The story of love - Season 1 part-9 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-9

ૐ નમઃ શિવાય



The Story Of love Part-9



અત્યાર સુધી આપડે જોયું કે માનવી ને બચવા વાળો જય નઈ પણ કોઈ બીજું છે એ જોઈ ને માનવી ના મન માં તેને મળવા ની જલ્દી હોય છે...


નવ્યા અને માહી બન્ને વાતો કરતા હોય છે...
ત્યારે જ ત્યાં રોઝી આવે છે...

"હમણાં જ મન રોહિત નો ફોન આવ્યો તો એને અને માનવ એ કાલે મૂવી જોવાનો પ્લાન બનાવ્યો છે..."
રોઝી બોલે છે...

"હા હું તો તૈયાર જ છું..."
નવ્યા ખુશ થઇ ને બોલે છે...

"હા અને માહી તું..."
રોઝી બોલે છે...

"હવે નવ્યા આવે છે તો મારે પણ આવું જ પડશે ને..."
માહી હસી ને બોલે છે...

રાતે તે જમી ને સુઈ જાય છે...

બીજી બાજુ માનવ અને રોહિત કોઈ ના ઘરે હોય છે અને જમી ને તે બધા બેથ હોય છે...

"તે રોઝી ને પૂછ્યું ને...?"
માનવ બોલે છે...

"હા મેં પૂછી લીધું અને તે ત્રણે ત્યાં આવી જશે..."
રોહિત બોલે છે...

"હું પણ મળી લઈશ તમારા નવા ફ્રેન્ડ્સ ને અને રોઝી ને પણ મળે ગણો સમય થઇ ગયો છે..."
તે છોકરી બોલે છે...


બીજા દિવસે સવારે ત્રણે તૈયાર થઇ ને મોલ માં પોચી ગયા હોય છે તે એક એકટીવા જે રોઝી ની હોય છે તે લઈને આવ્યા હોય છે અને ત્યાં જ થિયેટર માં તે લોકો એ મૂવી જોવાનું નક્કી કર્યું હોય છે...

"હજુ સુધી માનવ અને રોહિત કેમ નથી આવ્યા..."
નવ્યા બોલે છે...

"હા હું ફોન કરું એને..."
રોઝી બોલે છે અને ફોન કરે છે અને તે બાજુ માં જઈને વાત કરતી હોય છે...

ત્યારે જ તેમની સામે બાઈક આવે છે અને એક છોકરો હોય છે અને તેની પાછળ એક છોકરી બેઠી હોય છે...

"અરે આ છોકરી કેટલી મસ્ત લાગે છે..."
નવ્યા તેની સામે આંગળી કરી ને બોલે છે...

"નવ્યા આ શું કરે છે આમ આંગળી ના કરાય કોઈ સામે..."
માહી નવ્યા ની આંગળી નીચે કરતા બોલે છે...

ત્યારે જે છોકરો બાઈક ચલાવતો હોય છે તે હેલ્મેટ ઉતારે છે ત્યારે બન્ને ચોકી જાય છે...

તેમની સામે રોહિત હોય છે તે બન્ને ત્યાં બાઈક મૂકી ને બન્ને પાસે આવે છે...

"અરે આ તું છે અને આ તારી સાથે કોણ છે..."
માહી બોલે છે...

"આ મોની, મારી ગિર્લફ્રેન્ડ..."
રોહિત બોલે છે...

પછી તે બધા ને મળવા છે ત્યારે જ રોઝી આવે છે...

"અરે તું તો આવી ગયો માનવ નો ફોન નથી લાગતો..."
રોઝી બોલે છે...

"એ આવતો જ હશે..."
રોહિત બોલે છે અને ત્યાંજ માનવ આવે છે...

માનવ આવી ને બધા ને મળે છે અને રોઝી પેલા તો મોની ને મળે છે અને પછી તે બન્ને ની ઓળખાણ કરાવે છે...

"તને શું થયું નવ્યા..."
માનવ નવ્યા નો ઉતરેલો ચેહરો જોઈ ને બોલ છે...

"કાય નથી થયું..."
નવ્યા બોલે છે...

બધા એ વસ્તુ જોઈ તો હોય છે કે નવ્યા નો ચહેરો આજે ઉતરેલો લાગતો હોય છે...

"તું હમણાં તો આટલી ખુશ હતી શું થયું તને...?"
માહી ચિંતા માં બોલે છે...

"ના મને કાય નથી થયું અને ચાલો જલ્દી થી અંદર નઈ તો મોવી ચાલુ થઇ જશે..."

નવ્યા બોલે છે પણ માહી સમજી ગઈ હોય છે કે નવ્યા ને કંઈક તો થયું જ છે...

બધા અંદર જાય છે અને મૂવી જોવા બેસી જાય છે...

મોવી પત્યા પછી બધા ને બઉ જ ગમે છે...

"મજા આવી મૂવી માં..."
રોઝી બોલે છે...

"હા મને પણ ગમી..."
મોની બોલે છે...

બધા હવે આંખો દિવસ મોલ માં જ ફરવાનું વિચાર્યું હોય છે ત્યારે નવ્યા ની તબિયત અચાનક બગડવા લાગે છે...

"નવ્યા તું ઠીક તો છેને..."
માહી બોલે છે...

"હા પણ મને માથું ભારી લાગે છે..."
નવ્યા બોલે છે...

"હા તો હું નવ્યા ને ઘરે લઈને જાઉં..."
માહી બોલે છે...

"ના તું અહીંયા જ રે હું જાઉં છું અને મોની પણ પહેલી વાર તને મળી છે..."
રોઝી બોલે છે...

મોની પણ તેને રેવા માટે કે છે...

માહી ને નવ્યા ની ચિંતા તો થતી હોય છે પણ બધા ના કેવા પણ તે રોકાઈ જાય છે અને રોઝી તેની સાથે નવ્યા ને લઈને હોસ્ટેલ નીકળી જાય છે...

હવે ચારે જણા મોલ માં ફરવું લાગે છે અને રોહિત તો બસ મોની ની આજુ બાજુ જ ફરતો હોય છે...

માનવ અને માહી બન્ને રોહિત નો મજાક ઉડાવતા હોય છે...

"અરે તમે બન્ને જલ્દી ચાલો ને અને ક્યારે ના હશે રાખો છો એવી તો શું વાત છે મને પણ કો..."
રોહિત બોલે છે...

આ સાંભળી ને માહી અને માનવ હસવા નું બંધ કરી ને ચાલવા લાગે છે...

"અરે જ જો મોની તને બોલાવે છે..."
માનવ બોલે છે અને માહી ને તાળી આપે છે...

તે બધા આ રીતે જ મોલ માં ફરતા હોય છે...

"અરે બેબી મને ભૂખ લાગી છે..."
મોની બોલે છે...

"હા ચાલો આપડે જઈએ ..."
રોહિત બોલે છે તેની સાથે માનવ અને માહી તેની જોડે જાય છે...

તે બધા એક કેફે માં જાય છે અને નાસ્તો કરે છે...

અત્યાર સુધી મોની એ એટલી શોપિંગ કર દીધી હોય છે કે રોહિત એકલા થી તો આટલું બધું ઉપાડી શકાય એમ હતું જ નઈ...

"માનવ આ બધા બેગ તારા કાર માં મૂકી આવ ને..."
રોહિત બોલે છે...

આ સાંભળી ને પેલા તો માનવ તેને પોતાની આંખો કાઢવા લાગે છે પણ આજ તો રોહિત પર એને પણ દવા આવી જાય છે અને તે હા પાડી દે છે...

"અરે આટલા બધા બેગ તો હું પણ એકલો નઈ ઉપાડી શકું..."
માનવ બોલે છે...

"હા હું આવું તારી સાથ આ બન્ને ને અહીંયા ઇન્જોય કરવા દે..."

માહી બોલે છે અને તે એની સાથે બીજા બેગ ઉપાડી ને નીચે જવા લાગે છે પણ મોની તો બસ એના ખાવા જ પડી હો છે...
બન્ને વાતો કરતા કરતા નીચે જતા હોય છે...

પાર્કિંગ માં જ તેની કાર હોય ણ તેને અંદર ની બાજુ મૂકી હોય છે ત્યાં બધી બેગ અંદર મૂકે છે અને પછી પાછા મોલ તરફ આવા લાગે છે...

"મને આજે પણ એ સ્ટોરી સાંભળવી છે..."
માહી બોલે છે...

"આજે નઈ કાલે બધા ની સાથે જ..."
માનવ બોલે છે...

"હા પણ હમણાં કે તો શું વાંધો આવે..."

માહી બોલ છે અને પોતાનું મોઢું ચડાવી ને જલ્દી જલ્દી થી ચાલવા લાગે છે...

"અરે હવે માહી તું ઉભી તો રે મારા માટે..."
માનવ બોલે છે પણ માહી તો જલ્દી જલ્દી ચાલવા જ લાગે છે...

"આગળ જોજે..."
માનવ બોલ છે...

પણ માહી તો માનવ સામે જોઈ ને મોઢું બગાડી ને ચાલતી હોય છે તેનું દયાન સામે થી આવતા બાઈક પર હતું જ નઈ...

માહી તેના થી ટકરાય તે પેલા જ માનવ તેને તેની બાજુ ખેંચી લે છે અને માહી ડર થી પોતાની આંખો બંધ કરી લે છે...


હવે આગળ શું થાય છે તે જાણવા જોડાયા રહો મારી સાથે....

The Story of love.....