નમસ્કાર મિત્રો વિશેષ હું ફરીવાર આપની સમક્ષ છું એક નવી ફિલ્મની કહાની અને તેની વાતો સાથે....
ચાલો મારી સાથે જઈએ વિરૂપાક્ષ ફિલ્મની દુનિયામાં, હાલમાં જ થિયેટરમાં આવેલી આ મૂળ તેલુગુ ભાષાની ફિલ્મ છે જેને તમે અત્યારે થિયેટરમાં english સુબટાઇટલ સાથે જોઈ શકો છો....
આ ફિલ્મને હિન્દીમાં પણ કદાચ આવનારા મહિનામાં રિલીસ કરવામાં આવશે
ફિલ્મની કહાની પુષ્પા ફિલ્મના ડિરેક્ટર સુકુમાર સર જેમણે અલ્લુ અર્જુન સાથે પુષ્પા બનાવી અને અત્યારે પુષ્પા 2 નું ડિરેકશન પણ કરી રહ્યા છે એમને લખી છે
આ ફિલ્મના ડિરેક્ટર કાર્તિક વર્મા છે,
ફિલ્મ સુપર નેચરલ ડ્રામા ફિલ્મ તરીકે ઉભરી આવે છે,
ફિલ્મનું દેશકાળ અને વાતાવરણ જંગલમાં રહેલા એક નાનકડા ગામમાં સ્થિત છે, જ્યાં આપણા હીરો એટલે કે સાંઈ ધરમ તેજ આવે છે અને પોતાની મમ્મી સાથે ત્યાં થોડો સમય રહે છે...
સૌયુકતા મેનન આ ફિલ્મમાં મુક્ય અભિનેત્રી તરીકે આપણને જોવા મળે છે, આ ફિલ્મની કહાની આપણને જકડી રાખે તેવી છે...
સ્ટોરી આપણને પહેલા ફ્લેશબૅંકમાં લઇ જાય છે જ્યાં આપણને એક તંત્ર મંત્ર સાથેની દુનિયા જોવા મળે છે અને ઘણા રહસ્યો પણ જોવા મળે છે...
ફિલ્મમાં બધું જ આપણને સમજાય તે રીતે રજુ કરવામાં આવ્યું છે, લેખન અને તેની રજુઆત ખુબ જ સુંદર રીતે ફિલ્મમાં કરવામાં આવી છે જે એક અનોખી બાબત સૂચવે છે,
આ ફિલ્મ ઘણી બધી બાબતો દર્શકોના સામે રજુ એક પછી એક ટ્વિસ્ટ સાથે કરતી જોવા મળે છે અને એ માધ્યમથી જ કહાની આગળ વધતી જોવા મળે છે...
ખરેખર તેલુગુ ફિલ્મની એજ ખાસિયત હોય છે કે ગામડાનું એવુ આબેહૂબ વર્ણન જોવા મળે છે આપણને તેમાં ખોવાઈ જવાનુ મન થઇ જ જય અને સાથે સાથે બીજી બધી બાબતો પણ આપણી સમક્ષ જોવા મળે છે...
સાંઈ ધરમ તેજની એક્ટીંગ ખુબ જ લાજવાબ જોવા મળે છે , એમનું સ્ક્રીપટ સિલેકશન ખુબ જ અનોખું હોય છે અને તેઓ ખુબ જ ટેલેન્ટેડ એક્ટર છે...
સાંઈ ધરમ તેજની એક્ટીંગ સાથે આ ફિલ્મમાં સૈયુકતા મેનન અને તેમના બંને વચ્ચેની કેમિસ્ટી પણ ખુબ જ સારી જોવા મળે છે..
ફિલ્મ આપણા વચ્ચે ઘણા પાસાઓને રાખતી જોવા મળે છે અને તેણે બખુબી ઉજાગર પણ કરે છે,
ઘણીબધી ફિલ્મો આ ટાઈપની આપણને જોવા મળે છે પરંતુ આ ફિલ્મની વાત જ કંઈક અલગ જોવા મળે છે આપણને...
ફિલ્મમાં ઇન્ટરવલ સીન ખુબ જ શોક આપનાર છે ખરેખર આ ફિલ્મ બહુ બારીકાઇ સાથે બનેલી હોય તેવું જાણવામાં આવે છે...
આ ફિલ્મની અનોખી બાબત આપણને જોવા મળે છે કે દરેક કેરેક્ટર પોતાનો આગવો ફ્લેશબૅંક ધરાવે છે અને તેની ઘણી બાબતો સાથે જોવા મળે છે....
ગામમાં એક પછી એક તરત થતી મોત પાછળ કોણ જવાબદાર છે અને જે મરેલા માણસને પહેલા જોવે એ પછી એનું પણ મોત નીપજે છે આ બાબત સાથે ગામની સીમા બહાર ન નીકળવું એ બાબત પણ ખાસ કરીને ભાર પૂર્વક રાજુકરવામાં આવી છે જેથી અનોખી બાબત દર્શાવી શકાય એ રીતે ફિલ્મ બનેલી છે...
ધીરે ધીરે વેદો આગળ વધતા જતા હોય છે અને આગળ જતા ઘણી બાબતો ભેગી થતી જોવા મળે છે...
હું અહીં સપોઇલર નહિ આપું પરંતુ તમને ખુબ જ જોવાની મજા આવશે,
આ ફિલ્મમાં જે પ્રકારનું સુપર નેચરલ બાબતો સાથે કનેકશન જોવા મળે છે અને સાથે આપણા ગ્રંથો કેટલા મહાન છે તે બાબત પણ વાસ્તવિક રીતે દર્શાવવામાં આવી છે,
આ ફિલ્મનો ક્લાઈમેક્સ પણ ખુબ જ જોરદાર જોવા મળે છે, હિરોઈનનો એક ડાઈલોગ જે ફિલમની શરૂઆતમાં આવે છે કે આ લોકેટ તારી સાથે રાખ જેથી આપણે ક્યારેય જુદા નહિ પડીએ.... આ ડાઈલોગ લાસ્ટમાં ખરો જોવા મળે છે અને ફિલ્મના સીકવલ માટે પણ આપણને હિન્ટ આપતો જોવા મળે છે...
મારો આ રીવ્યુ કેવો લાગ્યો તમારા અમૂલ્ય પ્રતિભાવ દ્વારા જણાવજો અને KGF 2 નો રીવ્યુ પણ જલ્દી આવશે જોડાયેલા રહો વિશેષની ફિલ્મી દુનિયાની વાતો સાથે..
ફરી મળીએ એક નવી ફિલ્મની વાતો સાથે