વસુધા - વસુમાં - પ્રકરણ-124 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-124

વસુધા હવે "વસુમાં તરીકે આખા પંથક શું રાજ્યભરમાં પ્રખ્યાત થઇ ગઇ છે. વસુધાની ઊંમર સાથે અનુભવ અને માન સન્માન વધી રહ્યા છે. વસુધાએ સમયની સાથે સાથે તાલ મેળવી આખા રાજ્યભરમાં શ્વેતક્રાંતિ સર્જી દીધી હતી અનેક ગામ, તાલુકો ડેરીઓની સ્થાપના થઇ ગઇ હતી. એની આ શ્વેતક્રાંતિની તપસ્યાનાં પરિણામ રૃપે આખાં ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદનવાળુ (ગુજરાત) રાજ્ય બનેલું અનેક ઘરનાં ખર્ચ દૂધમાંથી નીકલી રહેલાં દૂધ ઉત્પાદનને કારણે લગ્નો વટવ્યવહાર દીકરીઓનાં કરીયાવર અને પ્રસંગો ઉકલી રહ્યાં હતાં.

ગામે ગામ સહકારી મંડળીઓ, દૂધમંડળીઓ ખૂબ સફળતાપૂર્વક કામ કરી રહી હતી. નારી ઉત્થાનનું કાર્ય વસુધાએ પાર પાડી દીધુ હતું ઘર ઘરમાં વસુધાની છબી લટકવા માંડી હતી એને બધાં આશીર્વાદ આપી રહેલાં જુવાન છોકરીઓની પ્રેરણામૂર્તિ બની ગઇ હતી વસુધાએ હવે પંચાવન વર્ષ પુરા કર્યા હતાં એની દિકરી આકાંક્ષાને પણ ઠાકોરભાઇનાં છોકરાંનાં છોકરાં સાથે પરણાવી દીધી હતી બધી જવાબદારીઓ પુરી કર્યાનો સંતોષ એનાં ચહેરાં પર સ્પષ્ટ વર્તાતો હતો. વસુધા મોટી ડેરીએથી બધાં કામ પતાવી ઘરે આવવા નીકળી ડ્રાઇવરે કહ્યું ‘મેડમ કાર હાજર છે અને વસુધાએ મીઠું હસીને કહ્યું ઊર્વીશ ? તું ક્યારે કામે લાગ્યો ? અહીં મોટી ડેરીમાં છે ? રાજલે તો મને કશું કહ્યું નથી.”

ઊર્વીશે હસીને કહ્યું "માસી હું મોટી ડેરીમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી પર લાગ્યો છું આજે મેં તમારાં ડ્રાઇવરને રજા આપી છે આજે તમારી કાર હું ડ્રાઇવ કરીને તમને ઘરે મૂકવા આવીશ. માં પણ ખૂબ ખુશ થશે અને મને સંતોષ”.

વસુધાએ કહ્યું “ અરે ઉર્વીશ તું તો મારાં દીકરા જેવો છે અહીં જોબ પર લાગ્યો મને ખબરજ નથી પણ સારું થયું તારાં જેવા પ્રમાણિક અને મહેનતુ છોકરાની જરૂર જ હતી. રાજલ ખૂબ નસીબદાર છે.”

ઊર્વીશ કહ્યું “માસી મારી જોબ લાગી ત્યારે તમે જીલ્લાનાં પ્રવાસે હતાં અને અરજી કરી ત્યારે તેમને કાબેલીયત પર અહીં જોબ જોઇતી હતી. “

“વસુધા કારમાં બેસી ગઇ એને ઉર્વીશ માટે ગૌરવ થઇ રહેલું મનમાં વિચારવા લાગી રાજલનો દીકરો... રાજલે બરોબર તૈયાર કર્યો છે. મારી આકુ પણ લગ્ન કરી સંસારમાં પરોવાઇ એ પણ મોટી ડેરીનાં કામકાજમાં મદદ કરવા આવે છે સરલાબેનને આજે મારે વાત કરવી પડશે. આમ વિચારોમાં ગામ આવી ગયું.

ઊર્વીશે કહ્યું “ માસી તમારું ઘર આવી ગયું. અહીં ગાડી પાર્ક કરુ છું ચાવી અંદર આપી ઘરે જઊં” વસુધાએ કહ્યું “ભલે.. રાજલ સાથે કાલે વાત કરીશ”. ઉર્વીશ આશીર્વાદ લઇને ઘર તરફ ગયો.

વસુધાએ આંગણમાં પગ મૂક્યો અને સરલા દોડી આવી અને બોલી “ વસુ... આજે માં ને ભાન આવી ગયું જ્યારથી ભાનમાં આવી છે તારાં નામનુંજ રટણ કરી રહી છે... એ તો ખરી માં બરાબર 11 વર્ષ 4 મહિના પછી ભાનમાં આવી... કોમામાંથી કોઇ બહાર આવે એવો આજે ઘરમાંજ દાખલો જોયો... “

વસુધાનાં પગમાં જાણે જોર આવ્યું એ દોડીને અંદર પરસાળમાં આવી ત્યાં કૃશ થયેલો ભાનુ બહેનને દેહ બિમારીમાં પડેલો. વસુધા એમની પાસે ગઇ બોલી “માં.... માં... ભાનુબહેને આંખો ખોલી અને બોલ્યાં.. બોલ્યાં શું ? માત્ર હોઠ ફફડયા.”. વ..સુ... વ....સુ... મને માફ કર “અને ડોકું ઢાળી દીધુ.

વસુધા ફાટી આંખે ભાનુબહેન અને સરલાની સામે જોઇ રહ્યાં એનાંથી જોરથી રાડ નંખાઇ ગઇ “માં.”..અને બંન્ને જણાં છૂટા મોંએ રડી પડ્યાં.

****************

ભાનુબહેનનાં અવસાનને આજે 15 દિવસ પુરા થઇ ગયાં હતા. વરસી વળાવી દીધી હતી બધાં મહેમાન સાથે આકાંક્ષા પણ એનાં સાસરે પાછી જતી રહી હતી ફરીથી ઘર સૂનૂ થઇ ગયું હતું

સરલા ભાનુબહેનની તબીયત બગડી ત્યારથી અહીં રહેલી હતી. તેઓ હીંચકી આવતા સાથેજ કોમામાં જતા રહ્યાં હતાં. વસુધાએ સરલાને સંદેશ આપી તાત્કાલીક બોલાવી દીધી હતી. સરલાનો છોકરો યોગેશ કોલેજમાં છેલ્લા વર્ષમાં હતો. એ હોસ્ટેલમા રહી ભણી રહ્યો હતો.

ભાવેશકુમાર આવ જા કરતાં હતાં. આમેય ગુણવંતભાઇનાં અચાનક અવસાન પછી તેમની અવરજવર વધારે રહેતી, એજ વખતે સરલાએ કહેલું “વસુધા હું અહીં માં નું ધ્યાન રાખવા રહેવાની તો મને એક વિચાર આવે છે. હું પહેલેથી તારાં ડેરીના કે અન્ય કામમાં જોડાઇ નથી શકી પરંતુ તારાં કાર્ય અંગેની... તારી... અંગત બધી જ વાતો મને ખબર છે.. હું તારાં ઉપર પુસ્તક લખવા માંગુ છું “ એમ કહી વસુધાની સામે જોવા લાગી...

વસુધાએ આશ્ચર્ય પામતા પૂછયું "મારાં ઉપર પુસ્તક ? મારાં જીવનમાં કે કાર્યમાં એવું શું છે ? હું તો એક ગામડાની સ્ત્રી છું જે પગભર થવા અને ગામની સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા પ્રયત્ન કરુ છું અને મારું જીવન હજી ચાલુ છે હું હજી... “

સરલાએ કહ્યું “તું સો વર્ષ જીવવાની છે પણ હું કેટલાય સમયથી વિચારતી હતી કે વસુધા એક એવી સ્ત્રી છે કે જે કુટુંબની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવા સાથે સાથે ગામની સ્ત્રીઓ છોકરીઓની પ્રેરણા બની શકે એમ છે. સ્વાવલંબી બની શકે એમ છે સમાજને તે સાચી રાહ બતાવી છે મારે તારાં વિશે પહેલેથી આજ સુધીની તારી સફર લખવી છે. વસુ આમ પણ હું માં પાસે બેસી રહેવાની.. “

“વસુધા આ પુસ્તક લખવાથી મને સંતોષ થશે કે મેં તને ક્યાંક તો સાથ આપ્યો. હું એકદમ તટસ્થ રીતે આખી વાત લખી પુસ્તકને સાચો ન્યાય આપીશ મારાં પર વિશ્વાસ રાખજે મારાં લખેલાં પુસ્તકમાં માત્ર સત્યજ હશે.”

“વસુધા તું આપણાં કુટુંબનું ગૌરવ છે એક નવી દિશા તેં સમાજને ચીંધી છે તે ફક્ત તારાં કુટુંબનુંજ નહીં સમગ્ર ગામ-તાલુકો, જીલ્લો-રાજયની પ્રગતિમાં સુખમાં વધારો કર્યો છે કેટલીયે સ્ત્રીને પગભર કરી છે કેટલાયનાં આશીર્વાદ તને મળતાં રહે છે.”

“વસુધા તારું જીવન ચરિત્ર... તારી જીવની વાંચી આજની અને આવનાર પેઢીની છોકરીઓ પણ પ્રેરણાં લેશે.. કુટુંબ-સમાજમાં કેવી રીતે રહેવાય કેવી રીતે સ્વમાન ભેર જીવાય એ શીખશે સમજશે વસુધા.... મારી સખી સહેલી...મારી વસુધા... તું.... “

વધુ આવતા અંકે - પ્રકરણ-125