પ્રેમ અસ્વીકાર - 32 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 32

નિધિ મનોમન બોલે છે મે હર્ષ તને કેવી રીતે સમજાવું કે ઈશા કોઈ ને પણ પ્રેમ નથી કરતી....પણ
એટલા માં હર્ષ બોલે છે મે અરે નિધિ ક્યાં ખોવાઈ ગઈ....ચાલ અજય બોલાવે છે....
ત્યાં બંને જઈ ને અજય સાથે ત્રણે આઈસ્ક્રીમ ખાય છે અને એન્જોય કરે છે...પણ નિધિ મનોમન બધું વિચારી રહી હતી....
એમ ને એમ બધા ઘરે ચાલ્યા જાય છે....ઘરે જઈ ને હર્ષ બધા ને બઉ મિસ કરે છે અને ....સૌ થી વધારે ઈશા ને મિસ કરે છે....
એ ઈશા ને એ રીતે પ્રેમ કરી બેઠો હતો જેમ કે ....એક જન્મો જનમ નો પ્રેમ હોય...પણ ....ઈશા ને સમજવું બઉ અગ્રું હતું....
એ દિવસે રાત્રે એને બઉ વિચાર કર્યો...અને બોલ્યો કે એક વાત તો છે..મે જ્યારે સુધી રૂબરૂ માં પ્રપોઝ નથી કર્યો ત્યાં સુધી ક્યાં થી મની લેવાય કે ... એ મને પસંદ નથી કરતી...? તો ચાલો ને એક વાર એને પ્રપોઝ કરું અને મારા દિલ ની વાત કરી ને એને એક વાર ફરી સમજાવું.....એને વિચાર યુ કે ....પરમ દિવસે ....ફરી રાત્રે ગરબા નો પ્રોગ્રામ કોલેજ માં છે તો એને મારા દિલ ની વાત એ દિવસ ની રાત્રે જ બતાવી દઉં...અને હા હું પ્રપોઝ એને મારવા નો છું એ નિધિ ને પણ જાણ કરી દઉં એટલે મને હેલ્પ મળી રહે....
જેમ તેમ કરી ને એને એ દિવસ કાઢી નાખ્યો અને બીજા દિવસે નિધિ ને આ પ્રપોઝ વિશે વાત કરવા માટે ...કોલેજ માં પહોચી ગયો....
ત્યાં એને જોયું કે નિધિ અને ઈશા બંને જોડે બેઠા હતા અને એક બીજા ને વાતો કરી રહ્યા હતા...એવા માં હર્ષ ત્યાં પહોંચી જાય છે..
જેવો હર્ષ એ બંને નાં જોડે જાય છે એટલે... એ નિધિ ઊભી થઈ ને...હર્ષ જોડે આવી જાય છે....
ત્યાર બાદ નિધિ બોલે છે કે બોલ ને હર્ષ આજે અજય સાથે નથી આવ્યો....
" નિધિ મારે તારા જોડે એક વાત કરવી છે...." " હા બોલ ને ? " " મારે ઈશા વિશે વાત કરવી છે..." " હર્ષ એક કામ કર ને હું તને ....ક્લાસ ખતમ થાય એટલે ગાર્ડન માં મડું તો? " " હા હા કઈ વાંધો નહિ "
એમ ને એમ ક્લાસ ખતમ થયો અને હર્ષ ગાર્ડન તરફ ગયો પણ ત્યાં નિધિ ન આવી હતી...અને થોડી વાર માં ત્યાં નિધિ આવી તો બોલવા લાગી કે હર્ષ આજે માટે મોડું થાય છે હું તને કાલે મળી ને વાત કરું તો? "
હર્ષ ને ખબર પડી ગઈ કે કઈક તો વાત છે જે નિધિ છૂપાવે છે....પણ કઈ નાં બોલ્યો....
એમ નાં એમ ઘરે હર્ષ ચાલ્યો ગયો અને રાત્રે જ્યારે બેઠો હતો તો એને નિધિ ને મેસેજ કરી દિધો....
હાઈ નિધિ?
" હા હર્ષ બોલ ને"
" કઈ નાઈ એક વાત કરવી હતી"
" હા હા બોલ "
" મારે ઈશા ને એક વાર રૂબરૂ મળી ને પ્રપોઝ કરવો છે"
" શું? "
" હા "
" અરે રૂબરૂ મળી ને વાત કરે તો એ માની જશે? "
"હા તું છે ને સપોર્ટ માં"
" હા હા હર્ષ કેમ નહિ"
" તો કાલે રાત્રે ગરબા માં મળીયે"
" કાલે અને રાત્રે? "
" હા "
" એ આવશે? "
" તું લાવીશ ને?
" જોઈશું "
" જોઈશું નાઈ લઇ નેજ આવજે "
" હા ચાલ મારે કામ છે હું તને કાલે મળું"