તસ્વીર. Sangita Soni ’Anamika’ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તસ્વીર.

કૌશિકભાઈ પોતાની જૂની ફાઈલો જોઈ રહ્યા હતા. તે ફાઈલો જોતા જોતા તેમના હાથમા એક ફોટા વાળું પેપર કટિંગ આવ્યું. જેમાં રસ્તાની વચ્ચોવચ ઉભેલા તેમના પરિવારનો ફોટો હતો .તે ફોટો હાથમાં લઈને જોતા તેમના માનસપટમાં જાણે એક ફિલ્મ ની જેમ તે સમયે બનેલી ઘટનાઓ પસાર થઈ ગઈ.
26 જાન્યુઆરી 2001 ના સવારના 8:30 ની આસપાસ બનેલી ઘટના તેમની નજર સમક્ષ તરવરી ગઈ. તે દિવસે 26 જાન્યુઆરી હોવાથી આખો પરિવાર ઘરમાં જહતો. તે ઉપરાંત તેમના ઘરે અમેરિકાથી તેમની પિતરાઈ બહેન ભારતીબેન અને તેમની દીકરી નિર્વા આવેલા હતા. તેમનો પુત્ર સમીર અને તેની પુત્રવધુ મનીષા તેમજ તેમના બાળકો બિરવા અને બીટ્ટુ પણ ઘરમાં હતા. તેમના માતા પણ મહેમાન હોવાથી આજે મંદિર ગયા ન હતા અને ઘરમાં જ હતા. ઘરમાં જ હતા સૌ સાથે બેસી ડ્રોઈંગ રૂમમાં વાતો કરી રહ્યા હતા. તેમની પત્ની સીમાબેન અનેમનિષા રસોડામાં ચા નાસ્તાની તૈયારી કરી રહ્યા હતા. એટલામા જ આખું ઘર ધ્રુજતું હોય અહેસાસ થવા લાગ્યો બહારથી લોકોના અવાજો આવવા માંડે બહાર નીકળો બહાર નીકળો ચારે બાજુથી ચીસો અને બુમો ના અવાજ આવવા લાગ્યા. સૌને ધરતીકંપ નો અહેસાસ થયો. કૌશિક ભાઈ નો ફ્લેટ ફર્સ્ટ ફ્લોર પર આવેલો હતો તેથી કૌશિકભાઈ તેમના પત્ની તેમના મમ્મી અને બાળકો પગથીયાથી નીચે ઉતરી બહાર નીકળી ગયા ..પરંતુ નિર્વિ અને ભારતીબેન બહાર નીકળે તે પહેલા જ આખું બિલ્ડીંગ ધરાશયી થઈ ગયું. ત્યાં ઉભેલા સૌ પોતાના પરિવારના બહાર ન નીકળી સભ્યોના નામની બૂમો પાડી રહ્યા હતા રડી રહ્યા હતા ચારે બાજુ રડવાના કિસ્સો પાડવાના અને બૂમો પાડવાના અવાજો સિવાય બીજું કાંઈ જ નહોતું મગજ સુન થઈ ગયેલું હતું કાંઈ જ સમજણ પડતી ન હતી. જ્યારે થોડીક કળવળી ત્યારે સમજાયું કે શું થયું. અને સમજણ પડી તો ચારે બાજુ ધરતીકંપના લીધે થયેલ વિનાશ દેખાઈ રહ્યો હતો. કૌશિકભાઈ પોતાના પરિવાર સાથે બહાર ઉભા ઉભા આ જોઈ રહ્યા હતા ફ્લેટમાંથી ઘણા લોકો તે કાટમાળમાં ફસાઈ ગયા હતા. અને જે લોકો બહાર નીકળવા માં ભાગ્યશાળી રહ્યા હતા તે લોકોના પગમાં નાતો ચપ્પલ હતી કે ના તો પૂરા કપડાં હતા. કપડા ચપ્પલ કંઈ જ પણ લીધા કે પહેર્યા વગર સૌ બહાર રોડ ઉપર ઉભા હતા. જીવનભર મહેનત કરીને બનાવેલ ઘર રાચ રચીલું પૈસા દાગીના તેમજ અઠળક અરમાનો કાટમાળ નો ઢગલો બનીને નજર સામે ઊભા હતા. અને સૌનું ભેગું કરેલું આખા જીવનની પૂજી તે કાટમાળ માં ફસાઈ ગયા હતા.. સાથે સાથે પોતાના ત્યાં આવેલા મહેમાન માટેના અમંગળ વિચારો તેમને ધ્રુજાવી દેતા હતા . એક નિશ્વાસ નાખીને કૌશિકભાઈ તે પેપર કટિંગ નો ફોટો જોઈ રહ્યા . કૌશિક ભાઈને આ તમામ ઘટના યાદ આવી ગઈ તે લોકો એમ જ આખો દિવસ બહાર રોડ ઉપર જ ઉભા રહ્યા હતા. પ્રેસ રિપોર્ટર આવીને વાત કરી ફોટો પાડી અને જતા રહેતા. આવું તો ઠેર ઠેર બનેલું હતું. કોણ કોને આશ્વાસન આપે અને કોણ કોને મદદ કરે તેવી પરિસ્થિતિ હતી. ભારતીબેન અને નિર્વી ની ડેડબોડી છેક બે દિવસે મળી હતી. જાણે નિયતિ એમને અહીંયા ખેંચી લાવી હતી. તેમને યાદ કરીને કૌશિક ભાઈને આજે પણ આંખમાં આંસુ આવી ગયા. બસ એક જ વાતનો સંતોષ હતો કે ભલે બધું લૂંટાઈ ગયું પણ પરિવાર સહી સલામત હતો. ત્યારબાદ સામાજિક લોકો તેમજ સરકાર તરફથી મદદ મળી. અને તેમની અને તેમના દીકરાની તેમજ તેમની પુત્રવધુની નોકરીઓ સલામત હોવાથી ફરી એકવાર તેઓએ પોતાની જિંદગી શરૂ કરી અને વસાવી.