સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-94 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-94

સોહમનાં આકરા વેણ અને અપમાન સાવી સહી રહી હતી એણે કહ્યું “સોહમ "સતિ" કોણ તને હજી ખબરજ નથી.. સ્ત્રીની જે કિંમત કરી રહ્યો છે એને હું સમજાવીશ. તેં દુનિયા જોઇજ નથી. હું માનું છું કે તું સાવ સામાન્ય સાધારણ મધ્યવર્ગનાં કુટુંબમાં જન્મેલો છું નાનપણથી ગરીબી અને બીજી તકલીફો વેઠતો ઉછર્યો છું હું તો તારાંથી વધુ ગરીબ ઘરની છોકરી હતી. આપણાં મનમાં ઈચ્છાઓ હોય સુખ સુવિધા મેળવવાની અપેક્ષાઓ હોય એમાં ખોટું નથી.”

“હું તને અગાઉ કહી ચૂકી છું કે મેં અઘોરણ થવાનું કેમ પસંદ કર્યું મારે એ બધી વાતો દોહરાવવી નથી પણ તેં જે મને આળ ઓઢાડી બીજા શબ્દોમાં શાબ્દીક નગ્ન કરી મને વેશ્યાજ કહી દીધી તારે મારો જવાબ સાંભળવો પડશે... એ પછી ભલે તું મને તિરસ્કારે છોડી દે.. હું પણ તારો વિરહ વિયોગ ભોગવી લઇશ.. સ્વીકારી લઇશ. મેં પણ તને સાચોજ પ્રેમ કર્યો છે મેં ક્યારેય તને દગો નથી દીધો.”

“હાં હું સ્ત્રી છું એટલે મારી શારીરીક શક્તિની મર્યાદાઓ હતી હું એવાં ચક્રવ્યૂહમાં ફસાઇ કે મારી સામે વિધર્મી તાંત્રિકજ હતો એ જીતી ગયો અને એણે મારી લાજ લૂંટી મારો ભોગ કર્યો સંભોગ કર્યો મારું સર્વસ્વ લૂંટી લીધું હું એજ સમયે તારે લાયક નહોતી રહી... મેં તને અક્ષરે અક્ષર જણાવ્યું હતું મેં ખુદ મારો જીવ લીધો અગ્નિશૈયા વ્હાલી કરી. “

“પણ હું પ્રેત ભલે છું સંપૂર્ણ પવિત્ર છું સતત તને પ્રેમ કરવો તને મદદ કરવી મારું લક્ષ્ય રહ્યું. મારાં ગુરુએ ગુનો કર્યો ભ્રષ્ટ થયાં મોત વ્હાલુ કર્યું. આજે દુનિયામાં આવાં સંત પણ પ્રપંચ અને મોહમાં ફસાય છે હું અને તું તો સાવ ક્ષુલ્લક છીએ.”

“સોહમ સતિ તો એ છે કે જે પોતાનું સર્વસ્વ ગુમાવીને પણ પોતાનાં પ્રેમ અને કુટુંબ માટે ન્યોછાવર થાય છે. હું મારી બહેન અને કુટુંબ માટે બરબાદ થઇ... જે મેળવવું હતું એ મેળવીને પણ અધુરી રહી.”

“સોહમ તેં કેટલું આસાનીથી કહી દીધુ હું સતિ નહીં વેશ્યા છું..” પછી ખડખડાટ હસીને બોલી “સોહમ તારાં ઘરમાં તારી માં, બે બહેનો છે એ પણ સ્ત્રી છે ને ? તને કાયમ તારી બે બહેનો માટે ચિંતા રહેતી... રહે છે. એ કોઇનાં પ્રેમમાં પડે શરીર સંબંધ બાંધે શું વેશ્યા થઇ ગઇ ? તને તારાં દાખલાં આપીશ તો તને વધુ સારી સમજણ પડશે.”

“તારે જાણવું છે ? તારી બહેન... ના... ના હમણાં નહીં એ ઘરનાં ઘરે રહેવા દે હમણાં ... સતિ અને વેશ્યા બોલી જવું સરળ છે પણ એ ઓઢવું અધરુ છે.”

“મારી તો બધી વાત તારી સમક્ષ ખૂલ્લી છે મેં કશુ નથી છુપાવ્યું છતાં તું મને પ્રેમ કરતો હતો ને કેમ ? આજે જ આટલો તિરસ્કાર કરે મારો કેમ ? તેં નજરે જોયું એટલે ? એ કશુજ સારુ નહોતું આ શરીર વેશ્યાનું છે વાસંતીનો છે એનું મૃત્યુ પણ દગાથી થયુ. મારી દ્રષ્ટિએ આ વાસંતી વેશ્યા પણ "સતિ" છે એને હું એક અપશબ્દ નહીં કહું...”

“મેં એનું શરીર ધારણ કર્યું.. મારાં ગુરુનાં મૃત્યુ પછી મેં માં મહાકાળીને ખૂબ કરગર્યા પ્રાર્થના કરી.. મહાકાળી મંદીરનાં પ્રખર જ્ઞાની તાંત્રિક અઘોરી સદાનંદ મને જાણી ગયાં.. અરે મને આખી વાંચી ગયાં એમને મારાં માટે સંવેદના જાગી... મોટા ગુરુનો આદેશ થયો કે કે એમણે મને શિષ્યા બનાવી.”

“સોહમ હું તનમન જીવથી તારી સાથે જોડાયેલી હતી એમને બધીજ ખબર પડી ગયેલી સોહમ શિષ્યા બનાવી એની જેવી વિધી પુરી થઇ એમણે કહ્યું સાવી તારે અત્યારેજ મુંબઇ જવાનું છે.. તને કારણ ખબર છે ? તને બચાવવા... તું તારું શિયળ કોઇને સોંપે નહીં તને પિશાચણી ભરખી ના લે એટલે... એ નૈનતારા તાંત્રિકની છોકરી પિશાચણી છે તને ભરખી જાત તું ક્યાંયનો ના રહેત તારો ભોગ ધરાવી એ સિધ્ધીઓ મેળવી લેત.. હું એનાં માટે જ્હાન્વીનો સ્વાંગ રચીને આવી.”

“સદાનંદ ગુરુજીનાં આશીર્વાદ હતાં એમણે તાંત્રિક વિધી કરી.. પરચો આપ્યો. મનન અરોડા દિલ્લીથી આવ્યાં એમની સેક્રેટરીને હટાવી મને ગોઠવી દીધી અરોડાએ વિના શંકાએ સ્વીકારી લીધી મેં કીધી બધી સ્ટોરી માની ગયાં. મને બધીજ સમજણ આપી દીધી આ રોલ કેવી રીતે ક્યારે ક્યાં ભજવવાનો છે બધીજ મને ખબર પડી ગઇ. હું જે કંઇ હરકત કરવાની હતી એ વાસંતીનું શરીર કરવાનું હતું.”

“મારાં માટે ટાર્ગેટ જ્હાન્વી બનીને તારી નૈનતારાં હતી. નૈનતારાએ તારી સોગઠી કેવી ગોઠવી હતી તને ખબર છે ? બધી રીતે તને વશ કરી દીધેલો.. તારી શું વાત કરુ ? એણે તારાં ઘરનાને વશ કરી દીધેલાં..

તારી બહેન સુનિતા પાસે મારી ભસ્મ માટીનાં ઘડામાં ભરાવી લાલ કપડું બંધાવી કબાટમાં મુકાવ્યું. સમય આવે ભલે હું આવી શકું એવું કર્યું પણ એ પહેલાં તારાં હાથે મારી ભસ્મ દરિયામાં વહેતી કરી દેવાનાં પ્લાન હતો. મારી ગતિ થાય પણ સામે તું કદી મને મળી ના શકે.”

“સોહમ તારી બહેન સુનિતા આટલી રાત્રે ક્યાં છે ? ખબર છે ? એણે શું બાજી ગોઠવી છે ?” સોહમ ભડક્યો એણે પૂછ્યુ “ક્યાં છે સુનિતા આટલી રાત્રે ? કોની સાથે છે ? નૈનતારાએ એવું શું ગોઠવ્યું ?”

સાવી હસવા માંડી.... થોડીવાર ચૂપ રહીને સોહમની આંખમાં આંખ પરોવીને કહ્યું “તારી બહેન એ મારી કોઇક તો સગી થાય ને ? એ પણ એક સ્ત્રી છે ને ? એણે યુવાનીનાં ઉંબરે પગ મૂક્યો છે એનાં શરીરમાં બધા સ્ત્રાવ ચાલુ થયાં છે એને પણ બધી ઇચ્છાઓ થાય છે આવેગ આવે છે એને પણ કોઇનું આકર્ષણ થઇ શકે છે ને ?”

“સોહમ એ આકર્ષણ અને આવેગને શાંત કરવા અજાણ્યે કોઇ સાથે મિત્રતા બાંધે છે શું એ સતિ નથી ? સ્ત્રી નથી ? એને હક નથી ? શું એ વેશ્યા થઇ ગઇ ? સોહમ હવે....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-95