The story of love - Season 1 part-21 books and stories free download online pdf in Gujarati

The story of love - Season 1 part-21

ૐ નમઃ શિવાય

The Story Of love Part-21

અત્યાર સુધી આપડે જોયું કે મિહિર અને માનવી એક બીજા ને પસંદ તો કરતા હોય છે પણ એક બીજા ને આ વસ્તુ હજુ સુધી કીધું નથી હોતું...

મિહિર અને માનવી એ દિવસે બારે મળે છે અને એ દિવસે માનવી ની કોઈ પણ વાત સાંભળ્યા વગર મિહિર તેના મન ની બધી વાત તે માનવી ને કઈ દે છે...

"હવે તારા ઉપર છે જો તું મને પસંદ કરતી હોઈશ તો મને હમણાં જ કઈ દેજે શું ખબર ક્યારે શું થાય..."
મિહિર બોલે છે...

માનવી પણ તેને પસંદ કરતી હોય છે અને તે પણ તેને કાય બોલ્યા વગર ગળે લાગી જાય છે...

બીજા દિવસે જ્યારે માનવી કોલેજ જાય છે તો ત્યાં તેને રિયા મળે છે...

"મિહિર થી દૂર રેજે તને ખબર પણ છે એ કોણ છે..."
રિયા બોલે છે...

મિહિર એ માનવી ને એની સચ્ચાઈ નથી કીધી હોતી બસ એને એવું લાગતું હોય છે કે જય અશોક ભાઈ નો છોકરો છે અને મિહિર એનો ફ્રેન્ડ છે...

પણ એને જયારે મિહિર ની સચ્ચાઈ ખબર પડે છે ત્યારે એ વિચારે છે કે એ એક અનાથ છે અને સામે આટલો અમિર છોકરો છે...

"તું એવું સમજતી હોય કે મિહિર તને પસંદ કરે છે તો આ તારી ભૂલ મિહિર તો તારા જેવી ગણી રાખી ને બેઠો હોય છે..
રિયા આટલું બોલી ને ત્યાં થી નીકળી જાય છે...

માનવી આ બધું વિચારતી હોય છે અને મિહિર ની રાહ જોવે છે પણ એ નથી આવતો અને એ ગુસ્સા માં ત્યાં થી નીકળી જાય છે પણ એને ક્યાં ખબર છે કે કાલે રાતે શું થયું છે...

મિહિર એ દિવસે ખુશ હોય છે અને તે માનવી ને મળી ને ઘરે આવ્યો હોય છે અને એના રૂમ માં જઈને સુઈ જાય છે...

જય અને મિહિર નો એકજ રૂમ હોય છે અને એની બાજુ નો રૂમ રૂપાળી નો હોય છે અને તેમના મમ્મી પપ્પા નો રૂમ નીચે હોય છે...
રૂપાલી તેના ભાઈ ના રૂમ માં જાય છે...

"અરે બે ભાઈ છે મારા પણ, મારી જોડે કોઈ મુવી જોવા માટે નથી આવતું..."
રૂપાલી મોઢું ચડાવી ને બોલે છે...

"અરે જો મારે આજે બારે જવા નું છે હું કાલે જોઇશ...."
જય બોલે છે...

"આજે તો હું પણ થાકી ગયો છું કાલે બસ આપડે પાક્કું જોઈશું..." મિહિર બોલે છે અને આ સાંભળી ને રૂપાલી ત્યાં થી પગ પછાડીને ત્યાં થી નીકળી જાય છે...

તેમના મમ્મી પપ્પા તેમના રૂમ માં જ હોય છે અને જય બારે જાય છે, રૂપાલી બેસી જાય છે રોજ ની જેમ એની મોવી જોવા માટે નીચે આવી ને બેસી જાય છે...


આજે મુવી જોવા માં રૂપાળી એટલી ખોવાઈ જાય છે કે તે એ ભૂલી જાય છે કે રાત ના ૨ વાગી ગયા છે...

ત્યારે જ અચાનક કોઈ નું ચિલ્લાવા નો આવાજ આવે છે અને આ સાંભળી ને રૂપાલી ડરી જાય છે...

તે અવાજ ફરી થી આવે છે અને તે સાંભળી ને તેને એવું લાગે છે કે તે આવાજ તેની મમ્મી પપ્પા ના રૂમ માં આવાજ આવતો હોય એવું લાગે છે અને તે તેના મમ્મી પપ્પા ના રૂમ માં ધીમે ધીમે જાય છે...

"મમ્મી ..... પપ્પા...." રૂપાલી બોલે છે અને તે ધીમે ધીમે તે રૂમ તરફ જાય છે અને દરવાજો જોવે છે તો એ ખુલ્લો હોય છે...
એ ધીમે થી ખોલે છે અને ત્યારે જે ત્યાં જોવે છે એ જોઈ ને તે જોર થી ચીસ પાડે છે...
આ સાંભળી ને મિહિર પણ જાગી જાય છે અને તે ઉઠી ને પેલા રૂપાળી ના રૂમ માં જાય છે ત્યાં રૂપાલી નથી હોતી...
તે નીચે આવે છે અને તે જેવું જેવું તેના મમ્મી પપ્પા ના રૂમ માં જાય છે ત્યાં જોઈ ને તે ડરી જાય છે...

Present Time...

બધા સાંભળતા હોય છે પણ હવે બધા ને ઊંઘ પણ આવતી હોય છે અને હવે રાત ના ૨ પણ વાગી ગયા હોય છે...

"હવે વધારે જ મોડું થઇ ગયું છે તો આપડે હવે કાલે સાભળશું..."
રોઝી બોલે છે...

"હા ચાલો હવે આગળ ની સ્ટોરી મારા પપ્પા ના ફ્રેન્ડ જ કેશે..." માનવ બોલે છે અને ત્યાં થી બધા ને સુઈ જવા નું કે છે...

હવે બધા પોતપોતાના રૂમ માં જઈને સુઈ જાય છે અને માહી જોડે એ બુક હોય છે એ જોવે છે પણ એ બુક મૂકી ને તે સુઈ ની કોશિશ કરે છે પણ એના મન માં ગણા સવાલો વધતા હોય છે...

એ જ સવાલો તેને સુવા નથી દેતા એ ઉઠી ને બેસી જાય છે અને ફરી એ બુક હાથ માં લે છે એ ખોલી ને જોવે છે કે તેમાં એક ફોટો પણ હોય છે એ સરખો દેખાતો નથી પણ તે જોવાની કોશિશ કરતી હતી હોય છે...

"અરે માહી શું કરે છે તું સુઈ જા ને..." નવ્યા બોલે છે અને માહી ના હાથ માંથી બુક લઇ લે છે અને તેને સુવા નું કે છે પછી તે પણ સુઈ જાય છે...

માહી ને પણ હવે ઊંઘ આવા લાગે છે અને તે પણ સુઈ જાય છે...

આ બાજુ માનવ એના રૂમ માં હોય છે અને રોહિત તેની રૂમ માં આવે છે...

"તને ખબર છે ને અહીંયા મોની ને નતી લાવાની..."
માનવ ગુસ્સા માં બોલે છે...

"હા પણ એ એના રીતે આવી છે..."
રોહિત બોલે છે...

"હા પણ કાલે સવારે તું એને પાછો ઘરે મૂકી આવજે એ અહીંયા હશે તો ફરવાની મજા નઈ આવે..."
માનવ બોલે છે અને પછી બન્ને પણ પોતાના રૂમ માં સુઈ જાય છે...

બીજા દિવસે સવારે બધા નીચે આવી જાય છે અને નાસ્તો કરવા બેઠા હોય છે...

"મોની મને અહીંયા નથી મજા આવતી તો આપડે ઘરે જઈએ..."
રોહિત બોલે છે...

"હા તું જે કે એ..." મોની બોલે છે અને નાસ્તો કરી ને બન્ને ત્યાં થી નીકળી જાય છે...

"સારું થયું આ જતી રઈ પણ રોહિત ને જવા ની શું જરૂર હતી..."
નવ્યા ધીમે થી માહી ને કે છે...

માહી ફરી થી તેના ઉપર ગુસ્સે થાય છે અને તેને જોવા લાગે છે...

ત્યારે ત્યાં ફરી એક કાર આવે છે અને એ કાર માંથી એક 40 કે 45 વર્ષ નો વ્યક્તિ બારે આવે છે અને એ અંદર આવે છે...

"અરે જયદીપ કાકા ..." માનવ બોલે છે અને તેમના જોડે જઈએ ને ગળે લાગી જાય છે...
તે આવે છે અને બધા ને મળે છે...

"મિહિર એ એવું તો શું જોયું કે તે ડરી ગયો...?"
હવે સવાલો ના જવાબ તો તમને મારા આગળ ના ભાગ માં જ જોવા મળશે...

તો જોડાયા રહો મારી સાથે...

The story of love....


મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED