જ્યારે એક વ્યક્તિ પોતાની જિંદગી માં એક લાઈફ ને સારી બનાવવા એક સારી વ્યક્તિ ની ખોજ કરતી હોય છે.અને એ ખોજ પૂરી થતાં તેને પોતાની જિંદગી બનાવવા જે હાલાત નો સામનો કરવો પડે છે એ હાલાત અને એ બે પ્રેમી ઓ નાં દિલ ની વાત આ નવલ કથા માં થવાની છે.એક સાચા પ્રેમ ને ખોજતો હર્ષ અને જીંદગી માં મળવાની ઈશા ની આ વાત છે...
એક ટાઈમ આવી ગયો હતો જે હર્ષ કોઈક નાં પગ માં પડી ને આજીજી કરી રહ્યો હતો.. એ કઈ બોલે એના પેલા બાજુ માં રહેલા ચાર વ્યક્તિ એને પીઠ પર વાર કરી રહ્યા હતા..અને ધીમે ધીમે ઈશા ઈશા બોલતો બોલતો બેભાન થઇ ગયો.....
અરે પણ હું આ બધું તમે અત્યારે કેમ કહી રહ્યો છું?
સોરી.....
તો ચાલો આપડે 3 વર્ષ પેહલા ચાલી જઈએ...
હર્ષ ની એક સવાર જે એના કોલેજ ની પેહલી સવાર હતી.હર્ષ ઉઠી ને તૈયાર થઈ જાય છે અને એના રૂમ માંથી બુમ પાડે છે..." મમ્મી નાસ્તો તૈયાર છે?" "અરે હા બેટા મને ખબર છે કે તારો આજે કોલેજ નો પેહલો દિવસ છે" "તો મમ્મી જલ્દી કરજો કારણ કે આજે અમારે વહેલા જવાનું છે" "અરે ખબર છે બેટા પણ તું નીચે આવે એટલે તને નાસ્તો આપુ"
એટલા માં હર્ષ ને એના ફ્રેન્ડ વિજય નો ફોન આવે છે અને તે જડપ થી નીચે આવી ને ચાલવા લાગે છે.
" અરે બેટા નાસ્તો તો કરતો જા" " નાં મમ્મી હું આજે પેહલા દિવસે લેટ થઈ જઈશ આવી ને જમી લઈશ, વિજય બહાર મારી રાહ જુએ છે."
" સારું બેટા"
એમ કહીને હર્ષ બહાર નીકળી જાય છે.અને બહાર જઈ ને અજય નાં બાઇક પર બેસી જાય છે .અને બંને જણા કોલેજ તરફ જવા લાગે છે...
અજય બોલે છે " ભાઈ કેવું ફીલ થાય છે આપડે કોલેજ માં આવી ગયા" "હા ભાઈ સારું લાગે છે.જલ્દી કર નાઈ તો લેટ થઈ જઈશું"
બંને કોલેજ માં જાય છે, ત્યાં તો એ બને ખૂબ વધારે બોર્ડ આગળ ભીડ જુએ છે. ત્યાં બંને જાય છે તો એક મિત્ર આવે છે અને બોલે છે કે બંને જણા ત્યાં બોર્ડ માં તમારું નામ કયા ક્લાસ માં છે તે જોઈ લો કારણ કે આપડી કોલેજ માં 4 ભાગ પડવાના છે.
હર્ષ બોલે છે કે " અજય એક કામ કર તું આપડા બંને નાં નામ જોઈ ને આવ" અજય ત્યાં બોર્ડ પર નામ જોવા જાય છે તો એને કોઈનું નામ મળતું નથી ..તે બહાર આવે છે અને બોલે છે કે " અરે આપડા બંને નું નામ અજ નથી"
" અરે નાં હોય ચાલ આપડે બંને જોઈએ " હર્ષ ત્યાં જઈ ને જુએ છે તો છેલ્લા પાને અજય નું નામ લખેલું હોય છે,અને બીજા ક્લાસ માં હર્ષ નું નામ હોય છે. હર્ષ નિરાશ થઈ જાય છે અને ત્યાં બહાર આવી ને અજય ને બોલે છે કે "ભાઈ કોલેજ માં પણ આપડે બંને અલગ થઈ ગયા ..તારો ક્લાસ બી છે અને મારો સી છે..."
બંને મિત્રો નિરાશ થઈ ગયા અને બોલ્યા કે કઈ વાંધો નહિ રિશેસ તો છે ને એમાં મળી લઇ શું...એમ કહી ને પોત પોતાના ક્લાસ માં ચાલવા લાગ્યા ..
ત્યાર બાદ હર્ષ ક્લાસ માં ગયો તો તેને જોયું કે ઘણા બધા નવા ચેહરા હતા, હર્ષ ત્યાં આગળ બેન્ચ પર બેસી ગયો અને ક્લાસ એને ભર્યો...એને બસ અજય ની યાદ આવતી હતી કે એને એના ક્લાસ માં નંબર નાં આવ્યો ....
એમ ને એમ ક્લાસ પૂરો થયો અને બધા બહાર નીકળવા લાગ્યા.પછી જેવો ક્લાસ છૂટ્યો તો હર્ષ અજય નાં ક્લાસ તરફ જવા નીકળી પડ્યો..તો ત્યાં જોયું કે અજય ત્યાં ન હતો...એને બહાર જોયું પણ તે નાં દેખાયો....
પછી હર્ષ પાર્કિંગ માં ગયો તો ત્યાં તેને ઉભો જોયો અને એ પણ બે ત્રણ છોકરીઓ નાં સાથે.
" આ અજય એના નખરા ઓ થી બાજ નાઈ આવે" એમ કહી ને ત્યાં એના જોડે પહોંચ્યો તો બધી છોકરીઓ ત્યાં થી ચાલવા લાગી....
" અરે હર્ષ તું ક્યારે આવ્યો?" " તું બધી છોકરીઓ જોડે ગપ્પા મારતો હતો ત્યારે...એતો કીધું કે એના ગપ્પા પૂરા થાય એટલે એને વાત કરું....તારા સ્કૂલ નાં નખરા તું ભૂલ્યો નથી..."
" અરે ક્યાં થી ભૂલાય ...મારા જૂની ફ્રેન્ડ છે...અને અમે મજાક કરીએ છીએ"
"હા હા હવે કોલેજ માં એ છોકરીઓ ને પટાવ" " નાં નાં ભાઈ એતો જસ્ટ ફ્રેન્ડ છે બધા" " હા ભાઈ હા બધું જાણું છું...ખબર છે તારા આગળ નાં બે ચક્કર વિશે" " નાં ભાઈ નાં એતો જસ્ટ ફ્રેન્ડ હતા"
એમ કહી ને અજય વાત ને ફેરવી નાખે છે..અને બોલે છે " ચાલ ભાઈ ચાલ નહિ તો પેલી નીકળી જશે"
એમ કહી ને હર્ષ ને બાઈક પર બેસાડી ને ત્યાં થી કોલેજ ની બહાર આવી જાય છે...અને અજય કોલેજ ની બહાર બસ સ્ટેન્ડ માં હર્ષ ને ઉતરી ને કહે છે કે આજે ભાઈ તું ઘરે બસ માં જજે મારે એક અગત્યના નું કામ યાદ આવી ગયું છે ...." " હા ભાઈ હા જાઓ જાઓ મને ખબર છે તમારું અગત્ય નું કામ શું છે...ગપ્પા મારવા જાઓ છો...પેલી છોકરીઓ જોડે..."
" નાં ભાઈ નાં એવું કઈ નથી" " નાં ભાઈ નાં એવુજ છે , અને હા જા મે ક્યાં નાં પાડી પણ અમાં બઉ મજા લેવા માં મજા નથી"
" ખબર છે ...આ તું મને 25 મી વખત બોલે છે" " સારું કેવાય ભાઈ તને યાદ તો છે કે હું 25 મી વખત બોલું છું" " ચાલ ભાઈ નીકળું...
એમ કહી ને અજય ત્યાં થી ચાલ્યો ગાયો અને હર્ષ ત્યાં બસ સ્ટેન્ડ માં બસ ની રાહ જોવા બેસી ગયો...
( મિત્રો જો તમને અમારો ભાગ 1 પસંદ આવે તો એક કૉમેન્ટ કરવા નું ભૂલતા નહિ )