one side books and stories free download online pdf in Gujarati

એક તરફી

આ વાર્તામાં મીરાં ને સમીર પ્રત્યે નો એક તરફી પ્રેમ કેટલાય વર્ષો થી પોતાના મનમાં દબાવી ને રાખ્યો છે,એની પ્રત્યેની અનહદ લાગણીઓ ને પોતાના મન પુરતી સીમિત રાખીને મીરાં કેવી રીતે જીવે છે એ સમજાશે અને ખરેખર એ વ્યક્તિ ને જાણ પણ ન હોય અને એને અનહદ ચાહવું એ એક ખુશી જનક અને આમ જોઈએ તો તકલીફ જનક પણ છે,મીરાં ના મનની માનોવ્યથા આ વાર્તામાં તમને જાણવા મળશે અને રસસભર વાર્તા આપને સૌને ગમશે.

 મીરાં એક સામાન્ય દેખાતી છોકરી જે દેખાવે એટલી સુંદર નથી પણ મનથી એકદમ સાફ મીરાને પોતાના કામ સિવાય બીજે ક્યાય રસ ન હતો.પોતે અને પોતાનું કામ બસ બીજા કોઈની માથાકુટમાં વધારે ઉતારવાનું એને ગમતું નહિ એટલે એ હમેશા કઈક ને કઈક કામ કરતી રહેતી.મીરાને મનથી આમતો કોઈ ગમે નહિ અને એ કોઈના વિષે કઈ વિચારે પણ નહિ એ બસ એના મિત્રો સાથે હસતી બોલતી અને ક્યારેય કોઈનાથી મોઢું ન ચઢાવે.બધા ને ભેગા મળીને કામ કરવાનું હોય ત્યારે પણ એ સૌના ભેગી મળીને કામ માં પરોવાઈ જતી.સ્વભાવે એકદમ નરમાશ અને શાંત એના મનમાં ચાલતા વિચારોને જાણે એના મોઢાના હાવભાવ પરથી જ સમજી જવાતું હોય એમ એ પોતાના વિચારોમાં વ્યસ્ત રહે.અચાનક એના મનમાં એક છોકરા પ્રત્યે લાગણી ની શરૂવાત થઇ.આમ તો મિત્રો હતા પણ ખબર નહિ કે ક્યારે મીરાને એના પ્રત્યે કઈક અલગ લાગણીનો અહેસાસ થવા લાગ્યો હતો.એ કેટલીય વાર વિચારતી કે આવું કેમ થાય છે? અને અચાનક આ લાગણીઓ નું ઘોડાપુર મારા મનમાં એના માટે કેમ ઉમટી આવે છે?આ વાતનો ખુલાસો એ પોતાના દિલ અને દિમાગ બંને પાસે વારંવાર માંગતી પણ એને કઈ સમજણ જ ન પડતી કે શું થઇ રહ્યું છે.જેના પ્રત્યે એને લાગણીઓ સમુદ્રના મોજાઓ ની જેમ ઉછાળા મારતી હોય એ વ્યક્તિ નું નામ છે સમીર.

સમીર યુવાન અને દેખાવે એકદમ વ્યવસ્થિત.જોનાર વ્યક્તિને આકર્ષિત કરે એવો એનો ચહેરો.એની પર્સનાલીટી પણ એકદમ કોઈક મોટા અધિકારી હોય એમ એનો એટીત્યુડ.ગુસ્સો તો જાણે કે નાક પર જ બેઠેલો હોય એમ,અને એનું હાજરજવાબીપણુ તો એટલુ તેજ કે તમે કઈક કહોને એટલે એનો જવાબ તૈયારીમાં તમને મળી જાય.અને એના શબ્દો તો એકદમ તીર જેવા તીક્ષણ અને ઘાતક કે સીધા તમારા મનને ચીંધી નાખે એવા હોય.એની આંખો પણ જાણે કે ચાતક જેવી જેમ ચાતક વરસાદ ની રાહ જોઇને બેઠું હોય એવી અને ઘુવડ જેવી અંધારમાં પણ જોઈ સકે એવી લાગે.અને એની એ ચાર આંખો માંથી એની બે આંખો તો ભાગ્યેજ કોઈકે જોઈ હશે,એની બે આંખો એટલે એની પોતાની કુદરતી આંખો અને બીજી બે આંખો એટલે એના એનક (ચશ્માં) જે એની પ્રતિભા માં વધારો કરે એવા અને એના સિલ્કી વાળ જાણે કે કોઈક અભિનેતા હોય એવા.બધા થી  અલગ દેખાય એવો દેખાવડો આ ચહેરો મીરાના મન પર અસર જમાવી ગયો.

મીરાના મનમાં ક્યારેય એવો વિચાર પણ નહિ આવ્યો હોય પણ ન જાણે આ કઈ અજાણી લાગણીએ એને સમીર વિશે વિચારવા પર મજબુર કરી દીધી હોય એમ એ અનુભવતી.મિત્રતા ના આ એક તાર ની વચ્ચે પાછો આ નવો લાગણી નો તાર ક્યારે જોડાઈ ગયો એની મીરાં ને પણ ખબર ન રહી.સમીર ને આ વાત ની કઈ ખબર જ ન હતી.બંને વચ્ચે મિત્રતા પણ એવી ગાઢ હતી કે વારે ઘડીએ જો કઈક કામ હોય કે કોઈ પ્રશ્ન મનમાં હોય એનો ઉકેલ સમીર પાસે થી મળી જાય.મીરાને મનમાં એક વાત નો ડર હતો કે ક્યાંક એના મનની લાગણીઓ ક્યાંક કોઈક દિવસ સમીરની સામે ના આવી જાય અને જો એવું થાય તો ક્યાંક એની અને સમીરની બંને વચ્ચે ની મિત્રતા માં ક્યાંક કોઈક પ્રકાર નું ગ્રહણ ન લાગી જાય આ ડર ના કારણે એ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી.

કોઈને કહી ના શકે અને પોતે શહી ના શકે એવી મીરાં ની મનહસ્થિતિ થઇ રહી હતી.સમય ની સાથે સાથે સમીર પ્રત્યેની તેની એક તરફી લાગણીઓ પણ વધતી જતી અને મીરાં બસ પોતાનું કામ અને બીજા સમીરના વિચારો માં ખોવાયેલી રહેતી,આ લાગણીઓ પ્રણય ની કે મિત્રતાની છે એ મીરાને સમજાતું નથી એ પહેલાની જેમજ દરરોજ પોતાના મનને ટકોર કરીને પૂછે છે કે સમીર પ્રત્યેની આ અનહદ લાગણીઓ એ શું છે? સમજણ ની મુંઝવણ મીરાને જાણે કે આંતરિક રીતે કોરી ખાતી હોય એમ એ હમેશા સમીરના વિચારોમાં જ રહેતી અને બસ મનમાં ને મનમાં વિચારોમાં પોતાના સ્વપ્નોની એક અલગ દુનિયા બનાવીને જીવતી.એ દુનિયામાં માત્ર એ એકલી વિહરતી હોય અને એની કલ્પનાઓમાં માત્ર સમીર રહેતો હોય.આ વાત માત્ર મીરાં એકલીજ જાણતી અને મનમાં ને મનમાં એકલી વિહર્યા કરતી.સમીર ને તો મીરાના મનમાં એની માટેની આટલી અનહદ લાગણીઓ છે એના વિશેની જાણ સુદ્ધાં પણ નથી.સમીર એ લાગણીઓથી અજાણ છે કારણકે મીરાને પોતાની અને સમીર વચ્ચે રહેલો મિત્રતાનો પુલ ક્યાંક એની લાગણીઓના ઘોડાપુર માં વહી ન જાય એ વાતનો ડર ના કારણે મીરાએ એ પોતાના મનમાં રહેલી એક તરફી લાગણીઓને પોતાની સ્વપ્નની અને કલ્પના ની દુનિયામાં કેદ કરીને રાખી છે.જે ક્યારેય સમીર ની સામે ન આવે એની એ તકેદારી રાખતી એ પોતાની એક તરફી દુનિયામાં ખોવાયેલી રહે છે.મનમાં ઘૂંટાતી રહેતી અને અટવાતી રહેતી મીરા ની લાગણીઓ શું  ક્યારેક સમીર ની સામે આવશે? શું સમીર એને સમજી શકશે? 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED