Prem Asvikaar - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 6

એવા માં હર્ષ અને અજય નાં ટેબલ પર અજય ની ફ્રેન્ડ પાયલ આવી ને બેસે છે, અને અજય જોડે વાતો કરવા લાગે છે,એવા માં હર્ષ ત્યાં થી ઉભો થઇ ને ચાલવા લાગે છે, " અરે હર્ષ બેસ ને ક્યાં જાય છે? " " કઈ નાઈ ભાઈ તમે બેસો હું જાઉં છું મારે એક કામ આવી ગયું છે" " અરે ભાઈ બધી મને ખબર પડે છે કાંઈ તને કામ નથી આવ્યું, તું ટેન્શન ના લઈશ પાયલ આપડી અંગત છે અને અમારા બંને વચ્ચે તું બેસીસ તો અમને કંઈ વાંધો નહીં આવે, એમને કઈ પ્રોબ્લેમ નથી, સાચી વાતને પાયલ?" " હા હા હર્ષ એવું નાઈ રાખવા નું એતો જસ્ટ ફ્રેન્ડ" " નાં નાં એવું નથી પણ તમારે કોઈ અંગત વાત કરવી હોય તો, એટલા માટે" " અમારે કઈ અંગત વાત હોતી નથી, અને તું પણ ફ્રેન્ડ અજ છે ને આપડે વાતો બધા સાથે શેર કરીએ છીએ, એટલે એવું કઈ નાઈ રાખવા નું? " " હા હા એ વાત તો છે"
" તો તો ભાઈ તું બેશ અને હું તારા અને પાયલ માટે કોફી માંગવું છું" " હા ભાઈ "
" હા તો પાયલ બોલ ને તારી ફ્રેન્ડ નિધિ શું કરે છે આજ કાલ? " " કેમ તારે શું કામ છે? " " અરે કઈ નાઈ ખાલી એમજ પૂછું છું, તને સેની જલાન થાય છે" " મને કઈ ઈર્ષા નથી થતી" " હા તો બોલ ને શું કરે છે? " " હું એની પી એ થોડી છું તે એની દેખ રેખ રાખું? "
હર્ષ અને અજય હસવા લાગે છે અને પાયલ એક દમ નિરાશ થઈ ને બેસી જાય છે અને બોલે છે કે " હું જાઉં છું " " અરે નાં નાં બેસ ને તારા માટે કૉફી આવે છે" " કૉફી હવે તું પી અને તારી પેલી નિધિ ને વિવડાવજે હું જાઉં છું" " પણ એ અત્યારે નથી તો એના બદલે તું તો પી લે ને? "
" બસ હો અજય બઉ થયું હવે, એનું નામ લેવું હોય તો હું અહી થી જાઉં છું " બંને જગાડતા હતા એવા માં બધું હર્ષ જોઈ ને હસી રહ્યો હતો, અને પછી એ બોલ્યો કે...
" અરે અરે જગાડવા નું બંધ કરો નહિ તો નિધિ આવી ને બધી કૉફી પી જશે" એ સંભાળી ને પાયલ બોલી "અરે હર્ષ તું પણ એનો પક્ષ લઇ મને ખીજાવે છે? "
" અરે નાં નાં એવું નથી એતો સાચી વાત કરું છું , જો જો ત્યાં પેલા ટેબલ પર નિધિ બેસી છે ખોટી હમણાં આવશે તો તમારે પ્રોબ્લેમ થઈ જશે"
" અરે હા યાર હર્ષ જોતો ખરી કેટલો મસ્ત ડ્રેસ પેહરયો છે એને અને કેટલી કુલ લાગે છે"
" બસ અજય હવે હું જાઉં છું, બાય "
" અરે પાયલી ઊભી રે હું તો મજાક કરું છું," " મારું નામ પાયાલી નહિ પાયલ છે, સમજ્યો? " " હા હા ડીયર મજાક કરું છું ચાલ કૉફી પી લે "
પછી પાયલ બેસી જાય છે અને ત્રણે જના કૉફી પીવા લાગે છે
ત્યાં એમના ટેબલ ની સામે બીજા ટેબલ માં નિધિ અને એના બાજુમાં ઈશા બેઠા હતા, હર્ષ ને થયું કે ઈશા ને હું પસંદ કરું છું એ બધી વાત હું અજય ને કહી દઉં, પણ હર્ષ એ વાત અજય સાથે શેર નાં કરી, એને થયું કે હજુ કોઈ પાક્કું નાં થાય ત્યાં સુધી ખોટી અફવા ઉડારી ને કોઈ ફાયદો નથી, એના કરતાં વાત દબાઈ ને રહે એમજ મજા છે. એવા માં ત્યાં ટેબલ પરથી ઈશા અને નિધિ બંને જણા ત્યાં થી ઉભા થઇ ચાલવા લાગ્યા, અને ત્યાં ટેબલ પર ઈશા ની પાણી ની બોટલ ત્યાં ટેબલ પર રહી ગઈ, આ બોટલ ને હર્ષ જોઈ ગયો અને એક દમ ઊભો થઈ ગયો પણ એને એમ થયું કે સામે અજય અને પાયલ છે એટલે બોટલ અત્યારે લેવા માં મજા નથી ,
અજય બોલ્યો " કેમ ભાઈ હવે શું થયું કેમ ઉભો થઇ ગયો" " કઈ નાઈ ભાઈ હું ફ્રેશ થઈ ને આવું"
" હા હા ભાઈ જા જા નહીંતો તરે અહીંયા ને અહીંયા થઈ જશે" " એમ કહી ને હસવા લાગ્યો " અરે ભાઈ પાયલ છે એના સામે તો મારી ઈજ્જત કર " " હા ભાઈ હા સોરી સોરી"
પાયલ બોલે છે કે "આતો એવોજ છે અજય, તું ફ્રેશ થઈ ને આવ જા
એમ કહી ને તે ટોઇલેટ તરફ જવા લાગે છે અને ત્યાં જઈ ને તે બોટલ લઇ ને એના બેગ માં મૂકી દે છે, અને ખાલી ખાલી ફ્રેશ નું બહાનું બનાવી પાછો આવી જાય છે.
ત્યાર પછી લેક્ચર શરૂ થાય છે અને બધા લેક્ચર ભરવા ચાલ્યા જાય છે, લેક્ચર માં બેઠા બેઠા તે વિચારતો હતો કે " હું આ પાણી ની બોટલ ને એને છું ટ તા વખતે આપી દઈશ, પછી એમ નાં એમ લેક્ચર પૂરો થાય છે અને બધા ત્યાં થી બહાર નીકળવા લાગે છે, હર્ષ ત્યાં બોટલ આપવા જાય છે પણ ત્યાં એની ફ્રેન્ડ ને બધા એની સાથે હોય છે એટલે એ ત્યાં બોટલ આપી નાં શક્યો, પછી એને વિચાર આવ્યો કે કેમ નાં હું એની દુકાન માં જઈ ને જ એને બોટલ આપી દઉં, એમ વિચારી ને તે બસ સ્ટેન્ડ તરફ જવા નીકળી જાય છે.
ત્યાં જઈ ને તે બસ સ્ટેન્ડ માં બેસી જાય છે અને તે વિચારે છે કે થોડી વાર રહી ને બોટલ આપવા જાઉં, અને એમજ એ થોડી વાર રહી ને બોટલ આપવા જાય છે પણ એને એ પણ વિચારે છે કે " જો હું એક દમ ત્યાં જઈ ને બોટલ આપીશ તો ઈશા ને એમ થશે કે હું એનો પીછો કરું છું એના કરતાં હું પેલા કોઈ વસ્તુ માગું અને પછી ઈશા હોય તો એને હું બોટલ આપુ"
હર્ષ ત્યાં જાય છે તો એ પેલા હર રોજ બેઠેલા કાકા ને જુએ છે અને બોલે છે કે બોલો શું જોઈએ? " હર્ષ વધારે વિચારતો નથી અને બોલે છે કે પાણી ની બોટલ આપો " " બહાર છે ફ્રીઝ માંથી લઇ લો, એવા માં એ કાકા ને કામ આવે છે અને તે અંદર નાં રૂમ માં ચાલ્યા જાય છે અને ઈશા ખૂણા માં બેસી હતી તો તે ઊભી થાય છે, તે કાકા બોલતાં જાય છે કે " એમના પૈસા લેવાના બાકી છે " " હા હું લઇ લઉં છું" " હર્ષ બોટલ લઇ ને ત્યાં કાઉન્ટર પર આવે છે તો ત્યાં ઈશા ને જુએ છે, અને ઈશા ત્યાં ઊભી હોય છે " હર્ષ ઈશા ને પૈસા આપે છે અને બોટલ લઇ લે છે. અને બોલે છે હાય તમે બાજુ માં વિવેકાનંદ કોલેજ માં ભાનો છો ને? " " હા તમે? " " હું પણ ત્યાં છું, મે તમને જોયા છે" " આછા મે હમણાજ જોઈ કર્યું, એટલે કે લેટ એડમિશન " " બરાબર " " લો તમારી બોટલ તમે કેન્ટિંન માં ભૂલી ગયા હતા" " ઓહ,હા હા પણ તમને કઈ રીતે મળી " " હું તમારી સામે નાં ટેબલ પર બેઠો હતો તો તમને જોયા હતા પછી બોટલ મે લઇ લીધી, કારણ કે મે છેલ્લે તમારા હાથ માં બોટલ જોઈ હતી" " ઓહ હા ,થેંક્યું સો મચ" " વેલ કમ " " હાય મારું હર્ષ છે " " અને મારું નામ ઈશા " " હા ખબર છે" " કેવીરીતે" " તમે ઓળખાણ આપી હતી ને? " "હા હા "
હર્ષ હસવા લાગે છે, એના પછી ઈશા બોલે છે જે તમને બોટલ મળી તો તમારે અમાં થી પાણી પી નાં લેવાય એમાં નવી બોટલ ખરીદવા ની ક્યાં જરૂર હતી, એમ બોલી ને ઈશા હસવા લાગે છે,
" નાં નાં એમ નાં પીવાય " " કેમ પીધું હોય તો વાંધો નાં આવે અમે કઈ એવી તેવી કાસ્ટ નાં નથી " " અરે નાં નાં એવું કઈ નથી, હું એવી કાસ્ટ માં નથી માનતો મારા માટે બધા સમાન છે" " હા હા એતો જસ્ટ મજાક કરું છું "
હર્ષ મીઠી સ્માઇલ આપી ને બોલે છે કે ચાલો હું મળું પછી બસ આવા નો ટાઈમ થઇ ગયો છે" " હા થીક છે "
એવા માં હર્ષ ત્યાં થી નીકળી જાય છે અને ત્યાં બસ સ્ટેન્ડ માં જઈ ને તે પોતાના માથે જાતે ટપલી મારે છે અને બોલે છે કે ઈશા ની વાત સાચી છે બોટલ માં પાણી હતું તો બોટલ માંગવા ની ક્યાં જરૂર હતી, થઈ ગયો ને કલર હર્ષ તારો? "
હર્ષ પોતાની જાત ને જ બોલે છે કે " પણ ત્યાં જઈ ને કોઈ વિચાર નાં આવ્યો માંગવા નો એટલે બોટલ માંગી લીધી, અરે હર્ષ એ બધું જવા દે પણ શું કીધું ઈશા ને ? કે હું જતી માં નથી માનતો , અરે ગધેડા તું તો કેહતો હોય છે અપડાજ કાસ્ટ ની છોકરી જોઈએ, એવું નાં હોય તો કોઈ પણ સારી છોકરી ગામડી ને મેરેજ કરી લે ને એમ તો કાસ્ટ ને બાસ્ત ની વાત કરતો હોય છે."
" એમ નથી પણ એમાં કોઈ પ્રેમ કર્યા પછી કોઈ કન્ફુજન નાં થાય એટલે હું મારા કાસ્ટ ની છોકરી શોધું છું, પણ હું બધી કાસ્ટ ને એવી રીતે અલગ તારવવા નથી માંગતો, " " હા હર્ષ હા સમજ્યો પણ તે કલર તો કરીજ નાખ્યો ઈશા સામે ,એમાંય છોકરી ઓ નાં સામે તો કઈ બોલી શકતો નથી અને કલર કરવા લાગે છે, અરે હા યાર ભૂલ થઈ ગઈ ...
એમ વિચારે ને ઘરે ચાલી જાય છે. અને ઘરે જઈ ને ખુશ થઈ જાય છે કે એક વાત તો છે કે એને મારા સાથે વાત કરી અને ઓળખાણ થઈ એ મહત્વ નું છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED