Prem Asvikaar - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 7

બીજા દિવસે જ્યારે કોલેજ જાય છે ત્યારે સવારે હર્ષ ની મમ્મી એને કહે છે કે " જો પાણી નાં પીવું હોય તો બોટલ નાં લઇ જઈશ પણ તારી આ બહાર પાણી પીવાની આદત છે એ કાઢી નાખજે, કારણ કે તને બોટલ આપુ છું તોયે તું બહાર નું પાણી પીવે છે, એના થી તબિયત બગડે, અને લાંબો ટાઈમ સારું નાં લાગે.
હર્ષ બોલે છે " સોરી મમ્મી હું હવે બહાર નું પાણી નાઈ પીવું, તું મારી બેગ માં પાણી ની બોટલ મૂકજે "
" સારું વાંધો નાઈ, જો તને ઘર નું પાણી ઓછું પડે તો તું બહાર નું પાણી ખરીદી ને પી સકે પણ એતો આ બોટલ ભરેલી અને નવી બોટલ માંથી પાણી નથી પીતો એટલે તને કેવું પડે"
યશ વિચારે છે કે " સોરી મમ્મી તમને હું ખોટું બોલી રહ્યો છું પણ મારે બોટલ લેવા નું કારણ બઉ અલગ છે, એ ટાઈમ આવશે એટલે હું તમને જરૂર જણાવીશ, એટલા માં હર્ષ નાં પાપા એમના રૂમ માંથી આવ્યા અને બોલવા લાગ્યા, કેમ "બેટા તને કોલેજ માં ફાવે છે ને?" " હા પાપા બઉ મસ્ત કોલેજ છે" " પણ ત્યાં થી થોડું વધારે ચાલવા નું થાય છે" " હા બેટા એતો છે ચાલ ને આપડે થોડા ટાઈમ પછી તારા માટે એક બાઈક ની વ્યવસ્થા કરી એ, એમાંય આપડે એક ટુ વ્હીલર ની જરૂર છે, " હા પાપા, ચાલો હું નીકળું, અજય મારી રાહ જોતો હશે "
હર્ષ કોલેજ જવા નીકળી જાય છે, અને ઘર માં રીટાબેન કિશન ભાઈ ને કહે છે જે જી તમે હર્ષ ને બાઈક નવું લઇ આપવા નું કહ્યું પણ પૈસા તો હાલ છે નહિ.
" રીટા કઈક કરીશું પણ એને અડચણ આવે એવું નાઈ થવા દઈએ " " હા એ વાત છે " " એમાંય એને કોલેજ જવા ખૂબ ચાલવું પડે છે " "હમમ " " લાવીશું કઈક કરીશું"
ત્યાં હર્ષ અને અજય કોલેજ માં પહોચી જાય છે અને ક્લાસ ભરવા લાગે છે ત્યાં હર્ષ ઈશા ને જુએ છે તો એ દિવસે ઈશા એ ખૂબ સરસ ડ્રેસ પેહેયો હતો, તો હર્ષ વરમ વાર એની સામે જોતો, પણ ત્યાં ઈશા ની નઝર હર્ષ પર નતી પડતી, ઈશા ને નતી ખબર કે હર્ષ એને જોઈ રહ્યો છે, એમ ને એમ લંચ પડે છે અને બધા નાસ્તો કરવા પહોંચી જાય છે ત્યાં અજય બોલે છે કે "ટુંક સમય માં હું તમારા ક્લાસ માં આવવા નો છું કારણ કે મને હવે તારા વગર નાઈ ચાલે" " પણ ભાઈ એ કેવી રીતે પોસીબલ છે? " " છે ભાઈ હું પ્રિન્સિપાલ ને વાત કરવા નો છું " "હા તો બની સકે ભાઈ, પણ ભાઈ તારી બધી તારી ફ્રેન્ડ નું શું થશે ? એ તારા વગર રશે ખરા? " " અરે ભાઈ કાલે તો આપડા ક્લાસ મિક્સ કર્યા હતા એટલે મજા આવી એટલે મે વિચાર્યુ કે હું તારા ક્લાસ માં આવી જાય, પાયલ ને એ બધા નું જોયું જશે.
એમ ને એમ બંને જણા કેન્ટિંન માં ચાલ્યા ગયા અને બંને એ બેસી ને કૉફી ઓર્ડર કરી ત્યાર એવા માં અજય ને એક ફોન આવ્યો તો એ વાત કરતા કરતા બહાર કેન્ટિંન ની બહાર નીકળી ગયો, અને પાછો આવી ને ટેબલ પર બેસી ગયો.
" કેમ ભાઈ શું થયું" " કઈ નાઈ ભાઈ એતો પાયલ ને આજે તાવ આવ્યો છે એટલે એ ઘરે છે તો કઈ નાઈ તબિયત પૂછતો હતો" " હમમ, તો અત્યારે સારું તો છે ને? " હા ભાઈ "
એમ નાં એમ બંને વાતો કરતા હતા અને એવા માં ઈશા એની ફ્રેન્ડ નિધિ સાથે આવે છે અને સામેવાળા ટેબલ પર બેસી જાય છે, તો હર્ષ તેને જોતો જ રહે છે, અજય બધી વાત કરતો અને હર્ષ તેની વાતો સાંભળવા નાં બદલે તે ની નઝર ત્યાં ઈશા પર હતી, થોડી વાર પછી અજય ને ખબર પડી કે હર્ષ નું ધ્યાન નથી એટલે તે બોલે છે કે કેમ ભાઈ શું થયું ત્યાં ક્યાં જુએ છે ?, શું તું નિધિ ને જુએ છે?
" નાં નાં ભાઈ , એટલે કે હા ભાઈ હું તને એમ કેવા જતો હતો કે તારી ફેવરિટ નિધિ આવી ગઈ છે અને તેને આજે રેડ કલર ની ટી શર્ટ પેહરી છે,"
" હા ભાઈ હા મસ્ત લાગે છે ચાલ તો હું એને મળી ને આવું છું" " "અરે નાં ભાઈ નાં એના બાજુમાં એની ફ્રેન્ડ બેઠી છે બંને ને બેસવા દે ડિસ્ટર્બ નાં કરાય " " અરે ભાઈ એવું કઈ નાં હોય હું તો એને મળવા જઉં છું" " અજય ઉભો થઈ જાય છે અને તેને મળવા પહોંચી જાય છે અને ત્યાં એમના ટેબલ પર બેસી જાય છે એવા માં ઈશા ની નઝર મારા પર પડે છે, તો હર્ષ એ એને હાથ લંબાવી ને હાય કહ્યું, " હર્ષ ત્યાં બેસી ને કૉફી પીવા લાગે છે, અને બેઠા બેઠા એ ત્રણે ને જુએ છે " થોડી વાર માં નિધિ અને અજય બંને જણા જોર જોર થી વાતો કરવા લાગ્યા, " એતો સારું છે કે પાયલ અહીંયા નથી નહિ તો અજય ની બેન્ડ વાગી જાય" " એમ ને એમ અજય અને નિધિ વાતો કરતા કરતા ઊભા થઈ ગયા અને ત્યાં થી ચાલવા લાગ્યા " અરે ભાઈ ક્યાં જાય છે ? " " અરે ભાઈ એક કામ છે અમે કાલે મળીયે, એમ કહી ને અજય અને નિધિ ચાલ્યા જાય છે.
એના પછી ઈશા ટેબલ પર બેસી જે એકલી કૉફી પી રહી હતી, અને હર્ષ પણ એકલો અલગ ટેબલ પર બેસી ને કૉફી પી રહ્યો હતો, અને એમ ને એમ હર્ષ ની ફરી નઝર ઈશા પડતી હતી, એવા માં એક છોકરો અને છોકરી બંને જના ત્યાં હર્ષ નાં ટેબલ પર આવે છે અને બોલે છે કે, ભાઈ તમારી કૉફી ખતમ થઈ હોય તો અમે તમારા ટેબલ પર બેસી સકિયે? " "હા હા કેમ નહિ, એમ કહી ને હર્ષ ઉભો થઇ ગયો અને પેલા બંને બેસી ગયા, એવા માં હર્ષ ની નઝર ત્યાં ત્યાં ઈશા પર પડી તો ઈશા એ ઈશારો કર્યો કે તમે અહી આવી જાઓ.
હર્ષ આ જોઈ ને ખુશ થઈ ગયો અને તે ત્યાં ઈશા નાં ટેબલ પર જઈ ને બેસી ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED