સ્ટ્રીટ નંબર : 69
પ્રકરણ - 2
સોહમ ચર્ચગેટ સ્ટેશનથી દિવાકર પાસેથી તાંત્રિકની માહીતી મેળવીને સીધો ઓફિસે.. સ્ટ્રીટ નંબર : 69 પર આવી ગયો. એ એની ઓફીસ બિલ્ડીંગ પાસે આવી ઉભો રહ્યો છે ત્યાં એક સુંદર નવયુવાન છોકરી હવાનાં ઝોંકાની જેમ ઝડપથી એની આંખ પાસેથી પસાર થઇ ગઈ. સોહમ આશ્ચ્રર્યમાં પડી ગયો આમ આટલી ઝડપથી એની આંખ પાસેથી પસાર થઇ ગઈ. સોહમ આશ્ચ્રર્યમાં પડી ગયો આમ આટલી ઝડપથી કઈ છોકરી પસાર થઇ ગઈ ? આટલી બધી ઝડપ ?
પસાર થનાર સુંદર યુવતી ઝડપથી પસાર થઇ ગઈ પણ સોહમને કોઈક ખેંચાણ આપી ગઈ. સોહમ ઓફીસ તરફ આગળ વધતો અટકી ગયો એનાં પગ પેલી છોકરી ગઈ એ દિશામાં વળી ગયાં એક અદમ્ય આકર્ષણ અને ખેંચાણ દ્વારા એ છોકરી પાછળ જવા લાગ્યો.
સોહમનાં મનમાં અદમ્ય ઉત્સાહ હતો એને કોઈક ઉત્સાહ અને આનંદ આવી રહેલો. ઘરબાયેલી લાગણીઓ અને પ્રેમ જાણે બહાર આવવા મથી રહેલાં. સ્ટ્રીટ નંબર 69 ની અંદર એ એટલો અંદર સુધી કદી ગયો નહોતો એ તરફ એ આજે પહેલીવાર જઈ રહ્યો હતો. એનાં પગ જાણે ચપળતા પૂર્વક ઝડપથી ચાલી રહેલાં. મનની સ્થિતિની અસર જાણે યંત્રવત રીતે પગ ઉપર પડી રહી હતી એ સ્ટ્રીટ નંબર 69માં અંદર ને અંદર જઈ રહેલો. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો, ઓફીસો, હતી ક્યાંક માણસોનો કોલાહલ અથવા ક્યાંક એકલ દોકલ માણસ જોવા મળતાં હતાં.
સ્ટ્રીટ નંબર 69 આટલી ઊંડી હશે એણે આજેજ જોયું એ જેમ જેમ અંદર જઈ રહ્યો હતો એમ એમ અંદર જવાની ગતિ વધી રહેલી અંદર આવેલી દુકાનો કે ઓફીસો હવે સુમસામ લાગવા માંડી હતી અંદર માણસોની ચહલપહલ સાવ ઓછી થઇ ગઈ હતી આટલાં વસ્તીથી ઉભરાતાં મુંબઈ શહેરમાં આ સ્ટ્રીટમાં અંદર જાણે કોઈ વસ્તીજ નહોતી.... સોહમનાં પગ ત્વરાથી આગળ વધી રહેલાં અને એનું હૈયું આનંદથી ઉછળી રહેલું એને એની પોતાનીજ લાગણી સમજાય નહોતી રહી.... એણે એકવાર પાછળ વળીને જોયું તો એ સ્ટ્રીટની ખુબ અંદર ઊંડે સુધી પહોંચી ગયેલો એને પોતાને આશ્ચ્રર્ય હતું કે આજ સુધી હું અંદર કેમ ના આવ્યો ?
થોડો આગળ વધીને એનાં પગ આપોઆપ થંભી ગયાં એ અચાનક ઉભો રહી ગયો. જ્યાં સ્ટ્રીટ 69 પુરી થતી હતી ત્યાં ઓફીસો દુકાનો બંધ હતી સાવ અંધારું અંધારું ધોળે દિવસે દેખાઈ રહેલું. એણે સ્ટ્રીટ 69નાં અંત તરફનાં ખૂણા તરફ જોયું તો ત્યાં અગ્નિની જ્વાળાઓ જેવું દેખાતું હતું ત્યાં કંઈક ધાર્મિક હવન થઇ રહ્યો હોય એવું દેખાતું હતું એનાં પગ ત્યાં અટકી ગયાં હતાં.
સોહમે વિચાર કર્યો આ શું છે ? આ ધમધમતાં બજારની સ્ટ્રીટમાં આવાં અવાવરું ખૂણામાં અહીં શું ચાલી રહ્યું છે અને સ્ટ્રીટ પુરી થાય એની પાછળ ધૂંધવતો દરિયા કિનારો છે ?બધી પરિસ્થિતિ જોતાં એને લાગ્યું અહીં કોઈ માણસો ખાસ અવરજવર નહીં કરતાં હોય વળી સ્ટ્રીટમાં ખૂણામાં રહેલી દુકાનો કે ઓફીસો વેરાન જેવી સુમસામ અને અંધકાર પટમાં છે અહીં ખરેખર શું ચાલી રહ્યું છે ?
સોહમ કોઈ અગમ્ય બળથી અહીં ખેંચાઈ આવેલો એનાં પગ એ અગ્નિ તરફ આગળ વધ્યાં સોહમે હિંમત કરીને આગળ વધવાનું શરૂ કરીને ત્યાં ખૂણામાં આવેલ વેદી તરફ ગયો.
સોહમનાં આશ્ચ્રર્ય વચ્ચે ત્યાં વેદીમાં અર્ધ્ય અપાતું હતું ખુબ ધીમા અવાજે શ્લોકો અને ઋચાઓ સંભળાતી હતી પણ કોઈ દેખાતું નહોતું કોઈ છે નહીં અને વેદીમાં અર્ધ્ય આપી સ્વાહા કોણ બોલે છે ? કોણ છે અહીં ? અદ્રશ્ય રૂપે છે કે શું ? કોઈ લીલા કોઈ તાંત્રિક પ્રયોગ છે કે શું ?સ્પષ્ટ સંભળાતાં શ્લોક અને અર્ધ્યને અગ્નિમાં સ્વાહા કરી સ્વાહાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.
સોહમે ઘણી વાતો સાંભળી હતી પિતાનાં મોઢે ઘણી પરચાઓની વાતો સાંભળી હતી પણ આજે પોતે સાક્ષાત અનુભવ કરી રહેલો. પોતે બ્રાહ્મણ હતો જેથી એનામાં ધર્મ પ્રત્યે આસ્થા હતી વિશ્વાસ હતો એણે મનમાં વિચાર્યું ચોક્કસ કોઈ શક્તિ છે અહીં જે મને નજરે નથી દેખાતી પણ છે એ નક્કીજ.
સોહમ હિંમત કરીને સ્ટ્રીટનાં અંત તરફ ગયો ત્યાં બહાર નીકળીને સીધો સમુદ્ર હતો અને ત્યાં કોઈ માનવ વસ્તી નહોતી આ કિનારા તરફ કોઈ માણસો આવતા નહીં હોય એવું લાગ્યું. સોહમ અગ્નિની વેદી તરફ ગયો અને યંત્રવત એનાં હાથ જોડાઈ ગયાં. એ નમસ્કાર મુદ્રામાં અગ્નિ દેવ તથા કુળદેવી કુળદેવતાનું મનમાં સ્મરણ કરી ને પગે લાગ્યો અને ત્યાંથી પાછા ફરવાનું વિચારી રહ્યો.
સોહમને ઓફીસનો સમય થઇ ગયો હતો એનો બોસ એને ફરી અપમાનીત કરે એ પહેલાં ઓફિસ પહોંચી જવાનું મુનાસીબ માન્યું એણે પગલાં પાછાં લીધાં અને ફરીવાર નમસ્કાર કરી ઓફિસ તરફ જવા નીકળ્યો.
સોહમ ત્યાંથી નીકળી માંડ 20-25 પગલાં આગળ આવ્યો હશે ત્યાં પાછળથી અવાજ આવ્યો અવાજ એટલો મધુર મીઠો અને નાજુક હતો એટલાં પ્રેમથી પૂકારેલું સો.... હ....મ... સોહમ તરતજ પાછળ જોયું તો કોઈ નહોતું એને આશ્ચ્રર્ય સાથે ડર લાગ્યો કે આ કોણ અવાજ કરે છે? પોકારે છે ?
સોહમે એનાં પગલાં ઝડપથી પોતાની ઓફીસ તરફ માંડ્યા. હજી થોડેક આગળ ગયો ત્યાં કોઈ પુરુષનો સખ્ત અને આદેશાત્મક અવાજ આવ્યો સોહમ....
સોહમને થયું આ કોણ છે ? હવે કોઈ પુરુષનો અવાજ છે અને આદેશાત્મક છે કોણ મને બોલાવે છે? સોહમ અટકી ગયો ત્યાં પાછળ જોયું તો કોઈ નહોતું ત્યાં દૂર વેદીમાં અગ્નિ જ્વાળાઓ ખુબ ઊંચે સુધી જઈ રહેલી જાણે જ્વાળાઓમાંજ પરોવાયેલી કોઈ શક્તિઓ પુકારી રહી હતી. સોહમને હવે ડર લાગવા લાગ્યો એને થયું સવારે આવી સ્થિતિ છે તો સંધ્યાકાળ પછી રાત્રીમાં કેવું હશે ? અહીં કોનો વાસ છે ? કોનો પરચો ચાલે છે સોહમે ઝડપ વધારી અને પોતાની ઓફીસ બિલ્ડીંગ પાસે આવી ગયો.
સોહમ લિફ્ટમાં છઠ્ઠા ફ્લોર પર આવી ગયો મનમાં હમણાં જે અનુભવ થયાં એનાંજ વિચાર હતાં..
વધુ આવતા અંકે..પ્રકરણ 3