પ્રેમ અસ્વીકાર - 30 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 30

નિધિ ઘરે જઈ ને ખુબ રડે છે...અને ખૂબ દુખી થાય છે. ત્યાર પછી અજય નાં કૉલ પર કૉલ આવે છે પણ નિધિ ફોન નથી ઉઠાવતી..
એમ ને એમ 3 દિવસ નીકળી જાય છે.અને ત્યાર બાદ કોલેજ માં હર્ષ અને અજય પાયલ ને મળે છે..અને સમજાવે છે...અને કહે છે કે ... એ નિધિ ને સમજાવે...
નિધિ બોલે છે " મારે કોઈ વાત નથી સંભાળવી તું ગમે તે નાં જોડે દગો કરી શકે છે પેલા હું પસંદ હતી હવે નિધિ છે અને થોડા ટાઈમ પછી ...કોઈ બીજી હશે "
અજય બોલે છે " તને પાયલ ફ્રેન્ડ ની નજર થી જોઈ હતી..." " ખોટું બોલે છે તને ખબર છે કે આપડે બંને એ પેલા પાર્ક માં જે પ્રોમિસ આપ્યા હતા એ...કદાચ તું ભૂલી ગયો હઇશ પણ ...હું નથી ભૂલી...અને એટલા ટાઈમ માં મે 20 છોકરા રિજેક્ટ કરી દીધા છે અને મને આશા હતી કે અજય અજ મારો જીવન સાથ બનશે...પણ તે તો કઈક અલગ અજ ...ચેહરો બતાવ્યો..."
" પાયલ તું જે સમજે એ પણ હું નિધિ ને જ પ્રેમ કરું છું...." " હા તો કારને જા ...મારી પાસે કેમ આવ્યો છે? " " પાયલ એમ નથી તું ખાલી એમ કહી દે કે નિધિ ને કે અજય ફક્ત તારો છે તો એ માની જશે..." " નાં હું મારા પ્રેમ ને બીજા ને કેવી રીતે સોંપી દઉં, તારા માટે આ બોલવું સેહલુ છે પણ મારા માટે નહિ..."
" અરે આ તો બઉ પકાઈ રહી છે... તારે નિધિ ને કેહવુ છે કે નહિ "
ત્યાર પછી પાયલ રડવા લાગે છે અને હર્ષ શાંત કરાવે છે " ભાઈ તું એના પ્રેમ ને નોર્મલ નાં સમજે ...એને તને દિલ થી પ્રેમ કર્યો છે... એ તને આવી રીતે નાં ભૂલી સકે" " પણ ભાઈ મારા પ્રત્યે કોઈ ફિલિંગ અજ નથી...કે હું એને પ્રેમ કરું"
પાયલ બોલે છે " કઈ વાંધો નહિ ....જો તું જે ઇચ્છે એ...મને અહી થી જવા દે...મારે કોઈ વાત નથી કરવી..."
એટલું બોલી ને ચાલવા લાગે છે...ચાલતા ચાલતા બોલે છે કે તું એમ નાં સમજ તો કે હું તારા પ્રેમ નાં ઠુક્રવા થી હું કઈ કરી બેસીશ ...મે તને ખુબજ પ્રેમ કર્યો છે...અને પ્રેમ કર્યો છે તો એને ભૂલતા પણ વાર લાગશે...., મને કઈ વાંધો નથી...અને હા તે મને પેલા કઈ દીધું હોત તો હું તને નાં નાં પડત પણ તે તો આખી દુનિયા ને જણાવી દીધું...અને હા હું...નિધિ ને નાઈ કહી સકુ "
એટલું બોલી ને પાયલ ચાલવા લાગી...
પછી અજય અને હર્ષ વાત કરવા લાગ્યા કે આતો નિધિ ને સમજવા ની નાં પડે છે તો હવે શું થશે?
બંને ઘરે જાય છે અને ...અજય ઘરે જઈ ને નિધિ ને કૉલ ઉપર કૉલ લગાવે છે...પણ નિધિ ફોન નથી ઉઠાવતી.... અને એવા માં હર્ષ નો કૉલ આવે છે..." ભાઈ નિધિ એ હાથ ની નસ કાપી દીધી છે અને ને હોસ્પિટલ લઈ જાય છે ....
એવું સંભાળતા અજય નાં પગે જમીન હટી ગઈ અને એ એક દમ ગભરાઈ ગયો...
અજય અને હર્ષ બંને ઘરે ગયા તો ...એને બધા હોસ્પિટલ લઈ જતા હતા અને બંને હોસ્પિટલ ચાલ્યા ગયા...
ત્યાં એમને નિધિ ને જોઈ તો એ બેહોશ અવસ્થા માં હતી..અને એને જોઈ ને અજય પણ રડી પડ્યો...એવા માં એના પાપા આવ્યા અને અજય ને હોસ્પિટલ માંથી ધક્કો મારી ને કાઢી મૂક્યો...
એના પપ્પા બોલ્યા " મારી દીકરી એ એવું કરતા પેલા તારા વિશે મને બધું જણાવી દીધું હતું અને એ આ બોઝ સહન ના કરી શકી અને એવા માં એને આ પગલું ભર્યું...ભગવાન તને કોઈ દિવસ માફ નહિ કરે...
" અંકલ એવું નથી " " મારે કઈ સંભાળવું નથી...., તું અત્યારે ચાલ્યો જા...
એવા માં હાશ અજય ને લઇ ને ચાલ્યો જાય છે....એને નિધિ ને સરખી જોવા પણ નાં મળી...
હર્ષ નાં ઘરે જઈ ને અજય ને બેસાડી ને બંને વાતો કરે છે..હર્ષ બોલે છે કે ભાઈ જે થયું એ થયું....
" ભાઈ બધો મારોજ વાંક છે, મેજ એને દુઃખ આપ્યું છે.....મને પણ સજા મળવી જોઈએ...."
" ભાઈ હવે એવું બધું ધ્યાન માં નાં લઈશ જે થયું એ થયું..."
" પણ ભાઈ અત્યારે મારી સાથે કોઈ નથી ઘર નાં પણ મને નથી ભાવ આપતા"
હર્ષ અજય ને એમ નાં એમ સુવડાવી દે છે....
તો જોઈએ આગળ સુ થાય છે?