહાસભાના ફલોર પરથી કોઇ અવાજ જ પકડાતો નથી.' ટાયટલ જોહનસને કહયું.' કેમેરામેન સાથે પણ અવાજ સ્થાપિત નથી થતેા.

અચાનક અલ-વાસી સેપરસ્ટીનને કહેતો સંભળાયેા.’ એક જ કેમેરા ચાલુ રાખ અને તે આ જગ્યા ઉપર જ કેન્દ્રિત રહેવો જોઇએ. બીજો કેમેરા તોડવા હું મારા માણસને મેાકલું છું.'

ત્રાસવાદીએ ગન ઉપાડી અને ધડાકો થયો. કેમેરા છિન્નભિન્ન થઈ ગયો. ડાયેન બેહોશ થઈ ગઈ. અલ-વાસીનો અવાજ સાંભળાયો, ' હવે કેમેરા મારી ઉપર ફોકસ કર અને સુચનાઓની રાહ જો.'

' હવે?' નેન્સી ડોલ્બીએ મેયરને પુછ્યું. 'તું શું સુચવે છે?'

કોઈ જવાબ આપે તે પહેલાં પડદા પર ફસૅ એવન્યનું દ્રશ્ય પ્રસારિત થયું ટોળું આશરે ૪૦૦૦ નું હશે પણ ધીમે ધીમે વધતું જતું હતું પડદા પર ફરી મહાસભાનો મંચ દેખાયો.

'જો ૧૦૦૦૦ લોકો ભેગા થાય તો પેાલીસથી કાબુમાં રહી શકે નહિ, ડોલ્બીએ કહયું. ' ગાડૅ કે લશ્કર જોઈએ.'

'હાલના સંજોગોમાં બેમાંથી એકેય મળે તે મ નથી, ' મેયરે કહયું.

'પ્રયત્ન તેા કરીએ?'

'મીરા, ગવૅ નરને ફોન જોડ. અને પછી વ્હાઈટ હાઉસને. ' તે નેન્સી તરફ ફર્યો.

'તું વોશીંગન ગઈ છે?'

'ઘણો લાંબો સમય થઈ ગયો. ’

' વ્હાઈટ હાઉસની ટુર કરી છે?

'ના.'

' તો સામાન બાંધ અને ઉપડ.'

'મેયર...’

'હું સાચું કહું છું વ્હાઈટ હાઉસમાં કંઇક તો આયોજન કરવું જ પડશે. એ માટે હું તને મેાકલું છું મીરા, નેન્સી માટે કાર તૈયાર કર. '

'કાર?'

'કાર તને ઘેર લઈ જશે અને ત્યાંથી એરપોર્ટ '

'ઓકે, મિ મેયર.’ ઇન્ટરકોચ ખખડ્યું.' ગવૅનરનો ફોન છે.' ડોલ્બી ઉપડી.

*

વ્હાઈટ હાઉસ

યુનોને બાનમાં લીધાની અલ-વાસીની જાહેરાતની ૩૨ મીનીટ બાદ યુનાઈટેડ સ્ટેટસના પ્રેસીડેન્ટે કટોકટી ગ્રુપના અધિકારીઓની તેની ઓફિસમાં મીટીંગ બોલાવી.

પ્રેસીડેન્ટને માહિતીની જરૂર નહોતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વાઈસ પ્રેસીડેન્ટ સાથે તેણે ટીવી ઉપર યુનોને બાનમાં લેવાતું જોયું હતું એક જ મીનીટમાં પ્રેસ સેકેટરી આવતા સૌને ફોન કરવામાં આવ્યા હતા— ચેરમેન ઓફ ધ જોઈન્ટ ચીફસ ઓફ સ્ટાફ. સી. આઈ. એ. ડાયરેકટર. એફ. બી. આઈ. ડાયરેકટર. એટર્ની જનરલ. ગર્વનર ઓફ ન્યુયોર્ક. અને ન્યુયોર્ક સીટીનો મેયર.

એટર્ની જનરલ થોડી જ મિનિટોમાં ટેક્ષીમાં આવવાનો હતો. સીઆઈએનો ડાયરેકટર સાન ફ્રાન્સીસ્કો માં હોઈ તેને આવતાં થોડી વાર લાગે છે. વ્હાઈટ ડાઉસના આગણામાં એક હેલીકેાપ્ટર ઉતર્યુ અને તેમાંથી રૂઆબદાર જનરલ કેવેનેાગ ઉતર્યો. તે સીધો પ્રેસીડેન્ટની ઓફિસમાં ગયો.

'મિ. પ્રેસીડેન્ટ તેઓ બંદૂકો સાથે અંદર કેવી રીતે ઘુસ્યા ? કેવેનોગે પુછ્યું.

'૧૯૭૪ના બનાવની જેમ. સલામતી વ્યવસ્થા મજદબુત હોવી જોઈતી હતી.

'પણ નહોતી. '

'તું શું સુચવે છે?'

'કંઈ નહિ.'

પ્રેસીડેન્ટે કહયું, ‘મેયરને નેશનલ ગાર્ડ જોઈએ છે. ગવૅનર તે આપવા તૈયાર નથી, ગવૅનરને લશ્કર જોઈએ છે. હું તે આપવા તૈયાર નથી. હવે શું કરવું?'

‘મિ. પ્રેસીડેન્ટ, 'સલામતી સલાહકારે કહયું,'

'આપણે એક ટીમ ભેગી કરી અહીં એક પ્લાન બનાવો જોઈએ.'

'કોની ટીમ?'

'ગૃહખાતામાં ઉચ્ચ આરબ નિષ્ણાતની ત્રાસવાદી- ઓના માનસશાસ્ત્રીય સલાહકારની ગૃહખાતાના લીગલ એડવાઇઝરની એવા બીજાઓની.'

'ઓકે, ' પ્રેસીડેન્ટે કહયું અને વાસઈ પ્રેસીડેન્ટ તરફ ફર્યો. 'તું આ ટીમની નેતાગીરી લે. ડાયરેકટર આવે ત્યાં સુધીમાં તે તૈયાર હોવી જોઈએ.’

'યસ. સર. ડાયરેકટર ૪ વાગે આવશે. સાડા ચારે અહીં મળીશું ? ' વાઈસ પ્રેસીડેન્ટે કહયું.

*

યુનોની મહાસભા

૮૯૯ જણ છ માણસો દ્વારા કાબુમાં રાખવા મુશ્કેલ હોઈ અલ-વાસીએ સુચવ્યું કે દરેક દેશના અમેરિકામાં સ્થિત એલચીને જ બાનમાં રાખવો. દરેક દેશના પાંચ સહાયક ડેલીગેટોને ઈઝરાયલ સિવાયના -અને

મહાસભાના ત્રણ પ્રોસાઈડીંગ ઓફિસરોને જવાની છૂટ અપાઈ હતી.

પહેલાં અલ-વાસીએ ન્યુયોર્ક સીટીનો હવાલો સંભાળતા શખ્સને યુનોની મહાસભાના. મકાનની બહાર ડેલીગેટોના બારણે બે ટીવી સેટ લાવવાનું કહયું જમીન પર મૂકવાનું કહયું. ટીવી લાવવા માટે અલવાસીએ એક કલાક આપ્યો.

એક કલાક પછી ડેલીગેટોના પ્રવેશદ્વારનું બારણું ઉઘાડ્યું અને સફેદ ઝભ્ભાધારી એક આરબ બહાર આવી બંને ટીવી સેટ અંદર ખેંચી ગયો.

અલ-વાસીના માણાસોએ બંને ટીવી રોસ્ટ્રમ પર મુકયા અલ વાસીએ હોરોલ્ડ સેપરસ્ટીનની દિશામાં જોયું. ' હું માની લઉં છું કે આ મકાનની બહાર એવન્યુ ઉપર કેમેરામેનો ગેાઠવવામાં આવેલા છે. હવેથી એક નેટવર્કનો કેમેરા આગલા પ્રવેશદ્વારા પર ફોકસ થવો જોઈએ જેમાંથી હું અને ડેલીગેટો પ્રવેશેલા તારે કેમેરાને આગલા બારણા ઉપર જ કેન્દ્રિત રાખવાનો છે. ઉપરાંત મારે જે જોઈએ તે હું ચેનલ નં. ૭ સ્વીચ ઓન કરીને મેળવીશ.

‘તમે લોકો આ માગણી મંજુર રાખો છો કે નહિ તે જણાવો. તમને ત્રણ મીનીટ આપવામાં આવે છે.'

ત્રણ મીનીટ પછી ડેલીગેટોના પ્રવેશદ્વારની તસ્વીર પહેલી એવન્યુના બહારના દરવાજેથી શુટ થઈ.

'થેંકયુ, ચેનલ નં. ૭, ' અલ-વાસીએ કહ્યું. પછી તેણે દરેક ડેલીગેટને આંખે પટ્ટી બાંધીને હોલમાંથી પ્રવેશ દ્વારે લઈ જવાની જાહેરાત કરી. દરેકે ત્યાંથી ચાલતા ચાલતા દરવાજો વટાવી ફસ્ટૅ એવન્યુ પર જવાનું હતુ. જો કે સમગ્ર ઈઝરાયલી ડેલીગેશન હોલમાં રહેવાનું હતું. આઠ કલાક બાદ ૭૪૩ હોસ્ટેજોને છોડવામાં આવ્યા હવે હોલમાં ૧૫૬ રહ્યા. – યુ.એન. એલચીઓ, – ઈઝરાયલી ડેલીગેશન. – ટીવી ટેકનીશીયનો અલ-વાસીએ સૂચના આપી કે આઠે આઠ કલાકના આંતરે દિવસમાં ત્રણ વાર ખાણું ડેલીગેટોના પ્રવેશદ્વારની આગળના ભાગમાં આરસ નીચે મૂકવામાં આવે. ખોરાક એરલાઈનો વાપરે છે તેવી મોટી ટ્રેમાં લાવવામાં આવે. અલ-વાસીનો એક સાથી હોલ છેાડી ટ્રે લેવા જશે. ટ્રેનું કાટૅ ચલાવતો તે પાછો આવશે. મોબાઈલ બાથરૂમ પણ પુરો પાડવામાં આવે આ સિવાય બીલ્ડીંગમાં કંઈ પણ કે કોઈને પણ પ્રવેશવા દેવામાં ન આવે.

 

*

મોસ્કો

અલ-વાસીનો પ્લાન કેમલીનના ઉંચી છતવાળા એ રૂમમાં બેઠેલા શખ્સો સામે સ્પષ્ટ બન્યો ત્યારે મોસ્કોમાં સવારના સાડા ૬ વાગ્યા હતા આરબ જાસુસી ખાતાનો હવાલો સંભાળતા ઘડ ગ્લુશોનેવે પરિસ્થિતિનો કયાસ કાઢવાનો હતો.

'આ આપણું ઓપરેશનછે?'

'ના.'

'આપણો કોઈ માણસ એમાં છે?'

'ના.'

‘આપણા પૈસા?’

'હા,' ગ્લુશોનેવે કહયું. 'આપણે અત્ર-વાસીને અમુક નાણાં ભંડોળ પુરૂં પાડેલું છે. નહિતર અમેરિકન અવરોધ વધુ મજબૂત હોત.'

'છે જ.’

‘કદાચ.’

'તો, તું કંઈ છુપાવી રહયો છે, ગ્લુશોનેવે. જે હોય તે કહી દે.' ગ્લુશોનેવે ડોકું નમાવ્યું.

'એનું બજેટ કેટલું છે ? ' મેં એને જે રકમો આપી છે એટલું જ જાણું છું.'

' કેટલી?’

‘૨૩ લાખ અમેરિકન ડોલર '

તેની સામે બેઠેલા શખ્સના મોં માંથી સીટી નીકળી ગઈ. ‘ ઘણી મોટી રકમ કહેવાય.'

' હા. પણ તે એક અગત્યના કામ માટે આપી હતી. મધ્યપૂર્વ ના નિયંત્રણ માટે.'

'પણ કોઈ જાતની દોરી-સંચાર વિના?'

'અલ-વાસીને કંઇ સુચના આપવાની ન હોય. આપણે તેને ફકત સાધન-સામગ્રી માટે પૈસા આપીએ છીએ. તેણે મને જરાય નહિ ગભરાવા ખાત્રી આપેલી.'

'અને આપણા અમેરિકામાં મોકલેલા એલચી માટે આપણે ગભરાવાનું નથી ત ને?’

'ના.'

'પણ આપણા એલચી સામે આવું વર્તન થાય તેનો આપણે વિરોધ નહિ કરીએ, ગ્લુશોનેવ ? ’

'અલબત્ત, કરીશું. પણ વિરોધ વધારે બીજું કંઈ નહિ કરીએ.'

એક બીજા પુછ્યું,' અલ-વાસી આપણી પાસેથી વધુ મદદથી આશા રાખે છે?' 'તેને કોઈ અપેક્ષા નથી અને કોઈ શંકા નથી આપણે અલ-વાસીને તેની યોજના પૂરી કરવા દેવી જોઈએ.'

 

***