"આશિયાના" હા આજ નામ હતું .જે એણે અને એના પતિએ વૃદ્ધો માટે શરૂ કરી હતી તે સંસ્થાનું .સંસ્થાની શરૂઆત કરી ત્યારે તેના પતિએ કહેલું સૂચિ જોજે આ આશિયાનામાં કોઈપણ વડીલને એવી સગવડો જોવા મળી રહેશે કે જે એમના પરિવારમાં પણ કોઈએ ન કરી હોય. સૂચિ અને સોહમ એક એનજીઓમાં કામ કરતા હતા જેના લીધે તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધીરે ધીરે બંનેના શોખ એક સરખા હોવાને કારણે તેમજ બંનેના વિચારો ને લીધે તે બંનેનું મન મળી ગયું હતું .અને બંનેને એવું લાગતું હતું કે જાણે તેઓ એકબીજા માટે બન્યા છે.. પછી સાથે કામ કરતા કરતા તે બંને એ એ જીવનભર સાથે રહેવાનું નક્કી કર્યું અને પરિવારની મંજૂરીથી બંનેએ લગ્ન કરી લીધા. સૂચિ એ લગ્નના બે વર્ષ બાદ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર નું નામ શુભમ રાખ્યું. પરિવારમાં સોહમ,સૂચિ અને તેમનો નાનકડો દીકરો શુભમ અને તેમનુ આશિયાના .દિવસો આનંદ થી પસાર થવા લાગ્યા. શુભમ મોટો થઈ ગયો. શુભમને તેના સાથે ભણતી સીખા સાથે પ્રેમ થઈ ગયો. પુત્રના પ્રેમને માન આપીને શિખા અને શુભમના લગ્ન કરાવી આપ્યા .પરંતુ શિખા કંઈક જુદી માટીની હતી એને વડીલોની હાજરી પણ ગમતી ન હતી. શુભમ અને શિખાને સૂચિ અને સોહમની હાજરી પણ ખટકવા લાગી હતી. શુભમ શિખાની પાછળ ગાાંડો હતો. ધીમે ધીમે શુભમ એના માતા-પિતાથી દૂર થવા લાગ્યો એક દિવસ અચાનક જ સોહમની તબિયત બગડી તેને હાર્ટ એટેક આવ્યો હતો .થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા છતાં તેની તબિયત માં કોઈ સુધારો ના આવ્યો અને સોહમ સૂચિને એકલી મૂકીને આ દુનિયામાંથી વિદાય થઈ ગયો.સૂચિ હવે એકલી પડી ગઈ .શુભમ અને શિખા માટે સચિની હાજરી કોઈ મહત્વ રાખતી ન હતી ક્યારેક નાની નાની બાબતોમાં પણ મોટા મોટા ઝઘડા થવા લાગ્યા .એક દિવસ શુભમે શિખા નો વાંક ન હોવા છતાં ગુસ્સે થઈને સચિને કહી દીધું મમ્મી તને શીખા સાથે ન ફાવતું હોય તો જઈને રહે તારા આશિયાનામાં આ ઘરમાં તો શિખા કહે એમ જ થશે.શુભમના શબ્દો સાંભળી સૂચિ એકદમ જ અવાચક થઈ ગઈ તે ક્યાંય સુધી સોહમની તસવીર સામે જોઈને બેસી રહી .જાણે સોહમની તસવીર ને પૂછતી હોય કે હવે હું શું કરું? કંઈ તો બોલો? કંઈક તો જવાબ આપો? કંઈક રસ્તો બતાવો. વિચારતાા વિચારતા થોડીક વારમાં સૂચિની આંખ મળી ગઈ. ઊંઘમાં તેનેે એવુંં લાગ્યુંંકે સોહમ કહી રહ્યો છે ચિંતા ના કર બધું ભગવાન પર છોડી દે અને હિંમતથી સંજોગોનો સામનો કર. સવારે સૂચિ ફ્રેશ થઈને રૂમની બહાર આવી અને પોતાના દિવસ દરમિયાન ના રૂટિન કામ પતાવીને તે "આશિયાના "ના કામે ઘરની બહાર નીકળી ગઈ. સાંજે જ્યારે ઘરે પાછી આવી ત્યારે તેની સાથે તેમના વકીલ મિસ્ટર શાહ પણ સાથે હતા. સૂચિએ શુભમ અને શિખાને અગત્યની ચર્ચા કરવી છે તેમ કહીબોલાવ્યા.
સૂચિએ શુભમ અને શિખાને જણાવ્યું કે સોહમ અને મારી ઈચ્છા પ્રમાણે આપણી તમામ મિલકત હું "આશિયાના" ટ્રસ્ટ ના નામે કરું છું .સોહમ નું અચાનક અવસાન થવાથી તે કામ અધૂરું રહી ગયું હતું તે હવે હું આજે પૂરું કરી રહી છું .મારા અને સોહમના નામે જે કંઈ પણ મિલકત છે તે દરેક મિલકત નું હું ટ્રસ્ટ કરું છું અને તે તમામ મિલકત "આશિયાના "નામે મેં કરી છે .શુભમ અને શિખા આ સાંભળીને અવાચક થઈ ગયા. કંઈ બોલી શકે તેમ હતા નહીં. હવે કંઈ થઈ શકે એમ ન હતું.વકીલ મિસ્ટર શાહ એ તે બંનેને તેમણે તૈયાર કરેલા કાગળ ઉપર સહી કરાવી લીધી. સૂચિ એ શુભમ અને શિખાને કહી દીધું કે હું હવે આશિયાનામાં જ રહીશ અને આશિયાના ના વિકાસ માટે નું તારા પપ્પાનું સપનું પૂરું કરવા માટે જ કામ કરીશ. તમે બંને મારા બાળકો છો એટલે તમારી તકલીફ અને જરૂરિયાત વખતે હું તમારી સાથે જ હોઈશ.આટલું કહી સૂચિ સોહમની તસવીર સામે ઉભી રહી જાણે પૂછતી ન હોય કે મેં બરાબર કર્યું ને?
ખટ્...ખટ્......ખટ્ખટ્ખટ્....
સૂચિના રૂમનો દરવાજો કોઈ ખટ ખટાવી રહ્યું હોય તેવું લાગતા સૂચિ જાગી ગઈ ઉભા થઈને તેણે દરવાજો ખોલ્યો તો સામે શુભમ ગભરાયેલો ઉભો હતો સૂચિ એ પૂછ્યું શું થયું બેટા? શુભમે ગભરાયેલા અવાજે કહ્યું મમ્મી મમ્મી જલ્દી ચાલો શિખાને કશું થયું છે સૂચિ તુરંત જ શિખાની પાસે ગઈ ત્યાં તેણે જોયું તો શિખા બેવડ વળીને પેટ દબાવીને રડી રહી હતી તેને સખત પેટમાં દુખી રહ્યું હતું .સૂચિ અને સોહમ તુરંત જ શિખાને લઈને હોસ્પિટલ પહોંચી ગયા. શિખાને ઇમર્જન્સીમાં દાખલ કરવામાં આવી અને ડોક્ટરોએ તુરંત જ તેની સારવાર શરૂ ચાલુ, કરી દીધી હતી. શીખાનું ચેકઅપ થઈ ગયા પછી ડોક્ટરે બહાર આવીને કહ્યું. સીખાના પેટમાં મોટી સિસ્ટ છે અને તાત્કાલિક તેનુ ઓપરેશન કરવું પડશે તેમજ રિપોર્ટ્સ અને બાયોપ્સી કરાવવી પડશે.આ સાંભળીને શુભમ ખૂબ ચિંતિત થઈ ગયો.તેના મોં પર ચિંતા અને ગભરાટ ફેલાઈ ગયેલ હોઈ સૂચિ તેની પાસે ઞઈ તેના માથા પર હાથ ફેરવી તેની પાસે બેઠી.શુભમ નો હાથ પોતના હાથ માં રાખી હળવેથી પંંપાળતા બોલી બેટા, ચિંતા ન કર. હું તારી સાથે જ છું.શિખાને કંઈ નહી થાય. ભગવાન પર ભરોસો રાખ.
આજે શીખા નું ઓપરેશન હતું.સૂચિ અને શુભમ ઓપરેશન થિયેટર ની બહાર બેઠા હતા, સૂચિ સતત મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરી રહેલ હતી.શીખાનું ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થઈ ગયુ .તેના બાયોપસી રિપોર્ટ્સ પણ નોર્મલ આવ્યા હતા.કંઈ પણ ચિંતાજનક બાબત હતી નહી. શિખાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો હતો. થોડા દિવસમાં હોસ્પિટલ માંથી શિખાને ડિસ્ચાર્જ પણ મળી ગયો.
હોસ્પિટલથી ઘરે આવ્યા પછી શિખા અને શુભમના વર્તનમાં ખૂબ જ ફરક પડી ગયો હતો. બંને જણ સૂચિનુ ખૂબ જ ધ્યાન રાખતા હતા. દરેક વાતમાં તેનો અભિપ્રાય પૂછતા હતા. સૂચિને સમજાયું હતું કે બંને બાળકો પોતાના વર્તનથી શરમ અનુભવે છે પરંતુ સંકોચ વશ બોલી શકતા નથી. સૂચિ એ પણ જાણે કંઈ બન્યું જ નથી તેવી રીતે તેમની સાથે હળી મળીને રહેવા લાગી. ધીરે ધીરે શુભમ અને શિખા પણ આશિયાના ના દરેક કામમાં તેને મદદ કરવા લાગ્યા અને ધીરે ધીરે આશિયાના એક વટ વૃક્ષ ની માફક વિસ્તરવા લાગ્યું.