JAILER movie review મારી નજરે vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

JAILER movie review મારી નજરે

નમસ્કાર મિત્રો હું વિશેશ ફરીએક વાર આપની સમક્ષ છું સુપરસ્રટાર રજની સરની જેલર મુવીના રીવ્યુ સાથે,




જેલર મુવીના ડિરેક્ટર છે નેલસન દિલીપકુમાર, ડોક્ટર જેવી હિટ ફિલ્મના ડિરેક્ટર પણ તેઓ જ છે,


ફિલ્મના પ્લોટની વાત કરીએ તો રજની કાંત એક રીટાયર જેલર છે જે હવે પોતાની ફેમિલી સાથે ખુશીથી રહી રહ્યા છે, તેમનો પુત્ર પણ પોલીસ ઓફિસર છે અને તેમનો પોત્ર હજી નાનો છે સ્કૂલમાં ભણવા જાય છે અને દાદા સાથે યૂટ્યૂબ ચેનલમાં નવા નવા એન્ટ્ટેનિંગ વિડિયો બનાવી મજાનો સમય વિતાવે છે,




ફિલ્મનો વિલન રાજ્યમાંથી ભગવાનની મૂર્તિઓની ચોરી કરીને વિદેશમાં મોકલે છે અને લોકોની ભાવના સાથે રમત રમે છે સાથે - સાથે ઘણી હત્યાઓ પણ કરે છે, તેને રોકવા માટે ટાઇગર મુત્તુ પાંડિયન એટલે કે રજની સરનો છોકરો તેને રોકવાના પ્રયત્નો કરે છે એટલે રજની સર અને તેમની ફેમિલીને ધમકીઓ મળવાનું શરુ થઇ જાય છે,



તેમનો પુત્ર જે પોલીસ ઓફિસર છે તે કિડનેપ થઇ જાય છે અને, રજની સરને પણ સિસ્ટમ કોઈ પ્રકારની મદદ તેને શોધવામાં કરતી નથી ત્યારે રજની સર તેમના જુના બે મિત્રોનો કોન્ટેક્ટ કરે છે અને પછી રજની સરની બેક સ્ટોરી બતાવવામાં આવે છે,




ઇન્ટરવલ આવે છે ત્યારે સિવા રાજકુમાર સરનો અને મોહનલાલ સરનો સ્વેગ સાથે રજની સરનો ધમાકેદાર કમબેક સ્વેગ સાથે અનિરુદ્ધ નું ગજ્જબનું bgm આપણને સાંભળવા મળે છે,





ફિલ્મ ઇન્ટરવલ સમયે હીરો અને વિલન બંને એક સામે હોય છે ત્યારબાદ જયારે રજની સરના ઘર ઉપર વિલનના ગુંડાઓ હુમલો કરે છે ત્યારે એક- એક ને તેઓ ધૂળમાં ભેગા કરી નાંખે છે અને તેમના પતની કહે છે કે હવે આને ક્યારે રોકી શકાશે તો રજની સર બોલે છે કે હવે આ વિલનની મોત પછી જ રુકશે,



ખરેખર ફિલ્મમાં એક એવી પટકથા રચવામાં આવી છે જે આપણને બાંધી રાખવામાં ખુબ જ સરળ અને સફળ રહે છે, ફિલ્મ આપણી સમક્ષ ઘણા પાસાઓ મૂકે છે,



ફિલ્મમાં કોમેડી પણ ખૂબ જ આનંદ દાયક જોવા મળે છે યોગી બાબુ પણ ફિલ્મમાં ખુબ જ હસાવે છે તેમનો રોલ પણ ફિલ્મમાં અગત્યનો જોવા મળે છે,



ફિલ્મનો વિલન અતરંગી ખોપડીનો છે જે પોતાના માણસો ઉપર પણ વિશ્વાસ નથી કરતો માત્ર તેને પોતાના કામથી જ મતલબ છે તે પોતાની દરીંદગી માટે જ હત્યાઓ કરતો અને લૂંટ કરતો જોવા મળે છે,




રજની સરની બેક સ્ટોરીમાં એમને જેલરની પોસ્ટ ઉપર રહીને ઘણા જ અપરાધીઓને સીધા કરેલા પણ આ વિલન ભૂલી ગયો કે આ વખતે તેનો સામનો ટાઇગર મુત્તુ પાંડિયન સામે છે, બંને વચ્ચે માઈન્ડ ગેમ જોર બતાવાઈ છે,



રજની સરનો સ્વેગ પણ જોરદાર આપણને જોવા મળે છે જે આપણો ફિલ્મ દેખવામાં વધારે ઇંટ્રેસ્ટ લાવવામાં મદદરૂપ થાય છે, અને આપણને ફિલ્મ જોવામાં ખુબ જ રસ પડે તે રીતે બાંધી રાખવામાં સફળ રહે છે,



રજની સરનો પોતાના પુત્ર પ્રત્યેનો પ્રેમ એટલો અટલ હોય છે કે જયારે તે નાનો હોય છે અને તેનો દાંત પડી જાય છે તો તેને લોકીટમાં લગાવીને પહેરે છે તેઓ, પણ તેઓ પોતાના કર્તવ્ય પ્રમાણે જ જીવનમાં ચાલે છે આ તમે ફિલ્મ દેખશો ત્યારે જ તમને સમજાશે કે એક પિતાએ એ નિર્ણય કઈ રીતે લીધો હશે,




ફિલ્મમાં રજની સર એક ધર્મ પરાયણ વ્યક્તિની ભૂમિકામાં છે તેઓ પૂજા પાઠ કર્યા બાદ જ સવારની શુભ શરૂઆત કરે છે,


ફિલ્મનો ક્લાઈમેક્ષતો ગજ્જબનો છે, સીવરાજ કુમારસર મોહનલાલ સર અને રજની સર એક સાથે પોત - પોતાની સ્ટાઈલમાં સિગાર સળગાવતા જોવા મળે છે પણ હા હું એટલું કહીશ સિગાર સેહત માટે હાનિકારક છે તેને ફિલ્મ સુધી જ સીમિત રાખીશું બાકી ફિલ્મ must watch છે 😇


મારો રીવ્યુ ગમ્યો કે નહિ તે ફિલ્મ જોઈ જરૂર જણાવજો જલ્દી મળીશું એક નવી કહાની સાથે,


જય હિન્દ, વંદે માતરમ 🇮🇳