Adipurush trailer review books and stories free download online pdf in Gujarati

Adipurush - Trailer Review મારી નજરે ?

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએકવાર આદિપુરુષની દુનિયામાં તમને લઇ જવા ખુબ જ ઉત્સુખ છું, આશા રાખીશ મારો આ રીવ્યુ તમને ગમશે...











ટ્રેલરની શરૂઆત જ મંગલ ભવન અમંગલ હારી ભજન દ્વારા શરુ થાય છે, ખુબસુરત દ્રશ્ય સાથે શ્રી બજરંગબલીજી આપણને રામાયણની ગાથા સંભળાવે છે 😇


અહીં તમે જોઈ શકો છો ભગવાન હનુમાન ધ્યાનમાં જોવા મળે છે, આ ટ્રેલરની ખાસિયત પણ આપણને જોવા મળે છે..




અયોધ્યાના દરબારને છોડીને ભગવાન વનવાસ સ્વીકારે છે તે સમયનું દ્રશ્ય આપણી નજરે આબેહૂબ પડે છે અને તેમાં આપણને રાજમહલના પણ દર્શન થાય છે





ત્યાર પછી ભગવાનનું ધનુષ ગર્જના કરે છે તે સીન પણ આપણને જોવા મળે છે,


ટ્રેલરમાં રાવણ માતા જાનકી પાસે ભીક્ષા માંગવા આવે છે અને માતા લક્ષ્મણ રેખા ઓળંગીને ભીક્ષા આપવા કુટિરની બહાર આવે છે તે પણ રજુઆત આપણને ફિલ્મના ટ્રેલરમાં નજરે પડે છે...




ત્યાર પછી ઝટાયુંજી માતા સીતાની રક્ષા કરતા આપણને જોવા મળે છે, એમનું પણ એક આગવું યોગદાન હતું એમનું નામ અમર છે 🙏

























ફિલ્મના ટ્રેલરમાં જોવા મળતા અનોખા દ્રશ્યો પણ આપણને તે સમયના વાતાવરણની આબેહૂબ ઝલક નજરે પાડે છે


મોર સાથેનું દ્રશ્ય જેમાં પ્રભુશ્રીરામ અને માતા સીતાનું આબેહૂબ વર્ણન આપણને ટ્રેલરમાં જોવા મળે છે...






ત્યાર પછીના સીનામાં ભગવાન રામ ઝટાયુંજીના અંતિમ સંસ્કાર કરતા નજરે પડતા હોય તેવું આપણને જણાય છે કારણકે એક ચિતાનું દ્રશ્ય ત્યાં જોવા મળે છે સાથે ભગવાન ખુબ જ વ્યાકુળ જણાય છે...


આ પછી એક ખુબ સરસ dilougue ભગવાન બોલે છે કે,जानकी में मेरे प्राण बसते हैं और मर्यादा मुझे मेरे प्राणों से भी अधिक प्रिय है






આ પછી ભગવાન માતા શબરીના બોર ખાતા નજરે પડે છે, અને કહે છે કે ઊંચનીચ કર્મોથી નક્કી થાય છે, કર્મનો મહિમા સમજાવે છે ભગવાન




આ પછી આપણને હનુમાનજી માતા સીતાને મુદ્રિકા બતાવતા અશોકવાટિકામાં નજરે પાડે છે, ત્યારે માતા સીતા કહે છે કે રાઘવે સ્વયંવારમાં શિવ ધનુષ તોડ્યું હતું હવે એમણે રાવણનો અહંકાર તોડવાનો છે




જયારે લક્ષ્મણને મેઘનાથ મુરછીત કરે છે ત્યારે બજાગવાન હનુમાન દ્રોણગીરી પર્વત લઈને સંજીવની સાથે આવે છે તે સીન પણ આપણને ટ્રેલરમાં જોવા મળે છે..



આ પછી ભગવાન રાઘવ શ્રીરામ સમગ્ર વાનર સેનાને યુદ્ધ માટે પોતાના યોગદાન વિશેની વાત કરે છે અને એક ખુબ જ યાદગાર dilougue બોલતા નજરે પડે છે કે,गाड़ दो अहंकार की छाती में विजय का भगवा ध्वज।- प्रभास




આ પછી પ્રભુશ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજી સાથે હનુમાનજીનો એક દૈવીભાવ ભર્યો સીન આપણને ફિલ્મમાં જોવા મળે છે 😇





આ પછી આપણને રાવણનો એક dilouge ટ્રેલરના એન્ડમાં જોવા મળે છે જેમાં તે કહે છે ખુદને કે
ब्रह्मांड में जो भी पाने लायक है तू पा चुका है, फिर भी तू राक्षस ही है। लक्ष्मी को पा ले, नारायण हो જાયેગા... (રાવણ )



આ પછી ફિલ્મના ટ્રેલરના અંતામાં ભગવાન શ્રીરામ, હનુમાનજી ઉપર વિરાજમાન થઈને રાવણ ઉપર પ્રહાર કરતા નજરે પડે છે અને જય શ્રી રામ ના જયઘોષ સાથે ટ્રેલર 16 જૂન 2023 ની રિલેસ ડેટનું એલાન કરતા આપણામાં આતુરતા મૂકતું જાય છે..



ખરેખર મનોજ મૂંતશિર શુક્લાજી જેમણે આ ફિલ્મના dilougue લખ્યા છે, એકદમ જોરદાર છે ફિલ્મના દરેક કલાકારમાં ભક્તિ ભાવના આપણને નજરે પડતી જોવા મળે છે,


આજે ટ્રેલર રિલીસ ઇવેન્ટમાં પણ એક્ટર પ્રભાસ જેમણે રાઘવ ભગવાનની ભૂમિકા નિભાવી છે તેમણે પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા....



આદિપુરુષની સમગ્ર ટીમને અભિનંદન આપણા સાચા ઇતિહાસને સમગ્ર વિશ્વ સુધી લઇ જઈ રહ્યાં છે તે માટે


જય શ્રીરામ 😇🙏



તમને કેવું લાગ્યું ટ્રેલર જરૂર જણાવજો 😇🙏

બીજા રસપ્રદ વિકલ્પો