ભારતીય પત્રકારત્વના પિતા રામાનંદ ચેટર્જી Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય પત્રકારત્વના પિતા રામાનંદ ચેટર્જી

ભારતીય પત્રકારત્વના પિતા રામાનંદ ચેટર્જી    
               ૨૯ મેનાપશ્ચિમ બંગાળના બાંકુરામાં જન્મેલ રામાનંદ ચેટર્જી       કલકત્તા સ્થિત સામયિક, ધ મોર્ડન રિવ્યુના સ્થાપક, સંપાદક અને માલિક હતા. તેમને ભારતીય પત્રકારત્વના પિતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. 
                તેમનો  જન્મ એક મધ્યમવર્ગીય બંગાળી હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, તે બાંકુરા જિલ્લાના પાઠક પરા ગામમાં શ્રીનાથ ચટ્ટોપાધ્યાય અને રસસુંદરી દેવીના ત્રીજા સંતાન હતા.તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ બંગાળી માધ્યમની શાળામાં મેળવ્યું હતું, તેમ છતાં પ્રાથમિક શિક્ષણ તે સમયે બાંકુરામાં અંગ્રેજી માધ્યમ ઉપલબ્ધ થઈ ગયું હતું.બાળપણમાં તેમને કવિતા ગમતી હતી અને ટૂંક સમયમાં જ તેઓ રંગલાલ બંદોપાધ્યાયની કવિતાઓ દ્વારા દેશભક્તિ તરફ ખેંચાઈ ગયા હતા. તેમણે બાંકુરા બંગા વિદ્યાલયમાંથી 1875માં વિદ્યાર્થી-શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી. તેમણે 1883 માં બાંકુરા જિલ્લા શાળામાંથી પ્રવેશ પાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવવા કોલકાતા આવ્યા. 1885માં તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એફ.એ. પાસ કર્યું અને સિટી કોલેજમાં એડમિશન લીધું. 1888 માં, તેમણે બી.એ. સિટી કોલેજમાંથી અને કલકત્તા યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે દર મહિને પચાસ રૂપિયાની રિપન સ્કોલરશિપ જીતી. ચેટરજીની સફળતાથી ખુશ થઈને હેરમ્બા ચંદ્ર મૈત્રાએ તેમને સાધારણ બ્રહ્મ સમાજના મુખપત્ર ઈન્ડિયન મેસેન્જરમાં મદદનીશ સંપાદકનું પદ ઓફર કર્યું, જેના તેઓ તે સમયે સંપાદક હતા. આ ઓફરે ચેટરજીની પત્રકારત્વમાં ભાવિ કારકિર્દી ખોલી. 1890માં, તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી પૂર્ણ કરી.

સ્વતંત્રતા પૂર્વે લગભગ અડધી સદી સુધી અંગ્રેજી શાસન સામે લડત ચલાવનારાં તે સમયનાં નોંધપાત્ર સામયિકો મૉડર્ન રિવ્યૂ’ (અંગ્રેજી), ‘વિશાલ ભારત’ (હિંદી) તથા પ્રવાસી’(બંગાળી)ના તંત્રી અને પ્રકાશક રામબાબુનો જન્મ નિર્ધન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અનેક કઠણાઈઓ વેઠી બી.એ. અને એમ.એ. પરીક્ષાઓમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. ઇલાહાબાદમાં કાયસ્થ પાઠશાળાના આચાર્યપદે તેઓ થોડો સમય રહ્યા. દરમિયાન ઇતિહાસ, રાજકારણ, અર્થકારણ અને વિજ્ઞાનનાં ક્ષેત્રોનો ઘેર રહ્યે અભ્યાસ કર્યો. 1901માં ઇલાહાબાદથી બંગાળી માસિક પ્રવાસીશરૂ કર્યું. 1906માં મૉડર્ન રિવ્યૂઅંગ્રેજી માસિક તથા તે પછી કૉલકાતાથી હિંદી માસિક વિશાલ ભારતનું સંપાદનપ્રકાશન શરૂ કર્યું. કલકત્તા સિટી કૉલેજનું આચાર્યપદ પોતાના ગુરુને માટે જતું કર્યું. વિદેશી શાસનને પડકારવાના તેમના નિર્ધારને ધન, પદ આદિ જેવાં પ્રલોભનો ડગાવી શક્યાં નહિ. તે માટે તેમણે કારાવાસ પણ વેઠેલો. આઠ જ મહિનામાં રામબાબુનાં સામયિકોના માથે તે સમયમાં ભારે ગણાય તેવું રૂ. 1800નું દેવું થયું. પ્રાંત અધિકારીએ તેમને પ્રાંત છોડી જવા આદેશ આપ્યો. કારાવાસ અને ફલત: પોતાનાં પ્રિય પત્રોને બંધ પડતાં અટકાવવા રામબાબુએ એ અન્યાયી આજ્ઞા પાળી. 1908માં તે કૉલકાતા રહેવા ગયા.

ભારતના ગૌરવને પ્રગટ કરે એવા લેખો સાથે સાથે તે શાસનના વૃત્તાંતોના આધારે આંકડા સાથે અર્થકારણ, રાજકારણ, શિક્ષણ, સમાજ આદિ ક્ષેત્રોમાં નોંધો લખતા. તેમનું આકર્ષણ શ્રી અરવિંદ જેવાને પણ જકડી રાખે તેવું હતું. તેમની સિદ્ધાંતનિષ્ઠા અપૂર્વ હતી. તેમણે મોતીલાલ નહેરુના ઇન્ડિપેન્ડન્ટનું સંપાદન નકાર્યું; કૉંગ્રેસ પ્રમુખપદ માટે એની બેસન્ટના સમર્થનમાં રવીન્દ્રનાથ ઠાકુરની દલીલોનો પ્રતિકાર કર્યો. વંદે માતરમ્વિશે પણ નમતું જોખ્યું નહિ. રવીન્દ્રનાથ થોડો સમય રિસાયા પણ, ભૂલ સ્વીકારી પાછા ગાઢ મિત્ર બન્યા. મૉડર્ન રિવ્યૂની ખ્યાતિ વિદેશોમાં પણ ફેલાતાં 1926માં તેમને જિનીવા પરિષદમાં ઉપસ્થિત રહેવા સરકારે આમંત્રણ આપ્યું. રામબાબુ ગયા, પણ સ્વખર્ચે.

રામબાબુનું જીવન સાચા તપસ્વીનું હતું. જે કંઈ આવક થાય તે સઘળી તે પોતાનાં પત્રો પાછળ ખર્ચી નાખતા. તે શાકાહારી હતા અને કઠણ પથારી પર સૂતા અને દિવસના 18 કલાક પરિશ્રમ કરતા. પોતાનાં સામયિકો દ્વારા તેમણે દેશવાસીઓને તથા પરદેશીઓને બુલંદ સ્વરે સમજાવ્યું કે શ્રેષ્ઠ ધર્મ અને શ્રેષ્ઠ તત્વજ્ઞાન સહિત વિશ્વમાં જે કંઈ ઉત્તમ અને મહાન છે, તે સર્વનું ઉદગમસ્થાન ભારત છે…’ 8 વર્ષ સુધી વ્યાધિઓ સામે લડતા રહી તેમણે કાર્ય ચાલુ રાખ્યું. જાંઘના હાડકાના ભાંગવા સાથે પથારીવશ થયા. ઑક્ટોબર, 1944નો મૉડર્ન રિવ્યૂનો અંક તપાસીને બાંધણી માટે મોકલાયો, તે પછી ૩૦ સપ્ટેમ્બર ૧૯૪૩ના કોલકત્તા ખાતે સાંજે સાડાસાત વાગ્યે આ મહાન પત્રકારનું અવસાન થયું.

જીવનની છેલ્લી ક્ષણ સુધી કાર્યદક્ષતા નિભાવતા એવા પત્રકારત્વના ભીષ્મપિતામહને સ્મરણ અંજલિ.