Street No.69 - 93 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-93

સાવીનાં કહેવાથી સોહમ ફ્રેશ થઇને રૂમની બહાર નીકળી ગયો. ત્યાં રૂમમાં નૈનતારા સોહમ એને ડ્રીંક આપી રહ્યો છે એમ ખુશહાલીમાં ડ્રીંકની સીપ લઇ, રહી છે ત્યાં મી. વધાવા રૂમ ખોલીને અંદર આવ્યાં.

વધાવા જેવા અંદર આવ્યાં.. સાવીએ એમનાં માથામાં કંઇક નાંખ્યું અને તાંત્રિક વિધિ કરી એક ક્ષણમાં બધુ બની ગયું સાવી રૂમમાંથી બહાર નીકળી ગઇ એક હવાનો જોકો આવીને જાણે જતો રહ્યો.

વધાવા રૂમમાં આવ્યા નૈનતારાનાં અર્ધનગ્ન હાલતમાં જોઇ.. નૈનતારા સોહમ સાથે સંભોગ કરવાનાં કેફમાં અને દારૂનાં તીવ્રનશામાં હતી રૂમમાં કોણ આવીને ગયું... મી. વધાવા ક્યારે આવ્યા એને ભાન નહોતું ઉપરથી સાવીની તાંત્રિક વિધી...

મી. વધાવા બબડી ગયાં કે “મારી મીટીંગ કેન્સલ થઇ રીસેપ્સન પરથી ખબર પડી સ્યુટ બુક થયેલાં છે.. સોહમને એનાં ઘરેથી અરજન્ટ કોલ આવ્યો ઘરે ગયો છે હું તારી પાસે આવી ગયો.”

નૈને જોયું વધાવા બોલી રહ્યો છે એને સોહમજ દેખાઇ રહેલો એનાં પ્રેતસરીરમાં માત્ર વાસના સળવળી રહી હતી..

નૈનતારા બોલી “સોહમ... આઇ લવ યુ... યુ આર માય એવરીથીંગ.... યુ આર સો ક્યુટ એન્ડ હેન્ડસમ આઇ વોન્ટ યુ..”.

વાધવાએ કહ્યું “મીસ નૈન હું વાધવા છું ડ્રીંક ચઢી ગયું છે તને સોહમ તો એનાં ઘેરે પહોંચી ગયો હશે. બાય ધ વે સતત સાથે રહો છો ભ્રમ થયો છે આઇ વીલ એકંપની યુ ડાર્લીંગ ડોન્ટ વરી.”

મી. વધાવાએ કહ્યું “આજની ડીલ સકસેસફુલ કરવામાં તમારાં બંન્નેનો હાથ છે હું તમને બંન્નેને ઇનામ આપીશ. લેટ્સ સેલીબ્રેટ નાઉ...”

મી. વધાવાએ એમ કહી પોતાનું ડ્રીંક બનાવ્યું અને નૈનતારાની નજીક બેસી ગયાં નૈનતારાએ કહ્યું “આપણે હજી કેમ કપડાં પહેરી રાખ્યાં છે ? લાવ પહેલાં હું તારાં ઉતારી આપું” એમ કહી વધવાનાં કપડા ઉતારવા માંડી, સુટ, ટાઇ, શર્ટ, પેન્ટ બધુંજ હસતાં હસતાં ઉતારી નાંખ્યુ. વધવા બોલતો રહ્યો... “નૈન યુ આર સો બ્યુટીફુલ એન્ડ કોઓપરેટીવ... યુ. આર માય ડાર્લીગ”. એમ બોલતાં નૈનનાં બધાં કપડાં ઉતારી નાંખ્યાં.

નૈનતારા પેગ સામટો પુરો કરી ખીલખીલાટ હસવા માંડી.. “વાહ આજે તો તું પૂરા મૂડમાં છે મારાં જાન વાહ આવીજા હું તને એવી રંગતભરી સફરે લઇ જઊં તને જીંદગીભર યાદ રહેશે.”

વધાવા ખુશ થતો નૈનતારાને વળગી ગયો બંન્ને જણાં એમનાં અંગોને સહેલાવી આનંદમાં મગ્ન થઇ ગયાં...

************

હોટલમાંથી બહાર નીકળી સાવીએ સોહમને કહ્યું “તું મારી સાથે ચાલ આજે તને બધી હકીકતનો સામનો કરાવું હવે બહુ થઇ ગયું.. તારી સાવીએ.”. પછી ચૂપ થઇ ગઇ.

સોહમે જોયું કે સાવી એનાં અસલ રૂપમાં આવી ગઇ એણે પૂછ્યું “હવે તો કાલી રાત છે રાત્રે ક્યાં જવું છે ? આપણે દરિયે બેસી વાતો કરીએ. આ બધુ શું થઇ રહ્યું છે આપણી સાથે એ બધુ સમજાવ.. હું સાચેજ પરેશાન થઇ ગયો છું મેં પ્રેમ કર્યો છે. તને... મારી સામે આવા નવા નવા પાત્રો આવે છે કંઇ સમજાતું નથી મને...”.

સાવીએ કહ્યું “આવી કાળી રાતમાંજ તને દુનિયાની સાચી ખબર સાચી ઓળખ થશે. તારાં બધાંજ પ્રશ્નોનો અંત આવી જશે. સોહમ તારે અઘોરવિદ્યા શીખવી છે ને ? અઘોરવિદ્યા શીખતાં પહેલાં આ કાળી રાત્રે અઘોર સત્ય પણ જાણી લે..”.

“મને ખબર છે તું એક પવિત્ર નિર્દોષ યુવક છે. તું તારાં ઘરનાની તારા જીવનની બધી ફરીયાદો દૂર કરવા ગરીબીની હાલાતોથી ત્રસ્ત થઇને અઘોરી બનવાં માંગે છે. એક અઘરો પણ.. છતાં સરળ રસ્તો તારે અપનાવો હતો જે મેં પસંદ કરેલો.”

સોહમે કહ્યું “તું શું બોલી રહી છે ? તારે મને શું બતાવવું છે ? શેની ઓળખ કરાવવી છે ?” પછી ગુસ્સામાં સોહમે સાવીનો હાથ પકડીને કહ્યું "તું મને શું બતાવવાની ? મેં દુનિયા જોઇ લીધી છે.. તારાં જેવી છોકરી જે અઘોરી બનવા માંગતી હતી ? તેં શું કર્યુ ? હવસ વાસનાનો શિકાર થતી રહી તારી શક્તિ સિધ્ધી તને કામ આવી ? તેં તારી બહેન તારું જીવન ગુમાવ્યું...”

“ભલે તેં મને મદદ કરી .... મેં તને સાચો પ્રેમ કર્યો... મારી સામે જુદી જુદી યુવતીઓ કામણ કરતી આવી શેના માટે મારી સાથે આવાં ખેલ ? કેમ ? અને તું શું સતિ સાવિત્રી છે ? તું રૂપ બદલી બદલી પુરુષોને લટ્ટુ બનાવે એમની હવસ સંતોષે, તું સતિ સાવિત્રી દૂરની વાત છે તું હલકટ વેશ્યા છે વેશ્યા... મેં તને પ્રેમ કર્યો અને તું શું મને બતાવવા નીકળી છે ? તારામાં શરમ સંકોચ જેવું છે ? તું કહે છે તે આ શરીર ધારણ કર્યું છે એ પણ એક વેશ્યાનું છે..... મને તારાં પ્રત્યે સૂગ થઇ રહી છે.”

“તું ગમે તેવી અઘોરણ હોય, પ્રેત હોય, સિધ્ધી શક્તિઓ મેળવી હોય પણ મારી નજરમાંથી ઉતરી ગઇ છું મારી નજર સામે મેં તને પરપુરુષો સાથે રંગરેલીયા મનાવતા જોઇ છે... ધિક્કાર છે તને તારી અઘોરી શક્તિને... મારે આવું કશું નથી જોઇતું હું સામાન્ય મધ્યમવર્ગનો યુવાન છું... મારું નસીબ જે હશે મારાં માટે એજ પુરતું છે.”

સાવી સોહમનાં તીખા તીવ્ર કાનનાં કીડાં ખરી જાય એવાં સંવાદ આળ તિરસ્કાર ભર્યા શબ્દો સાંભળી સ્તબ્ધ થઇ ગઇ એને ખૂબ આઘાત લાગ્યો એ મૌન થઇ ગઇ એની આંખો વરસવા લાગી એણે કહ્યું “સોહમ... બોલી લીધુ ? હજી કંઇ બાકી છે મને સાંભળાવવા ? હલકી ચીતરવા ? સંતોષ થયો ? પણ હું તને નહીં છોડું એમ ?”

“તારે જાણવું છે "સતિ"- શબ્દનું શું મહત્વ છે. તને હજી દુનિયાની કશી ખબર નથી... સોહમ....”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-94




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED