નમસ્કાર મિત્રો હું ફરીએકવાર તમારી સમક્ષ છું Bahubali એટલે કે પ્રભાસની આવતા વર્ષે એટલે કે 2024 માં ભારતીય સિનેમાના ઇતિહાસને બદલવાની તાકાત ધારાવનારી ફિલ્મ ના નાનકડા ગલિમ્પસ વિશેની વાત કરીશ...
આખરે project k નો પડધો ઉઠ્યો અને 2 વર્ષથી આ project k ફિલ્મનું ઓરીજીનલ નામ શું છે તે પણ જાણવા મળ્યું, અમેરિકાના સેન્ડિંયેગો કોમિક કોન ફેસ્ટિવલમાં આપણી ભારતીય સિનેમાની સોંથી મોટી અને મોંઘી ફિલ્મનું ગલિપમ્પસ રિલીસ થયું જેમાં આપણને પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે, મીડિયા અનુસાર આ ફિલ્મમાં પ્રભાસ એ ભગવાન કલ્કી એટલેકે વિષ્ણુ ભગવાનના દશમાં અવતારની ભૂમિકામાં આપણને જોવા મળશે, ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ સર પણ એક અનમોલ રોલમાં જોવા મળશે તે પણ મહાભારત ઉપર આધારિત રોલ હશે એવુ મીડિયાના જણાવ્યા મુજબ જાણવા મળ્યું છે...
ફિલ્મની કહાની ડિસ્ટોફિયન ફ્યુચર ઉપર આધારિત હશે જેમાં બધે જ અંધકાર ફેલાયેલો જોવા મળશે ત્યારે એક આશાની કિરણ તરીકે પ્રભાસનું પાત્ર બધે પ્રકાશ ફેલાવવા માટે સૂત્રધાર બનશે અને સમગ્ર વિશ્વમાં સત્યનું સતત્ય સ્થાપશે, મીડિયામાં પણ આ પ્રમાણેની ખબરો જોવા મળી રહી છે...
ફિલ્મના ગલિમ્પસ રિલીસ કરતી વખતે આપણી બાહુબલી ફિલ્મના ભાલ્લળદેવ એટલે કે રાનાડાગ્ગુબતી એ કહ્યું કે હું જેમણે આમંત્રિત કરી રહ્યો છું એ માત્ર હીરો નથી પરંતુ સ્વભાવમાં પણ ડાર્લિંગ માણસ છે અને ત્યારે તે સમયે પ્રભાસની એન્ટ્રી થઇ તે સમયે રાનાએ ડાઈલોગ બોલ્યો the rebel star prabhas ⭐️💫 અને પછી ત્યાં બેઠેલી ભીડ ત્યાં જોર જોરથી તેમનું નામ લેવા લાગી...
મેં આ ગલિમ્પસને રાત્રે 2 વાગે જોયું હતું, અને એ સમયે આ નાનકડા ગલિપમ્સના દ્રશ્યો જોઈ ખરેખર મન પ્રફફુલ્લિત થઇ ગયું,
પ્રજા બહુ જ દુવિધામાં છે અને ત્યાં વિલનો પ્રજાને હેરાન કરી રહ્યાં છે અને પછી જેટ શૂઝ સાથે પહેલા પ્રભાસના પગના દ્રશ્યો દેખાય છે અને પછી ફ્યુ્ટરેસ્ટિક સુપરહીરો સૂટ સાથે આપણને પ્રભાસનો સૂટ દેખાય છે,
ત્યારબાદ એક મંદિરમાં આપણને અમિતાભ બચ્ચનનું પાત્ર દેખાય છે અને તેમણે શોધવા આવતો એક રોબોટ પણ તેજ મંદિરમાં જોવા મળે છે,
અમુક ફેન થિયરી પ્રમાણે એ રોબોટ એ પ્રભાસનું પાત્ર જ છે જે ચિરંજીવી અમિતાભ સરના પાત્રને શોધવા માટે તે મંદિરમાં આવ્યું છે કારણકે વિશ્વને બચાવવા માટે તે પાત્ર ને જ્ઞાનની પણ જરૂર પડવાની જ છે,
ફિલ્મમાં દરેક સીન ખુબ જ આગવી ખાસિયત ધરાવે છે, અને ફિલ્મના ડિરેક્ટરે પણ ખુબ જ સરસ રીતે ફિલ્મને સમજ્યા પછી જ ફિલ્મને પડદા ઉપર ઉતારી હોય એવુ લાગી રહ્યું છે,
નાગ અશ્વિન સર જેઓ આ ફિલ્મના કેપ્ટાન ઓફ ધ શિપ છે, જેમણે દરેક પાત્રોને પૂરતો ન્યાય આપ્યો છે અને ત્યારબાદ આ ફિલ્મ બનાવી છે, પોયરાણિક ઇતિહાસને મોર્ડર સાયન્સ સાથે જોડી આપણી આગવી ધરોહર એટલે કે આપણા ઇતિહાસને સમગ્ર વિશ્વ સમક્ષ તેમણે જરૂકરવાની ઈચ્છા અને સાહસ રજુ કર્યોં એજ મોટી વાત છે,
આ ફિલ્મ આપણા ઇતિહાસને આપણી સમક્ષ મુકશે એ સાથે સાયન્સ ફિક્સનનો ટચ પણ એની સાથે લાવશે જેથી બાળકોમાં એક ભારતીય સુપરહીરો ફિલ્મની ખુશી પણ આપણને જોવા મળશે,
ફિલ્મનું હજી શૂટિંગ ચાલી રહ્યું છે પરંતુ આ ફિલ્મ બે કે તેથી વધુ ભાગમાં આવે એવી શક્યતા વધુ જોવા મળી રહી છે કારણકે આ ફિલ્મની કહાનીને એક જ ભાગમાં સમેટવી અઘરી બાબત છે, હજી ફિલ્મ રિલીઝ થાય તે પછી જ આપણે જાણી શકીએ કે ખરેખર આ ફિલ્મ કેટલા ભાગમાં હશે અને કહાની પણ પડદા ઉપર પ્રેક્ષકો માટે કેવો અનોખો અનુભવ કરાવશે...
તમને કેવું લાગ્યું kalki 2898 AD ફિલ્મનું glimpse જરૂર જણાવજો
✍️vishesh AKA vansh prajapati