Prem Asvikaar - 31 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 31

બીજા દિવસે જ્યારે ....હર્ષ અને અજય બંને નિધિ ને મળવા હોસ્પિટલ જાય છે તો...ત્યાં નિધિ નાં મમ્મી બાજુ માં બેઠા હતા અને ત્યાં પાયલ પણ બેઠી હતી...
ત્યાં પાયલ નિધિ ને સમજાવી રહી હતી...ત્યાં અજય અને હર્ષ જાય છે તો નિધિ ગુસ્સો કરી ને એ બંને ને કાઢી મૂકે છે..અને બોલે છે કે " હર્ષ આ અજય ને મારી નજર થી દુર કરી દે...હવે મરી જવું છે મારે....
અજય બોલે છે " અરે નિધિ સોરી આ બધું સુ બોલે છે...હું તને પ્રેમ કરું છું " " ઓહ પ્રેમ ...એમ ને?, પ્રેમ માય ફૂટ, તું મારી નઝર માં પણ નાં આવીશ...."
પાયલ પછી બોલે છે કે તરે આરામ કરવા ની જરૂર છે...નિધિ તું સુઈ જા ...અને હા એક વાત યાદ રાખ...અજય તને પ્રેમ કરે છે ...મને નહિ...અજય સાથે જિંદગી વિતાવવા તો કોઈ ને જિંદગી ઓછી પડે અને તું ગાંડી મારવા તૈયાર થઈ ગઈ..."
નિધિ શાંત મગજે સંભાળે છે....
ત્યાં અજય બોલે છે કે નિધિ લવ યુ યાર....તને કઈ થઈ ગયું હોત તો મારું શું થાત...
આ બધું પાયલ જોઈ અને સંભાળી રહી હતી...પણ એ સમજવા લાગી કે ...અજય નિધિ ને ચહે છે અને નિધિ અજય ને...અને મારો પ્રેમ હતો પણ એક તરફી ...તરીકે વર્તાઈ આવ્યો છે...એટલે...મારે આ બે વચ્ચે નાં પડવું જોઈએ...કારણ કે આ પ્રેમ પછી પેલા કોઈ નો જીવ વહાલો હોવો જોઈએ...."
પાયલ અજય ને જોડે લાવે છે અને અને એનો હાથ પકડી ને નિધિ નાં હાથ પર મૂકી દે છે...અને હસતા હસતા બોલે છે કે...જો નિધિ હવે તરે અજય ને નાં અપનાવો હોય તો....કઈ વાંધો નહિ...પછી હું એને માનવી લઈશ..એના કરતાં તું..એને તું અપનાવી લે....
નિધિ અને અજય હસવા લાગે છે....અને બોલે છે કે...અરે પયલી તું મારી હંમેશા બેસ્ટ ફ્રેન્ડ રેહવા ની...
એટલું બોલી ને બધા હસવા લાગે છે...નિધિ નાં પાપા પણ ત્યાં આવે છે અને એ રડવા લાગે છે...અને બોલે છે કે ...મારી દીકરી...તરે આ બધું કરવા ની ક્યાં જરૂર હતી....
બધા ત્યાં બેસી ને વાતો કરે છે અને 2 દિવસ માં નિધિ ને ઘરે રજા આપે છે...
ત્યાર બાદ 2 દિવસ પછી...જ્યારે અજય અને હર્ષ નિધિ ના ઘરે ખબર લેવા જાય છે ત્યારે ...નિધિ હર્ષ ની માફી માગે છે...અને બોલે છે કે....અમારા કારણે તમને બઉ જેલવી પડી...અને હા તું હર્ષ ગ્રેટ છે...
ત્યાર બાદ હર્ષ અને અજય ઘરે ચાલ્યા જાય છે...રસ્તા માં અજય બોલે છે કે" ભાઈ તું નાં હોય તો મારું સુ થાત" " નાં ભાઈ એવું કઈ નથી, જૂનું વિચારી ને હેરાન નાં થવાય, મોજ કરો "
એમ નાં એમ અઠવાડિયું નીકળી જાય છે અને ...બધા ફરી થી કોલેજ માં ભેગા થાય છે...સિવાય ઈશા નાં...
હર્ષ ઈશા નાં વિશેજ વિચારતો હતો પણ ...ઈશા ત્યાં બધા નાં જોડે ત્યાં નતી આવી....
એમ ને એમ 2 દિવસ બીજા નીકળી ગયા....
અને એક દિવસ અજય નિધિ અને હર્ષ એક ગાર્ડન માં બેઠા હતા...તો અજય આઈસ ક્રીમ લેવા મટે દુકાને જાય છે...અને ...નિધિ હર્ષ ને કહે છે કે" સુ કરે તમારી ઈશા ? " " કઈ નાઈ જવાદે ને...મારે વાત નથી થતી...હમણાં થી...."
નિધિ મનો મન વિચારે છે કે ....હર્ષ એક વાત છે એ કે મે હજુ પણ તારા જોડે છૂપાવી છે.....
હર્ષ બોલે છે કે " બોલ નિધિ કયા ખ્યાલો માં ખોવાઈ ગઈ....?
" કઈ નહિ " " તો ચાલો અજય બોલાવે છે આઈસ ક્રીમ ખાવા? "
" હા ચાલો...." એવા માં નિધિ બોલે છે કે હર્ષ મારે તારા જોડે એક વાત કરવી છે.....
" અરે ચાલ ચાલ નાઈ તો આઈસ ક્રીમ ઓગળી જશે"
નિધિ ફરી વિચારે છે કે....અરે હર્ષ હું તને કેવી રીતે કહું કે ઈશા.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED