આ કહાની આપને ગમશે એવી મારી આશા છે.”મગ અને મેગી” માં બાળકો થી માંડી ને મોટા લોકો પણ અત્યારે શેના પ્રત્યે વધારે આકર્ષિત થાય છે એની જાણ થાય છે.તો ચાલો આપ સૌને એક નાનકડી વાર્તા દ્વારા લોકોના સ્વાદ અને એમના ખાવા પ્રત્યેના પ્રતિભાવો થી પરિચિત કરાવીએ. જે આપ સૌને પણ ગમશે એવી મારી આશા છે.
દિવ્યાંશ અત્યારે પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.ભણવામાં હોશિયાર અને દોડવામાં તો અવ્વલ.નિશાળે જવામાં પણ આળશ ના કરે શાળા નો સમય સવાર ના ૭:૧૦ કલાક નો હોય એટલે સવારે વહેલા મમ્મી એક બુમ પડે ને થોડાક નખરા કરતો અને લાડ કરતો ઉઠી જાય. નાહી ધોઈને સ્કુલે જવા તૈયાર થઇ જાય,વાન વાળા કાકા આવે એ પહેલા તો એ રેડી થઈને ઘરની બહાર ઉભો હોય. સ્કુલે જાય ત્યારે એને લંચ બોક્ષ માં રોજ મમ્મી અલગ અલગ નાસ્તો આપે. એને ભાવતો નાસ્તો હોય એજ મુકવો પડે બાકી તો લચબોક્ષ એમને એમ ભરેલો પાછો આવે એ વિચારીને મમ્મી એને નાસ્તો એના મનપસંદનો ભરીને આપતી.
આરોગ્ય વર્ધક ખોરાક બાળકોને આપણે આપવાનો પ્રયત્ન કરીએ છે કે જેમાંથી વિટામિન્સ મળી રહે અને બાળકના સ્વાસ્થ્ય ને પણ હાની ન થાય. છતાય બાળકો તો કોઈ વાત ન સમજે એ પછી મારા હોય કે તમારા ખાવાની બાબતમાં તો ઘણાજ નખરા કરે.નાસ્તામાં જો કોઈક દિવસ મમરા કે ઘરની બનાવેલી ભાખરી આપી હોય કે શાક રોટલી આપી હોય તો એ ડબ્બો એમનો એમ ઘરે પાછો લઈને આવે અને પછી એની નાસ્તા કથા ચાલુ થઇ જાય.એક દિવસ એને ઘરે આવી ને મમ્મી સામે નાસ્તા કથા ચાલુ કરી.
નાસ્તા નો ડબ્બો ભરેલો પાછો આવ્યો એટલે મમ્મીએ દિવ્યાંશ ને બોલાવીને પૂછ્યું,
મમ્મી : કેમ બેટા આજે નાસ્તો નતો કર્યો?
દિવ્યાંશ : ના, મમ્મી આજે તે મને નાસ્તા માં મોળા સેવ-મમરા આપ્યા હતા એટલે મેં નાસ્તો નથી કર્યો,
મમ્મી : કેમ?
દિવ્યાંશ : મમ્મી તારે મને નાસ્તામાં મોળા સેવ મમરા ના આપતી કાલથી,
મમ્મી : તો શું આપું તને નાસ્તામાં તું બોલ
દિવ્યાંશ : મમ્મી “મેગી” તું મને નાસ્તામાં મેગી બનાવીને આપજે ;
મમ્મી : પણ, બેટા મેગી તો રોજ સારી ના કહેવાય કોઈક દિવસ ચાલે
દિવ્યાંશ : તો હું દરરોજ નાસ્તો પાછો લાવીસ
મમ્મી એ એને બીજા દિવસે મેગી બનાવીને આપી અને સ્કુલે થી પાછો આવ્યો અને એનો લંચ બોક્ષ જોયો તો ખાલી હતો.આજે એને ફેવરેટ નાસ્તો મળ્યો એટલે પૂરો કરીને આવ્યો.
એકવાર ઘરમાં મગ અને ભાત બનેલા. ઘરમાં બધા જમવાના સમયે પૂછવા લાગ્યા આજે બપોરે જમવામાં શું બનાવ્યું છે?ત્યારે રસોડામાં થી અવાજ સંભળાયો આજે બુધવાર છે એટલે મગ-ભાત બનાવ્યા છે.આ સાંભળતાજ બધાના મોઢા પડી ગયા.મગ નું નામ સાંભળતા જ ખબર નહિ અમુક લોકોને તો મોઢું બગડી જાય છે,પણ એના ગુણ કોઈ જોતું નથી.
કહેવાય છે કે “ મગ ચલાવે પગ” , મગ ખાવાથી ગમે તેવી બીમારીમાં પીડાતો વ્યક્તિ પણ સાજો થઇ જાય છે.મગ માં એટલા પોષક તત્વો રહેલા છે કે એ નાના થી લઈને ઘરડા અને દરેક ઉમરના લોકોને માટે ખુબ સારા છે.નાનું બાળક જયારે ખાતા શીખે ત્યારે એને મગ નું પાણી અને બાફેલા મગ આપવામાં આવે છે,કોઈકને સર્જરી કે કોઈ ઘાવ થયો હોય તો એને જલ્દી રુઝવવા માટે મગ બાફીને ખવડાવવામાં આવે તો એને ઘણો ફાયદો થાય છે. કસરતો કરતા લોકો તો મગ ને ફન્ગાવીને એનું સલાડ તરીકે સેવન કરે છે જેથી એમનું બોડી સમતોલ માં રહે છે.બીમાર માણશ ને મગ ખવડાવવા થી એ જલ્દી સાજો થાય છે,એટલે દવાખાનામાં પણ દર્દીને મગની દાળ નાખીને બનાવેલી ઢીલી ખીચડી અને કઢી આપવામાં આવે છે.
મગમાં થી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે.મગ ને રાત્રે પાણીમાં પલાળી ને સવારે પોટલી બાંધી ફન્ગાવીને સલાડ કે એનું શાક બનાવીને ખવાય છે,મગ ની દાળની કચોરી બનાવી શકાય છે,મગ ના પરોઠા પણ બનાવી શકાય છે,મગ ને દહીંમાં બનાવીને દહીમુંગ પણ બનાવાય છે,મૂંગ મસાલા પણ બનાવીને ખાઈ શકાય છે આટલી બધી વાનગીઓ અને આટલા બધા ગુણો થી ભરપુર મગ કોઈને ભાવતા નથી.મગ નું નામ પડતા જ એના શિવાય નું ઓપ્સન તૈયાર જ હોય “મેગી” જે દિવસ ઘરમાં મગ બને એટલે બે મિનીટ માં બની જતી મેગી જ લોકો પસંદ કરે છે.ભલે એ સ્વાસ્થ્ય માટે લાભકારી ન હોય તો પણ એ નાના થી લઈને મોટા દરેક ને ભાવે છે,જે ખાવા થી પેટની પણ તકલીફ ઉભી થાય છે છતાય લોકો ખાય જ છે,જેના કારણે મેગી નું માર્કેટ વધારે ઊંચું લાવવામાં અને એના ભાવના વધારામાં મોટો ફાળો આપણા લોકોનો જ છે.
થોડોક ભૂખનો અહેસાસ થાય ને તૈયારી માં બસ મેગી જ યાદ આવે કારણકે ૨ મિનીટ માં બની જાય અને ચટપટી પણ લાગે પાછો જીભનો સ્વાદ તો અલગઅલગ જોઈએ એટલે મગ અને મેગી માંથી અત્યારે મેગી જ ટ્રેન્ડીંગ માં ચાલી રહી છે આટલો તફાવત જાણવા છતાય આજના સમયમાં લોકો ને મેગી જ વધારે કેમ ગમે છે?અત્યારે લોકોએ સમજવું જોઈએ કે જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે એ ખાવું જોઈએ જીભના સ્વાદ ને પણ સાથે રાખી ને ભાવતું અને સ્વસ્થ રહેવાય એવું આપણા બાળકને પણ પૌષ્ટિક નાસ્તો દરરોજ ખાતા ટેવાડવું અને ઘરમાં મગ બન્યા હોય ત્યારે મેગીનું ઓપ્સન ના બને એની ખાસ કાળજી રાખવી જોઈએ. “મગ અને મેગી” વચ્ચે નો તફાવત અને એના ગુણો સમજી ને સૌના માટે શું સારું છે એનો નિર્ણય પણ આપણે જાતેજ કરવાનો છે,બાળકને પણ ઘરના હેલ્થી નાસ્તા સ્કુલ દરમિયાન આપવા માં આવે તો એના પણ શારીરિક અને માનશીક વિકાસ પર એની સારી અસર જોવા મળશે.લીલા શાક અને ફળો ના રસ માંથી ઘણા વિટામીનો ની કમી શરીરમાં પૂરી પડે છે
“દરરોજ ખાઓ ફળ અને લીલા શાકભાજી,
શેહદ રહેશે આપ સૌની તાજી માજી,
મગ ચલાવશે તમારા પગ,
મજબૂતી થી ભરાશે દરેક ડગ “
રોજ ખાવો સલાડ જમવામાં,
મેળવો વિટામિન્સ દરેક પ્રકારના,
દરરોજ ખાઓ ફળ અને લીલા શાકભાજી,
શેહદ રહેશે આપ સૌની તાજી માજી.....