અધુરી કહાની Sangita Soni ’Anamika’ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

અધુરી કહાની

નીલય એ કોલેજની નજીક આવેલા ચાર રસ્તા પાસે પોતાની ગાડી ઉભી રાખી. સાઈડમાં પાર્ક કરી અને ગાડીમાંથી ઉતરી ચાલતા ચાલતા કોલેજ તરફ જવા લાગ્યો. તેની નજર રોડ ઉપર જાણે કંઈક શોધતી હતી. રોડની આજુબાજુ આવેલી નાની જગ્યાઓ જ્યાં કંઈક લખી શકાય ત્યાં કોઈ નામ જાણે તેની આંખો શોધી રહી હતી. ચાલતા ચાલતા તે કોલેજના દરવાજા સુધી પહોંચી ગયો તેના પગ એક ખૂણા પર અટકી ગયા જ્યાં તે અને તેના કોલેજ નું ગ્રુપ બેસી અને મજાક મસ્તી કરતા હતી જ્યાં તેમણે પોતાના જીવનના અમૂલ્ય એવા ચાર વર્ષ વિતાવ્યા હતા. આજે લગભગ જીવનના બે દાયકા પછી કોલેજના મિત્રો ફરી મળવાના હતા .બધાના ચહેરા બદલાઈ ગયા હતા. નિલય ની આંખો ચારે બાજુ ફરી રહી હતી દરેક મિત્રના ચહેરા પર તે પોતાની જૂની યાદો તાજી કરવા પ્રયત્ન કરી રહ્યો હતો .તેની આંખો જાણે કોઈને શોધી રહી હતી પણ હજુ સુધી તેની ઓળખાણ થઈ રહી ન હતી રી યુનિયન પાર્ટી માં ઘણા બધા મિત્રો મળ્યા જૂની યાદો તાજી થઈ પણ જે આંખોને શોધી રહ્યો હતો જે ચહેરાને શોધી રહ્યો હતો. તે તેને જોવા મળ્યો નહીં. એક નિશ્વાસ નાખીને ધીમે રહીને તે પાછો પોતાની પાર્ક કરેલી ગાડી તરફ ચાલવા લાગ્યો રસ્તામાં એ બધી જગ્યાઓ થી તે પસાર થયો જ્યાં તેની યાદો સચવાયેલી હતી. કાર સુધી આવી અને તે કારમાં બેસી ગયો અને પછી તેણે પોતાનું ફેવરેટ ગીત ચાલુ કર્યું. દિલ કે ઝરોખે મે તુજકો બિઠાકર યાદો કો તેરી મેં દુલ્હન બનાકર રખુંગા મેં દિલ કે પાસ .......આ ગીત સાંભળતા સાંભળતા તે સલોની ની યાદ માં ડૂબી ગયો તેને એ દરેક ક્ષણ યાદ આવી જે તેણે કોલેજના ચાર વર્ષ દરમિયાન સલોની સાથે વિતાવ્યા હતા .સલોની નિલયને પોતાનો ખાસ મિત્ર માનતી હતી પરંતુ નિલય ના મનમાં સલોની માટે એક ખાસ લાગણી હતી જે ઇનડાયરેકટલી તેણે વ્યક્ત કરી હતી .પરંતુ સલોની કોઈ અચૂક ડર સાથે જીવતી હતી. તેને એમ હતું કે પોતે મનહુશ છે અને જેને અથવા તો જે તેની નજીક આવવા પ્રયત્ન કરે છે તે તેનાથી દૂર થઈ જાય છે તેથી સલોની કોઈની સાથે નિકટના સંબંધ રાખતી ન હતી તે ફક્ત મિત્રતા થી આગળ વધતી ન હતી .એક દિવસ સલોની તેની બહેનપણી સાથે ચાલતી બસ સ્ટેન્ડ તરફ જઈ રહી હતી ત્યારે નિલયે તેને પોતાના ઘરે આવવાનું કહ્યું. નિલય નો પરિવાર સલોની ને ઓળખતો હતો. સલોની ના પિતા અને નિલય ના પિતા વચ્ચે સામાન્ય ઓળખાણ પણ હતી. નિલયના ઘરમાં સલોની વિશે વાતચીત થતી હતી. નીલયે પોતાના પ્રેમ અને લાગણી વિશે તેના ઘરમાં જણાવ્યું હતું. સલોની અને તેની મિત્ર નિલય સાથે તેના ઘરે ગયા તેના પરિવારે પ્રેમથી સલોની ને આવકારી. નિલયની બહેન અને મમ્મીએ પ્રેમથી સલોની સાથે વાતો કરી. સલોની ને પોતાનો રૂમ બતાવવાનું કહી નિલય તેને પોતાના રૂમમાં લઈ ગયો . સલોનીને માટે લાવેલ નેકલેસ નો સેટ આપ્યો અને તને ગમ્યો? એમ કહી તેની નજીક આવ્યો નાજુકતાથી તેણે સલોની નો ચહેરો પકડી લઈ તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. સલોની ડધાઈ ગઈ તેણે નિલયને ધક્કો માર્યો. તેનું આપેલું નેકલેસ ત્યાં મૂકી દીધો .અને રૂમમાં થી બહાર આવી ગઈ.પોતાની બહેનપણીને લઈને ઘરના સૌને આવજો કહી બહાર નીકળી બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગી. પાછળ પાછળ નીલય સ્કૂટર લઈને આવ્યો. સલોનીએ કંઈ પણ કહ્યા વગર ફક્ત તેને આવજો કહી દીધું બીજે દિવસથી સલોની કોલેજ આવવાનું બંધ કરી દીધું હતું. ત્યાર પછી સલોની અને નિલય ક્યારેય મળ્યા જ નહીં .સલોનીના લગ્ન તેની મરજીથી જ તેમના સમાજના જાણીતા ને સમાજના જ છોકરા સાથે થઈ ગયા સલોની એ નિલયને પણ પોતાના લગ્નમાં બોલાવ્યો હતો પણ તે ન આવ્યો. નીલય સાથે પછી સલોની ને કોઈ જ સંપર્ક ન હતો. ઘણા વર્ષો પછી જીવનના કોઈ એક એવા મોડ પર સલોની ને નિલય ખૂબ જ તીવ્રતાથી યાદ આવવા લાગ્યો તેને યાદ આવ્યું કે જ્યારે તેણે લગ્ન માટે હા પાડી ત્યારે તેના પપ્પાએ તેને ખૂબ દબાણપૂર્વક પૂછ્યું હતું કે આ લગ્ન તારી મરજીથી થાય છે ને તને આ ગમે છે ને ત્યારે કદાચ એ વસ્તુ સમજાઈ ન હતી પરંતુ પછી સલોની ને જાણ થઈ કે નીલય ના પપ્પાએ સલોની ના પપ્પાને નિલયની લાગણીઓ વિશે જણાવ્યું હતું. પરંતુ સલોની એ પોતાના ઘરમાં પોતાના પતિ વિશે વાત કરેલ હોવાથી તેમણે નિલયના પપ્પા સાથે થયેલ ચર્ચા કોઈને જણાવી ન હતી. સલોની એ પસંદ કરેલો છોકરો સમાજનો હોવાથી સલોની ના પિતાએ વિરોધ કર્યો નહીં.સલોની તેના પતિને નાનપણથી જ ઓળખતી હતી તેથી તેને નિલયના પ્રેમ અને લાગણીનો અહેસાસ થયો નહીં અને એક નિર્દોષ પ્રેમીનું મન ધવાઈ ગયું. કોલેજમાં એમની મિત્રતા ગાઢ હોવાથી કેટલાક અસભ્ય છોકરાઓએ નિલય અને સલોની નું નામ ઠેર ઠેર લખી દીધું હતું જેની જાણ નીલય ને થઈ ગઈ હતી. સલોની કોલેજ આવે એ પહેલા નીલય અને ગ્રુપના બીજા મિત્રોએ ભેગા થઈને તે લખાણ ભુસી નાખ્યું હતું.આ બધી જ યાદો નિલયના મનમાં તાજી થઈ ગઈ તેને જાણે એવું લાગ્યું કે તેના જીવનો એક અંક અધૂરો રહી ગયો છે. આજે નીલયને એક ખૂબસૂરત અને પ્રેમાળ પત્ની છે અને બે સુંદર બાળકો પણ છે તેનું જીવન આનંદમય છે પણ છતાંય પહેલા પ્રેમની તે યાદો ક્યારેક ટીસ બનીને ઉભરાઈ આવે છે. સલોનીના માટે લાવેલ નેકલેસ આજે પણ તેણે સાચવી રાખેલ છે.