BHOLA MOVI books and stories free download online pdf in Gujarati

BHOLAA - મુવી રીવ્યુ મારી નજરે ?

BHOLA વિશે એક લાઈનમા કહું તો એક પિતાની લાગણી અને પુત્રીના સપના પુરા કરવા પોતાના જીવનની બાજી લગાવી તેણે ઉજ્વળ ભવિષ્ય આપવાના ઈરાદાથી સમાજની અંદર વિષ બનેલા માનવો સામેનું યુદ્ધ.....



ભોલા ફિલ્મની શરૂઆત થાય છે, ત્યારે તે જેલમાંથી અજય દેવગનનો એન્ટ્રી સીન આપણને જોવા મળે છે...


ભોલા ફિલ્મ ધીરે ધીરે આગળ કહાની સાથે ઇમોશનલ તરીકે વધતી જોવા મળે છે, કઈ રીતે આ કેદી બનેલો માણસ પોલીસની હેલ્પ કરે છે અને પોલીસના લોકોને દવાખાને તથા ગુંડાઓને મોતના દર્શન કરાવે છે આ એકજ રાતની કહાની છે....



ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન અને તબ્બુ મુખ્ય રૂપે આપણને જોવા મળે છે.....


સીધી રીતે ચાલતી કહાનીમાં ટ્વીસ્ટ અને ટર્ન પણ આવતા આપણને જોવા મળતા નજરે પડે છે.... એજ આ ફિલ્મની મુખ્ય ખાસિયત જોવા મળે છે કહાનીને અલગ જ અંદાજમાં પ્રેસેંટે કરવી....


આ ફિલ્મના ડિરેક્ટર અજય દેવગન છે જેમણે ફિલ્મમાં એકશન ડિરેક્ટ કર્યા છે, ખરેખર ફિલ્મમાં જોવા મળતા સ્ટેટ અને એકશન લાજવાબ છે....

Dilouge ની વાત કરીએ તો....

*"कहते हैं कि... जब वो भस्म लगती है... तो ना जाने कितने को भस्म कर देता है"

આ dilouge એક જેલનો કેદી અજય દેવગનનો પરિચય કરાવવાના અંદાજમાં બોલતો જોવા મળે છે કે તે ભોલેનાથ નો ભક્ત છે....


*"ये कौन हैं कहां से आया है...किसी के पता नहीं और..जिसको पता था...वो बचा नहीं।"


આ dilouge અજય દેવગનની એટલેકે ભોલાના ફિલ્મમાં પહેલાના જોવાન ઉપર ફોકસ કરે છે....


*"जो बाप दस साल में..एक गुड़िया ना दे पाया...वो एक रात में..दुनिया देने की सोच रहा है"



આ dilouge ભોલા તબ્બુ સામે બોલે છે અને કહે છે મારે કઈ નથી જોઈતું ખાલી મારી દીકરીને સારુ જીવન આપવું છે જેમાં તે ખુશ રહી શકે....


*"आज नहीं... आज मौत महाकाल को... चड्ढा के आया हूं।" - अजय देवगन


આ ફિલ્મના climax પહેલા ફિલ્મમાં આવે છે...


ખરેખર ફિલ્મ આપણને ખુબ જ પસંદ આવે તે પ્રકારની છે...




મને અજય દેવગનનું ડિરેકશન ખુબ જ ગમ્યું ખાસ કરીને જયારે તે એકશન અવતારમાં જોવા મળે છે...



ભોલા ટ્રક ચલાવી રહ્યો હોય છે અને, આજુ બાજુથી ઘણી બાઈકો લઈને માસ્ક પહેરેલા લોકો આવે છે અને તે અજય દેવગન સાથે ફાઈટ કરે છે આ સીન ખુબ જ સરસ હતો...


આગળ ટ્રક ચાલતો રહે છે અને બે ટ્રેક્ટર આવે છે અને ટ્રકને રોકવાનો પ્રયત્ન કરે છે.. અને ઘણા ગુંડાઓ આવે છે..


આ સમયે તબ્બુ કહે છે કે ન જા આ ખાતરનાખ છે ત્યારે ભોલા બોલે છે તમે મને એમ જ જાણો છો કે હું કેદી હતો એ નથી જનતા કે એ પહેલા હું કોણ હતો...



અજય દેવગન ટ્રક માંથી ઉતરીને ભસ્મ લગાવે છે અને પછી બધાને યામાલોક મોકલે છે....


ફિલ્મમાં તેની પુત્રીનો ફોટો તેની જોડે નથી હોતો અને જયારે અનાથાલાય વાળા ગ્રુપ ફોટો મોકલે છે ત્યારે તે તેમાંથી પોતાની બાળકીને ઓળખી નથી શકતો કારણકે તેના જન્મ સમયે પણ ભોલા જેલમાં જ હતો...


કહાની આગળ જતા ઘણા વળાંક લેતી આપણને જોવા મળે છે અને લાસ્ટ એકશન સીન જે જેલમાંથી મશીનગન લઈને ઘડાધડ ફાયરિંગ ભોલા કરે છે વિલનની આખી ગેંગ નાશ પામે છે.....



અંતમાં ભોલા તેની બાળકીને મળે છે અને ઘણી બધી બાબતો આગળ જતા આપણને જોવા મળે છે....


ભોલા ફિલ્મ એકવાર જોવાલાયક ફિલ્મ મને ગમી તમને પણ જરૂર ગમશે...


તમને કેવો લાગ્યો મારો આ રીવ્યુ અને આ ફિલ્મ જરૂર જણાવજો.....


જય ભોલેનાથ 😇🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED