મંઝિલ Sangita Soni ’Anamika’ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંઝિલ

મંઝિલ
લીના માસી,વ્યોમેશ, અંકલ એમ બૂમો પાડતી પડતી રોમા ઘરમાં દાખલ થઈ. કેમ બૂમો પાડે છે રોમાં? શું થયું? અરે લીલા માસી સાંભળો તો ખરા સરપ્રાઈઝ છે . વ્યોમેશ ક્યાં છે? એ બાલ્કની માં બેઠો લીનાબેને કહ્યું. રોમા બાલ્કની માં જઈને તેને ડ્રોઈંગ રૂમમાં લઈ આવી. કમલેશભાઈ પણ આવી ગયા. લીલાબેન ને પૂછ્યું શું સરપ્રાઈઝ છે? રોમા એ કહ્યું કે મેં વ્યોમેશના ગીતો નું રેકોર્ડિંગ ટી સિરીઝની કોમ્પિટિશનમાં મોકલ્યું હતું . ટી સીરીઝના નવા આલ્બમ માટે આ કોમ્પિટિશન હતી તો ત્યાંથી વ્યોમેશને ઓડીશન માટેનો લેટર આવ્યો છે. જો તમે પરમિશન આપો તો હું અને વ્યોમેશ મુંબઈ જઈ અને ત્યાં ઓડિશન આપી આવીએ.
લીનાબેન અને કમલેશભાઈ વિચારમાં પડી ગયા તેમને પણ તેમના દીકરાના ભવિષ્યની ચિંતા હતી તે બંનેને એમ હતું કે જો અમે નહીં હોઈએ તો વ્યોમેશ નું શું થશે? તેનું ભવિષ્ય શું હશે? તેમણે જવા માટે મંજૂરી આપી દીધી.
વ્યોમેશ અને રોમા મુંબઈ જઈ ઓડીશન આપી આવ્યા. મુંબઈ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પણ રોમા વ્યોમેશ ને લઈ ગઈ હતી .ઘરે પાછા આવીને બધા ઓડીશનના રીઝલ્ટ ની રાહ જોઈ રહ્યા હતા.
કહેવાય છે ને કે પ્રભુ જો તમારું એક અંગ છીનવી લે તો સામે તે અંગની બધી જ તાકાત બીજા અંગમાં ભરી દે છે તે હિસાબે વ્યોમેશ બહુ જ સારું ગાઈ શકતો હતો . તેના અવાજમાં એક ઠહેરાવ હતો.તેથી જ રોમાએ તેના અવાજમાં ગીતો રેકોર્ડ કરી લીધા હતા અને કોઈનેય પૂછ્યા વગર કોમ્પિટિશનમાં મોકલી દીધા હતા.
થોડા દિવસ પછી વ્યોમેશ ના મોબાઈલ ઉપર ટી સીરીઝ માંથી મેસેજ આવ્યો કે ટી સિરીઝના નવા આલ્બમ માટે તમારું સિલેક્શન કરવામાં આવે છે . સાથે હોટલ બુકિંગ અને ફ્લાઇટની ટિકિટ પણ કંપની તરફથી હતા . મેસેજ વાંચતા જ વ્યોમેશ ને એવું લાગ્યું કે ભગવાને જાણે હાથ પગ ના બદલે પાંખો આપી દીધી.
લીનાબેન કમલેશભાઈ અને રોમાને પણ ખૂબ જ આનંદ થયો તેમને એમ લાગ્યું કે વ્યોમેશ ને એક મંજિલ મળી ગઈ.
વ્યોમેશ ને લઈ ને હવે મુંબઈ જવું પડશે અને ત્યાં નવેસરથી બધું સેટ કરવું પડશે આ વિચારી લીનાબેન અને કમલેશભાઈ થોડી ચિંતામાં પડી ગયા. પરંતુ રોમાએ જ્યારે કહ્યું કે થોડો સમય કંપની તરફથી રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે આ વિચારે તેમને થોડી શાંતિ થઈ તે ઉપરાંત રોમા એ પણ પોતાની કંપનીમાં ટ્રાન્સફર લઈ લીધી હોવાથી તે પણ હવે મુંબઈ સેટ થવાની હતી તેથી વ્યોમેશ માટે કોઈ ચિંતા કરવી પડે તેમ ન હતી એક અઠવાડિયામાં વ્યોમેશ ને મુંબઈ પહોંચવાનું હતું. સૌ તેની તૈયારીમાં લાગી ગયા હતા.
લીનાબેન ઉદાસ નજરે આકાશ તરફ જોઈ રહ્યા હતા દીકરા થી દૂર રહેવાના વિચારથી જ તે અસ્વસ્થ થઈ ગયા હતા. તેમને તે દિવસો યાદ આવી ગયા. જ્યારે વ્યોમેશ નો જન્મ થયો હતો બે અઢી મહિના સુધી તો તે એકદમ સ્વસ્થ હતો .પરંતુ અચાનક એક દિવસ તેને ખેંચ આવતા તેનો એક હાથ અને પગ નકામા થઈ ગયા તે માંડ ચાલી શકતો હતો. લીલાબેન અને સુરેશભાઈ હિંમત હાર્યા વગર તેની પાછળ ખૂબ દોડાદોડી કરી અનેક ડોક્ટરોને બતાવી ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ દિવસે દિવસે તેની પરિસ્થિતિ બગડતી ચાલી અને તેનો એક પગ અને એક હાથ ટોટલી પેરેલાઇઝ થઈ ગયો. હવે ફરવામાં ખૂબ તકલીફ પડતી હતી. તેથી તેને વીલ ચેરમાં જ લઈ જવો પડતો હતો. વ્યોમેશ નાનપણથી જ હોશિયાર હતો તેને સંગીતનો ખૂબ શોખ હતો તેથી લીલાબેન અને કમલેશભાઈએ તેના માટે સંગીત ટીચર ની વ્યવસ્થા કરી હતી . વ્યોમેશ ખુબ સરસ ગાઈ શકતો હતો. અને આજે તેની આ મહેનત રંગ લાવી હતી. રોમાએ પણ તેના માટે ખૂબ પ્રયત્ન કર્યો અને તેને એક મંઝિલ સુધી પહોંચાડી દીધો આજે વ્યોમેશ એક નામાંકિત સિંગર તરીકે નામ ધરાવે છે.