ૐ નમઃ શિવાય
The Story Of love Part-6
અત્યાર સુધી આપડે જોયું કે બધા ગાર્ડન માં બેઠા હોય છે અને માહી માનવ ને વેમ્પાયર ની સ્ટોરી પૂછે ત્યારે માનવ તે બધા ને કેવા નું શરૂ કરે છે...
"જોવો આ સ્ટોરી માં ગણી એવી વાતો છે જેના પર તમને વિશ્વાસ નઈ આવે પણ આ સ્ટોરી સાચી છે અને મારી એક સરત છે..."
માનવ બોલે છે...
"હા બોલ..."
નવ્યા બોલે છે...
"હું તમને રોજ એક જ ભાગ કઈશ..."
માનવ બોલે છે...
બધા આ વાત માની છે...
"હા તો હવે હું સ્ટોરી ચાલુ કરું છું..."
માનવ બોલે છે અને સ્ટોરી ચાલુ કરે છે...
૨૦ વર્ષ પહેલા...
એક છોકરી જે ઉમર માં તો લગભગ ૨૧ વર્ષ ની લાગતી હોય છે તેના પાસે એક મોટી બેગ પણ હોય છે અને તે જંગલો ના રસ્તા માં આમ થી તેમ રસ્તો ગોતતી હોય છે અને તેને સમજાઈ જાય છે કે તે ખોટા રસ્તા ઉપર આવી ગઈ છે...
જંગલો માં આમ થી તેમ ફરે છે પણ અંધારું થતું જાય છે અને જંગલો ના વિશાળ ઝાડ ના લીધે અંધારું પણ જલ્દી ધેરાતું જાય છે તે પરસેવા થી પલડી ગઈ હોય છે અને હવે એના માં એટલી તાકાત પણ નથી રહેતી કે તે ચાલી શકે પણ હિંમત કરી ને તે પોતાની બેગ ઉપાડી ને ચાલવા જાય છે ત્યારે જ પગ કોઈ વસ્તુ થી અથડાતા તે પડી જાય છે...
ઉભી થવાની કોસીસ કરે છે પણ પગ માં વાગવા ના લીધે તે ઉભી નથી થઇ શકતી...
હિમ્મત કરી ને તે ઉભી તો થાય છે પણ જેવું સામે જોવે છે તો તે ત્યાં ૨ લાલ આંખો ચમકતી દેખાય છે...
તે જોતા જ તે ડર થી પાછળ ની તરફ જવા લાગે છે ત્યારે જ સામે તેને ભેડિયા દેખાય છે...
જયારે આ જોઈને ભાગવા જાય છે તો ચારે બાજુ એને લાલ આંખો ચમકતી દેખાય છે...
ચારે બાજુ થી તેને ભેડિયા ઓ એ ધેરી લીધી હોય છે અને તે જોઈને ભાગવા જાય છે પણ ત્યાં જ તે ભેડિયાઓ આગળ આવા લાગે છે ગમે તે રીતે તેની અને ત્યાં જ એની પાછળ કોઈ આવે છે તેની સામે જોવે તો બસ તેને ૨ લાલ આંખો જ દેખાય છે અને તેને એવું લાગે છે કે કોઈ નુકીલી વસ્તુ તેના ગળા પર અડી તેના થી તેને દર્દ તો નથી થતો પણ તે મદહોશ થતી જાય છે અને તે ત્યાં જ બેહોશ થઇ જાય છે...
present time....
"આ જ એક ભાગ અહીંયા જ પૂરો થાય છે અને હવે બીજો ભાગ હું તમને કાલે જણાવીશ..."
માનવ બોલે છે...
"એ છોકરી કોણ હતી અને એ જંગલ માં એકલી શું કરતી હતી..."
નાવ્યા બોલે છે...
"હા અને એને કોને બચાવ્યું..."
માહી બોલે છે...
"અરે તમારા સવાલ હું સમજી શકું છું પણ આજ માટે આટલી જ સ્ટોરી અને એનો પહેલો ભાગ પૂરો થયો હવે ચાલો ઘરે જવાનો સમય થઇ ગયો..."
માનવ બોલે છે...
રોહિત અને માનવ એમના ઘરે જાય છે...
રોઝી, માહી અને નવ્યા તેમના હોસ્ટેલ જાય છે....
*****
નાવ્યા, રોઝી અને માહી પોતાના રૂમ માં આવી ગયા હોય છે ત્યારે જ નવ્યા ના પાપા વિક્રમ ભાઈ નો ફોન આવ છે અને નવ્યા તેમની સાથે વાત કરવા લાગે છે...
"અરે મને તો એ નથી સમજાતું કે તે છોકરી એકલી જંગલ માં શું કરતી હતી અને એ છોકરી બચી પણ હશે કે નઈ..."
માહી મન માં જ વિચારતી હોય છે ત્યારે જ રોઝી તેના સામે જોવે છે...
"તું ક્યાં ખોવાયેલી છે માહી..."
રોઝી પોતાનો હાથ તેના સામે ફરાવીને બોલે છે...
"અરે હું સ્ટોરી વિશે વિચારતી હતી..."
માહી બોલે છે...
તે બધા નીચે જમી ને આવે છે અને પછી પોતાના બેડ પર આવી ને સુઈ જાય છે...
" તે છોકરી બેહોશ કઈ રીતે થઇ...?"
" તે કોણ છે અને એકલી અહીંયા જંગલ માં શું કરતી હતી...?"
"શું તમે પણ વેમ્પાયર માં માનો છો...?"
સવાલો તો ગણા બધા છે પણ એના જવાબ જાણવા માટે તમારે મારા આગળ ના ભાગ માં જોડાવું પડશે તે માટે જોડાયા રહો મારી સાથે...
The Story of love...