પ્રકરણ ૮
યુનો મહાસભા હોલ
હોલમાં વાતાવરણ બદલાઇ ગયું હતું. દરેક દિવાલ અને બારણા પર સુરંગો ગોઠવાઈ ગઈ હતી. પેલેસ્ટાની- યનો ચારે દિવાલે ચોકી કરતા હતા. ડેલીગેટોને હુકમ વિના છોડવાની પરવાનગી નહોતી.
ચાર-ચાર કલાકના આંતરે તેમને એઈલમાં પગ છૂટો કરવા હરવાફરવાની છૂટ અપાઈ હતી. સંડાસ જવા માટે રજા લેવા આંગળી ઉંચી કરવાની હતી.
અલ-વાસી પોડીયમની એક ખુરશીમાં બેઠો હતો.બાકીની બે ખુરશીઓ ખાલી હતી. પોડીયમ પર બે ટીવી સેટ હતા. એક સેટ પર ડેલીગેટોના દ્વારનું દશ્ય જ સ્થિર હતું. બીજાના પડદા પર શીકાગોનો પાણી પુરવઠો ઝેરી બનાયાના સમાચાર પ્રસારિત થયા ત્યારે તે હસ્યો. તેણે સ્વીચ પાડી. પડદો સફેદ થઈ ગયો. તે પ્રેક્ષકો તરફ ફર્યો.
‘તમારા દેશોને અમારી ભૂમિ અમને આપવા અપીલ કરો. તમને ખબર નહિ હોય કે અમે શીકાગોની સમગ્ર પાણી પુરવઠાને ઝેરી બતાવી દીધો છે.'
હાલમાં ખળભળાટ વ્યાપ્યો.
'છતાં અમે મારા નથી, અમે તારનારા છીએ. તેથી શહેરના લેાકોને અમે ચેતવણી આપી—પાણી લાલ કરી નાખ્યું જેથી તેઓ પીએ નહિ. હવે પછી અમે આટલી છૂટ પણ નહિ આપીએ.’
અલ-વાસી ખુશ થયો. આ વેળા ડેલીગેટો તેને ધ્યાનથી સાંભળતા હતા.
'પણ બીજી વાર કદાચ આવું ન બને એમ ઈચ્છો. તમે પોતાની જાતને બંદી માનશો નહિ -તમારી આઝાદી તમારે જાતે પસંદ કરવાની છે.’
'પેલેસ્ટાઈન મુકિત સંસ્થાએ એક ઠરાવનો મુસદ્દી ઘડયેા છે. હવે તમારે મત આપીને તે માન્ય કરવાનો છે. હું ઠરાવ વાંચ્યું છું.
'મહાસભા પેલેસ્ટાઈન મુક્તિ સંસ્થાની વિનંતિથી પેલેસ્ટાઈનની ભૂમિના ભાવિના પ્રશ્ને ખાસ મળ્યા પછી હાલની સ્થિતિ રાષ્ટ્રો વચ્ચે સામાન્ય સારાસારી અને સુમેળભર્યા સંબંધોને વણસાવે તેવી બની હોઈ તે નીચે પ્રમાણે ઠરાવ કરી હુકમ કરે છે.
'(૧) ૨૯-૧૧-૪૯નો ઈઝરાયલની સ્થાપનાનો મહા- સભાનો ઠરાવ રદબાતલ ગણવામાં આવે છે;
‘(૨) ઈઝરાયલની સરકાર કોઇ શહેરના કાબુ કે કબજામાં રહેલા બધા શસ્ત્રો મહાસભા દ્વારા તાત્કાલિક ઉભા કરેલા શસ્રોગારોમાં જમા કરાવવામાં આવે અને આગામી સરકાર સુચવે તેવી એજન્સીઓને આપવામાં આવે;
'(૩) ઈઝરાયલનું અસ્તિત્વ આજથી તાત્કાલિક રદ્દ થાય છે ; ' (૪) ૫-૬-૬૭ પછીથી પકડેલા બધા જ ત્રાસવા- દીઓને ઈઝરાયલે જે તે દેશોને પાછા સોંપી દેવા.
‘(૫) ઈઝરાયલ જે પ્રદેશ છોડી દે તેને પેલેસ્ટાઇન તરીકે ઓળખવામાં આવે.
‘(૬) પેલેસ્ટાઇન મુકિત સંસ્થાને પેલેસ્ટાઇનની કાયદેસરની સરકાર તરીકે માન્યતા આપવામાં આવે.’ એલેફ-પઅલ-વાસીએ ઉંચે જોયું. ‘ડેલીગેટો, હવે વોટીંગ કરીએ,' હોલની બંને બાજુએ બે મોટાં પાટીયા હતાં જેના પર મહાસભાના સભ્ય દેશોના નામ છાપેલા હતા. દરેક નામ સામે ત્રણ જુદા જુદા રંગના બલ્બ હતા. દરેક સભ્ય દેશ તેના ટેબલ પર મુકેલા ત્રણમાંના એક બટનને દાબી પોતાનો વોટ આપી શકે છે. બટન દાબે તે પ્રમાણે પાટીયા પર બલ્બ સળગતો હતો.
લીલી બત્તી- ‘હા.’
લાલ બત્તી- 'ના.’
પીળી બત્તી- ‘મત આપવાથી બાકાત '
અલ-વાસીએ ઉંચે જોયું.
શાંતિ છવાઈ.
તેણે કહ્યું. ‘અફઘાનીસ્તાનના એલચી વોટ આપે.'
*
વોશિંગ્ટન ડી.સી. શીકાગોનું પાણી ઝેરી બનાયાના સમાચાર સી.આઈ.એને ૫:૨૭ વાગે સવારે મળ્યા.
૫.૩૬ વાગે ફોન કોરબીન વીલીસ્ટનના બેડરૂમમાં રણકયો.
'સર, ડ્યુટી ઓફિસર. ત્રાસવાદીઓ ત્રાટકયા છે. મીલીસ્ટને કપડાં પહેરતાં પહેરતાં વાતચીત કરી. 'વાઈસ પ્રેસીડેન્ટને ફોન કર કે ૭ ૩૦ વાગે વ્હાઈટ હાઉસમાં-ઈમરજન્સી ગ્રુપ સાથે મળે.'
૬-૧૫ સુધીમાં તો ઈમરજન્સી ગ્રુપના એક એક સભ્યને જાણ કરી દેવામાં આવી. જનરલ સાઈકસ પર ફોન આવ્યો ત્યારે તે તૈયાર થઈને નાસ્તાના ટેબલ પર બેઠો હતો. નાન્સી ડૉલ્બીએ છાપું ઉપાડયું તો તરત જ નજર મોટા અક્ષરના મથાળા ઉપર પડી.
'આરબો યુનોને હાઈજેક કરી. ૧૫૬ ડેલીગેટોને બાનમાં લે છે.'
તે બહાર ગઈ અને એક કૉફીશોપ શોધી કાઢી.બીજા કોઇ ઘરાકો નહોતા. રેડીયા પર શીકાગો પર ત્રાટ- કેલી હોનારતના સમાચાર પ્રસારિત થતા હતા. કાઉન્ટરમેન ફર્યો.
'મોરનીંગ,' તેણે કહયું. ‘કોફી?'
'હા અને બટડૅ ટોસ્ટ,'
'આ લોકો પાણી પૂરવઠાને કઈ રીતે ઝેરી બનાવી શકે?' તેણે કોફીનો મગ સરકાવતા પુછ્યું. 'તેમને જરૂર સાગરીતો હશે. ' તેણે અવાજ ધીમો કર્યો.’એક વાત કહું? તેઓ હવે શું કરશે તે વિશે મારા મનમાં એક થીયરી છે. ’
'કઇ?'
તેણે ટોસ્ટરમાંથી બ્રેડની બે સ્લાઈસો નેન્સી સામે મૂકી અને આજુબાજુ નજર ફેરવી.
'મને લાગે છે તેઓ દુનિયાના દરેક મુખ્ય શહેર ઉપર એકી ટાણે આ રીતે ત્રાટકશે. દરેક શહેરમાં જુદી યુકિત અજમાવશે. શીકાગોથી આ લોકો ઉપડીને અહીં વોશીંગ્ટનની ઈમારત તોડી મીયાંમીમાં જઈને આગ લગાડશે એ રીતે.'
'તેઓ એવું કરી શકશે?'
'કેમ નહિ?’
‘એવું ઓપરેશન ઘણું મોંઘુ ન પડે?'
'ના. એમની પાસે તેલના લીધે નાણાની રેલમછેલ છે.'
ડોલ્બીએ નાસ્તો પુરો કર્યો અને ઉભી થઇ અને પસૅમાંથી પૈસા કાઢ્યા.
કાઉન્ટરમેને કહ્યું, 'જોજે હો! હું જરા ભડભડિયો છું. કોઈને કંઈ કહેતી નહિ.'
'જરૂર.'
*
ડોલ્બી ૭–૨૦ વાગે વ્હાઈટ હાઉસ પહોંચી ડૉ.-જોન્સ ઈમરજન્સીગ્રુપ કોન્ફરન્સ રૂમમાં હાજર હતો. ટેબલ ઉપર કોફી કેક અને કૉફી પોટ હતું. ડૉ. જોન્સે તેને સત્કારી.
થોડીવારમાં બીજા આવ્યા.
છેલ્લે વાઈસ પ્રેસીડેન્ટ અને ડ્રેગનન કોલાસ્કી આવ્યા. વાઇસ પ્રેસીડેન્ટે કહ્યું, ‘હું માનું છું આપણે કોરબીન વીલીસ્ટનની રાહ જોઈએ. તે ઈઝરાયલી એજન્ટ સાથે આવી રહ્યો છે. ત્યાં સુધી નાસ્તો કરો.
પણ એટલામાં તો વીલીસ્ટન અવરામ તલ સાથે રૂમમાં પ્રવેશ્યો. ઓળખવિધિ થઈ. વાઈસ-પ્રેસીડેન્ટ ઉભો થયો. 'તમે સૌએ શીકાગો વિશે તો સાંભળ્યું હશે અલ- વાસી તેના પર મગરૂર છે. શું આ તેનું જ ઓપરેશન છે?'
'જોગાનુજોગ બનેલ ઘટના તેા ન જ હોય, ' વોટકીન્સે કહ્યું. ' આ તેમનું વ્યવસ્થિત કાવતરૂં લાગે છે.’
'અત્યાર સુધીમાં ૪૨ જણ મરી ગયા,' વીલીસ્ટને કહ્યું. ‘મૃત્યુનો આંકડો કેટલે પહેાંચે છે તે જોવાનું રહયું.’
'આપણે જાણીએ છીએ વધારાનો આરબ કયાં ગયો.' પીકનીએ કહ્યું. ‘તે ન્યુયોકૅમાં રોકાયો નથી.'
જનરલ સાઈકસે કહ્યું. જરૂરી નથી. એ કામ કોઈ પણ કરી શકયું હોય. પંપ દ્વારા ઝેર વોટર મેઈનના પ્રવાહથી ઉંચા દબાણે સીસ્ટમમાં દાખલ જ કરવાનું ને. બીજું શું કેમ તલ?’
'હા, જનરલ,' તલે કહ્યું. ‘કામ પતાવી એને દૂર લઈ જાઓ અથવા બોંબથી ઉડાવી દો.’
''અટલા કામ માટે કેટલા માણસેા જોઈએ?' ડોલ્બીએ પુછ્યું.
'એક, બે કે ત્રણ.'
‘તો સાતમો આરબ એકલો પણ આ કરી શકયો હોય?’
‘હા.' સાઈકસે કહયું. ' પણ તે સંભવિત નથી.'
'કેમ?'
'એરપોટૅ પર ૭ આરબ લીમોસીનેામાં બેસે છે. કોઈ ઉતર્યું નથી. તેથી એક માણસ ન્યુયોકૅ સીટી પોલીસની નજરમાંથી છટકીને એરપોર્ટ પાછો જાય છે. વિમાનમાં શીકાગો ઉપડે છે, પંપ લઈને તથા બીજી સામગ્રી ભેગી કરીને વહેલી સવારના પાણીને ઝેરી બનાવી, પંપનો નિકાલ કરી અદ્રશ્ય થઈ સંભવિત નથી.’
‘ફકત ફલાઈટ, બીજું સંભવીત છે. ઉપરાંત, કોણ? જો સાથી હોય તો તે કાણ છે?'
'અને એ શખ્સ ગયો ક્યાં? ખેર, સાતમો આરબ વિમાનમાં શીકાગો ગયાનું હું માનતો નથી. અલ-વાસી પહેલેથી જ ત્યાં કોઈ બીજાને મોકલ્યો હશે,' સાઈકસે કહયું 'તો પછી તેણે બીજે પણ તેના માણસો મોકલ્યા હશે.' ડુલીટલે કહયું.
'શા માટે?’
'થીયરીનો અર્થ શો રહે? ’
'તેઓ કયાંથી આવે છે એ સવાલ નથી, સવાલ મહત્વનો એ છે કે તેણે કેટલા જણ રોકયા છે. શીકાગોથી શરૂ કર્યું છે તે કંઈ બે ત્રણ માણસોથી બધે નહિ થઈ શકે.’
‘તેનો આધાર એ શું કરવા માગે છે તેની ઉપર છે. ' તો તેણે હોનારતોનું પૂર્વ આયેાજન કર્યું છે?’ વોટકીન્સે પૂછ્યું.
'હા,' તલે કહયું ‘તે જો અહીં પાણી ઝેરી બનાવી શકતો હોય તેા બીજે કંઇ નવી જ આપત્તિ લાવી શકે છે, કેમ, જનરલ?'
'હા. અલ-વાસી પેાલી ધમકીઓ આપતો નથી એટલું નક્કી છે, તેની પાસે માણસેા છે. જુદી જુદી જગ્યાએ પથરાયેલા છે. સમગ્ર વિશ્વમાં. હું માનું છું હજી વધુ હુમલાઓ થશે.’
'આ તેા ખતરનાક કહેવાય,' મીકનીએ કહયું. 'અલ-વાસી હિંસાની કામગીરીઓ અનિયંત્રિત બનશે એમ કહે છે તે તેમ માનો છો?’ વાઈસ-પ્રેસીડેન્ટે પુછ્યું.
'આ તો કયામત–મશીન જેવું લાગે છે.’
‘કયામત– મશીન?'
'એક એવી પ્રયુકિત કે જેને ચાલુ કરતાં આખી દુનિયા સાફ થઈ જાય, ’ સાઇકસે કહયું.
'કેવી પ્રયુકિત? બોંબ?'
' હા, અથવા તેા શ્રેણીબંધ ત્રાસવાદી હુમલા.'
'તેઓ એમનું ધાર્યું કરે તેા તેમને તાબે થવાનો અથૅ નહિ. તેમને રોકવાનો રસ્તો તો હશે જ.'
'અલ-વાસી પાસે તેમનો કાબુ હશે,'
'સજ્જનો ' તલે કહયું. ‘હાલ મહત્વનો છે સમય. આપણી પાસે કેટલો સમય છે?’
'આવતા હુમલા સુધી?'
'કઈ રીતે કહી શકાય?'
‘હં, હું ઈઝરાયલ પાસે કેટલો સમય છે તેની વાત કરૂ છું. એકત્રિત ડેલીગેટો ઇઝરાયલની નાબુદીનો વોટ આપે તે પહેલાં કેટલો સમય છે?'
‘એનો ક્યાં સવાલ જ છે,' વાઈસ-પ્રેસીડેન્ટે કહયું. યુ. એસ. ઈઝરાયલના સાર્વભૌમત્વમાં કોઈ દખલગીરી નહિ સાંખી લે. આવા મતદાનનો અથૅ નથી.'
'થેંકયુ. સર પણ આજે નહિ તેા કાલે, અઠવાડિયા પછી, મહિના પછી દુનિયા આ મેલી રમતથી થાકી જશે. તે રાહ નહિ જુએ. એ વેળા તે ઈઝરાયલનો ભાગે આપતા નહિ અચકાય. બીજાઓ જે પગલાં લેશે તેને તમે નહિ રોકી શકો.'
'તો શું તું એમ માને છે કે દુનિયા ઈઝરાયલનો નાશ થવા દેશે?'
'હા, મિ. પીકની, હા.' તલે તેની ડાખી બાંય ખોલીને વાળી અને તેના હાથ પર છૂંદેલ નંબર બતાવ્યો ૩૪૯૫૭૬.
'હું રોજ આ નબર જોઉં છું. ગાયની જેમ તેમણે મને ડામ દીધેલો. રીશના નિયમો પ્રમાણે. ગળે ફાસો હોય ત્યારે કાયદાઓમાં મને વિશ્વાસ બેસતો નથી.'
શાંતિ છવાઈ.
બારણું ખખડ્યું.
એક મરીન સાર્જન્ટે ફોલ્ડર વીલીસ્ટન સામે મૂક્યું જે તેણે વાંચ્યું.
'વોટર પંપીંગ સ્ટેશનથી બે બ્લોક દૂર એક આમૅરીમાં આગ લાગેલી અને ધડાકો થયેલો,' તેણે કહ્યું. 'લાયબંબાવાળાઓ આગ બુઝાવી રહ્યા ત્યાં સુધીમાં કંઈ ન રહ્યુ. એક ટ્રેલર ટ્ક ઉડાવી દેવાઈ. કોઈ મશીન ઓગળીને ગઢ્ઢો થઈ ગયેલું. બાજુમાં ૫૦૦ ગેલનનું સ્ટીલ ડ્રમ હતું.'
‘આ બધું બતાવે છે તેમણે શી રીતે કરેલું.' સાઈકસે કહ્યું. 'કામ પતાવીને નાસી ગયા.’
'નાસી નહોતા ગયા.' વીલીસ્ટેન ક્હ્યું.
'તો?'
'ગેાદામમાં બે હાડપીંજર મળી આવ્યા.'
'માય ગોડ!'
'કોઈ હથીયાર મળેલું?' તલે પુછ્યું.
'હથીયાર શા માટે? '
'તેઓ કંઈ આગ લગાડયા પછી અંદર પડી ગયા ન હોય.'
'ધડાકો અકસ્માત થયો હોય.'
'મને શંકા છે.'
'રૂમમાં એક ધાતુનો ગઢ્ઢો મળેલો. પોલીસ માને છે તે સ્મીથ એન્ડ વેસન ૪૫ હતી.’
'સરસ,' તલે કહયું.
'મતલબ કે તેમનું ખૂન કરવામાં આવેલું ? ’ પીકનીએ પૂછ્યું. ' અલબત્ત.’
'આરબ ત્રાસવાદીઓનો આ શિરસ્તો નથી.'
'હા. અલ-વાસી તેના ત્રણ શ્રેષ્ઠ એજન્ટોને મોકલી ત્રીજા દ્વારા એને મરાવી નાખે નહીં.’
‘આપધાત હશે?'
'તેમને પાછળથી ઠાર કરેલા હશે. જયારે તેઓ રૂમમાં ગેસોલીન છાંટતાં હશે. પાથેાલેાજીસ્ટો ચેકીંગ કરશે ત્યારે તેમને ખબર પડશે કે તેઓ સ્થાનિક માણસો હશે આરબો નહિ હોય. અલ-વાસીએ ખતરનાક ખેલ ખેલ્યો લાગે છે. તેણે શ્રેણીબંધ ટાઈમબોબો ગોઠવ્યા લાગે છે.
'આપણે અલ-વાસીને ખત્મ કરી નાખવો જોઇએ.' પીકની બોલ્યો
'હા, પણ કેવી રીતે?’
'આપણને માનસશાસ્ત્રીય રૂપરેખાની જરૂર છે.' ડૉ. જોન્સે કહયું.
'રૂપરેખા બહુ થઇ ગઇ,' ડોલ્બી બોલી. 'કંઈ નક્કર કામ કરો.’
‘હજી નહિ,’ લીસ્ટને કહ્યું.
'આપણે તેને શું ઓફર કરી શકીએ તેમ છીએ તે આપણે શોધી કાઢવું જોઈએ.' ડૉ. જોન્સે કહયું.
'આપણે તેને કંઈ આપી શકીએ તેમ નથી,' તલે કહયું.
'પણ કોઈક તો શકયતા હશે જ.'
'બીજી એક વાત.'
'કઈ?'
‘અલ-વાસીના પ્લાનને એક ખાસ તમત, ઢબ હશે. આપણે તે શેાધવી જોઈએ.' તલે કહયું.
વોટકીન્સે કહયું, ત્રાસવાદનો હેતુ છે અંધાધૂંધી.’
'આ ફકત ત્રાસવાદી કામગીરી નથી.' જનરલ સાઈકસે કહયું.
'અલ-વાસી પાગલ નથી.' ડૉ. જોન્સે કહયું ‘તે આડેધડ વતૅતો નથી. આપણે તેની પદ્ધતિનો અકૅ શોધવો જોઈએ.’
'બસ?'
'બસ.’
શાંતિ ફેલાઈ.
‘બે મીનીટ.’ વાઈસ-પ્રેસીડેન્ટે કહયું, ઓકે, તો હવે આપણે ફરી અઢી વાગે મળીએ છીએ. દરમ્યાન, કોરબીન, તું જાસુસી માહિતી પુરી પાડ.’
'જરૂર.’
'ડો. જોન્સ, તું કનૅલ તલ સાથે ચર્ચા કર. અલ-વાસીના ત્રાસવાદની ઢબ કઈ છે?'
'ઓ કે, ' ' જેનીંગ-’
'યસ, સર ? ' પીકનીએ કહયું.
'તું આપણને વિશ્વભરમાંથી મળતી જુદી જુદી સેંકશનોની યાદી બનાવ’
‘યસ, સર.’
'આટૅ, તારે કેબલોનું પૃથકકરણ સંભાળવાનું 'જરૂર.' ' નેન્સી, તારે ન્યુયોર્કમાં જે કંઈ બની રહયુ તેનો અપટુડેટ રીપોટૅ આપવાનો રહેશે.’
‘યસ, સર.’
'બીજુ કંઈ ? ’
શાંતિ.
'તો પછી અઢી વાગે મળીશું.'
***