પ્રોજેક્ટ પ્રલય - 6 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રોજેક્ટ પ્રલય - 6

પ્રકરણ ૬

વ્હાઇટ હાઉસ

૪:૩૦.

વાઈસ-પ્રેસીડેન્ટે ઈમરજન્સી-ગ્રુપને ધ્યાનસ્થ કર્યું વાઈસ-પ્રેસીડેન્ટ ઉપરાંત ૬ પુરૂષ અને એક સ્ત્રીની ટોળકી વેસ્ટ પીંગના ભેાંયરામાં આવેલા કોન્ટ્રરન્સ રૂમમા બેઠી હતી. થોડા ફૂટ દુર કોમ્પ્યુટરોની બેંક પડી હતી.એક ખૂણામાં ત્રણ ટેલીવીઝન હતા, સામે ફોન હતેા.

વાઈસ-પ્રેસીડેન્ટે શરૂ કર્યું, તમે સૌ જાણો છો આપણે અહીં શા માટે ભેગા થયા છીએ, આપણે વિકલ્પો તેયાર‌ કરવાના છે. પ્રેસીડેન્ટ શું કરી શકે અને કયારે કરી શકે જો આ વિકલ્પો વિશ્વના હાઇજેકીં ગ’ની સમશ્યાનું નિવારણ કરી શકે તેા આપણું કાર્ય સિદ્ધ થયું ગણાય. જો કામ ચલાઉ નિવારણ શેાધાતું હોય તો તે પણ શોધવાની છૂટ છે. પણ જે કરો‌‌ તે જલ્દી કરો. સ્થિતિ વણસે તે પહેલાં કરો. અને એ કામ એટલે ત્રાસવાદીઓને પકડવાનું અને યુનોના ડેલીગેટોને હેમખેમ પાછા લાવવાનું અને મદય.પુવૅ ની હાલની સ્થિતિ જાળવી રાખવાનું ઈઝરાયલને છુટા પાડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી.'

'સલામતી સલાહકાર ડો.કોલાસ્કીને રોકવામાં આવ્યો છે.ડાયેરેકટર અહીં ગણત્રીની મીનીટોમાં આવે છે. આપણે અહીં હાજર છીએ. એટલે હવે જલ્દી સક્રીય બનો રૂમમાં તીવ્ર શાંતિ ફેલાઈ.

'હું હવે આરબ સ્પેશીયાલીસ્ટ વીલ વોટકીન્સને સૌ પ્રથમ પ્રશ્ન પૂછું છું. આ લોકો જે કરવાનો દાવો કરે છે તે કરી શકે તેમ છે ? જો કરી શકતા હોય તો કરશે ? કે પછી તે ખાલી ધમકી છે?'

'હાલ હું ટહી શકું નહિ અત્યારે અંધારામાં તીર ફેંકવા માન આ વાત છે. જો તેમની પાસે પુરતા પૈસા હોય, સંપુણૅ તાલીમ બધ્ધ માણસો હોય, દેશદાઝવાળા માણસો હોય તો તેઓ જે કરવા માગે છે તે કરી શકે.’

ચીફ ઓફ ધ આર્મી ની વ્યુહાત્મક યેાજનાઓના લેફ્ટે. જન ગ્રાન્ટ સાઈક્સ કહ્યું', ' આમાં કેટલા જો આવ્યા. અલબત્ત તેઓ કરી શકે તેમ છે. સવાલ છે શું?'

‘દાખલા તરીકે?’

‘તેઓ થોડા એલચીઓની કત્લ કરી શકે. તેઓ પુલેા ઉડાડી શકે, વિમાનેા તેાડી પાડી શકે, બંધો ફના કરી શકે. તેઓ વિમાનોનું અપહરણ કરી શકે તેઓ સીનેમાઓ સ્ટોરો અને રેસ્ટોરન્ટોમાં બોંબના ધડાકા કરી શકે. આ બધું તેઓ અગાઉ કરી ચૂકયા છે. ફરી પણ તેઓ આવું કરી શકે છે.'

'તેઓ કરશે?’

'કદાચ,’ વેાશીંગટનની વેટરન મેમોરીશલ હોસ્પીટલના માનસચિકિત્સા વિભાગના ચીફ ડૉ. ન્યુટન મુર જોન્સે કહ્યું. તે ત્રાસવાદીઓના માનસનો નિષ્ણાત હતો.

બારણું ઉઘડ્યું. સૌનાં ડોકાં ફર્યાં.

સીઆઈએનો ડાયરેકટર કોરબીન વીલીસ્ટન અંદર આવ્યો.

'સોરી, હું મોડો પડયો,' વીલીસ્ટને કહયું અને વાઈસ પ્રેસીડેન્ટે ચીંધેલી ખુરશીમાં જઈને બેઠો.

'વાંધો નહિ. કોરબીન. હમણાં જ ચર્ચા શરૂ કરી છે.'

વીલીસ્ટને રૂમમાં નજર નાખી તેા નેન્સી ડોલ્બીને હાથમાં પેડ સાથે બેઠેલા જોઈ, તેણે કહ્યું, 'આ રૂમમાં સ્ટેનોગ્રાફર ન જોઈએ.'

'કોરબીન’ વાઈસ –પ્રેસીડેન્ટે કહ્યું. 'આ છે. મીસ ડોલ્બી – ન્યુયોકૅની ડેપ્યુટી મેયર.'

ડોલ્બીએ ઉભા થઈ હાથ લંબાવ્યો. વીલીસ્ટને હસ્તધૂનન કર્યું.

'આ છે. આટૅ ડુલીટલ - સંરક્ષણ ગુપ્તચર સંસ્થાઓનો ગુપ્ત–સંશ્લેષણ વિભાગનેા વડો.'

'હલો.'

'હલો.’

'અને આ છે વીલી વોટકીન્સ - આરબ સ્પેશીયાલીસ્ટ.'

હસ્તધૂનન.

'આ છે ન્યુટન જોન્સ.’

સ્મિત ફરકયાં.

‘ગૃહખાતાનો વ્હીગલ એડવાઇઝર.'

'હલો.'

' હલો.'

'આ થઈ આપણી ટીમ પ્રેસીડેન્ટે આપણને પ્લાન શોધી કઢવાનું કહ્યું છે. ' વાઈસ પ્રેસીડેન્ટે કહયુ઼ં.

'સમજ્યો.'

'તારા મગજમાં કોઈ પ્લાન છે?'

વીલીસ્ટને કહયું, ‘આ બધી કાર્યવાહી ખુબ જ ગુપ્ત રાખવી જોઇએ, જાસુસીની ખાસીયત જ એ છે કે નાની સરખી માહિતી પણ ફુટી જાય તો ભયંકર પરિણામ લાવી શકે છે. કોઇએ આ રૂમમાંથી નાની સરખી ચબરખી પણ બહાર લઈ જવાની નથી. આ વિશે કોઈ પણ જાતની વાતચીત બહાર કરવાની નથી.'

‘જરૂર, ’ વાઇસ-પ્રેસીડેન્ટે કહ્યું. ' ખેર, કોરબીન તને ફાઈલો જોવાની તક મળી હતી?'

'યસ, સર.'

'તો?'

'આપણે ઘણુ ઓછું -’

સાઇકસે નસકોરાં ફૂંકયા.

'જાણીએ છીએ. મીલીટરી જાણે છે એટલું જ જેટલું જાણીએ છીએ તેટલું હું અહીં લાવ્યો છું.' તેણે બ્રીફકેસ ખાલી ફાઈલમાંથી રીપોટૅ ની નકલો કાઢી. ‘આ છે અલ- વાસનો સંપૂર્ણ હેવાલ, દરેક તે વાંચી લે.

જન્મ : ૧૯૩૬ સ્થળ : જેફ સલેમ

પિતા : યહુદીઓ સામે બળવાખોર આંદોલનોમાં સક્રિય કાર્ય કરતો હતો. ૧૯૪૮માં ઇઝરાયલની સ્થાપના થતાં જેફસલેમમાં ઝપાઝપીમાં માર્યો ગયો. અલ-વાસી તેના માતા અને બહેનને લઈને ગાઝા પટ્ટી નાસી ગયો અને શરણાર્થી કૅમ્પમાં રહેવા લાગ્યો.જ્યાં બીજા આવા હજારો શરણાર્થી ઓ રહેતા હતા. શિક્ષણ : તેણે ક્રાંતિકારી વ્યુહાનું શિક્ષણ લીધું ભાંગફોડ અને બોબધડાકાની તાલીમ પણ લીધી. ધરો, ગે,દામેા અને પંપીંગ સ્ટેશનો ઉડાડવાનો તે નિષ્ણાત બન્યો.

લીબીયન સક્રિયકોની આર્થિક સહાયથી તે ઈન્ગશીયન સ્કુલમાં ભરતી થયો. ૧૯૫૫ માં તે એલેકઝાન્ડ્રીયા યુનવ રસીટીમાં હતો. તેને ધમૅ અને પેાલીટીકલ સાયન્સમાં વધુ રસ હતો. પ્રેસીડેન્ટે નાસર અને અન્ય મિત્રોની મદદથી પેલેસ્ટાનીયન વિદ્યાર્થી ઓનું જનરલ યુનિયન ઊભું કર્યું.

ડીગ્રી લીધા પછી તે શીકાગેા યુનીવરસીટીમાં કાયદા શાસ્ત્રી ભણવા ગયો.

ત્રણ વર્ષ પછી ઈજીપ્ત પાછો ફર્યો. ભ્રમણ : તે ઈજીપ્ત, જોરડન, સીરીયા અને લેબેનોનમાં ખુબ ફરેલો છે.

પ્રવૃત્તિ : રાજકીય અને વ્યવસ્થાપન.

૧૯૬૪ના મે માં તેણે પેલેસ્ટાનીયન લશ્કરી પક્ષોના વડાઓની મીટીંગ ભરી અને પેલેસ્ટાનીયન કોન્સ્ટીટયુઅન્ટ કોંગ્રેસની રચના કરી. પાછળથી તે પેલેસ્ટાનીયન મુક્તિ સંસ્થા બની. તે આ ચળવળનો વડો બન્યો.

શરૂઆતથી તેણે જાહેરનામુ રચ્યું જે સંસ્થાએ મંજુર કર્યું હતું. તેના મુખ્ય મુદ્દા હતા

(૧) પેલેસ્ટાઈન આરબ પેલેસ્ટાનીયન લેાકેાનું વતન છે.

(૨) પેલેસ્ટાયનની ઇઝરાયેલે પચાવી પાડેલી ભુમિ આરબોની છે અને તેના પર ફક્ત આરબોનો હક છે.

(૩) પેલેસ્ટાનીયન આરબોએ શાશસ્ત્ર જ ગથી તેમની ભૂમિ પાછી મેળવવા જાગૃત રહેવું.

(૪) ૧૯૪૭ના યુનેાના ભાગલાનો ઠરાવ અને ઈઝરાયલની સ્થાપના ગેરકાનૂની છે.

(૫) પેલેસ્ટાનીયન મુક્તિ સંસ્થા પેલેસ્ટાનીયન ક્રાંતિ- કારી દળોની પ્રતિનિધિ છે.

(૬) કમાંડો કામગીરી એ સંસ્થાનું મુખ્ય હાર્દ છે.

સિધ્ધિઓ:

(૧) ૧૯૬૮ના ડીસેમ્બરમાં લશ્કરી વ્યુહ- કાર તરીકે નોંધપાત્ર સિદ્ધિ મેળવી. એથેન્સ એરપોટ ઉપર એક એલ અલ વિમાન ઉપર હુમલો કરી એક ઈઝરાયલીને મારી નાંખ્યો.

(૨) થોડા મહિના પછી ફરી ઝુરીચમાં એલ અલ વિમાન ૫૨ હુમલો કરી કોપાયલોટને મારી નાખ્યા અને પાયલોટને ઘાયલ કર્યો.

(૩) એ પછીના વર્ષામાં કેટલાય ત્રાસવાદી હુમલાઓ કરી અંશતઃ સફળતા મેળવી.

(૪) ફેબ્રુઆરી ૧૯૭૦માં તેણે જાતે એક સ્વીસ વિમાનની પાંખોમાં બોંબ ગોઠવ્યા. જેનાથી વિમાન આકાશમાં ભસ્મીભુત થતાં ૪૭ મુસાફરો માર્યા ગયા જેમાં ૧૫ ઇઝરાયલીઓ હતા.

૧૯૭૦ના અંત સુધીમાં તેના માણસોએ ત્રણ વિમાનોનું અપહરણ કર્યું અને તેમને ઈજીપ્ત અને જોડૅ નમાં ફરજિયાત ઉતરાણ કરાવ્યું. ત્યાં તેણે પ્લેનો બોંબથી ઉડાવી માર્યાં.

સપ્ટેમ્બર તેણે અહો દક્ષિણ લેબેનેાનમાં ખસેડયો. ૧૯૭૩ ના મધ્યપુવૅ ના યુદ્ધમાં તેને ખાત્રી થઈ ગઈ કે વિશ્વ તેની ઈઝરાયલ સામેની ચળવળ સાથે સંમત નહોતું.

(૫) ૧૯૭૪ ની વસંતમાં તેના સૈનિકો ઉત્તર ઈઝરાયલ પર ત્રાટકયા અને ઇઝરાયલી બાળકો મારી નાખ્યા. એ વર્ષના અંતમાં યુનોની મહાસભામા પ્રવચન કરવા તેને આમંત્રણ અપાયું.

(૬) ૧૯૭૫માં તેણે ભયંકર લશ્કરી હાર ખાધી. તેણે પેરીસના ઓરલી એરપોર્ટ પર એક એલ અલ જેટને બાઝુંકોઓ અને બોંબથી ઉડાવવાનો હુમલો ધડયો. હુમલો નિષ્ફળ ગયેા.

(૭) જૂન, ૧૯૭૬માં તેણે એર ફ્રાન્સ જેટનું હાઈજેડીંગ કર્યું. તે ગુપ્ત રીતે યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પર ગયો હતો અને મુસાફરોના બદલામાં પકડાયેલા ત્રાસવાદીઓને છોડી મુકવાની વાતાઘાટો કરી હતી. પરંતુ ઈઝરાયેલી કમાડો ના હુમલાથી તેની આખી યોજના જમીનદોસ્ત થઈ ગઈ હતી. તે પછી અલ-વાસી ભુગભૅમાં જતો રહયો.

બારણું ખખડ્યું. ગાડે વાઇસ-પ્રેસીડન્ટને એક સીલબંધ પરબીડિયું આપ્યું. તેણે એ પરબીડિયું વીલીસ્ટનને આપ્યું. વીલીસ્ટને કાગળ વાંચી ખીસામાં નાખ્યો.

'આ બધું વિચિત્ર છે,' વોટકીન્સે કહયું.

'શું?'

'આપણે તેના વિશે જાણીએ છીએ એ કરતાં તેના વિશે નથી જણતા એ ઘણું છે.’

નિરવ શાંતિ ફેલાયેલી રહી.

'બચાવના પ્લાન માટે કોઈ ઉકેલ જ નથી?' ડોલ્બીએ પૂછ્યું.

'તેના માટે પૂરતી માહિતી જોઈએ,' જોન્સે કહયું. 'યુનોના મકાન ઉપર કંઈ આડેધડ હુમલો થાય નહિ. આપણે તેની સાથે વાટાઘાટો કરવી જ પડશે.’

'અશકય,' સાઈકસે કહયું.

તેઓ આ ધમકી નથી આપી રહયા એ પણ નક્કી છે, ' વીલીસ્ટને કહયું.

'મળતી માહિતી પ્રમાણે આરબ એજન્ટો સ્ટેટસમા ધુસી ગયા છે. એફ.બી.આઈ. તપાસ કરી રહી છે.'

'તેઓ ન્યુયોર્કમાં ૭મા આરબને શેાધી ૨હયો છે?' ડોલ્બીએ પુછ્યું.

વીલીસ્ટને પુછ્યું, ‘તને કોણે કહ્યું?'

'મેં ટીવી પર ગણેલા.’

'સમજ્યો.'

બીજા હસ્યા.

'તને કોણે ક્હ્યું, મિ. વીલીસ્ટન!'

'એ હું કહી શકું તેમ નથી' મીસ ડોલ્બી.'

'તો પછી આજે કોઈ નક્કર યેાજના આપણે રજુ કરી શકીએ તેમ નથી એમ જ માનું ને, ' વાઈસ-પ્રેસીડેન્ટે કહયું. 'ઓકે, તો હવે આપણે કાલે સવારે સાડા આઠે મળીશું.'

'છુટા પડતાં પહેલા એક માહિતી આપું,' વીલીસ્ટને કહયું. ‘આવતી કાલે આપણી ટુકડીમાં એકનો વધારો થશે. ઇઝરાયલી સરકારે આપણને સહકાર આપવાનું નકકી કર્યું છે.'

 

***