Prem Asvikaar - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 8

ત્યાં ઈશા સાથે ટેબલ પર બેસી ને એ બોલ્યો કે "હાય ઈશા કેમ છો?" " બસ મજા તમે?" " બસ મોજ" " તે દિવસે હું બોટલ ભૂલી ગઈ હતી તો આજ રીતે તમે સામેના ટેબલ પર બેઠા હતા ને? " " હા હા " " સારું થયું તમે બોટલ લઈ લીધી નહિ તો કોઈક લઇ જાત, અને ખોવાઈ જાત." " હા" " આ મારી મમ્મી એ મને ગિફ્ટ માં આપેલી બોટલ છે. એટલે એને હું બઉ સાચવું છું." " ઓહ્ ગુડ" " હા " લાસ્ટ બર્થ ડે માં એન્ડ મમ્મી ની બઉ યાદ પણ આવે છે."
" ઓહ્, થીક તો છે ને એ? " " હા ગામડે છે " " ગામડે ?, તો તમે અહીંના નથી? " " નાં અમે અહીથી 100 કિમી દૂર રામપુર નાં છીએ? " ઓહ્ તો અહી " " હું અહી સ્ટડી કરવા આવી છું" " ઓહ તો ત્યાં સારી કોલેજ નાં મળી ? " " મળી પણ મને આ કોલેજ માં એડમીશન મળ્યું" " હમમ, તો તમે ઘર નાં બધા અહી આવ્યા છો અને દુકાન ચલાવો છો એમ ને? " " અરે નાં નાં એતો મારા કાકા છે અને એ વર્ષો થી અહીં દુકાન ચલાવે છે " " ઓહ તો તમારા મમ્મી પપ્પા ત્યાં ગામડે રહે છે એમ ને? " " હા " " તો તમારા પાપા ત્યાં સુ કરે છે ? " " કેમ ? " " કઈ નહિ ખાલી પૂછું છું " " એ તમારો પ્રશ્ન નથી" " સોરી સોરી મે જરા વધારે પૂછી લીધું " " કઈ વાંધો નહિ " " પાપા ત્યાં નાં બિઝનેસ મેન એન્ડ સરપંચ પણ રહીં ચૂક્યા છે " " ઓહ રહી ચૂક્યા છે એમ ને ? " " રહી નહિ એમનું ચાલે છે" " ઓહ "
એટલા માં બેલ વાગે છે અને બ્રેક ખતમ થઈ જાય છે,
" તો ચાલો મળીયે " " હા, હા "
ઈશા ત્યાં થી ચાલવા લાગે છે અને હર્ષ બધું બોલેલું વિચારવા લાગે છે, પણ હર્ષ ખુશ હતો કે એને ઈશા વિશે વધારે જાણવા મળ્યું, પણ એને એમ પણ ખબર પડી ગઈ કે ઈશા કઈ જેવી તેવી છોકરી નથી, એની વાત પૂછતાં ડર મહેસૂસ થતો હતો, એનો સ્વભાવ બઉ કડક હતો, પણ એ કડક વાણી જ હર્ષ ને ગમવા લાગી હતી. ત્યાં થી પછી હર્ષ પણ રૂમ માં ચાલ્યો જાય છે,
એના પછી એમ ને એમ બીજા દિવસે પણ એજ રીતે કેન્ટિંન માં સામ સામે ટેબલ પર મળે છે પણ ઈશા હર્ષ નાં સમે એક વાર જોઈ ને હાય વાળો ઈશારો કરે છે પછી એ હર્ષ નાં સામે જોતી પણ ન હતી.
ત્યાં હર્ષ અરધો કલાક માં એને એક પણ વાર હર્ષ નાં સામે ફરી ને નાં જોયું, અને હર્ષ તો ઠીક પણ કોઈ છોકરા સામે એ નતી જોતી.
" પછી હર્ષ અંદરોઅંદર વિચારવા લાગે છે, " ભાઈ છોકરી તો સારી છે પણ મારા સામે પણ નથી જોતી " " અરે સારી નહિ બઉ એટિટુડ વાળી છે " "અરે કઈ એવું નથી બઉ સીધી છોકરી છે, એટલે " " સીધી નહિ સીધા દોર કરી નાકે એવી છે, એમના સામે પડાય એમ નથી " " અરે એવું કઈ નથી, હું મેનેજ કરી લઈશ" " ભાઈ ખબર છે એના છતાં લૂંટાવું એના કરતાં કોઈ બીજી સારી છોકરી સોધવી જોઈએ," " નાં નાં આજ સારી છે, એક વસ્તુ વિચાર હર્ષ કે જ્યારે આ કોઈ નાં સામે નથી જોઈતી તો અત્યાર સુધી એને કોઈ નાં જોડે વાત અથવા કોઈ નાં જોડે રિલેશન માં નાઈ આવી હોય, રિલેશન તો દૂર એને કોઈ ને ફ્રેન્ડ તરીકે કઈ વાત પણ નાં થઈ હોય, " " અરે નાજ થાય ને, જોયું તું કેવા રેપલય માં જવાબ આપતી હતી," " અરે થોડો એટીટુડ તો હોવો જોઈએ પોતાના પર " " ઓહ ભાઈ હવે તો બધું સારું સારું લાગવા માંડ્યું " " સારું નાઈ એની મને નેક્તા દેખાય છે એટલે અને એ મને બઉ ગમે છે " " ઓકે તો ભોગવવા તૈયાર થઈ જાઓ ત્યારે " " હા થઈ શું વળી "
એટલા માં અજય બુમ પાડે છે કે "અરે હર્ષ ક્યાં ખોવાઈ ગયો? " " કઈ નહિ ભાઈ એમજ " " ઓકે તો ચાલો લેક્ચર ચાલુ થઈ ગયો હશે" " હા ચાલ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED