The story of love - Season 1 part-22 books and stories free download online pdf in Gujarati

The story of love - Season 1 part-22

ૐ નમઃ શિવાય


The Story Of love Part-22



અત્યાર સુધી આપડે જોયું કે જયદીપ આવે છે જેમને આ બુક લખી હોય છે અને મિહિર જે એના મમ્મી પપ્પા ના રૂમ માં જાય છે રૂપાલી નો આવાજ સાંભળી ને પણ તે ત્યાં જોઈને ડરી જાય છે...

બધા એક સાથે બેઠા હોય છે અને બધા મળી ને એક બીજા થી વાતો કરતા હોય છે...

"અરે હવે બધા ને આગળ ની સ્ટોરી સાંભળવી છે..."
માનવ બોલે છે...

"હા તો તમે લોકો અહીંયા બેસો હું ફ્રેશ થઇ ને આવું અને પછી સ્ટોરી ચાલુ કરું..."
જયદીપ બોલે છે અને ત્યાં થી તેના રૂમ માં જાય છે...

આ બાજુ બધા બેસી ને વાતો કરતા હોય છે ત્યારે જ જલદીપ આવી જાય છે થોડી વાર માં અને તેમની સાથે આવી ને બેસી જાય છે...

"ચાલો હવે ચાલુ કરીએ આપડે આપડી સ્ટોરી..."
જયદીપ બોલે છે...

"હા મને પણ તમે જે બૂક આપી હતી એમાં જેટલી સ્ટોરી હતી એ તો મેં બધા ને કઈ દીધી હવે આગળ ની સ્ટોરી મારે પણ જાણવી છે અને મને પણ આખી સ્ટોરી ખબર નથી..."
માનવ બોલે છે...

"મારી પહેલી બુક તો વાંચી લીધી છે અને હવે આગળ ની સ્ટોરી તમને કઉ કે બીજા ભાગ માં શું આવશે..."

જલદીપ બોલે છે અને એક બુક એના બેગ માંથી નીકળી ને તેમને આપે છે...

બધા તે બુક લે છે અને એક એક કરી ને બધા તે બુક જોવે છે અને પછી તે બુક માનવ તેની પાસે રાખે છે પછી જયદીપ તેની સ્ટોરી કેવાનું ચાલુ કરે છે...



27 વર્ષ પહેલા...

મિહિર રૂમ માં જે દસ્ય જોવે છે તો એ જોઈ ને તે ડરી જાય છે...

"મમ્મી ....પપ્પા..."
મિહિર આટલું બોલી ને તે બાજુ જાય છે ...

તેના મમ્મી પપ્પા રૂપાલી ના ગળા પર પોતાના નુકીલા દાંત રાખી ને તેનું લોહી પિતા હોય છે અને આ વસ્તુ જોઈ ને મિહિર ને તેની આંખ ઉપર વિશ્વાસ નથી આવતો પણ જેવું મિહિર તે તરફ જાય છે તેના મમ્મી તેના તરફ આવે છે અને તેના ગળા પર પોતાના દાંત મૂકી દે છે...

મિહિર છૂટવાની ગણી કોશિશ કરે છે પણ તે નથી છૂટી શકતો અને જોર થયુ બુમ પાડે છે...

બારે ગાર્ડન માં જ એક નાની રૂમ હોય છે જ્યાં સુરેશ રહતો હોય છે અને બીજા ૨ ચોકીદાર હોય છે તે પણ ઘર ની અંદર આટલો બધો આવાજ સાંભળી ને ઘર ની અંદર આવે છે અને જયારે તે રૂમ માં જઈ ને જોવે છે તો તે લોકો પણ ચોકી જાય છે અને તેમને બચવાની કોશિશ કરે છે પણ અશોક ભાઈ અને દિપાલી બેન તેમના ઉપર હુમલો કરે છે અને જમીન પર પાડી દે છે...

જય સવારે જયારે ઘરે આવે છે તો તે જોવે છે કે ગેટ ઉપર ચોકીદાર નથી હોતા અને તે ઘર ની અંદર જાય છે...

"મમ્મી...મમ્મી..."

જય બોલે છે પણ કોઈ નો અવાજ નથી આવતો તો એ એના મમ્મી ના રૂમ માં જાય છે અને ત્યાં જઈને જે એ જોવે છે તે જોઈ ને એ દોડી ને ત્યાં જાય છે અને ત્યાં બધા બેહોશ પડ્યા હોય છે આ જોઈ ને એ ડરી જાય છે અને તે પેલા તેમના ફેમિલી ડોક્ટર ને ફોન કરી ને બોલાવે છે...

ત્યાં તેના મમ્મી પપ્પા સિવાય બધા હોય છે અને તેને એવું લાગે છે કે ઘર માં ચોર આવ્યા હશે અને તે બધા ને ઉઠાડવા ની કોશિશ કરતો હોય છે ત્યાંરે મિહિર તેની આંખો ખોલે છે...

"જય તું આવી ગયો ને જો મમ્મી પપ્પા એ આ બધું શું કરી દીધું..."
મિહિર બોલે છે...

"આપડા ઘરે ચોર આવ્યા હતા ન મેં ડોક્ટર ને ફોન કર્યો હું હમણાં જ પોલીસ ને ફોન કરું છું..."
જય બોલે છે...

"ના પોલીસ ને ફોન ના કર આ બધું આપડા મમ્મી પપ્પા એ જ કર્યું છે..."
મિહિર રોતા રોતા બોલે છે...

જય આ સાંભળી ને ચોકી જાય છે અને તેને સમજાતું નથી કે મિહિર શું કે છે...

તે બન્ને મળી ને બધા ન ઉઠાડવાનું કોશિશ કરે છે પણ બન્ને ચોકીદાર ઉઠી જાય છે અને સુરેશ ને પણ હોશ આવી જાય છે પણ રૂપાલી ઉઠતી નથી અને ત્યારે જ ડોક્ટર આવે છે...

"જોવો ને આને શું થયું છે...?"
મિહિર રોતા રોતા બોલે છે...

"સોરી પણ તમે મોડા પડી ગયા અને આમના શરીર માં લોહી છે જ નઈ એવું તો શું થયું છે આમની જોડે..."

ડોક્ટર બોલે છે અને હવે બીજા બધા ને પણ કમજોરી લગતી હોય છે...

"અમને પણ નથી ખબર પણ તે બેહોશ હતી એટલે..."

જય બોલે છે પણ ડોક્ટર એમ કઈ ને કે તે રૂપાલી હવે નથી રઈ એટલું બોલી ને ત્યાં થી નીકળી જાય છે...

ડોક્ટર ના ગયા પછી સુરેશ આવી ને જય અને મિહિર ને તેની સાથે લઇ ને ગોડાઉન માં જાય છે...

તે બન્ને ભાઈ રોતા રોતા ગોડાઉન માં જાય છે અને ત્યાં તેના મમ્મી પપ્પા હોય છે...

"તમે આ શું કર્યું તમે અને તમારા લીધે રૂપાલી હવે નથી રઈ..."
મિહિર આટલું બોલી ને ત્યાં જ નીચે બેસી ને રોવા લાગે છે...

જય ને નથી સમજાતું કે કાલ રાતે એવું તો શું થયું કે અચાનક આટલું બધું થઇ ગયું...

"તમે એવું તો શું કર્યું છે...?"
જય ગુસ્સા માં બોલે છે...
ત્યારે દિપાલી બેન રોવા લાગે છે...

"બેટા મને માફ કરી દો આ બધી મારી જ ભૂલ છે..."
દિપાલી બેન બોલે છે...

અચાનક જ મિહિર ત્યાં બેહોશ થઇ જાય છે અને તેને આ રીતે જોઈને જય પણ ટેન્શન માં આવી જાય છે કે તેને તેની બેન ને તો ખોઈ દીધી છે અને હવે મિહિર પણ...

જય ને સમજાતું નથી કે આ બધું શું થઇ રયુ છે અને એક જ રાત માં તેમના બધા નું જીવન આટલું બધું બદલાઈ ગયું કે તેને સમજાતું નતું કે કોની મદદ લે અને મિહિર શું કે છે કે એના મમ્મી પપ્પા એ આ બધું કર્યું છે...


present time...

તે બધા સાંભળતા જ હોય છે અને ત્યારે જ એક વ્યક્તિ આવે છે...

"અરે સુરેશ તું આવી ગયો..."
જયદીપ બોલે છે...

આ સાંભળી ને બધા એ બાજુ જોવા લાગે છે અને સુરેશ નામ સાંભળી ને બધા ડરી જાય છે...

"અરે ડરશો નઈ અને આ એ સુરેશ નથી..."
જયદીપ હસી ને બોલે છે...
બધા ને શ્વાસ માં શ્વાસ આવે છે...

"ચાલો હવે મારે થોડું કામ છે અને તમે અહીંયા ફરતા આવો હવે બાકી ની સોરી રાતે વાત..."
જયદીપ બોલે છે અને ત્યાં થી સુરેશ જોડે રૂમ માં જાય છે...



"હવે મિહિર સાથે શું થશે..."
"માનવી ને જયારે મિહિર ની સચ્ચાઈ ખબર પડશે ત્યારે...?"
આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...
તો જોડાયા રહો મારી સાથે...
The story of love....



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED