voló como Matías Pérez books and stories free download online pdf in Gujarati

વોલો કોમો મે’સાઝ પરેઝ

વોલો કોમો મે'સાઝ પરેઝ! સમજાયું નહી ને? ચાલો સમજીએ એની સાથે જોડાયેલી એક વાર્તા સાથે. ઓગણીસમી સદીના મધ્ય યુગમાં પોર્ટુગલમાં જન્મેલો અને ક્યુબામાં સ્થાયી થયેલો મે'સાઝ પરેઝ (Matías Pérez) એક દરજી એવો વેપારી હતો. શરૂઆતમાં એમણે મકાનોના છત્ર અને ચંદરવા સીવી અને વેચીને ખૂબ જ ખ્યાતિ મેળવી, મકાનોના છત્રના બાદશાહ તરીકે જાણીતો પણ બન્યો પણ એમની રુચિ બીજા એક ક્ષેત્ર તરફ વધુ આકર્ષિત હતી અને એ ક્ષેત્ર હતું, હોટ એર બલૂન ઉડ્ડયન.


એ વખતે મે'સાઝ, હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે બલૂનમાં ઉડનારો પ્રથમ વ્યક્તિ ન હતો. એમના પહેલાં એક ફ્રેન્ચ નાગરિક યુજીનીઓ રોબર્ટસને ૧૯૨૮ માં એક અને બીજા એક ફ્રેન્ચ માં જન્મેલા એડાલ્ફો થીઓડોરે ત્રણ ઉડ્ડયનો કર્યાં હતાં. જો કે ક્યુબામાં પ્રથમ બલૂન બનાવી તેને પોતાની જાતે શોધેલા હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરી ઉડાડવાનું બહુમાન ડોમિંગો બ્લીનોને ને ફાળે જાય છે.


એ પછીની યાદી પણ ખૂબ લાંબી છે અને એ યાદીમાં ત્યાર બાદ સમાવેશ થાય છે એક પ્રખ્યાત ફ્રેન્ચ પાઇલટ યુજીન ગોડાર્ડનો. ગોડાર્ડ એ સમયનો પ્રખ્યાત બલૂન પાઇલટ અને બલૂન બનાવનારો હતો. તેમનું એક ખૂબ પ્રખ્યાત બલૂન 'વિલે ડી પેરિસ' (પેરિસ નું શહેર) હતું. આપણી કથાનો નાયક મે'સાઝ આ ગોડાર્ડના સંપર્કમાં આવે છે, મિત્રતા કેળવાય છે અને મે'સાઝ તેની પાસેથી બલૂન ઉડ્ડયનની તાલીમ મેળવે છે. મે'સાઝ ગોડાર્ડ પાસેથી વિલે ડી પેરિસ નામનું જ અન્ય એક બીજું બલૂન ૧૨૦૦ પેસોસમાં ખરીદે છે અને હુઝી ગુટીએરેઝ દ લા કોન્કા (José Gutiérrez de la Concha) નામના એક અધિકારી પાસેથી ઉડ્ડયન માટેની લેખિત પરવાનગી મેળવી, ૧૨ જૂન ૧૮૫૬ના દિવસે વિશાળ જનમેદની સમક્ષ એક સફળ ઉડ્ડયન કરી બતાવે છે. પ્રથમ ઉડ્ડયનના દસ દિવસ બાદ મે'સાઝે ફરી 'જોવીન્સ હૈવોસસ' અને 'લાસ વર્જીન્સ દ ક્યુબા' એવા પબ્લિસિટી શીર્ષક તળે તેમની બીજુ સફળ ઉડ્ડયનનું પ્રદર્શન કર્યું. આ બંને ઉડ્ડયનો અનુકૂળ પવન અને વાતાવરણને લીધે સફળ નીવડે છે.

૨૯ જૂન ૧૮૫૬ના દિવસે તે તેની ત્રીજી ઉડાન આયોજિત કરી. એ દિવસે હવામાન પ્રતિકૂળ હતું. મે'સાઝે તેની ફ્લાઇટ મોડી કરી અને આખરે સાંજે સાત વાગ્યે એમણે ઉડાન ભરી. વાતાવરણનો ગરમ અને ચંચળ પવન તેના બલૂન ને હવામાં ક્યાંય ઉપર સુધી લઈ ગયો. મોટું એવું બલૂન લોકોની દૃષ્ટિમાં નિરંતર નાનું નાનું થતું રહી, અંદાજે ૨૦૦૦ મીટર ઉપર સુધી પહોંચી આખરે એ બલૂન લોકોની નજર સામે જ અદ્રશ્ય થઇ ગયું અને સાથે મે'સાઝ પણ! ત્યાર પછી એ બલૂન કે મે'સાઝ નો પતો ક્યારેય ન મળ્યો. હુઝી ગુટીએરેઝ દ લા કોન્કાએ તેને શોધવાના પ્રયાસો કર્યા પણ કોઈ સફળતા મળી નહી.


એ ગાયબ થયો એ સમયે હવાના તરફના એટલાન્ટિક મહાસાગરમાંના કેટલાક માછીમારોએ એમના બલૂન ને જોયાનો દાવો કર્યો હતો. માછીમારોના કહેવા મુજબ એ લોકોએ મે'સાઝ ને કહ્યું પણ હતું કે નીચે ઉતરી જા પણ મે'સાઝ કંઈ સાંભળતો ન હતો. હવાના તરફ બીજી પણ અનેક અફવાઓએ જોર પકડ્યું હતું જેમ કે એ વીજળી સાથે ટકરાઇને મરી ગયો, તેને શાર્ક ખાઈ ગઈ, તેમને ક્રૂર એવી અમેરિકન ઇન્ડિયન પ્રજા ઉપાડી ગઈ, તેમણે પ્રેમમાં પડીને આપઘાત કરી લીધો વગેરે વગેરે.


મે'સાઝ લોકોની નજર સામે જ ભેદી રીતે અદ્રશ્ય થઈ ગયો પણ ક્યુબાના લોકોના દિલમાં અનેરું સ્થાન બનાવી, ક્યુબાના ઇતિહાસમાં પોતાના નામનું એક પ્રકરણ ઉમેરી, હમેંશ માટે અમર થઈ ગયો. પાછળથી ક્યુબાની સરકારે તેમના નામની પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી. આ ઉપરાંત મે'સાઝ પરેઝ ત્યાંની લોકબોલીમાં પણ અમર થઈ ગયો. આજે પણ જ્યારે કંઇક વસ્તુ કે વ્યક્તિ ત્યાંના લોકોની નજર સામેથી અચાનક ગાયબ થઈ જાય ત્યારે ત્યાંના લોકો કહે છે, 'વોલો કોમો મે'સાઝ પરેઝ' - મે'સાઝ પરેઝની જેમ ગાયબ થઈ ગયો!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED