પ્રેમ અસ્વીકાર - 38 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 38

હર્ષ ઘરે જઈ ને પણ ઈશા ને યાદ કરે છે અને હસવા લાગે છે ...અને મનોમન બોલે છે નિધિ પણ શું એ બધા મારી મજાક ઉડાવે છે ...ખોટું મને ઈશા ની સામે ...ખોટો પાડ્યો....
એટલા માં ઈશા નો મેસેજ આવ્યો એને ઈશા બોલવા લાગી કે ...કેમ હર્ષ કદાચ હું ચાલી જાઉં તો તમે તો કોલેજ અજ છોડી દો ને?
"અરે એવું નથી એતો બધા તમારા વિશે એવું કહે વા લાગ્યા હતા કે તમે કોલેજ છોડી દીધી એટલે થોડું દિલ પર લાગી ગયું..."
" ઓહો તમને પણ દિલ પર લાગે છે ખરા એમ ને? "
" અરે નાં નાં એવું કઈ નથી પણ એકલા તમે અને હું પણ પડી જઈએ ને? "
" હા એ વાત છે....., અને હા મે તમને એટલે મેસેજ કર્યો કે...કાલે મારો જન્મ દિવસ છે એટલે કાલે આપડે ફરવા જઈશું....અને કાલે બપોરે જમવા નું મારા તરફથી.......અને હા ગિફ્ટ લાવવા નું નાં ભૂલતા....."
" અરે ઈશા તમે શું બોલી રહ્યા છો કાલે અને તમારો બર્થડે તો તો મજા મજા આવી જશે....., તો પછી કાલે મળીયે...."
એમ નાં એમ બીજા દિવસ ની રાહ જોવા લાગે છે ...કે ક્યારે બીજો દિવસ થાય અને બર્થડે માં જાય...કોલેજ જઈ ને એને વિશ કરે....
રાત્રે બાર વાગ્યા પછી...એને તરતજ ...મેસેજ કરી દિધો કે ... હેપી બર્થડે..પણ કંઈ રિપ્લે નાં આવ્યો...
હર્ષ ને ખબર પડી ગઈ કે...એને રાત્રે નથી દેખાતું એટલે એ રિપ્લે નાઈ આપી સકે....
પણ .....હર્ષ એ લખી દીધું....
બીજા દિવસે જેવી સવાર પડી તો એ મંદિરે જવા નીકળી પડ્યો અને ત્યાં કઈ ને જોયું તો ઈશા ત્યાં મંદિર એ દર્શન કરતી હતી ત્યાં એ જઈ ને ...પગે લાગવા લાગ્યો અને બંને દર્શન કરી ને બહાર આવી ગયા...
ત્યાં બંને બેઠા અને બંને એ વાતો કરી...ત્યાં ઈશા નાં પપ્પા નો પણ કૉલ આવ્યો અને એને મન ભરી ને વાતો કરી....
ત્યારે હર્ષ એ વિશ કર્યું અને બંને કોલેજ જવા માટે છું ટા પડ્યા...
ત્યાર બાદ બધા કોલેજ ગયા અને ...ત્યાં જઈ ને ઈશા ની બર્થ ડે ઉજવી ...અને બધા બપોરે જમવા ગયા...ત્યાં હર્ષ ને થયું કે .... જે લાઈફ અત્યારે ચાલી રહી છે...જે ને પળ ઈશા ની સાથે ...વિતાવવા મળે છે એ વિતાવી લઉં......
ત્યાર બાદ બધા છુટા પડે છે....છુટા પડ્યા ત્યારે અજય અને નિધિ બંને ચાલવા લાગ્યા અને ત્યારે ઈશા અને હર્ષ બંને એક રસ્તા પર ચાલતા ચાલતા ઘરે ચાલવા લાગ્યા....અને એવામાં ..હર્ષ નાં ઘરે થી ફોન આવ્યો અને ઘરે એની મમ્મી એ કૉલ કર્યો હતો કે...
" બેટા તું ક્યાં છે આજે તારે જમવા નું નથી? "
હર્ષ ઘરે કેહવા નું ભૂલી ગયો હતો કે ... આજે એ બર્થડે જમવા નો છે...પણ એને કહી દીધું કે "નાં મમ્મી મે જામી લીધું છે...."
" પર બેટા આજે તારા માટે મે ગળ્યા પુલ્લા બનાવ્યા છે " " નાં મમ્મી મે જમિ લીધું છે અને હા હું તને કેહવાં નું રહી ગયું હતું કે...અને ઈશા નો બર્થડે છે એટલે અમે જમવા જવાના હતા....."
" એવા માં ઈશા બોલે છે કે અરે તમારા મમ્મી એટલો ફોર્સ કરે છે તો જાઓ ને અને થોડું ખાઈ લેજો...." " હા મમ્મી હું આવું છું તું બનાવી ને રાખ "
એવા માં ઈશા બોલે છે હા માસી તને બનાવી ને રાખો અમે બંને તમારા જોડે નાસ્તો કરવા આવીએ છીએ.....
એટલા માં હર્ષ ની મમ્મી બોલી કે "આ કોણ? " " માસી હું ઈશા મારી જ બર્થડે છે ને જમવા ગયા હતા પણ અમે આવીએ છીએ...નાસ્તો કરવા તમે બનાવી ને તૈયાર રાખો...
હર્ષ આ બધું જોઈ ને ખુશ થઈ રહ્યો હતો કારણ કે ઈશા સામેથી એના ઘર જવા માટે તૈયાર થઈ જાય છે....
બંને જણા ઘરે જાય છે અને ....હર્ષ ની મમી એ બનાવેલા પુલા ખાઈ ને છુટા પડે છે...ત્યાં હર્ષ ની મમ્મી સાથે વધારે ઓળખાણ પણ થઈ જાય છે....